Charted ni Odis Notes - 5 books and stories free download online pdf in Gujarati

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 5

આજે બે દસકા થી ઓડિટ માટે મુંબઇ આવું છું .અત્યારે પણ મુંબઈ ની ખુશ્બુ (?) માણું છું કે પછી સહન કરું છું. પણ મુંબઈ માટે કઈ કહેવું હોય તો બસ મુંબઈ એટલે મુંબઈ.ભગવાન કૃષ્ણ માટે કહેવાય કે જીવનના પ્રત્યેક દુઃખ અને પ્રત્યેક સુખ નો અનુભવ એમને લીધો છે. બસ આ મુંબઈ ના સુખી સમમ્પન લોકો નું પણ આવું જ કે તેવો એ ગયા જન્મ માં ખૂબ જ પુણ્ય પણ કર્યાં હશે ને પાપા પણ કર્યા હશે. આ લોકો ને ભગવાન મુંબઇ માં જ જન્મ આપે. કરોડો નો માલિક હોય પણ રહેતો 2 bhk કે વધી ને 3 bhk . ઘરે ઓડી હોય પણ ભાઈ ને જવું પેડે ટ્રેન માં. ટ્રાફિક જ એટલો કે પોતાની ગાડી સમયસર પહોંચાડે જ નહીં. છે ને ટ્રેજડી. ખુલ્લી હવા તો મુંબઇ વાળા ને ખબર જ ન હોય કે શું કહેવાય. કેમકે માણસો વગર ની સડક તો મોડી રાત્રે પણ જોવા મળે તો મળે. મુંબઈ થાકે તો મુંબઈ નો માણસ થાકે. મારે જ્યાં ઓડિટ માં જવા નું છે એ એકાઉન્ટન્ટ શૈલેષભાઇ 5 કલાક ની નોકરી માટે 5 કલાક નું તો ટ્રાવેલિંગ કરે. એ લોકો તેમના વતન માં જાય એટલે દેશ જાવ છું એમ કહે. ખરેખર આ લોકો તો દેશ થી અલગ થઈ ગયા હોય એમ જ લાગે. દેશમાં જાય તો ત્યાં ની લાઈફ એમને સાવ સ્લો લાગે. વેદાંત માં એક વાર્તા છે કે એક માલણ ને માછણ બન્ને બેનપણી , એક દિવસ માલણ ને ત્યાં માછણ મળવા આવી. મોડું થઇ ગયું એટલે માલણ કહે આજે રોકાઈ જા કાલે સવારે જતી રહેજે. હવે માછણે રાત્રે માછલી નો ખાલી ટોપલો બહાર મુકી ને સુવા અંદર ગઈ. અંદર તો માલણ ના ગુલાબ , ચમેલી, મોગરા ના ફૂલો ના ટોપલા પડેલા ને મસ્ત મજાની સુગંધ થઈ રૂમ તરબતર હતો પણ માછણ ને ઊંઘ ન આવે. આમ થી તેમ પડખા ફેરવે પણ ઊંઘ જ ન આવે ને ! આ સુગંધ થી તેને તકલીફ થતી હતી. આ સુગંધ તેને માફક ન આવી એતો ઉભી થઇ ને પોતાનો માછલી નો ટોપલો લઈ આવી અને બાજુ મા મૂકી ને તેની સોડમ લેતી સુઈ ગઈ. બસ આવું જ આ મુંબઈગરા ઓ નું થાય કે દેશ ની વતન ની શાંતિ તેવો માણી નથી શકતા. તમને બધું જ સ્લો સ્લો લાગે . લાઈફ ફાસ્ટ ફાસ્ટ જ એ લોકો ને ગમે.એમનું 40% જીવન તો ટ્રેન માં જ પસાર થાય. એ ટ્રેન ની ગિરદી , ટ્રેન ની ગરમી, લોકો ના પરસેવા ની બદબુ આ બધાની વચ્ચે પણ એ છાપ ના તાઝ તાઝ ન્યુઝ વાંચી ને જીવન નો અપ્રતિમ આનંદ માણી લે. માણસ ઉભો ન રહી શકે એવી ટ્રેન ની ગિરદી માં પણ મુંબઈ ના ફેરયા ધંધો કરી જાણે. અહીં ધૂળ નો પણ વેપાર ચાલે ને હીરા નો પણ વેપાર એટલો જ ચાલે . કોઈ પુણ્યઆત્મ જ કદાચ અપવાદ હોય શકે. મુંબઈ માં રૂ. 20 થી લઇ ને રૂ.20000 સુધીના ભોજન નો લાભ મળે તેમ રૂ.500 ની રૂમ થી લઇ ને રૂ.100000 સુધી ના સ્યુટ એક રાત્રી રોકાણ માટે મળી રહે. 1955-60 માં બનેલ શ્રી 420 માં નેવે મુકેલ માનવતા નું ચિત્ર આજે પણ એમને એમજ છે તો વળી શિવરાત્રી એ શિવજી મંદિરે લાંબી લાઇન પણ હોય. સૌથી છેલ્લી કક્ષા ના પાપ પણ થાય ને પુણ્યશાળી ઓ ના પુણ્ય કર્મો પણ એટલા જ થાય. એટલે જ મુંબઈ એટલે મુંબઈ.....CA.PARESH K.BHATT ** ***