Chartered ni audit notice - 2 books and stories free download online pdf in Gujarati

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 2

# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ # CA.PARESH K.BHATT.

-: ઇમરાન હાશમી ના અંકલ મહેશ ભટ્ટ ? :-
મિત્રો ઇમરાન હાશ્મી ના અંકલ મહેશ ભટ્ટ ? , કઈ રીતે ? આશ્ચય લાગે ને ? મને પણ લાગતું હતું , પણ આજે ઓડીટ કરી જ નાખ્યું ...તાળો મેળવી જ લીધો ....તો વાચો .....

જેટલી ફિલ્મ અટપટી એવી જ આ લોકો ની જિંદગી પણ અટપટી હોય છે. આપણ ને બહાર થી આંજી દેતી એમની જાક્મ જોળ જિંદગી આકર્ષક લાગે પણ ખરેખર એ લોકો સેલીબ્રીટી થવા કેટલું ગુમાવતા હોય છે . એમનું કૌટુંબિક જીવન કેટલું ચડાવ ઉતારવાળું હોય છે .એતો જયારે એમની વિષે જાણીએ ત્યારે જ ખબર પડે. આપણે આવી સેલીબ્રીટી નથી પણ આપણા કૌટુંબિક જીવન ની શાંતિ એમના સેલીબ્રીટી ના ત્રાજવા માં મુકીએ તો ક્યાય વજનદાર ને શાનદાર લાગે .

સૌરાષ્ટ્રએ બે નાના ભાઈ ભટ્ટ આપ્યા એક નાના ભાઈ એટલે દક્ષિણામૂર્તિ શિક્ષણ સંસ્થા ના સ્થાપક ને બીજા નાના ભાઈ ભટ્ટ એટલે મહેશ ભટ્ટ ના પિતા નાનાભાઈ ભટ્ટ – ગુજરાતી નાગર બ્રાહ્મણ – મૂળ પોરબંદર ના વતની . જાણીતા ફિલ્મ પ્રોડ્યુસર અને ડાયરેક્ટર . જેમણે મી.એક્સ (૧૯૫૭) , લાલ કિલા (૧૯૬૦) વગેરે વગેરે...ફિલ્મ બનાવી . નાનાભાઈ ભટ્ટ ના પ્રથમ પત્ની હેમકલાબેન અને બીજા પત્ની શીરીન મહમદઅલી . આ શીરીન અને નાનાભાઈ ભટ્ટ ના પુત્રો એટલે મહેશ ભટ્ટ ને મુકેશ ભટ્ટ .આ મહેશ ભટ્ટ (૨૦ વર્ષ ની ઉમરે ) પ્રથમ પત્ની કિરણ ભટ્ટ ( એકા લોરીન બ્રાઈટ – મેરેજ પહેલાનું નામ ) . તેના સંતાનો પૂજા ભટ્ટ ને રાહુલ ભટ્ટ . પછી પરવીન બાબી સાથે લફડું થતા કિરણ ભટ્ટ જતી રહી. બીજી પત્ની સોની રાજદાન થઇ . આ સોની રાઝદાન એટલે કરન રાઝદાન ની બહેન - કરન રાજદાન એટલે જેણે નમક હલાલ માં સ્મિતા પાટીલ ના અંધ ભાઈ ની ભૂમિકા ભજવેલ , ઉપરાંત ભટ્ટી ઓન છુટ્ટી , હવસ , ગર્લ ફ્રેન્ડ જેવી ફિલ્મ બનાવેલી . આ સોની રાજદાન અને મહેશ ભટ્ટ ની બે દીકરી ઓ શીરીન ભટ્ટ અને જાણીતી એક્ટ્રેસ આલિયા ભટ્ટ .
મનમોહન દેસાઈ ના પિતા કાકુભાઈ દેસાઈ . તેમને ત્યાં એક એકાઉન્ટન્ટ તરીકે તામિલ બ્રાહ્મણ નોકરી કરે તેનું નામ રામ શેષાદ્રી આયંગર . આ રામ શેષાદ્રી આયંગરે એક મુસ્લિમ નર્તકી સાથે લગ્ન કર્યા . તેનાથી તેમને પાંચ દીકરી ને એક દીકરો થયો એક દીકરી એટલે આ શીરીન અને બીજી એક દીકરી પૂર્ણિમા . આ પછી આ નર્તકી રામ શેષાદ્રી ને છોડી ને મુસ્લિમ યુવક મહમદઅલી ને પરણી .આથી દીકરી નું નામ પૂર્ણિમા માંથી મહેરબાનો મહમદઅલી થઇ . આ શીરીન મહમદઅલી ની બહેન મહેરબાનો મહમદઅલી જે જાણીતા ફિલ્મ મેકર ભગવાનદાસ વર્મા ને પરણી અને તેનું નામ થયું પૂર્ણિમા વર્મા . પૂર્ણિમા વર્મા કે જેમણે ઝંઝીર ફિલ્મ માં અમિતાભ બચ્ચન ની માતા નો રોલ કરેલ તેમજ બીજી અનેક ફિલ્મો કરેલી જેવી કે પતંગ , સગાઇ , જાલ , ઓરત વગેરે વગેરે . પૂર્ણિમા ના પણ બીજા લગ્ન સૈયદ શોકત હાશમી સાથે થયેલા .જેઓ પત્રકાર હતા અને આ સૈયદ શોકત ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાન જતા રહેલા . પૂર્ણિમા( મહેરબનો મહમદઅલી ) અને સૈયદ હાશમી ના પુત્ર અનવર હાશમી પણ ફિલ્મ એકટર હતા . જેમણે ફિલ્મ બહારો કી મંઝીલ ( ૧૯૬૨) માં એક્ટર તરીકે કામ કરેલું. આ અનવર હાશમી ની પત્ની મહેરા હાશમી જે હાઉસ વાઈફ હતી . આ બન્ને તો પુત્ર એટલે ઇમરાન હાશમી. આથી ઇમરાન હાશમી ના દાદી ( પૂર્ણિમા – મહેરબાનો ) જે મહેશ ભટ્ટ ના માસી થાય . આ સગપણ થી ઇમરાન ના પિતા અને મહેશ ભટ્ટ ના માસીયાય ભાઈ થયા . ટૂંક માં મહેશ ભટ્ટ ના પિતા નાનાભાઈ ભટ્ટ એ ઇમરાન ના પિતા ના માસા થાય . આ રીતે મહેશ ભટ્ટ ઇમરાન ના અંકલ થયા .

અને આમ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વાળા છેલ્લે તો આપણ ને સૌ ને મામા જ બનાવે છે ને ! હવે મળી ગયો ને તાળો .

अस्तु |

DT.૨૬.૦૭.૨૦૧૯.