Kitlithi cafe sudhi - 6 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 6

કીટલીથી કેફે સુધી
આનંદ
(6)

ન્યારી જઇ આવ્યા.બે દીવસ થયા એટલે વાત ઠંડી પડી.બધાને મનમા એમ કે હવે કોઇ કાઇ નથી કેવાનુ.બધા ભુલી ગયા જાણે કાઇ બન્યુ જ નહોતુ.આજની સવાર તો રોજ જેવી શાંતીવાળી હતી.

પણ આજે માહોલ થોડો વધારે ઉતાવળો અને પાછુ બેઝીક ડીઝાઇનનુ સબમીશન કરવાનુ હતુ.જયેશ સાહેબ સબમીશન માટે કાયમ પાછળથી ટાઇમ આપે.આ વખતે ય બધા વેમમા હશે કે પાછળથી ટાઇમ મળશે એમા આપણે કામ કરી નાખશુ.આવી ગણતરી એ મોટા ભાગના કામ કરીને નથી આવ્યા.પણ હુ તો અકળેઠઠ ન જાણે બધાની સામે બે ઘડીનુ ગર્વ લેવા કેમ કામ પુરુ કરતો એ મનેય ખબર નહોતી.

આઠેક વાગ્યા જેવુ થયુ ત્યા હુ પહોચ્યો.એકટીવા માથી પોર્ટફોલીયો કાઢીને બેગ સરખુ કરતો અંદર પહોચ્યો.બોલવા ચાલવાનુ તો કોઇ સાથે થતુ નહી.પગીબાપા બોલ્યા નહી એટલે હુ ય નીચુ માથુ કરીને હાલ્યો.મારુ કામ પુરુ હતુ એટલે સામાન મૂકીને સીધો કેન્ટીને પહોચ્યો.માસી હજી દરવાજો ખોલીને અંદર માંડ પહોચ્યા હશે.અંદર તપેલા અને બીજો બધો સામાન આઘો-પાછો કરતા હતા.જયાથી ટોકન લેતા એ બારી પણ ખુલી નથી.તો ચા નો જ બની હોય.રાહ જોવા કરતા પગથીયા ઉતરીને સિમેન્ટના બાકડા ઉપર ગોઠવાયો અને ફોનમા ટાઇમ પાસ ચાલુ કર્યો.મારી જેમ બીજા બે-ત્રણ પણ લગભગ ચા ની રાહ જોતા બેઠા હતા.હુ એ બધાની સામે જોવાનુ ટાળતો અને મને સામેથી બોલાવે તો જ બોલાવાના એવી વળ મારા મનમા હતી.મનોમન મને મારી જ જાત પર ગુસ્સો આવતો કે હુ કોઇ સાથે રહેવાને લાયક જ નથી.

“છોકરાવ ચા અને કોફી થઇ ગયા છે જેને જોતા હોય એ લઇ જાવ.” પંદર-વીસ મીનીટ રાહ જોયા પછી માસીએ હાકલ પાડી.

હુ તરત ચા લેવા ગયો.

“તારે પુરુ સબમીશન?” હુ ન બોલ્યો તોય બાજુમા ઉભેલી છોકરીએ મને સામેથી પુછ્યુ.મને ખબર પડી ગઇ કે મને પુછે છે તોય મને ખબર ન હોય તેમ મે ધ્યાન ન આપ્યુ.

“તને કવ તારે થઇ ગયુ કામ પુરુ?” એને બીજી વાર આટલી સહજતાથી મને પુછી લીધુ.

“હા” ખબર નહી કેમ પણ મે ડોકુ ધુણાવી ને જવાબ આપી દીધો.

“બધુય પુરુ,સાચે?” મારે જવાબ નથી આપવો તો કોઇ મારી પાસે કેમ બોલાવી શકે મને ગુસ્સો આવ્યો એટલે મે થોડા અણગમા સાથે કહ્યુ “હા”

“ઓ સીટ યાર મારે તો બધુ બાકી પતાવુ પડશે નકર હમણા ઓલો આવી જાહે.” ઓલો કોણ ઇ મને થોડીવાર પછી સમજાણુ.સમજાયુ ત્યારે મને મનમા હસવુ આવ્યુ કે કેટલી સહજતાથી આ બધા શબ્દો વાપરી શકાય; પણ મને તો મનમા તો એ હાલતુ તુ કે આને આટલુ બધુ કામ બાકી છે તો એને ફેઇલ થવાની બીક નહી લાગતી હોય.

અને અચરજ પમાડે એવી વાત એ હતી કે આટલા મા મને પહેલીવાર કોઇ એ સામેથી બધાની સાથે બેસવા બોલાવ્યો હતો.મે થોડુ વીચાર્યુ અને પછી ખબર નહી હુ પાછળ બધાની સાથે બેઠો.ચા પતાવી ને સ્ટુડીયો મા ગયો ત્યા ઘણા બધા આવી ગયા છે.સ્ટુડીયોનો માહોલ બહાર કરતા થોડો હુંફાળો છે.

ટેબલે-ટબલે ફરીને મે થોડા આંટા-ફેરા કર્યા.કામ પુરુ હોવાનુ બે ઘડીનુ ગર્વ લેતો આંટા મારતો હતો; બે ત્રણને તો થોડુ ઘણુ કામ પણ કરાવ્યુ.

ટાઇમ થાય અને મહારાજા કચેરીમા પ્રવેશે એમ દસ થયા એટલે સાયબ આય્વા હાથી ભાઇની જેમ ડોલતા-ડોલતા.આવીને દરવાજે ઘડીભર દરવાજે ઉભા રહ્યા.કોણ જાણે શુ વીચારતા હશે.પાછા હાલતા થયા અને ટેબલે જઇને બેઠા.બધાને ભેગા કર્યા.

“ખઇ લીધુ બધાયે” કાયમનુ વાક્ય બોલ્યા. “બાકી હોયને તો કેન્ટીને જઇને ખઇ લેવાનુ પાણી પીવુ હોય તો દેવાંગભઇ એ ફીલ્ટર મુકાવ્યા છે બરોબર.”

“એય પટેલ તારી જાતના ચલને ગમે ત્યારે હેંડ્યા આવે.” સળવળાટ થયો અને એક જણો મોડો આવ્યો.મોઢુ નીચુ રાખીને આવીને બધા હારે બેસી ગયો.

“આજે બપોરે બાર વાગે સબમીશન કરી દેવાનુ આવ્યા એટલા આવ્યા બાકીના ઉડી ગયા.કામ નો હોય તો જાતે જ સમજી લેવાનુ મારી પાસેય નય આવવાનુ.”

“બાર વાગે નય આલો તો અડધા માર્ક તો ઉડ્યા જ સમજવાનુ.દસ ને દસ વીસ...ત્રીસ...ઉડ્યા.” એવી કાઇ ગણતરી કરી ખબર નો પડી એટલે.“એ તમારે જાતે ગણી લેવાનુ બરોબર...”

“ઇન્ટરનલ મા ઉડ્યા એટલે વીરેન બે હજાર માગશે.નહીતર વીરેન પાસે સિક્કા મારીને આર્કીટેક્ટ બનાવાનુ મશીન તો છે જ.થાય તો એક્ઝામ મા ભેગુ કરી લેજો.” અત્યાર સુધી ખાલી સાયબ જ બોલતા રહ્યા; અને બાકીના બધા કોઇ ફીલ્મ જોતા હોય એમ સાંભળતા રહ્યા.પછી અમારી બધાની વચ્ચે ઉભા થયા થોડી વાર જોયે રાખ્યુ.

“દસ મીનીટનો બ્રેક લઇ લઇ લ્યો.ખાવુ-પીવુ જે કરવુ હોય એ કરી લ્યો.પછી બપોર સુધી કોઇ બહાર નહી જાય.” કહીને પોતે હાલતા થયા.હુ તો નક્કી નહોતો કરી શકતો કે અત્યારે ખુશ થાવુ કે ચીંતા કરવી.

ક્યારેય કેન્ટીને નો જાતા હોય એવા બધાય આજે બીકના માર્યા કેન્ટીને ઘોડે પલાણી ગયા.બ્રેક પછી લગભગ પોણો ક્લાસ આવી ગયો.બાકીના વધેલા ઘટેલા તો એકેય બાજુમા નો આવે.કોક હજી કેન્ટીને પડ્યા હશે; બે-ત્રણ સામે કીટલી એ સીગારેટના ધુમાડા ઉડાડતા હશે.અહી આવ્યો એને આટલો ટાઇમ થયો તોય મે કીટલી એ ક્યારેય પગ મુક્યો નથી.

જયેશ સાયબ આવ્યા પગ પછાડતા.સ્ટુડીયોના મેઇન દરવાજા પાસે ખુરશી મંગાવીને વચ્ચો-વચ્ચ એક ટેબલ મુકાવીને બેસી ગયા.મનમા થયુ હવે પુરુ બાર વાગા તો શુ સાંજ સુધી હલવા નહી દયે કોઇને;પછી એનો ગાભા જેવો થેલો ખોલીને બે-ત્રણ ડાયરી જેવી બુકો બહાર કાઢી ને બે ત્રણ વીચીત્ર બોલપેનો અને પેન્સીલ કાઢી.કાયમની જેમ કાઇક વીચીત્ર ચીતર કરવા મા પડયા.

સ્ટુડીયોમા એકદમ સન્નાટો છવાઇ ગયો.ન કોઇ બોલે ન કોઇ ચાલે; પણ મારે શુ કરવાનુ એજ વીચારતો રહ્યો.કામ તો બધુ પતાવીને આવ્યો.પાંચીયા ભાર ય બાકી નથી.જો બતાવા જાઉ તો કાઇ નવુ ઉપરાણુ ચડાવે.આ બરોબર નથી.આ આવી રીતે કેમ કર્યુ.એના કરતા મે કીધુ છોડોને મગજમારી બેઠા છીએ.હવે બાર વાગે એટલે ઘણ.

બધાની જેમ મે પણ કાનમા ઇયરફોન લગાડ્યા.કેમ એ મને ત્યારેય નહોતી ખબર; પણ બીજા બધાને જોઇને મારુ પતુ પાછુ ન પડે એવો થોડો-ઘણો દેખાવ હુ કાયમ કરતો.બાર તો હમણા વાગી જશે.હુ તો કટર અને ફેવીકોલથી રમત કરતો રહ્યો; પણ બે કલાક કેમ નીકળે.થોડીવાર બાજુ વાળાની સીટમા કાગળ ચોટાડ્યા.

હવે ગીતમા પણ કંટાળ્યો.ખાલી કાનમા નાખી દેવાથી મજા આવવા માંડે એવુ કાઇ જરુરી નથી.સુમીત જયેશ સાયબની બાજુમા બેસીને સાયબને માખણ લગાડે છે.

“એય ડોકટર,તુ આમ આય પેલા” આખા સ્ટુડીયોમા સંભળાય એટલા જોરથી સાયબ બોલ્યા. “મારી જાન મા આયવો?” બાજુમા પડેલી ટેબલની લાકડી ઉગામતા કહ્યુ.

“ના સાયબ, આ તો ખાલી જગ્યા વીઝયોલાઇઝ કરવાની હતી ને એટલે બે અલગ-અલગ જગ્યા ફીલ કરતો તો.” એના મોઢા પર ગમે એવા સંજોગો હોય તોય ભાવ ફરે નહી.અડધા ચશ્મા નાક ઉપર હોય.અડધુ મોઢુ ખુલ્લુ હોય અને એના થોડા વધારે મોટા હોઠમાથી બે લાંબા દાંત બહાર દેખાતા હોય.જેથી કાયમ હસતો જ દેખાય. એનુ સાચુ નામ પણ સ્મીત તોય સાયબે ડોકટર પાડી દીધુ.

“તે કંકોળા ત્યા ફીલ કર્યુ.” બોલીને સાયબ પણ મજા લેતા હોય એવુ લાગ્યુ.અમદાવાદ,બરોડા અને કાઠીયાવાડી એમ ત્રણેય ભેગી કરો એવી જયેશ સાયબની બોલી છે.એમા કાઠીયાવાડી અલગથી તો ભાગ્યે જ સાંભળવા મળે; ગમે તે હોય પણ બધાને સાંભળવામા અતીશય મજા પડતી.

“સાયબ પણ વીન્ડો પાસે અને વીન્ડોથી દુર અલગ ફીલ આવે ને.” એક જ ભાવે બોલે તોય બધાને મજા આવે.એ સમજી વીચારીને બધાને હસાવતો હશે? કે એની મેળે જ સંજોગો એવા ઉભા થઇ જતા હશે? હુ તો નક્કી નથી કરી શકતો.

“ચલો એય,દસ મીનીટનો બ્રેક પછી એક પછી એક રોલનંબર વાઇઝ સબમીશન કરતા જવાનુ.” ટેબલ પર હાથ લાંબા કરીને બોલ્યા.ઘડીકવાર તો એમ થયુ કેવા માણસો છે; પોતે બોલેલુ નથી પાળી શકતા.મે ગર્વ એમ લીધો કે મારુ બોલેલુ કાયમ કરતો હોઉ.

ટેબલને ધક્કો દઇને સાયબ ઉભા થયા અને ડોકટર ના ખભ્ભે હાથ મુકી ને હારે લેતા ગયા; પણ માહોલ તંગીનો ઉભો થયો ઘણા બધા એવા છે જેની પાસે સબમીશન કરવા માટે કાઇ કામ જ નથી.મારે બધુ પુરુ છે એટલે હાશકારો થયો કે હવે પતશે અને હુ છુટ્ટો થઇશ.

પાછા આવ્યા અને થોડાકનુ કામ જોયુ.કોઇ પાસે લગભગ પુરાને નજીક કેવાય એટલુ ય ન નીકળ્યુ.બધાને મનમા એમ હશે કે ન્યારી વાળી વાત સાયબ ભુલી ગયા.પણ એવુ જરાય નહોતુ.

“ચલેય સુમીત બોલાય બધાને.” સુમીત ને મોકલ્યો.બધા ટોળુ વળીને જયેશ સાયબની ફરતે કુંડાળુ કરીને ઉભા રહી ગયા.

“ચલેય કેટલાનુ કામ પુરુ છે.” ગુસ્સા મા બોલ્યા.મારુ પુરુ હતુ.મે હાથ ન ઉપાડ્યો.પેલા આજુબાજુ જોયુ.પાંચેક જેવા હાથ ઉંચા જોયા.ત્યારે છેક થોડી હીમ્મત આવી એટલે મે હાથ ઉંચો કર્યો.

જયેશ સાયબ ખાર ખાઇ ગયા.સ્ટુડીયોના બધા ટેબલ ઉપડાવ્યા.એકલાઇન મા સામસામે મુકાવી દીધા.સામેથી જોવો તો સીધો લાંબો રેલ્વે ના પાટા જેવુ દેખાય.હાકલ મારીને બધાને બેસાડી દીધા.

“હવે કોઇ કોઇ કાઇ બોલસે નહી.આંખ બંધ કરીને ઓમશાંતી બોલવાનુ.”

“ચલેય ડોફા ભઇ આંખ બંધ કરેય,એય તને કીધુને મનમા બોલ મારી જાનમા આયવા છો.” અચાનક જ બોલવાનો સુર શાંતી થી ગુસ્સા મા બદલાઇ ગયો.

“આજે આપણુ બેઝીક ડીઝાઇન ગુજરી ગયુ છે.એટલે આપણે સદગતનુ બેસણુ રાખેલુ છે.” લાગતુ તુ જાણે અમારી મજાક કરે છે.આ બધુ એટલુ જડપથી બની ગયુ કે નક્કી જ નહોતુ થતુ રાજી થવુ કે ચીંતા કરવી.ભણવામા આવતા સબજેક્ટનુ બેસણુ કઇ રીતે હોઇ શકે.હુ વીચારી નથી શકતો.

રેલ્વે સ્ટેશન જેવી લંબાઇના રુમમા વચ્ચે લાઇન મા ટેબલ ગોઠવાયેલા હોય; અને બેય બાજુ કોઇના બેસણામા આવ્યા હોય એવી રીતે બંધ આંખે બધા હાથ જોડીને બેઠા હોય.આજનો દીવસ કોઇ ધારે તોય મને ભુલાવી શકે એમ નથી.

“વીચારો તમારા બાપા ગુજરી ગયા છે અને બેસણુ છે.” વીષય સુધી બરોબર પણ મા-બાપ પર મને ગુસ્સો આવ્યો.

“આજે બેઠા રયો સાંજ સુધી બધા કાઇ નય કરવુ...”

“બસ હરીનુ નામ લેવાનુ.” ત્યા બાજુમાથી ફરતા કૌશલસર અને હીતેશ સાયબ નીકળા એટલે જોવા ઉભા રહ્યા.

“આ શુ છે સાહેબ?” એ બેયને જાણવાની ઈચ્છા થઇ.

“એ બધા એ કામ ન કર્યુ તો બેઝીક ડીઝાઇન ગુજરી ગયુ.” સાયબ હસીને બોલ્યા. “એટલે અમે બેઝીક ડીઝાઇનનુ બેસણુ માંડ્યુ.”

બપોરે ડોઢ સુધી એમને એમ બધાને બેસાડી રાખ્યા પછી બધાને છોડ્યા.અને પોતે કેન્ટીને હાલતા થયા.

સાયબ ગયા એટલે બધા એવા ને એવા.મને માથુ ચડ્યુ એટલે હુ ચા પીવા કેન્ટીને હાલતો થયો.

(ક્રમશ:)