Devil Return-2.0 - 4 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-2.0 - 4

ડેવિલ રિટર્ન 2.0

ભાગ-4

રાજા નિકોલસ અને રાજકુમારને ખત્મ કરી ક્રિસ પોતાનો બદલો તો પૂર્ણ કરે છે પણ જિયાનનાં હાથે મૃત પામેલાં પોતાનાં નાના ભાઈ બહેનોનાં મૃતદેહોને જોઈ ક્રિસ, ઈવ અને ડેવિડ નું હૃદય દ્રવી ઉઠે છે. ઓલ્ડ વેમ્પાયર વેન ઈવાન મૃત્યુ પામ્યાં પહેલાં ક્રિસ ને પોતાનાં ભાઈ-બહેનો ને નવજીવન મળે એ માટે પાયમોન ની પૂજા કરવાનું કહે છે. પાયમોન ની સાધના કરવામાં આવતાં ક્રિસ નાં ભાઈ-બહેનો તો જીવિત થઈ જાય છે પણ એ હવે ક્રિસની માફક વેમ્પાયર બની ચુક્યાં હોય છે.

ક્રિસ, ઈવ અને ડેવિડ પોતાનાં ચારેય ભાઈ-બહેનો ને પુનઃજીવીત જોઈ રાજીનાં રેડ થઈ જાય છે. ક્રિસની ખુશી અચાનક એ વિચારી ગાયબ થઈ ગઈ કે ભલે એનાં ભાઈ બહેનો જીવિત થઈ ગયાં હોય પણ હવે એ બધાં પણ પોતાની તથા ઈવ અને ડેવિડની માફક રક્તપિશાચ બની ચુક્યાં છે.

ટ્રીસા અને બ્રાન્ડન તો નાના હતાં પણ સમજણશક્તિ ધરાવતાં ડેઈઝી અને જ્હોનને પોતાનાં શારીરિક ફેરફાર અંગે ખબર પડી ચુકી હતી. જ્હોને જ્યારે આ વિષયમાં ક્રિસને સવાલ કર્યો ત્યારે જ્હોન તથા ડેઈઝીને ક્રિસે સઘળું સત્ય વ્યવસ્થિત રીતે સમજાવી દીધું. જ્હોન અને ડેઈઝીએ પણ પોતાનાં મોટાભાઈએ જે કંઈપણ કર્યું એ બધું ઉચિત કર્યું હોવાનું જણાવ્યું એ સાંભળી ક્રિસને ઘણી રાહત થઈ.

હવે નાથનની બધી જ સંતાનો મનુષ્ય મટીને વેમ્પાયર બની ચુકી હતી. ચાર-પાંચ દિવસ સુધી તો ક્રિસે ગમે તેમ કરી પોતાનાં ભાઈ-બહેનો નું પેટ ભરવા નો પ્રબંધ કરી દીધો પણ હવે એ લોકો વેમ્પાયર બની ચુક્યાં હોવાથી લોહી પીધાં વગર એમની ભૂખ શાંત નહોતી થઈ રહી. ક્રિસ ને પણ લાગતું હતું કે સાચેમાં જો હવે એ લોકો રક્તપિશાચોની જેમ રક્તપાન નહીં કરે તો એ બધાં અશક્ત બની જશે એટલે એને ના છૂટકે ઈવ અને ડેવિડની સાથે જંગલમાં જઈને પશુઓનું મારણ કરવાનું શરૂ કર્યું.

ક્રિસ, ઈવ અને ડેવિડ બે-ત્રણ દિવસે એક પશુ નો શિકાર કરી એને ગુફામાં લઈ આવતાં જ્યાં બ્રાન્ડન, ટ્રીસા, જ્હોન અને ડેઈઝી મૃત પશુનું લોહી પીને પોતાની ભૂખ સંતોષતા. દૂધ પીવાની ઉંમરે બ્રાન્ડન અને ટ્રીસા સહજતાથી પશુઓનું લોહી પી લેવાં લાગ્યાં હતાં એ શરૂવાતમાં ક્રિસને અજુગતું લાગ્યું પણ પછી એને આ બધું જ પોતાની અને પોતાનાં ભાઈ-બહેનોની નિયતી છે એ સ્વીકારી લીધું.

થોડાં મહિના આમ જ વીતી ગયાં. ધીરે-ધીરે જંગલમાં મોટાં ભાગનાં પશુઓનું ક્રિસ અને એનાં ભાઈ-બહેનો થકી ભક્ષણ થઈ ચૂક્યું હતું. જંગલમાં હવે કોઈ શિકાર ના વધતાં એ લોકોએ જંગલમાંથી પસાર થતાં વટેમાર્ગુઓને પોતાનો શિકાર બનાવવાનું શરૂ કરી દીધું. આમ ને આમ બે વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. ક્રિસ હવે યુવાન થઈ ચૂક્યો હતો. ક્રિસની સાથે-સાથે ઈવ અને ડેવિડ પણ શારીરિક અને માનસિક બંને રીતે પુખ્ત થઈ ચુક્યાં હતાં.

વેમ્પાયર દ્વારા જંગલમાંથી પસાર થતાં વટેમાર્ગુઓ પર વેમ્પાયર દ્વારા હુમલો કરી એમને મારી નાંખવાની વાત હવે જંગલની આસપાસના વિસ્તારમાં આગની જેમ પ્રસરી ચુકી હોવાથી હવે લોકો જંગલમાંથી પસાર થવાનું ટાળવા લાગ્યાં. લોકોનાં આવાં વલણનાં લીધે ક્રિસ તથા એનાં ભાઈ-બહેનો જોડે પોતાની રક્તની તરસ છુપાવવા જંગલની આજુબાજુનાં રહેણાંક વિસ્તારોમાં હુમલો કરી મનુષ્યો પર હુમલો કરવું જરૂરી બની ચૂક્યું.

આ કારણથી જંગલની આસપાસનાં વિસ્તારોમાં મોટો ઉહાપોહ મચી ગયો. શરૂઆતમાં લોકોએ એકઠાં થઈને વેમ્પાયર બની ચુકેલાં નાથનનાં સંતાનોનો સામનો કરવાની કોશિશ કરી જોઈ પણ વેમ્પાયરોની અપાર શક્તિ આગળ એ લોકોની કંઈ ના ચાલી અને છ મહિનાની અંદર સો જેટલાં માસુમ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.

દિવસે અને દિવસે ક્રિસ અને એનાં ભાઈ-બહેનો વધારે અને વધારે ક્રૂર બની રહ્યાં હતાં. શરુઆતમાં જ્યાં એ લોકો મજબુરીમાં પોતાની ભૂખ સંતોષવા ખાતર જ મનુષ્યો ની હત્યા કરતાં પણ હવે આ એમની આદત બની ચુકી હતી. છાશવારે હવે વેમ્પાયર ફેમિલી અચાનક મનુષ્ય વિસ્તારમાં પહોંચી જતી અને પોતાની અપાર શક્તિ નો પરચો આપતાં હોય એમ વેમ્પાયર પરિવાર નાં સદસ્યો માસુમ લોકોની હત્યા કરતાં.

રોજ રોજ થતી પોતાનાં મિત્રો અને પરિવારજનોની ખુવારીથી ભયનાં ઓથાર નીચે જીવતાં જંગલની આસપાસનાં ગામનાં અને મિયારા શહેરનાં લોકો એકઠાં થયાં અને આ વેમ્પાયર પરિવારનો સામનો કઈ રીતે કરવો એ માટેનો ઉકેલ શોધવાની કવાયત શરૂ કરી. ઘણી માથાકૂટ બાદ એ લોકો એક નિર્ણય પર સહમત થયાં કે આ વેમ્પાયર પરિવારને પાઠ ભણાવવા એમનાં વિસ્તારમાં આવેલી સ્થાનિક ચર્ચનાં પાદરીને મળવું.

બધાં લોકોએ જ્યારે સ્થાનિક ચર્ચનાં પાદરીને પોતાની વિતક સંભળાવી ત્યારે પાદરીએ એ લોકો વતી એક પત્ર રોમાનિયા દેશમાં આવેલ ચર્ચ ઓફ જીસસનાં બિશપ ફાધર એડવીનને લખ્યો. કહેવાય છે ચર્ચ ઓફ જીસસનાં બિશપ અને એમનાં સાથે કામ કરતાં અન્ય પાદરીઓ મળીને યુરોપમાં ઘણી શૈતાની શક્તિઓને સફળતાપૂર્વક નાથી ચુક્યાં હતાં.

સ્થાનિક ચર્ચનાં પાદરીનો પત્ર મળતાં જ ફાધર એડવીન અને એમનાં સાથીદારો મિયારા આવી પહોંચ્યાં. સૌપ્રથમ તો એમને મળીને સ્થાનિક લોકો જોડેથી એમની વિતક સાંભળી અને એનાં ઉપરથી અમુક વસ્તુઓ નોંધી. ફાધર એડવીન ને એ લોકો ફક્ત રાતે હુમલો કરતાં હોવાથી દિવસે એ લોકો અશક્ત બની જાય છે એ સમજાઈ ગયું. સાથે-સાથે લોકો દ્વારા વેમ્પાયર પરિવારનાં સદસ્યોનું વર્ણન થયું એ પરથી ફાધર એડવીને નોંધ્યું કે કુલ સાત સદસ્ય ધરાવતાં વેમ્પાયર પરિવારમાં ચાર યુવકો અને ત્રણ યુવતીઓ છે. જેમાં એક યુવક અને યુવતી તો ખૂબ જ ઓછી આયુ ધરાવે છે.

આ વેમ્પાયર પરિવાર નાથન નામનાં ખેડૂત નાં સંતાનો જ છે એવું પણ ઘણાં લોકોએ ખાતરીપૂર્વક ફાધર એડવીનને જણાવ્યું. નાથનનાં પરિવાર સાથે જે કંઈપણ થયું એ જાણ્યાં પછી ફાધર એડવીનને ક્રિસ અને એનાં ભાઈ-બહેનો પ્રત્યે લાગણી પેદા થઈ. આમ છતાં કોઈપણ ભોગે હજારો માસુમ લોકોની જીંદગી પર જોખમ બનેલાં આ વેમ્પાયર પરિવારનો કઈ રીતે નાશ કરવો એની પળોજણમાં ફાધર એડવીન અને એમની ટુકડી લાગી ગઈ.

વર્ષો સુધી શૈતાની શક્તિઓનો સામનો કરવામાં મહારથ મેળવી ચુકેલાં ફાધર એડવીન વેમ્પાયર ને કઈ વસ્તુથી કાબુમાં લઈ શકાય છે એની વિધિ જાણતાં હતાં. વેમ્પાયર પરિવાર સાથે સીધો મુકાબલો કરી શકાય એ હેતુથી ફાધર એડવીન અને એમની ટુકડીનાં સભ્યો જાણીજોઈને જંગલમાં પ્રવેશ્યાં. મુસાફર નો વેશ ધારણ કરીને જંગલમાંથી પસાર થઈ રહેલાં ફાધર એડવીન અને એમની ટુકડીનાં અન્ય ચાર સભ્યોને જોઈ ક્રિસ અને એનાં વેમ્પાયર ભાઈ-બહેનો ની આંખમાં ચમક આવી ગઈ.

સામે ચાલીને શિકાર એમનાં વિસ્તારમાં આવ્યો હતો એ જોઈ હરખાઈ ચુકેલાં ક્રિસ અને એનાં ભાઈ-બહેનો એ કંઈપણ વિચાર્યા વગર ફાધર એડવીન અને એમની ટુકડી પર હુમલો કરી દીધો. ફાધર એડવીન અને એમનાં સાથીદારો પહેલેથી જ સાવધ બની ચુક્યાં હોવાથી જેવો એમનો મુકાબલો વેમ્પાયર પરિવાર સાથે થયો એવાં જ એ લોકો પોતાનાં અસલ પરિધાન માં આવી ગયાં.

હાથમાં હોલી ક્રોસ લઈને સૌથી આગળ ઉભેલાં ફાધર એડવીનની પાછળ બાકીનાં સભ્યો ગોઠવાઈ ગયાં. એ દરેકનાં હાથમાં ચર્ચનું પવિત્ર પાણી હતું. સાથે-સાથે ફાધર એડવીન અને એમની ટુકડીનાં સભ્યોએ ગળામાં લસણની બનેલી માળા પહેરી રાખી હતી. કોઈપણ વેમ્પાયર લસણની દુર્ગંધથી નિર્બળ બની જાય છે એ વાત ફાધર એડવીન પોતાનાં વર્ષોનાં અનુભવથી જાણતાં હતાં.

એ સમયે ક્રિસ અને એનાં ભાઈ-બહેનો પૂર્ણપણે સમજદાર નહોતાં કે ફાધર એડવીનનો મુકાબલો કરી શકે. આ અણસમજ માં એમને ફાધર એડવીન અને એમનાં ટીમનાં સભ્યોને મારી નાંખવાની કોશિશ કરી જોઈ જેમાં એમને નિષ્ફળતા તો મળી પણ સાથે-સાથે ફાધર એડવીને ચાંદીની બનેલી તલવાર વડે એ બધાં ને એવાં ઘા આપ્યાં જે રૂઝાતાં નહોતાં. વેમ્પાયર માટે ચાંદી જીવલેણ બની શકે છે એ માહિતી ફાધર એડવીન જોડે હોવાથી એ પોતાની સાથે ચાંદીની તલવાર લાવ્યાં હતાં.

ગણતરીની મિનિટોમાં જ ફાધર એડવીન અને એમની ટુકડીએ ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ને કાબુમાં લઈ લીધાં અને એમને બંદી બનાવી મિયારા શહેરમાં લઈ આવ્યાં.

ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ને પોતાની શક્તિઓ પર જે ઘમંડ હતો એ બધો જ ફાધર એડવીન અને ઈશ્વરીય શક્તિ શક્તિઓ આગળ સમાપ્ત થઈ ચૂક્યો હતો. શહેરનાં મુખ્ય મેદાનમાં જ્યારે ક્રિસ અને એનાં ભાઈ-બહેનો ને કેદીની જેમ લાવવામાં આવ્યાં ત્યારે મિયારા અને એની આજુબાજુનાં વિસ્તારનાં હજારો લોકો ત્યાં આવી પહોંચ્યાં. ત્યાં આવેલાં હજારો લોકોની ફાધર એડવીન સમક્ષ એક જ માંગણી હતી કે આ વેમ્પાયર પરિવાર ને કોઈપણ ભોગે ખત્મ કરી દેવામાં આવે.

ક્રિસે જોયું કે આ માંગણી કરનાર લોકોમાં એનાં પરિવાર ને નજીકથી ઓળખતાં લોકો પણ સામેલ હતાં જે જોઈ એનાં મનમાં ગુસ્સાની એ આગ સળગી ઉઠી જે હજુ સુધી શાંત નથી થઈ.

"મારી નાંખો.. મારી નાંખો.. "આખાં મેદાનમાં એક જ નારો ગુંજી રહ્યો હતો.

ફાધર એડવીને હજારો લોકોની આંખમાં ક્રિસ અને એનાં ભાઈ-બહેનો પ્રત્યેનો ક્રોધ જોયો. ફાધર એડવીનને ક્રિસે મિયારા આવ્યાં પહેલાં રસ્તામાં જણાવ્યું કે કઈ રીતે સંજોગોને આધીન થઈને પોતાને અને પોતાનાં ભાઈ-બહેનો ને વેમ્પાયર બનવું પડ્યું. આ બધું સાંભળ્યાં બાદ ફાધર એડવીન ને નાથનની વેમ્પાયર બની ચુકેલી સંતાનો પર દયા આવી. એમને લોકોને હાથનાં ઈશારાથી શાંત રહેવાં કહ્યું અને પછી ત્યાં મોજુદ લોકોને સંબોધતાં કહ્યું.

"હું તમારી સાથે સહમત છું કે આ વેમ્પાયર બની ચુકેલાં નાથનનાં બાળકોને મારી નાંખવા જોઈએ પણ શું તમને ખબર છે આ માસુમ બાળકો વેમ્પાયર કેમ બન્યાં.. ?"આટલું કહી ફાધર એડવીને ત્યાં મોજુદ જનમેદની ને ક્રિસ અને એનાં ભાઈ-બહેનો સાથે શું-શું બન્યું એ અંગે સઘળી માહિતી આપી દીધી. ફાધર એડવીન ની વાત સાંભળ્યાં બાદ એ લોકોનો ગુસ્સો ઘણાં અંશે શાંત થઈ ગયો.

"બોલો, હવે તમે કહો કે નાની વયનાં આ બાળકોને મૃત્યુદંડ ની સજા આપવી કેટલાં અંશે યોગ્ય છે.. ?"જનમેદની ને સવાલ કરતાં ફાધર એડવીને કહ્યું. જવાબમાં ઘણો સમય સુધી ત્યાં શાંતિ પ્રસરાઈ રહી.

"પણ જો આમ ને નહીં મારીએ તો એ અમને અને અમારાં બાળકોને મારી નાંખશે.. ?"એક સ્ત્રીએ ફાધર એડવીન ને ઉદ્દેશીને કહ્યું. એ સ્ત્રીનાં આમ બોલતાં જ ત્યાં હાજર લોકોએ એની વાતમાં સુર પરોવ્યો.

"તમારી બધાંની વાત બિલકુલ યોગ્ય છે પણ શું તમે જ કહો કે આ બાળકોને મૃત્યુદંડ ની સજા આપવાનું પાપ કરવું યોગ્ય છે.. ?"ફાધર એડવીને પુનઃ લોકોને આગળ પુછેલો સવાલ પૂછ્યો.

"તો બીજો કોઈ ઉપાય છે તમારી જોડે.. ?"એક આધેડ વયનો વ્યક્તિ બોલ્યો.

"હા, મારી જોડે એક ઉપાય છે.. જેનાં વડે આ વેમ્પાયર બની ચુકેલાં નાથનનાં સંતાનો ને મૃત્યુદંડ ની સજા પણ આપવી નહીં પડે અને તમને આ લોકો નાં ભયમાંથી છુટકારો પણ મળી જશે. "ફાધર એડવીન એ આધેડ વ્યક્તિનાં સવાલનો પ્રત્યુત્તર આપતાં બોલ્યાં.

ફાધરનાં આમ બોલતાં જ ત્યાં મોજુદ લોકો ફાધર જોડે શું ઉપાય હશે એ વિચારી અંદરો-અંદર ચર્ચા કરવાં લાગ્યાં. બીજી તરફ ક્રિસ અને એનાં ભાઈ-બહેન મનોમન પોતાને નવું જીવન આપવાં બદલ ફાધર એડવીન નો આભાર માનવાં લાગ્યાં. પણ એ લોકો માટે પણ એ મોટો પ્રશ્ન હતો કે આખરે ફાધર એડવીન આગળ એ લોકો જોડે કરવાનાં શું છે. ?

*****

વધુ આવતાં ભાગમાં.

વેમ્પાયર ફેમિલી સાથે આગળ જતાં શુ બન્યું?કેમ એ લોકો જહાજમાં રહેતાં હતાં. ?અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે.. ?અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***