Kitlithi cafe sudhi - 5 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 5

કીટલીથી કેફે સુધી
આનંદ
(5)

“હેય આનંદ,
આઇ રીઅલી સોરી ટુ ડીસ્ટર્બ યુ રાઇટ નાવ.બટ આઇ હોપ યુ અન્ડર સ્ટેન્ડ માઇ સીચવેશન.આઇ ઓલ્સો ફાઇનલ યર સ્ટુડન્ટ ઓફ આર્કીટેક્ચર એન્ડ આઇ એમ ફ્રોમ નવરચના યુનીવર્સીટી,વડોદરા.

આઇ હર્ડ ધેટ યોર કોલેજ ડુઇંગ મીલાન્જ એટ હ્યુજર સ્ટેજ ધેન પાસ્ટ ઓફ યર્સ.સો આઇ સી ઇન્વીટેશન પોસ્ટર ઓન સોસીયલ મીડીયા એન્ડ નો ધેટ દોશીસર એન્ડ સો મેની બીગર આર્કીટેક્ટ વીલ કમ ફોર વીઝીટ.આઇ પ્લાન ફ્રોમ સીન્સ સો લોન્ગ ટુ વીઝીટ સૌરાષ્ટ્ર એન્ડ કાઠીયાવાડ.સો આઇ એમ એકસાઇટ ટુ વીઝીટ એન્ડ કમ ફોર થ્રી ડેઝ ટ્રીપ એટ રાજકોટ.સો આઇ કેન સી એક્ઝીબીશન ઓલ્સો.

એઝ આઇ ટોલ્ડ આઇ સી વ્હોલ એક્ઝીબીશન હેલ્ડ ઇન યોર કોલેજ.આઇ સો લોટ્સ ઓફ બોરીંગ એક્ઝીબીશનસ લાઇક ધીશ.સો આઇ ક્વીક્લી પાસ થ્રુ પેનલસ્ બટ સડનલી આઇ સો વન સ્ટ્રાઇકીંગ રીપ્રેઝેન્ટેશન વીચ ઇઝ નોટ ક્લોઝલી રીલેટેડ ટુ આર્કીટેકચર એન્ડ આઇ રીયલી ઇમ્પ્રેસ્ડ વીથ ધેટ યુનીક વર્ક.

એન્ડ કોઇન્સીડન્સ ઇઝ માઇ ટોપીક ઓફ થીસીસ ઇઝ કનેક્ટેડ વીથ યોર ટોપીક.આઇ કન્ફયુઝ્ડ એટ સમ પોઇન્ટસ વીચ આઇ નીડ હેલ્પ.આઇ સી યોર વર્ક એન્ડ ફાઇન્ડ સમ હોપ ધેટ સમવન કેન મેક મી ઇઝી ફોર મી.

સો આઇ રીઅલી નીડ યોર હેલ્પ.ઇફ યુ આર ઇન રાજકોટ કેન વી ટોલ્ક.ઇફ ધીસ કનવ્રઝેશન હેપ્પન્સ ઇટ વીલ બી રીઅલી ગ્રેટ હેલ્પ.

આઇ એમ વેઇટીંગ ફોર યોર રીસ્પોનઝ.હોપ ટુ સી યુ સુન.

થેન્કસ,
મિસ્. વેલવીસર”


મે નીચે સ્ક્રોલ કર્યુ.


“મિસ્ સ્ટ્રેન્જર,
ડોન્ટ માઇન્ડ ફોર ધ ટાઇટલ.

બટ હાઉ કેન આઇ હેલ્પ યુ.આઇ કેન ઇમેઇલ યુ ઇફ યુ વોન્ટ અરજન્ટ.બટ નાવ આઇ એમ નોટ ઇન ટાઉન એન્ડ નોટ એબલ ટુ કમ બટ વોટ અબાઉટ ટુમોરો.

થેન્ક્સ,
આનંદ

રીપ્લાય આવે કે ન આવે તોય હુ જવાનો હતો એ તો નક્કી જ હતુ તોય હુ કેમ રાહ જોતો રહ્યો એની મને પણ નથી ખબર.ગઇકાલે આવો બે મેઇલ પુરતો વ્યવહાર ચાલ્યો.મે વાંચવાનુ પુરુ કર્યુ અને ફોન હાથમા જ છે.ત્યા ખડાક કરતો અવાજ થયો અને મારી સામેની સાઇડથી બસ નીચી નમવા લાગી.ડ્રાઇવર અને કંડકટર જોવા નીચે ગયા અને બસમાથી બધાને નીચે ઉતાર્યા.

મને ખબર નહી કેમ પણ આટલુ બધુ હસવુ આવે છે.જો આવી રીતે પંચર એ દીવસે પડ્યુ હોત તો એકટીવાવાળાની શુ હાલત થાત.જયેશ સાયબના હાથની બરોબરનો ખાત.આ તો બવ જુની વાત છે જ્યારે અમે ફર્સ્ટ યરમા હતા.

હુ ને શરદ ભઠ્ઠી પાસે ઉભા-ઉભા જોતા રહ્યા.એક પછી એક સળેળાટ કરતા મોટરસાયકલ અને એકટીવા નીકળે છે.ખીખયાટા મારતા પોર્ટફોલીયો લઇને બે ની જગ્યામા ત્રણ અને અમુક તો ચાર-ચાર સવારી મા એકટીવા ભગાવતા જાય છે.ગમે એને મનમા થાય કે આટલી ઉતાવળ છે શેના માટે.
સરહદ પરથી પાસપોર્ટ વગર ગેરકાયદેસર માણસોની હેરફેર થાય એમ મેઇન ગેટ પાસે બે જણ ઉભા છે.ઉભા-ઉભા હાથ હલાવીને બાકીના ને નીકળી જવા માટે ઇશારા કરે છે.

એક-બે-ત્રણ-ચાર ગણતા જ રહેવાય એમ એક પછી એક સળેળાટ કરતા મોટરસાયકલ નીકળે છે.

સામેના રોડથી જયેશ સાયબ આવે છે.ઘડીકવાર તો સાયબ પણ સ્કુટરમા બ્રેક લગાવી ઉભા રહી ગયા.એમની આંખ સામેથી બધા સળસળાટ જાય છે અને સાહેબ કાઇપણ બોલ્યા વગર જોતા રહ્યા.પણ કાઇ પણ બોલ્યા વગર સ્કુટર લઇને સીધા જ જતા રહ્યા.

પણ આજે સવારની જ વાત છે.ઇપ્સાના ઇતીહાસ લગભગ કોઇપણ “જુનીયર બેચ” માથી આટલો મોટો માસ “બંક” લગભગ કોઇએ નથી માર્યો.હવે આ ગર્વ લેવાની વાત છે કે “ચા” ટાઇમે આનંદ કરવા માટે કરાય એવી વાત છે એ મને નથી ખબર.

સવારની નીરવ શાંતી છે અને બધા એક પછી એક સામાન લઇને આવતા જાય છે.અત્યારે લગભગ દસેક જણા આવ્યા છે અને બાકી રહ્યા પચાસ એમાથી ત્રીસેક જેટલા લગભગ આવશે.આગલા દીવસે બધા વર્કશોપ-વર્કશોપ કરતા હતા.મને હથોડા પછાડવાનો શોખ એટલે મારા મનમા વર્કશોપની વ્યાખ્યા એટલે કાઇક અલગ જ હતી.

મે કયારેય એવુ નહોતુ ધાર્યુ કે આવા પણ વર્કશોપ હોતા હશે.એટલે હુ બધાની સાથે વર્કશોપ તરફ હાલ્યો.મેઈન ગેટના ડાબે નીચે ઉતરીને સીધા હાલ્યા એટલે સીધા વર્કશોપમા પહોચ્યા.વીચાર તો એવો હતો કે વર્કશોપમા કેટલા બધા મજા પડે એવા સાધનો હોય પણ આ જગ્યા કાઇક અલગ જ દેખાય છે.જેને બધા વર્કશોપ કહે છે એ તો જુપડા જેવી મીજાગરા વાળી નાનકડી ઓરડી છે.મને મનમા ખાટકો પડ્યો કે આ બધા શુ મજાક કરે છે.આ બધાને શુ નહી ખબર પડતી હોય વર્કશોપ કોને કહેવાય.

ઓરડી સીવાય બધી બાજુ જાડ જ જાડ છે એમા અડધા તો હમણાના વાવેલા હોય એવુ લાગે છે.ઉભા રહીને સીધા જોવો એટલે એક નાનકડી કાટ લાગેલા મીજાગરા વાળી બારી દેખાય અને બીજી સાઇડ કટાયેલુ બારણુ.મને તો મન થયુ કે લાત મારી ને તોડી નાખુ આ કમાડ.ત્યા શરદે ચાવીથી કમાડનો મીજાગરો ખોલ્યો.

બારણાને ધક્કો દીધો એટલે બારણાની તડ મોટી થઇ.આખુ ખુલ્યુ ત્યા ભેજ વાળી હવા આવવા લાગી.પહેલા વરસાદી ભેજ જેવી સુગંધ મારા નાકમા પ્રસરી ગઇ.ક્ષણવાર માટે તો મજા આવી પણ કરોડીયાના બાવા મોઢે વળગ્યા તો બધુ ભુલાઇ ગયુ.અંદર ચારેય બાજુ કરોડીયાના જાડા બધી ચોંટેલા છે.જોઇને એવુ લાગે કે કેટલાય વર્ષોથી કોઇએ કમાડ નહી ઉઘાડ્યુ હોય.

ઉપર એક બાવાથી મઢાયેલો પંખો અને બારીની ઉપર જુનવાણી પીળા કલરનો લેમ્પ લટકે છે.શરદે ચાપ પાડી ને એકી સાથે પંખો અને લેમ્પ જબુક્યા.પંખા ઉપરના બધા બાવા આખી ઓરડીમા ઉડવા લાગ્યા અને સીમેન્ટની ડમરી ચડી ત્યારે ખબર પડી કે આ સાયબે સીમેન્ટના બાચકા ય સાચવીને રાખ્યા છે.મન તો એવુ થયુ કે કયા આ બધા મુઠ્ઠી ઉચેરા માનવીઓ વચ્ચે સલવાણો આના કરતા એન્જીનીયરીંગ લઇ લીધુ હોત તો શુ ખોટુ હતુ.

એક દીવાલે લોઢાનો જુનો ઘોડો છે જેમા સમુહમા બધા વાપરી શકે એટલા ખાડો કરી શકાય એવા ત્રીકમ,પાવડો,તગારા અને હથોડા જેવા મજુરી કરવા માટેના સાધનો અને બાકીની જયેશ સાહેબની વધારાની વસ્તુઓ પડી છે.જેમા ટુટેલા રેડીયો,ટોપીઓ,થેલાઓ પડ્યા હોય.

લેમ્પવાળી બારીની બહાર ડાબે એક ગોળાકાર તંબુ જેવી ભઠ્ઠી છે.દર વર્ષે ક્લેનો વર્કશોપ આવે ત્યારે એની ઉપર દર વર્ષે નવા સ્ટુડન્ટસ પાસેથી ગારનુ લીંપણ કરાવવામા આવે એવુ શરદે હમણા કીધુ.

કમાડ બંધ કરીને પાછા અમે બહાર આવ્યા ત્યા જયેશ સાયબ પણ આવી ગયા અને બધાને કામે લગાડી દીધા.હુ અને શરદ સુકાયેલા જાડને પાણી પાવા વળગ્યા.
અમારી બાજુની કોલેજ વી.વી.પી. મા છવ્વીસ જાન્યુઆરીનો સાંસ્ક્રુતિક કાર્યક્રમ છે.બન્ને કોલેજ વી.વી.પી. ના સંચાલનમા આવે એટલે બધાને જવા માટે આમંત્રણ અને પાસ મળેલા.

કામ ચાલુ થયુ એને થોડીવાર જ માંડ થઇ ત્યા કોઇ આવીને કહી ગયુ કે નાસ્તો કરવા માટે બધાને મોકલો.એટલે કામ બંધ કરાવીને બધાને મોકલ્યા અને સાહેબ પોતે હરીપરના પાટીયે ભજીયા ખાવા માટે ઉપડ્યા.

અમે બધા જઇને પાછા પણ આવી ગયા પણ કામ કરવાની ઇચ્છા તો કોઇની નહોતી.બધાય કંટાડેલા અને ક્રાંતીકારીઓએ થોડા તણખા કર્યા એટલે આગ મોટી થઇ ગઇ.

નક્કી એવુ થયુ કે ”કામ નહી થાય એટલે નહી જ થાય.” આ શબ્દો બધાના મોઢેથી વારંવાર સાંભળવા મળ્યા.પછી થયુ પણ એવુ જ “ઇપ્સા” ના ભુતકાળમા ચોપડે ચડી ગયો એવો “માસબંક” બન્યો.છુટા પેલા કોઇક બોલ્યુ”હાલો ન્યારી”.અને બધા એ બાજુ ઉપડ્યા.

મે થોડીકવાર તો વીચાર્યુ કે આ ન્યારી એટલે શુ અને પછી બીજાને પુછ્યુ ત્યારે ખબર પડી કે ન્યારી ડેમ છે.મારુ મગજ વીચારવા અને માનવા જ તૈયાર નહોતુ કે ખરેખર ભાગીને ન્યારીડેમે જવાનુ.

એક પછી એક કરતા બધા ભાગીને ન્યારી જતા રહ્યા.હુ અને શરદ ને એવા દસ-બાર બાકી વધ્યા જેને ખબર જ નથી કે શુ કરવુ જોઇએ.છેલ્લે કાઇ વીચાર્યા વગર અમે બેય પણ જવા માટે તૈયાર થયા.એક્સેસ પર સામાન મુકીને બહાર નીકળતા તા ત્યા કોઇક બોલ્યુ કે “જયેશ સાયબ આયવા...”

છેલ્લા બે-ત્રણ જે ઇશારા કરવાવાળા જતા હતા ત્યા સામેના રોડથી જયેશ સાહેબ સ્કુટર લઇને આવતા દેખાણા.હવે ન તો એનાથી બ્રેક લાગી કે ન લીવર.સાહેબ ચાલુ સ્કુટરે એકજ નજરે જોતા રહ્યા ત્યા બાજુમાથી બીજા બે સળેળાટ કરતા નીકળી ગયા.

હુ અને શરદ તો વીચારતા રહ્યા કે શુ કરવુ પણ જે થવાનુ હતુ એ આપમેળે જ થઇ ગયુ.મને બીક હતી કે હવે અમે સલવાણા.મનોમન અફસોસ થયો કે વીચારવાને બદલે નીકળી જવામા જ સમજદારી હતી.

પણ સાહેબે આવીને કાઇ કીધુ નહી ચીંતનને ફાઇલ આપી.
“લે,ભઇ બાકી છે એટલાની હાજરી લઇ લે અને બાકીમા ગેરહાજર લખી આલ.”
“વધારે મગજમારી નઇ કરતો ભલેને હાલ્યા ગ્યા,એના ઘરે બાપા સામે ય આમ જ કરે છે.પણ છોડ એ બધુ આ બધાનુ કામ લઇને માર્કીંગ કરી દે બાકી બધાને ઝીરો આલી દેવાના.”
આટલુ બોલીને સાહેબ હાલતા થઇ ગયા.અમારુ માર્કીંગ પુરુ થતા બપોર ચડી ગઇ બાકી બધા કયા ગયા એ ખબર ત્યારે કોઇને ન પડી.
***
“કાલે સવારે કોલેજ જવાનુ છે હો.”

“ગ્યુ ઘરે તુ અટાણે શાંતી રાખ.”

બધાના મનમા આવી જ કાઇ વાત થઇ હોવી જોઇએ.એવુ ન હોય તોય એજ વાત સાચી છે.જે થવાનુ છે એ થવાનુ જ છે એને કોઇ રોકી શકવાનુ નથી એવુ વીચારીને મે શાંતવના લીધી.

આજે બંક માર્યા પછી બધા ન્યારી ડેમે બધા કેવી ધમાલ કરી આવ્યા એની ખબર મને થોડીવાર પહેલા બધાની સ્ટોરી જોયા પછી પડી.બધા ન્યારી ડેમ પહોચ્યા અને કેદીને આજીવન કેદમાથી છોડેલા હોય એવો આઝાદીનો આનંદ માણ્યો.હુ મજા ન કરી શક્યો એનો મને અફસોસ નથી.હુ તે સમયે કોલેજથી નીકળી ગયો હોત તોય બધા હારે ન જાત એ વાતમા પણ મને શંકા નથી.

પણ રાત પડતા ક્લાસના ગ્રુપમા મેસેજ આવવાના શરુ થયા.કેમ,શુકામ,કેવીરીતે એવા લગભગ દોઢસો જેવા મેસેજ છેલ્લી દસેક મીનીટમા આવી ગયા.

“જેને ન્યારીડેમના ફોટા ઇન્સ્ટાગ્રામમા મુકેલા છે એ બધા અત્યારે જ ડીલીટ કરો જયેશ સાયબને ખબર પડી ગઇ છે.”

પછીના લગભગ અડધા કલાકમા બીકના મારેલા બધાના ફોટા ડીલીટ થઇ ગયા.પણ હવે શુ કામનુ જયેશસાયબના માનનીય અભીષેકે એક-એક ફોટા સાહેબને બતાવી દીધા છે.
પણ મારે કયા બીવાની જરુર છે હુ કયા એ બધાની સાથે હતો.તોય પહેલા વર્ષમા હોય એટલે બધી બાજુથી નેગેટીવ જ જવાબ આવે.એટલે હવે બીક વધવા લાગી. મારી રહેવાની જગ્યા અને આજુબાજુના માણસો પુરેપુરા નેગેટીવ છે.આ બધાની વચ્ચે જેમતેમ કરીને રાત કાઢી.

પણ બન્યુ એવુ કે સવારે ક્લાસમા અગાઉ આવવાવાળા એ ચેતવણી આપી કે બધા વોટસએપ ગ્રુપના મેસેજ ડીલીટ કરો.જયેશ સાહેબ કેન્ટીનમા બધાના મોબાઇલ ચેક કરે છે.

મે મેસેજ ડીલીટ કરી દીધા પણ જે જોવાનુ હતુ એ તો પેલેથી જ જોવાઇ ગયુ હતુ.એટલે અમે કેન્ટીન તરફ જવા નીકળ્યા રસ્તામા સાયબ મળ્યા પણ કાઇ કીધુ નહી.

આ વાત લાંબી હાલી અને પ્રીન્સીપાલ અને ડીન સુધી પહોચી.બધાને બોલાવવામા આવ્યા અને બેયને સમજાવ્યા એટલે વાત પુરી થઇ ગઇ પણ જયેશ સાયબ તો માનવા જ તૈયાર નથી.

બધા રાજી થઇને છુટા પડ્યા અને જયેશ સાયબ કેન્ટીન બાજુ હાલ્યા.

(ક્રમશ:)












Share

NEW REALESED