Kitlithi cafe sudhi - 10 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 10

કીટલીથી કેફે સુધી
આનંદ
(10)

અત્યાર સુધી ન જાણે કેટલા બધા સાથે ઝઘડા કર્યા છે. નાનકડી વાતને માથે લઇને મોટો ઝઘડો કરવાનો આ મારુ રોજનુ કામ હતુ. કોલેજમા લગભગ મારા સ્વભાવને જાણતા લોકો ઘણા ઓછા રહ્યા છે. જયલો એમાનો એક છે.

આર્કીટેક્ચરના દર વર્ષે એક એવા ત્રણ આર.એસ.પી પ્રોગ્રામ આપેલા હોય છે. પહેલી આર.એસ.પી અમે ભુજના ભુજોડી મા કરી છે. આ વખતે જામ-ખંભાળીયા જવાનુ હતુ. અત્યાર સુધી બધા વાતો કરતા હતા. હવે પાકુ નક્કી થયુ કે ખંભાળીયા જ જવાનુ છે. આર.એસ.પી મા જવાને બે દીવસની વાર છે; એટલે બધાને ખબર છે તોય ફેક્લ્ટી ટાઇમ પાસ કરવાના બહાને “પ્રી-આર.એસ.પી.” કરાવે છે. બે દીવસ આમને આમ કાઢયા. છેલ્લે સબમીશનના નામે પોર્ટફોલીયો ભરાય એટલી સીટો બધાએ આપી છે.

સુમીત બધાના પોર્ટફોલીયો ભેગા કરતો જાય છે. સારો થવા માટે ઘડીએ-ઘડીએ ફેકલ્ટીની આજુબાજુ ફરે છે. સવારે ચાર વાગ્યે નીકળવાનુ છે. બધો સામાન પેક કરીને હુ સુવા માટે પડયો; પણ કાલે નહી ઉઠી શકાય એ વીચારથી ઉંઘ નથી આવતી. ગમે એમ કરીને સવાર પડી. કે.કે.વી. હોલથી સવારના લગભગ સાડા ચાર વાગ્યે બસ ઉપડી.

નવ વાગ્યે ખંભાળીયા પહોચ્યા. રહેવાની વ્યવસ્થા જોઇને લાગતુ નથી કે આર.એસ.પી. મા આવ્યા હોય. સારી એવી હોટેલમા રહેવાનુ છે. રુમમા એસી અને ટીવી થી માંડીને બધી વ્યવસ્થા છે.
હાથ-પગ અને મોઢુ ધોઇને બધા ઉપરના ધાબા ઉપર મળવાના છે. ગરમ પાણીથી નાહીને હુ ઉપર ગયો. મને મનોમન વીશ્વાસ નહોતો આવતો કે આર.એસ.પી. મા પણ આટલી સારી રહેવાની વ્યવસ્થા હોઇ શકે.

ઉપર પહોચ્યો ત્યા અડધા આવ્યા છે અને અડધા નીચે છે. જેટલા આવ્યા છે એ બાલમંદીરના છોકરાવની જેમ તોફાન કરે છે. નયન આગળ ઉભો છે. સામે બાકીના કેટલાય સાવધાનમા ઉભા રહીને પરેડ કરવાની તૈયારી કરે છે.

નીચેથી કોઇના આવવાનો અવાજ આવ્યો. રૂપેશ અને રૂષીકેશ આવતા દેખાયા. એની પાછળ જયેશસાય્બ અને બાકીના ફેક્લ્ટી આવતા હોય એવુ લાગ્યુ.

સાઇટ પર કામ કરવા માટે ગ્રુપ જાહેર કર્યા. એમા મારુ અને જીજ્ઞેશ નુ નામ એક ગ્રુપમા આવ્યુ. હુ મનમા ને મનમા ખુશ થતો હતો ત્યા કાઇ નવુ જ બન્યુ. જુહી પણ અમારા ગ્રુપ મા છે એવુ કહેવામા આવ્યુ. મને વીચીત્ર લાગ્યુ કે આવુ તે કેવુ ગ્રુપ બનાવ્યુ. આ બધાને ગ્રુપ બનાવતા જ નથી આવડતા ને એવા કેટલાય વીચારો કરી લીધા. હુ થોડીવાર મનમા બબડયો પછી શાંત થઇ ગયો.

સાઇટ પર અમે ત્રણ દીવસ કામ કર્યુ. માપ લઇને કામ પુરુ કરવાના છેલ્લા બે દીવસ છે. મારા ભાગે આવતુ બધુ કામ પુરા જેવુ જ છે. જીજ્ઞેશ થોડી વધારે વાર લાગે એટલે હુ એને વધારે કાઇ કહેતો નથી. બહાર જઇને ચા પીવાના ઇરાદે આજે હુ વહેલો નીકળી ગયો છુ. પાંચ-હાટડી ચોક પર હુ એકલો જ જાગતો હોઉ એવુ લાગે છે. જઇને મે સામાન મુક્યો. થોડીવાર થઇ ત્યા ધરમી અને એનુ ગ્રુપ દેખાયુ. હુ કદાચ કાઇ જ ન કરુ તોય એ મને તો કામ કરવા માટે નથી કહેવાની.

મને અંદરો-અંદર ખાતરી છે. બે દીવસ પહલા ચોકની વચ્ચો-વચ્ચ મે એને કેટલી સંભળાવી એ બાકીના બધાને મારા કરતા કયાય સારી રીતે ખબર છે. હુ મારા પરાક્રમનુ ગર્વ લેતો હોય એમ ઉભો રહ્યો. હુ ચા પીવા નીકળી ગયો. રસ્તામા ટેઇલર વાળા મારા નવા ભાઇબંધ ખુશાલભાઇ અને વીરેનભાઇને મળતો ગયો. ત્યા બાજુમા કાકાની કરીયાણાની દુકાને થતો આવ્યો. બપોરના ટાઇમે અમે બધા રોજ કાકાને ત્યા કચોરી ખાવા માટે જતા.

ત્યાથી અંદર સાંકળી શેરીમાથી નીકળ્યો. બેય બાજુ ગટર એકદમ ખુલ્લી છે. તોય વીચારવા જેવી વાત એ છે કે જરાય વાંસ નથી આવતી. ત્યાથી આગળ ડાબે વણાંક લઇને ત્રણ દુકાન મુકો એટલે ચોથી ઢાળ વાળી દુકાન ચા વાળાની છે.કમાડ બંધ હોય તો કહી નો શકો કે ચા વાળાની દુકાન છે. મને તો દર-વખતે એવુ જ લાગે કે કોઇ ગેરેજમા ચા પીવા જાઉ છુ.

ચા પીને પાછો આવ્યો ત્યારે જુહી અને જીજ્ઞેશ માટે પણ લેતો આવ્યો. મારી સાથે જ એ બંને પહોચ્યા. મે કપ ભરીને એ બેયને આપ્યા. સવારથી બપોર તો જુહીએ આંટા મારવામા કાઢી નાખી. મારુ કામ છેલ્લે પત્યુ એટલે મારે એના ભાગના એલીવેશન મા કામ કરવુ પડયુ. મારુ કામ હુ આરામથી કરુ તો રોજ જલસા કરી શકુ એવુ હતુ. પણ હુ ક્યારેય ટાઇમે જમવા પણ નથી ગયો. એનુ કામ તો મારાથી પણ ઓછુ છે તોય સબમીશનના આગલા દીવસે પણ બાકી છે. તોય એનામા જરાય ગંભીરતા નથી.

કામ વગરની કોઇ વાતમા અમારે લગભગ મતભેદ થતો નહી. ટાઇમ પર કામ ન પુરુ થાય એટલે મારો મગજ ઉકળે છે. હમણા જીત સ્પીકર પર ગીત ફુલ કરીને ગયો છે. વારેવારે અમને આવીને પુછી જાય છે કે હવે કયુ ગીત વગાડે.

જીજ્ઞેશ એનુ કામ ટાઇમે પતાવી નાખતો. તોય જુહી સાથે રોજ કામ બાબતે જ મારે બોલવાનુ થાય છે. એનાથી ન થઇ શકતા હોય એવા કામ એને કરવા હોય છે. જયારે કામ પુરુ કરવાની વાત આવે ત્યારે એની પાસે કોઇને કોઇ બહાના કાયમ હોય છે. એનો અવાજ એવો પાતળો છે એટલે કે પછી જાતે કરીને એવ એવી રીતે બોલે છે એ હુ સમજી નથી શકતો.

“તારો એટીટયુડ હોય તો તારી પાસે રાખજે બરોબર, મારી સાથે વાત કરવી હોય તો શાંતીથી કરવાની નહીતર મારુ નામ નઇ લેવાનુ.” આ વાત મારાથી વારંવાર બોલાઇ જાય છે.

મારા ડમી ડ્રોઇંગ તો સાઇટ પર જ ડ્રાફ્ટ થઇ ગયા છે. સેકશન,એલીવેશન પતાવીને એક દીવસ મા આઇસો મેટ્રીક વ્યુ પણ પુરો કરી નાખ્યો. ક્લાસના બાકી બધા તો પ્લાન સેકશન મા પડયા છે. જુહી નો એલીવેશન બાકી હતો. મારા બે-ત્રણ રાતના ઉજાગરા એક સાથે થઇ ગયા છે.

રાતે ઘરેથી પાછો કોલેજ પર પહોચ્યો. સ્ટુડીયો ના દરવાજા પાસે જ અમારુ ટેબલ છે. હુ અંદર પહોચ્યો ત્યા જુહી બેગ લઇને જવાની તૈયારી કરે છે.

“તારી સીટ પતી ગઇ.” બાકી હતી મને ખબર હોવા છતા મે પુછયુ.

“અડધા જેવી થઇ ગઇ અડધી કરવાની છે...” એ મજાક કરતા બોલી.

મને લાગ્યુ કે એટીટ્યુડ થી વાત કરે છે. ઉજાગરાના લીધે મારી આંખો એકદમ લાલઘુમ છે.

“કામ બાકીને ઘરે નીકળી જાવાનુ...” મે થોડા ગુસ્સા મા કીધુ.

“થાય થવુ હોય ત્યારે...હે ને ફાતેમા...” મારી વાત ન સાંભળવાનો દેખાવ કરી મારો મજાક ઉડાડતી હોય એવુ મને લાગ્યુ.

“તારો એટીટયુડ હોય તો તારી પાસે રાખ...” મારા મોઢામાથી વારેવારે આ જ વાત નીકળી જાય છે.

“શાંતી થી વાત કરને...”

“નહી થાય થતુ હોય એ કરી લેજે...” હુ એકદમ ઉકળવા લાગ્યો.કોલેજ ના ડોઢ વર્ષમા હુ કદાચ પહેલીવાર આટલો ગરમ થયો.

“આટલુ નાનો એલીવેશન પુરો નથી થતો એમા સાઇટ પ્લાન લઇને બેઠી છો...” હુ મોટે-મોટેથી રાળો નાખવા લાગ્યો. મને પણ પાછળથી ખબર પડી કે પંદર થી વીસ જણ તો મારી પાછળ જોવા માટે ઉભા છે. એ ખાલી એજ જાણવા માટે આવ્યા છે કે ચાલે છે શુ આ બધુ.

નીરવ આવીને મારી સાથે ઝઘડવા લાગ્યો કે છોકરી સાથે આવી રીતે વાત કરાય. મારુ હાલતુ હોત તો એ લુચ્ચાને એક ઝાપટે ઉંધો નાખી દેત. ગમે ત્યારે છોકરીઓની સાઇડ પર આવીને ઉભો રહી જાય છે.
મે એની સાથે ઝઘડવાનુ ચાલુ કર્યુ ત્યા જયલો મોકે આવી ગયો. નીરવને વાતમાથી બહાર કર્યો. હુ તો હજી પણ રાળો પાડતો હતો. એ મોઢુ નમાવીને મારુ અપમાન કરતી હોય એમ ધીમે-ધીમે હસે છે. એ હસવાનુ મારી આખી જીંદગી ધારુ તોય ભુલી શકુ એમ નથી. એને જોઇને હુ વધારે ને વધારે ઉસ્કેરાતો જતો હતો.

અમારી બેયની ને ફરતા વર્તુળમા ત્રીસેક જણા ઉભા રહી ને અમને જોઇ રહ્યા છે. એમાના અડધા થીસીસ વાળા સીનીયર અને બાકીના મારા ક્લાસ વાળા જોઇને મજા લઇ રહ્યા છે.

હુ વધારે બોલવા જતો હતો ત્યા જયલો અને ધૈર્ય મને ખેચીને બહાર લઇ ગયા. એમ્ફી-થીએટરના પગથીયા પર થોડીવાર બેઠા.

છેલ્લે મારે શાંત થવુ પડયુ.

દસ-પંદર મીનીટ બેસીને અમે ચા પીવા કીટલી તરફ ઉપડયા.

(ક્રમશ:)