Kitlithi cafe sudhi - 4 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 4

કીટલીથી કેફે સુધી
આનંદ
(4)

આ મગજમારીમા હુ કેમ પાછો જઇ રહ્યો છુ.જયારે મે આશા છોડી દીધી છે.

હવે મારે એમ સમજવાનુ કે હુ ફરીથી ડુબવાનો.આગળ ના ઘા હજી પણ રૂજાણા નથી ને ફરીથી એને તાજા કરવાની મારી કોઇ ઇચ્છા નથી.ડુબ્યા પહેલા મારે તરવાની પાછી તૈયારી નથી કરવી.હુ જ કેમ વારંવાર બીજુ કોઇ કેમ નહી.બધાનુ જીવન શાંતીથી પસાર થાય તો મારુ કેમ નહી.આ બધા વીચારો એ મને જકડી રાખ્યો છે.

બહાર આટલો પવન ઠંડો પવન ફુંકાય છે.તોય મને ધારોધાર ગરમી ચડી ગઇ.અત્યારે કાઇ વીચારુ કે ન વીચારુ મારા માટે સરખી જ વાત છે.મને એક જ પલકારા મા અમદાવાદ ની પોળ,વડોદરાના પેલેસ તો કયાક ઓફીસની કંટાળાજનક બપોર એક સાથે દેખાય છે.આ બધુ મને વશમા કરતુ હોય એવુ લાગે છે.

હુ પાણીમા તરફડીયા મારુ છુ મને તરતા નથી આવડતુ.કાળા પાણી મા હુ શ્વાસ નથી લઈ શકતો.મારો રોકેલો શ્વાસ બંધ થઇ ગયો.હવે તો હાથ પગ હલતા પણ બંધ થઇ ગયા.અડધી ખુલી આંખ થાય છે.શ્વાસની સાથે હદય બંધ પડી રહ્યુ છે.સાવ અંધારુ થોડી જ વાર મા શાંતી થઇ.

ઓચીંતો એક પ્રકાશનો જબકારો થયો ને આંખ મારી આંખ ખુલી ગઇ. મે ભયાનક સપનુ જોયુ.

આજુબાજુ બધુ બરોબર જ છે.પછી ખબર પડી કે હુ બસમા જ છુ.બાજુની સીટવાળા કયારે ઉતરી ગયા અને બીજા આવી ગયા એ મને ખબર નથી.

બારી બહાર લગભગ મીતાણાનો ડેમ દેખાય છે.ટાઢ થોડી ઓછી થઇ અને આછો તડકો દેખાય છે.બસ ધીમી પડી એટલે ઉભી રહેવાની છે.ટાયરનો અવાજ ધીમો થયો બ્રેક લાગી અને બસ ઉભી રહી.બે-ત્રણ જણ મોટા ઘેઘુર વડલા નીચે બસની રાહ જોતા હતા.ઉભી રહી એટલે જપાટાભેર માણસ અંદર આવી ગયા અને બસ પાછી હાલતી થઇ.

બસ અને રસ્તા એના એ જ છે પણ પહેલાની સાડા પાંચની બસમા જવા વાળો હુ પોતે નથી રહ્યો.

આખરે હુ બદલી ગયો અને એ પણ કયા કારણસર.મને પોતાને વીશ્વાસ નથી આવતો તો બીજા શુ ધુળ માનવાના.છેલ્લે આ બધુ મને ખોટુ જ લાગે છે અને હુ ખોટેખોટો મારો ટાઇમ બગાડી રહ્યો હોય એવુ મને લાગે છે.

કેફેની પાછળ પડ્યો એમા પાછો લથડાઇ ગયો એના કરતા તો કીટલી એ મળતી આઠ રુપીયાની ચા મા શુ ખોટુ હતુ.શાંતી તો હતી ગમે તે રીતે.
મને કાઇ સમજાતુ નથી કે હવે શુ કરવુ એટલે મે ફરીથી મેઇલ ખોલ્યો.એના જવાબમા કરેલો મારો કાલનો રીપ્લાય પોતે વાંચ્યો.

***

સીનીયર-જુનીયર ના ઇન્ટરેકશન પછી તો કોલેજ શબ્દ પરથી વીશ્વાસ ઉઠી ગયો.

બપોર ના વાત થઈ કે કાલે ફ્રેસ્રસ પાર્ટી છે અને બધાને ફરજીયાત જાવાનુ છે.

હુ એ બધાની વચ્ચે “અનકમ્ફર્ટેબલ” અનુભવ કરતો.જેટલુ બને એટલુ કોલેજ અને એની સાથે જોડાયેલ વ્યકીતઓથી દુર રહેવા પ્રય્ત્ન કરતો રહ્યો.

સાંજ પડી ને હુ પાછો રુમે આવ્યો.આમેય મારો આજે આ પી.જી. પર પહેલો દીવસ છે.મને હતુ કે હમણા પહોચીને આરામ કરીશ એટલે મગજ શાંત થાય.પહોચીને દરવાજા ને ધક્કો દીધો એટલે ખુલી ગયો.

દરવાજાની અડધી તીરાડમાથી મને ધુમાડા જેવુ લાગ્યુ.અંદર ગયો ત્યારે ખબર પડી કે લીવીંગ રુમ અને રસોડામા શ્વાસ બંધ થઇ જાય એટલો ધુમાડો છે.અને અસહ્ય વાસ આવે છે.નવેરાનુ બારણુ ખોલ્યુ એટલે થોડીવારમા ધુમાડો ઓછો થયો.ધુમાડો ઓછો કરવા દરવાજો અડધો ખોલી હુ સીડી ચઢ્યો તો બેય રુમ મા ધુમાડો છે.આવી શિયાળાની મસ્ત સાંજ મા વાતાવરણને ખરાબ કરનાર કોણ છે.

પણ ઉપર જોયુ તો બે રુમમા મારા શીવાય કોઇ નથી.બે સીડીની વચ્ચે ઉભા રહીને જોયુ.ધાબા પાસે વધારાનો સામાન રાખવા માટે સીડી કેબીન ના ખાચામાથી અવાજ આવ્યો.ઉપર જઇને જોયુ તો ગઇ કાલવાળો ચીરાગ અને બીજા બે-ત્રણ સાવ અજાણ્યા ચહેરા બેઠા છે અને બધાના હાથમા સીગારેટ છે.બાજુમા હુક્કા નો સામાન,પાણીની બોટલ,ખાલી બાકસના ખોખા પડ્યા છે.

કાલ સાંજે જ એ માણસ મને ખટક્યો.

ગઇ કાલે જયારે હુ સામાન લઇને આવ્યો ત્યારે વગર સ્ક્રુ-ડ્રાઇવરથી એ પંખો ફીટ કરતો હતો.પંખાના પાંખીયા ના બોલ્ટ એને હાથથી ફીટ કર્યા અને પંખો લટકાડી દીધો.નીચે પડે તો કેટલી વાર લાગે.

એ માણસ મને ત્યારથી થોડો વીચીત્ર લાગ્યો.એની આંખો જોઇને લાગ્યુ કે કેટલાય દીવસ નસો કર્યા પછી બેઠો થયો હશે.ત્યારે મારી ખાલી ધારણા જ હતી જે અત્યારે સાચી પડી ગઇ.

મને જોઇને હસ્યો.એના ભાઇબંધોને મારા વીશે વાત કરીને મને બેસવા માટે આવકાર આપ્યો.ડોકુ હલાવીને હુ નીચે ઉતર્યો અને મારા ગાદલા પાસે ગયો ત્યાથી ઓશીકુ અને ગાદલાનો ઓછાળ નથી.આજે સવારે જ હુ ઓછાળ પાથરીને ગયો.બાજુના રુમમા જોયુ તો ઓછાળ ત્યા કચરાના ઢગલાની સાથે પડ્યો છે.મારુ મગજ એકદમ ગરમ થઇ ગયુ કે મારી વસ્તુને આજ સુધી કોઇને હાથ લગાવવા નથી દીધો તો અત્યારે કેમ.

હુ ચીરાગને પુછવા ગયો ત્યા તો એના ગંધારા અને મહીનાથી ધોયા વગરના માથા નીચે મારુ ઓશીકુ દેખાયુ.

મે પાછુ માંગી લીધુ અને પાછો નીચે ઉતરી ગયો.ઓછાળ કોણ લઇ ગયુ હશે એ મનોમન મે નક્કી કરી લીધુ.મનમા બબડતો હુ પાછો મારા ગાદલા પર આવીને બેઠો.ઠંડી વધારે હતી અને આગલી રાતે સરખી નીંદર નહોતી થઇ એમા આંખ કયારે બંધ થઇ ગઇ એ ખબર ન પડી.

પણ પાછો ઉઠ્યો ત્યારે ફોન મા જોયુ તો રાતના સાડા અગીયાર થઇ ગયા અને ફોન પર ઘરેથી આવેલા આડત્રીસ જેવા “મીસ્ડકોલ્સ”.હુ એજ વીચારુ કે આટલા બધા ફોન આવી ગયા મને ખબર કેમ નો પડી.

નીચેના માળ પરથી ગીત વાગતા હોય એવો દેકારો થાય છે.હુ નીચે ઉતર્યો અને જોયુ તો નીચે બે-ત્રણ જણા બેઠા છે.એક થરમોકલ લઇને એને કાપે છે બાકીના બે પુઠાની સીટ પર કાઇક દોરે છે.એકેયના મોઢા પર કાઇ તેજ નથી ખાલી ચીંતામા હોય એવુ લાગે છે.

મારા માટે તો આ બધુ નવુ જ હતુ કે આટલી રાતના પણ કામ કરવુ પડે.એ બધા હવે ટેવાય ગયા હશે કારણ કે એ બધાની કોલેજ ચાલુ થઇ એને લગભગ દોઢેક મહીનો જેવુ થયુ અને અમે એડમીશન કમીટીની અનામતની મગજમારીને લઇને એડમીશનમા મોડા પડેલા.કાઇપણ હોય હવે ભોગવવાનુ તો અમારે જ રહ્યુ.

હુ નીચે ઉતર્યો પછી થોડી વાત-ચીત કરી.થરમોકલને કાપીને એમાથી આકાર બનાવવાના,પુઠા ચોટાડીને ઘરો બનાવવાના આવુ કરવુ કોને નો ગમે.

નાનપણથી મે આવા ધંધા કરેલા છે.કોકની સાઇકલુ મા લાઇટુ ફીટ કરવાની,હેન્ડલના શીંગળા કાઢીને વચ્ચે ફીટ કરવા,આગળ પંખા કરવાના,પેડલ તોડીને નવા નાખવા,ઉભી ઘોડી ચડાવેલા મોટર-સાયકલ ને કીક મારવાની અને નીશાળમા વર્ષમા એકવાર બનાવવા મળતા પુઠાના ઘર બનાવવા જેમા ઘરેથી કોઇ ના નો પાડે.એ સીવાય થોડા ઘણા વખાણ સાંભળવા માટે પાડોશીના આળસુ છોકરાવ ની ચીત્રકળા મા ચીત્ર દોરવાના.

મારો સ્વભાવ ગુસ્સાવાળો છે છતા દીલ ભગવાને દરીયા જેવડુ આપ્યુ છે.કોઇને તકલીફમા જોવા એ મારા માટે અઘરુ થઇ બને.

મારી પાસે આજે કાઇ જ કામ કરવા માટે નથી.મે જઇને એ બધાને પુછ્યુ કે મારાથી થાય એવુ કાઇ કામ હોય તો હુ મદદ કરુ.બે જણ એ ના કીધી અને એકે હા પાડી એટલે મારાથી થયુ એટલુ કરાવ્યુ અને લગભગ એક વાગવા આવ્યો એટલે એણે મને સામેથી સુઇ જવા માટે કહી દીધુ.

અત્યારે તો એક વાગ્યા એ જ મારા માટે મોડી રાતની વ્યાખ્યા છે આગળ જતા શુ થાય એ ખબર નથી.હુ ઉપર ગયો અને સુઇ ગયો.

બીજા દીવસે કોલેજ પર પહોચ્યા ત્યારે જાણવા મળ્યુ.આજે રાતના ફ્રેસર્શ પાર્ટી છે.જવાની તો શુ પગ મુકવાની ઇચ્છા નથી પણ પરાણે જવુ પડશે એવુ લાગે છે.”લંચ બ્રેક” નો ટાઇમ થયો.અમને ક્લાસમા રોકાઇ રહેવાનુ કહેવામા આવ્યુ.થોડીક જ વારમા એક સાફાવાળો દેખાતો ક્રુર માણસ આવીને બ્લેક બોર્ડ પાસે ઉભો રહ્યો.રાહ જોયા વગર એને વાત ચાલુ કરી દીધી.બાકીના બધા એને કદાચ પહેલાથી ઓળખતા હોય એવી રીતે શાંતીથી સાંભળતા રહ્યા.

“ઇ પી.ડી. ભાઇ છે.” બાજુ વાળાને પુછ્યુ ત્યારે એને કહ્યુ.મને થયુ આ વળી કેવુ નામ.પછી પુરુ નામ ખબર પડી કે “પરમદીપ ને આ બધા પી.ડી. કયે છે.”

એના મોઢા પર ખાલી અભીમાનની રેખાઓ જ દેખાય છે.એટલી વારમા બીજા બે લગભગ એના ક્લાસમેટ એની બાજુમા આવીને ઉભા રહી ગયા.

“આજે રાતે શુ છે ખબર ને બધાને અને નથી ખબર એવા કેટલા...,હાથ ઉપર કરો...” એક પણ જાતના ભાવ વગર એ બોલે છે.

“આજે સાંજે આપણી ફ્રેસર્સ પાર્ટી છે સામેના રોડ પર એમ.ટી.વી. હોટેલ પર...”

“પાર્ટીનો ડ્રેસ કોડ છે રેડ અને બ્લેક એનાથી ઉપરનો એક પણ કલર નોટ અલાઉડ...”

“બાકીના કલર પહેરીને આવશો તો નો એન્ટ્રી...”

“સૌથી અગત્યની વાત કે કોઇ સીંગલ નહી આવે...”

એના એક-એક શબ્દમા મને પ્રશ્ન થાય છે કે આ માણસ શુ બોલે છે.”સીંગલ” નહી આવવાનુ એનો મતલબ મારે શુ સમજવાનો.કદાચ જે મને ખબર છે એજ તો નહી હોય.

“અને પાર્ટનર સીનીયર ગર્લ હોવી જોઇએ તમારી બેચ માથી નહી.”

થઇ ગયુ ને શંકાનુ સમાધાન હવે મારા જેવાને શુ કરવાનુ.આવા વીચાર સાંજ સુધી આવ્યા.સાડા છ વાગ્યે એ રીક્શામાથી ઉતરીને પી.જી પર પહોચ્યો.પાર્ટી રાતની હતી અને હજી લગભગ દોઢેક કલાક જેવી વાર હતી.હુ રુમમા પહોચ્યો અને મારા ગાદલા પર લંબાયો.સામેના રુમનો દરવાજો ત્યા બંધ હતો.

થોડીવારમા જોરથી દરવાજો ખુલીને ભટકાવાનો અવાજ થયો.માનવસહજ આટલો અવાજ થયો એટલે મે જોવા માટે ઓઢેલો ધાબળો બાજુમા મુક્યો.ઉભો થવા જાઉ એ પહેલા છોકરા અને છોકરીનો હસવાનો અવાજ આવ્યો.બે ઘડી મે વીચાર્યુ ત્યા પાછો છોકરી અને છોકરો વાતો કરતા હોય એવો અવાજ મારા કાને પડ્યો.

ઉભો થઇને રુમની બહાર સીડી પાસેની જગ્યા પર ઉભો રહ્યો.સામેના રુમનો દરવાજો અડધો ખુલ્લો છે.મારા મનમા તો એજ હાલે છે કે છોકરી હોઇ કઇ રીત શકે.

દરવાજાની તડ મોટી થઇ અને એક છોકરી અંદરથી નીકળી.મને જોઇને હસવા લાગી.હુ તો એજ વીચારતો રહ્યો કે આવુ કઇ રીતે.એને મે મારા ક્લાસમા જ જોયેલી.

છેલ્લા થોડા દીવસથી કેટલુ બધુ એક સાથે બની રહ્યુ છે.સમજવા માટે મારા મગજની વીચાર શકિત કદાચ ધીમી પડે.

એ પાછી રૂમમા ગઇને નીતીને અંદરથી દરવાજો બંધ કર્યો.થોડીવારમા મીત આવે છે.મારા રુમમા અમે બેઠા છીએ.સામેના રુમનો દરવાજો પાછો ખુલ્યો.કાઇપણ વીચાર્યા વગર આ વખતે તો સીધી રૂમમા જ આવી ગઈ.

“રેડી,ગાઇઝ ફોર ધ રોક...” બાકીના બીજા બે મારા ક્લાસમેટને જોઇને એને ઉત્સુકતાથી પુછી લીધુ.મીત અને એના ભાઇબંધ તાકી જ રહ્યા.એને મનમા એજ પ્રશ્ન થતો હશે કે છોકરા અને છોકરી એક જ રુમમા કઇ રીતે.

બાકીના બેય તૈયાર થઇને બેઠા તા અને હુ તો મારા સાદા કપડામા હતો.બીજા બે એની સાથે વાતો મા વળગ્યા.

“તારે રેડી નથી થવાનુ,ટાઇમ થઇ ગયો પાર્ટીનો...” મારા સાદા કપડા જોઇને એને સહજતાથી પુછી લીધુ.

“મારે નથી આવવુ પાર્ટીમા...”

“પણ કેમ...”

“મને નો ગમે એ બધુ...” કદાચ મારી પાસે આનાથી વધારે કહેવા માટે કોઇ જવાબ જ નહોતો.

“ચાલ ને એક જ વાર પાર્ટી હોય.મજા આવશે...”

પણ મે ઘસીને ના કહી દીધી અને એ ચાલી ગઇ પાછી સામેના રુમમા.મારો “કઝીન” મીત અને એના ભાઇબંધો મારી પાછળ પડ્યા કે “જા ને ભાઇ જઇ આવને...”.

એ બધા મને મનાવવા જામી પડ્યા પણ હુ એકનો બે નો થયો.

હુ એ બધાની સાથે ચા પીવા નીકળી ગયો.

(ક્રમશ:)