Charted ni audit notes - 4 books and stories free download online pdf in Gujarati

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 4

#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ# #CA.PARESH K.BHATT#
કુલદીપ સેંગર થી ડૉ.પ્રિયંકા ના હત્યારા સુધી .......

જે રાષ્ટ્ર નો નેતા આવો હોય તો સ્વાભવિક છે કે પ્રજા પણ આવી જ થાય ! . વર્ષો થી એક વિષય ચર્ચાતો રહેલો છે કે જેવો નેતા તેવી પ્રજા કે જેવી પ્રજા તેવો નેતા ? यथा राजा तथा प्रजा કે यथा प्रजा तथा राजा ? આ યક્ષ પ્રશ્ન વર્ષો થી ચર્ચા માં છે . ઘણા વિદ્વાન મિત્રો ની સાથે ચર્ચા થયેલ છે એમનો મત પણ એવો હતો કે જેવી પ્રજા તેવો નેતા !
હવે આ અંગે નું પ્રમાણ શું ? તો ઈતિહાસ ના પરીપેક્ષ્ય માં જરા નજર નાખી એ તો કદાચ ઉકેલ મળી શકે . કારણ ભવિષ્ય ની ધારણા ઉપર જો આધાર રાખે તે ધારણા બદલાય શકે પણ ઈતિહાસ બદલાઈ શકવાની શક્યતા નથી એટલે પ્રમાણ તરીકે આધાર લેવો યોગ્ય છે. બીજા વિશ્વ યુદ્ધ ના એપિક સેન્ટર જેવા હિટલર , રશિયન ક્રાંતિ ના એપિક સેન્ટર જેવા લેનિન અને ભારત ની આઝાદી ના એપિક સેન્ટર જેવા ભારત માં ગાંધીજી . આ ત્રણેય વ્યક્તિ ઓ ના ત્રીપરીમાણીય દ્રષ્ટિકોણ થી જો કદાચ આ વાત નો વિચાર કરવામાં આવે તો ઉકેલ ચોક્કસ મળી શકે. બીજું વિશ્વ યુદ્ધ યુરોપ ની ધરતી પર થયું કે જ્યાં બધો જ વર્ગ ભણેલ ગણેલ ને વિચારશીલ વર્ગ હતો . જયારે ભારત માં ગાંધીજી આફ્રિકા થી આવેલા અને તે સમયે ભારત ને આફ્રિકા માં જે કામ કર્યું તે અભણ લોકો પાસે થી કામ લેવાયું . સામાન્ય રીતે અન્યાય નો સામનો અભણ લોકો શસ્ત્ર થી જ કરે કેમ કે વિચારથી તેમની પાસે કામ કઢાવવું અઘરું છે . બીજા વિશ્વ યુદ્ધ ના સમયે જર્મન પ્રજા શોષણ નો સામનો કરી રહી છે નેતા તરીકે એમને હિટલર મળ્યા . પરિણામ જોયું છે . ગાંધી જો ત્યાં હોત તો કદાચ એ લોકો ગાંધી ના વિચાર ને વધુ સારી રીતે સમજી શકે . કારણ ગાંધીનું કામ વિચારશીલ ,અભ્યાસુ , ને પ્રયોગો માં રસ ધરાવતા લોકો કદાચ વધારે સારી રીતે સમજી શકે . પણ પરિસ્થિતિ ઉલટી હતી ગાંધી ને અભણ લોકો મળ્યા તો પણ તેમણે ધ્યેય પ્રાપ્ત કર્યું જયારે હિટલર પાસે આટલો ભલેણ ગણેલ વર્ગ હતો તો પણ હિંસા ના માર્ગે તેનું ધ્યેય પ્રાપ્ત કર્યું. આવો જ એક ત્રીજો બનાવ કે રશિયા માં કાર્લ માર્ક્સ ના વિચારો ની વધુ જરૂરિયાત ઈંગ્લેંડમાં હતી કેમકે ઔદ્યોગિક ક્રાંતિ તો ત્યાં થયેલ પરંતુ લેનિન ની ક્રાંતિ તો રશિયા માં થઇ કે એ સમયે ત્યાં કોઈ જ એવા મોટા ઉદ્યોગો ત્યાં હતા નહી છતાં આ ક્રાંતિ ત્યાં થઇ. આ ઐતહાસિક ત્રિકોણ ને જોઈએ તો લાગે કે આપણી સ્મૃતિ ઓ ને વેદો પણ કહ્યું છે કે ”યથા રાજા તથા પ્રજા” એ યોગ્ય જ છે . જેવો રાજા/નેતા તેવી પ્રજા . રાજા જો ચારિત્ર્યવાન હશે તો પ્રજા પણ એવી થશે , રાજા જો પ્રમાણિક હશે તો પ્રજા પણ પ્રમાણિક થશે . આજે આપણી સામે નેતા ને પણ શોધવા જવાની જરૂર નથી ને પરિણામ રૂપ પ્રજા પણ સામે જ છે . કુલદીપ સેંગર જેવા નેતા થી ડૉ.પ્રિયાના હત્યારા સુધી ની પ્રજા – આ ચિત્ર નજર સામે જ છે . આથી પ્રજા હમેશા સુધરે જેથી દેશ સુધરે એ વાત જ અયોગ્ય છે. જો નેતા કે રાજા પોતે સુધરે તો જ તેનું અનુકરણ પ્રજા કરે . નેતા જ સમાજ ને લીડ કરે છે એટલે જ તેને લીડર કહે છે . અમેરિકા થી હલકી ક્વોલીટી ના ઘઉં આયાત થવાના હતા ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી એ તે ઘઉં ની આયાત રોકી અને કહ્યું કે અમે એક દિવસ ઉપવાસ કરશું પણ આવા સડેલા ઘઉં તો નહી જ ખરીદીએ અને પ્રજા ને એક દિવસ ઘઉં માટે ઉપવાસ કરવા નું કહ્યું હતું અને પ્રજા એ અમલ પણ કરેલો . આજે પણ ઘણા એવા અત્યંત વૃદ્ધો મળી આવે છે જે એક દિવસ ઉપવાસ રાખે છે અને ગર્વ થી એમ કહે કે મેં શાસ્ત્રીજી ને વચન આપેલું જે હજુ પાળું છું . સક્ષમ નેતા હોય તો પ્રજા માં આજીવન આવી વૃતિ ઉભી થઇ શકે . જે રાષ્ટ્ર માં પ્રજા નેતા ને લીડ કરે તો સમજવું કે દેશ ખાડે જ જશે . આથી ચારીત્ર્યના સ્વચ્છતા અભિયાન ની શરૂઆત ઉપર થી થાય તો જ નીચે પ્રજા સુધી આ સ્વચ્છતા પહોચી રહે અને પરિણામ રૂપ દેશ માં ચારિત્ર્ય થી લઇ ને આર્થિક , સામાજિક ને રાજકીય સ્વચ્છતા આવે .

अस्तु

DT. ૧૭/૧૨/૨૦૧૯.