કીટલીથી કેફે સુધી... - 2 (10) 797 1.2k 1 કીટલીથી કેફે સુધીઆનંદ(2)“આય્ તો કાયમ નુ થયુ,કોઇદી માલીપા જગા જ નો જડે...”“આ જુવાનીયાવ હોય ત્યા લગી આપણો વારો કયાથ્ આવે....”બાજુમાથી બીજો અવાજ આવે છે.“તય શુ ને ત્યા આજકાલના જુવાનીયાવને તો કાઇ કેવા જેવુ જ નથ્ રયુ...”જેને બસમા જગ્યા નથી મળી એ દેકારો કરે છે. પછી બેય એ મોઢા વંકારીને “સગેવગે” થઇ ગયા.પણ આમા મજા છે અને પાછુ મફત મળતુ મનોરંજન છે.”ખરર્.....” બસની બ્રેક લાગી અને પહેલા ગેટમાથી નીકળીને અડધી તીરાડો વાળા ધાબા પર થઇને જાળીવાળી દીવાલો વાળા છાપરા માથી થઇને બસ ઉભી રહેવાની છે.બસની પાછળ બે ત્રણ જણ બસની પાછળ હાથ હલાવતા દોડે છે.કેટલાય વર્ષોથી સાફ નહી થયો હોય એવા ગંધારા ઓટલા ઉપર બેસીને એક બાપા સળગતા પ્લાસ્ટીકના કચરા મા શિવાજી છાપ બીડી જગાવવા બેઠા છે.એની બાજુના ઓટલા પર બે ત્રણ ફાટેલા કપડા વાળા મજુરો સુતા છે.બસ જુના બસસ્ટેન્ડ થઇને આવી એટલે ઉભા રેવા જેટલી પણ જગ્યા નથી.જગ્યાને લઇને જપાજપી ચાલુ જ છે અને બીજા નવા આવવાના છે.એ જ અજબ જેવી વાત છે કે આટલા બધાને નાખશે કયા.મને તો નાનપણની ચોપડીમાની એક જ વાત યાદ આવે કે “માણા તો મા,તુ નથ,...હો!”,ગુજરાતીની ચોપડીમા આવતો જે રીતે ગીલાનો છકડો ભરાતો એમ બધા જામી ગયા છે.ખરરર....ખટ.. કરતી બસ ઉભે છે અને ધકામુકી પાછી ચાલુ થઇ.પણ એમા નવા કપડા પહેરીને આવેલા બે ત્રણ ટબુડીયા ભીડમા નીચે થી ગરકી ને ખુશ થતા આગળ આવવા મથે છે એને જોવાની મજા જ અલગ છે.વહેલી સવાર છે એટલે હજીયે અંધારૂ છે.મીનીબસની અંદર અને બહારની લાઇટો જગારા મારે છે.પણ આ ખરી ગડદી તો ચાર દીવસની રજા પતી એટલે છે.રજા પછી પાછા જવાની સફરમા ઉદાસીનતા વધારે હોય પણ મને કયો ભાવ લાગુ પડે એ જ નક્કી નથી થાય એમ.મારી સફર ચાલુ થાય એતો દુરની વાત પણ શુકામ મને રાજકોટ તરફ ભણી જાય છે એ મને પોતાને જ નથી ખબર.પણ છેલ્લે જે થાય એ હંમેશા સારા માટે જ થાય.મેઇલને જ કડી માનીને મારે આગળ વધવાનુ છે,કયા અટકવુ એ પછીની વાત છે.જુની અને ખખડતી બસમા ત્રણ વાળી સીટ મા હુ બેઠો છુ.હુ ભાગ્ય સારા છે કે મને સીટ મળી ગઇ બાકી મારેય બારીએથી બેગ ઘા કરવાનો જ વારો આવેત.મારી બાજુની સીટમા ઇયરોફોન વાળો રોબોટ બેઠો છે જેના ગીત મને ચોખ્ખા સંભળાય છે.એની બાજુમા એક બાપા બેઠા છે જે એનો વાંક નથી તોય એને કતરાઇને જોવે છે.અને હુ ઇ બેય ને જોવુ છુ.પણ મારુ આમ ઓચીંતુ રાજકોટ જાવાનુ ઘરમા બધાને થોડુ વીચીત્ર લાગ્યુ હશે તોય મે બહાનુ બનાવી દીધુ.આખરે મારે કેટલાક સવાલો ના જવાબ જો શોધવાના છે.દરીયા જેવી ઠંડી અને મોજલી પવનની લહેરના થપાટા ખાતા મારી આંખ મીંચાઇ ગઇ.ઈન્ટર્નશીપ પતી ગઈ તો હવે પાછા કોલેજ જવાનુ.જઇને શુ કરવાનુ,”હેરીટેજ વોલ્ક”,અમદાવાદ,રાજકોટ....કોલેજ પુરી થઇ ગઇ હવે શુ કરવાનુ...હુ અંદરો અંદર હસતો અને સાથે સાથે રડતો હતો.પણ જોરદાર અજવાળુ થયુ અને સપનાની અંદર પાછો સુઇ ગયો.આખરે હુ નીકળો તો આર્કીટેકટ બનવા પણ પરમાત્મા એનાથી પણ વીશેષ ક્ષમતા મને આપી એનુ કયારેય અભીમાન ન આવ્યુ એજ આ જન્મ કહો કે મારી ભાષા મા લાઇફ માટે વરદાન છે.નાનપણથી જ મે કાગળીયા અને કલરથી મારા રંગે દુનીયાને ચીતરી છે.કુદરતી આપતી કયારેય જોયી નથી અને જોયી ત્યારે યાદ રાખવા જેવડો નહોતો એ કુદરતની મને ભેટ છે.ચોપડી અને બોલપેન સાથે આવી મીત્રતા થઈ જશે એવુ કયારેય મારા મનમાય નહોતુ.પણ સાયન્સ લીધુ ત્યારે આર્કીટેકચર નામનો શબ્દ છે એવી ખબર પડી.પણ એ પહેલા તો મારા માટે આર્કીટેક્ટ ખાલી નકશા બનાવવા વાળો જ હતો.પહેલેથી જ હુ સ્વભાવે એકલવાયો અને વાતે-વાતે ખારો થઇ જતો કોઇની મજાકનો ભોગ બની જનારો એકલસુયડો છોકરો હતો.નાનપણથી જ મારે બધા સાથે ખાસ ભળતુ નઇ જેની સાથે રમવા જતો એની હારે બથોબથ બાજીને પાછો આવતો પણ એવા વાયરા વાયા કે હવે,”આ,સુકા બાવળને જુકતા આવડી ગયુ એટલુ જ બવ છે.”સ્કુલ પછી થી લઇને અત્યાર સુધીના જીવનને ત્રણ ભાગમા મે જોયુ છે.“લોન્જ હોસ્ટેલ” થઇને “પી.જી.” બદલાવીને અમદાવાદ ના “ઓપ્ટીમાઇઝ એલીગન્સ” સુધી થતા મોરબી-રાજકોટ-અમદાવાદ-રાજકોટ-મોરબી થતા મે ઘણા વળાંક જોયા છે.ચા નો આશીક તો હુ દસમા ધોરણથી થયો.મારા એકલવાયાપણાના લીધે હુ ગાડરીયા પ્રવાહથી દુર જ રહ્યો છુ.બધા રાત આખી જાગીને વાંચતા હોય ને મે કોઇ દીવસ રાતના આઠ વાગા પછી ચોપડી હાથમા પકડી જ નથી.હુ બધા કરે એનાથી અલગ જ કામ કરવાનો પ્રય્તન કરતો.કોઇવાર વાત ઉંધી પણ પડતી અને લેવાના દેવાય પડી જતા.પણ એ વાત સાફ છે કે હુ અમુક નક્કી સમયથી વધારે એક જગ્યા પર ટક્યો નથી.ધીરજની કમી મારામા પહેલેથી જ છે. પણ કીટલીથી ચાલુ કરેલી મારી આ સફર કેફે સુધી મને ખેચી લાવી છે.અને જે થયુ એ સારા માટે જ થયુ છે.સાયન્સ પતાવીને પરીવારની ઇચ્છા વીરુધ્ધ જઇને મે આર્કીટેકચર કર્યુ.ત્યાર પછી મારા કોરા કાગળમા અક્ષરો ચીતરાવાના શરુ થયા.***“બે ડોફા ભય આયા આવ તુ આમ આવ,”થોડો કડક અને હચમચાવે એવો અવાજ કાને પડે છે.આટલા લંબાઇના અને સાડીની મીલ જેવા દેખાતા લાંબા રુમમે કયારેય જોયા નથી.એના એક છેડેથી ઉભા રહીને બેટ-દડે રમી શકો એવા વીશાળકાય રુમ ક્લાસ હોય શકે એવુ મારી વ્યાખ્યામા જ નહોતુ.એમા એક છેડેથી અવાજ કરો તો બીજા છેડેથી પડઘા પડે એવડી જગ્યા અને બે-બે બાજુમા અડકીને અને એની સામે એનાથી ઉલટા આકારે બે એમ ચાર-ચાર ના ગ્રુપમા ટેબલ ગોઠવાયેલા.મને તો જોઇને એજ વીચાર આવે કે કોઇ ખોટી જગ્યા પર તો નથી આવી ગયા ને.“બે લઇને આવ ખાલી હાથે શુ હેંડ્યા આવો છો.એય તારી તો...”પાછો કોઇકને ધમકાવતો હોય એવો અવાજ આવે છે.“ચલ એય ચલ,ચલ...,આજે નો લંચ બ્રેક,નો ટી બ્રેક,બેસી રહો સાંજ સુધી અને ઘરે ફોન કરી દેવાનો રાતેય પડે...”“સર આ બધા સ્કેચ...”“ચલ એય તારી સાસુના અહીયા આય,સ્કેચ નય તારા માટે બીજુ ટાસ્ક,તારે આ એક કલાકમા આ બધા પાસેથી પાંચ સ્કેચ કરાવાના,નય હોય તો તારે બધાયના કરવાના,ઈ તારી જવાબદારી હવે,નયતર તને આજે ઘરે નહી જાવા દઉ.”બધાય ધીમા અને દબાતા પગલે આગળ વધે છે.હુ હજી ક્લાસના આગળના ભાગમા જ હતો મને થયુ આવી દાદાગીરી,બે વખત માટે તો થયુ કે આવી કોલેજ હોતા હશે.મને તો ભાગી જવાનુ મન થયુ પણ ગમે તેમ પણ કાબુ કરી લીધો.“ચલ એય પેલો કાગળ લઇ આવ...”અત્યાર સુધી એ માણસ દેખાવે કેવો હશે એની કોઇથી કલ્પના પણ નહોતી થઇ શકી.પણ હવે ગમે તે થાય પણ આગળ તો પરાણે જવાનુ જ છે.આવો ધમકી ભરેલો અવાજ એક-બે વખત નહી પણ સતત ચાલુ જ છે.સીધા પગલે હાલતા બધા ખચકાવા લાગ્યા.ભાગી જવાના વીચાર હવે એકદમ નઠારા થઇ ગયા.ભાગવુ હોય તો ભાગવુય કેમ પાછા જઇએ તો બહાર મળે એને શુ જવાબ આપવાનો.હવે આગળ વધવામા જ ભલાઇ છે એવુ માની લીધુ પણ મારી હારે જેટલા હતા એને પહેલા મે જવા દીધા. અને કલાસના બે ભાગ પડે ત્યા મને કોઇ જોઇ ન શકે એવી રીતે ઉભો રહ્યો.કારણ કે “એસ્કેપ રૂટ” નક્કી કરવામા તો હુ પહેલેથી જ એકસ્પર્ટ છુ.ગુનેગાર જેલના કેદીઓને ફાસી આપવા માટે લઇ જતા હોય એમ બધા ઠંડા પગલે હાલે છે.“સરરર્....”એવો કાગળ ફાટવા જેવો અવાજ આવે છે.કોઇ કાગળ ફાડે એવો અવાજ કાને પડયો એટલે મે ભીંતની પાછળથી નજર કરી. “સરરર્.....” કરતો બીજો કાગળ ફાટે છે.ધ્યાનથી જોયુ તો એ સ્કેચ જેવુ કાઇ લાગે છે.અમે દસ-બાર સીવાયના અંદર બાકીના બીજા ત્રીસ કે પાંત્રીસ જેવા બેઠેલા દેખાય છે.પણ એ બધાના મોઢા ભાવહીન છે કેમ જાણે ચા માથી બધુ દુધ કોઇએ નીચોવી લીધુ હોય.બધા પીલર વટાવી જતા રહયા છે.છેલ્લે મારે જ જાવુ રહ્યુ.પણ આ બધાની વચ્ચે હુ અને બાકીના બધા એ શોધતા રહ્યા કે એ ક્રુર અને ઘાતકી માણસ છે કયા.કોણ અને કેમ બીચારા નીર્દોષ છોકરા પર અત્યાચાર કરે છે.પણ મારી શંકાનો અંત આવ્યો.”ચલ એય ડોફા ભય,પેલા લગાવેલા બધા કાગળીયા કાઢી ને આલ મને...”ફરી અવાજ આવ્યો.હવે તો બધાને પરાણે મેદાનમા ઉતરવાનુ જ છે કારણ કે એણે અમને જોઇ લીધા અને આવકારો આપ્યો.ત્યા વીરેનભાઇ વચ્ચે આવી ગયા અને અમે આજે એડમીશન થયા લીધા એવી વાત કરી.છેક વચ્ચે પહોચ્યા ત્યારે ચહેરા પર નજર ફરી.મે જેવો ધારેલો હતો એનાથી પણ ભયાનક ચહેરો મારી નજરે પડે છે.અવાજ સાંભળીને મે જે ધારણા કરેલી એ સાચી પડી.“ચલ એય આમ મેદાન આય જવાનુ..બરોબર...”ક્રુર અવાજ ફરી આવ્યો.એ અમારી સાથે વાત તો એવી રીતે કરી રહ્યા હતા જાણે અમે ગુનો કરેલો છે અને કેટલાય વર્ષોનો બદલો લેવા માગે છે.“ચલ એય ડોફા ભય...આમ આય એય કીધુ એમા ખબર નય પડતી...” એક હાથમા ફાકી અને બીજા હાથમા એક લાકડી.એનુ કદ જોઇને ભલભલા ના નવનેજા પાણી ઉતરી જાય.“હેલો એવરીવન, આઇ એમ જયેશ શુકલા.ખોટી મગજમારી નો જોય,ભુખ લાગે તો ખઇ લેવાનુ તરસ લાગે તો પાણી પી લેવાનુ ,પાછળ દેવાંગ ભઇ એ કેન્ટીન આપણા માટે જ બનાયી છે...,પછી પાછુ કાગળ લઇને બેસી રેવાનુ.” અમને ભેગા કરીને વાતો ચાલુ કરી.ત્યારે મને ખબર પડી કે એજ જયેશ શુકલા છે જેના વીશે મે સાંભળેલુ છે.મારા માનવામા નથી આવતુ કે આવી નામાંકીત કોલેજ મા આવો વ્યવહાર કઇ રીતે કરી શકે અને કોલેજમા આવુ બધુ ચાલતુ હોવા છતા ટ્રષ્ટીઓને કાઇ નથી પડી.ઘડીભર મને થયુ કે ખોટો ભરાય ગયો આ જગ્યા પર કરતા વડોદરાની કોલેજ એડમીશન મળતુ તુ ત્યા ગયો હોત તો સારુ રેત.બીજુ કાઇ પણ કીધા વગર સીધુ ચાલુ કરી દીધુ.“આ ઓબ્જેકટ છે એનો સ્કેચ કરવાનો ટુ પોઇન્ટ પર્સપેક્ટીવમા,કોઇ કશુ નહી શીખડાવે,જે બોલશે એના ટોંગા હુ ભાંગી નાખીશ.અને કોઇના બાપા પોલીસ હોય કે કમીશનર હોય ને ફટાકડી રાખતા હોય તો બોલાવી લેવાના,આપણને ફરક નય પડતો...”અવાજ સાથે હાંફવાનો અવાજ સંભળાય છે.મને તો દાજ ચડી કે આમ કાઇ હોતા હશે સીધુ પેલા દીવસથી,પહેલા દીવસ ની કયા વાત અમે આવેલા એને અડધો કલાક નથી થયો અને સીધા અમારા પર અત્યાચાર શરુ કરી દીધા.મને તો કોલેજ પર શંકા થવા માંડી પણ એ કયા ખબર બતી એતો ખાલી શરુઆત છે.એમના ગોળ ચશ્મા અને કાળો કુરતો જ એટલો ભયંકર છે અને બાકી રહી જાય એટલો ભાર એનો અવાજ પુરો પાડે છે.બધાના મોઢા પર કયો ભાવ લાવવો એ નક્કી નથી થતુ.“ચલ એય તને શુ કરવાનુ કીધુ...”બધાને ખબર છે કે કોઇ પાસે સામાન નથી પણ આવા બાહોશ માણસની સામે ઉભુ થઇને બોલવાની હીમ્મત કોણ કરે.બધા એકબીજાના મોઢા તાકીને જોયા કરે છે.બધાયની એ વખતની હાલત જોઇને એ વાત પર તો જરાય શંકા નહોતી કે હુ જે વીચારતો તો એ બધાથી અલગ છે. “સાયબ,આ બધાને લઇ જવાના છે.” કાઇક જાણીતો અવાજ સંભળાયો.વીરેનભાઇ જેને હુ પહેલા દીવસથી જ ઓળખુ છુ.મનમા થોડી શાંતી થઇ કે બચી ગયા.“બેઅ... આમ આય તુ.”હવે તો હદ થઇ અમારા સુધી તો બરોબર પણ અમારાથી મોટા વ્યકિત સાથે પણ આવી રીતે વાત કેમ કરી શકે.મારુ હાલતુ હોય તો કોલેજ માથી સસ્પેન્ડ કરાવી દેત.“હા સાયબ...”“એ કયાય કોઇ નઇ જાય,કોને બોલાવ્યા છે,બેઅ...”“દેવાંગસરે...”“દેવાંગભઇને કઇ દે દસ મીનીટ પછી આવશે.”હા કહીને વીરેનભાઇ નીકળી ગયા પણ મનને ખાતરી થઇ ગઇ કે દસ મીનીટ પછી તો પછી આ કાળના મુખમાથી બચી જઇશુ.મોત સામે આવી જાય તોય મને કદાચ આટલી બીક ન લાગે જેટલો હુ અત્યારે બીવુ છુ.એમ લાગયુ કે આ દસ મીનીટ મારી જીંદગીના દસ વર્ષ લઇ જવાની છે પણ ભાગ્યે એવુ કાઇ જ નો બન્યુ.સાયબ એમના શરીરના વજનના કારણે માંડ માંડ પગ માંડીને ઉભા થાય છે ને અમારી તરફ ચાલી ને આવે છે.અચાનક જ આવીને અમારી સામે તાકીને ઉભા રહે છે થોડીવાર બધાની સામે નજર કરે છે અને પછી ચાલીને જતા રહે છે.અમારી જાનમા જાન આવી અને જે પહેલાના બેઠેલા હતા ઇ અમારી પાસે આવીને વાતો કરવાની ચાલુ કરે છે.બાકીના ધમાચકડી કરે છે.(ક્રમશ:) ‹ Previous Chapter કીટલીથી કેફે સુધી... - 1 › Next Chapter કીટલીથી કેફે સુધી... - 3 Download Our App Rate & Review Send Review Vivek Galthariya 7 months ago Dr.Krupali Meghani 9 months ago Rakesh 1 year ago Jivan Jitiya 1 year ago Kautik Patel 1 year ago More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Anand Follow Novel by Anand in Gujarati Novel Episodes Total Episodes : 30 Share You May Also Like કીટલીથી કેફે સુધી... - 1 by Anand કીટલીથી કેફે સુધી... - 3 by Anand કીટલીથી કેફે સુધી... - 4 by Anand કીટલીથી કેફે સુધી... - 5 by Anand કીટલીથી કેફે સુધી... - 6 by Anand કીટલીથી કેફે સુધી... - 7 by Anand કીટલીથી કેફે સુધી... - 8 by Anand કીટલીથી કેફે સુધી... - 9 by Anand કીટલીથી કેફે સુધી... - 10 by Anand કીટલીથી કેફે સુધી... - 11 by Anand