Revenge Prem Vasna Series - 2 books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 44

પ્રકરણ - 44

રીવેન્જ

રાજે અન્યાને ફોનમાં કહ્યું પાપા લગ્ન નું કહે છે એ જાણીને થોડી ચિંતામાં પડી ગઇ. એણે પોતાનાં મા-પાપને વાત પણ કરી એ લોકો ખુશ થઇ ગયાં. અન્યા વિચારોમાં પડી ગઇ કે આ કેવી અવદશામાં સારાં સમાચાર મળે છે. એક પ્રેત કેવી રીતે ? અને એનાં મનમાં વિચારઝળકયો સાથે સાથે આંખો ભીંજાઇ ગઇ. મનોમન જીસસને યાદ કર્યા અને માં મહાકાળીને યાદ કરી આજીજી કરી કે મને રસ્તો બતાવો અને વિચાર ઝળક્યો.

અન્યાએ રાજને કહ્યું "મારાં રાજ હું પણ તારી સાથે લગ્ન કરવા થનગની રહી છું બસ મારી શરત એક છે કે મારાં લગ્નમાં કન્યાદાનમાં મારાં મા-પાપા હાજર હશે અને તારાં લગ્ન સમયે તારાં માં-પાપા હાજર હોવા જોઇએ અને આમ આપણાં લગ્નમાં બંન્નેનાં માં-પાપાનાં આશીર્વાદ જોઈએ રાજ તેં મને કહ્યું છે કે તારી શરતો મંજૂર છે... તું એક વાર કહે પછી પાળેજ છે મારાં માટે પ્રોમીસથી વધારે છે.

રાજે કહ્યું "અરે અન્યા આ કેવી શરત ? તને ખબર છે મેં તને આખી વાત કીઘી છે માં-પાપા છૂટા પડી ગયાં છે. અને માં ક્યાં છે એ પણ ખબર નથી આવી શરતમાં બાંધી તું શું કરવા માંગે છે ? આતો બીજા શબ્દોમાં તેં લગ્નની ના પાડી દીધી કેમકે પાપાજી પણ તૈયાર નહીં થાય હવે મને પણ માં માટે કોઇ સંવેદના નથી રહીં... અન્યા તે ખૂબ ખોટી અને આકરી શરત મૂકી દીધી એમ કહીને રાજ ચૂપ થઇ ગયો.

અન્યા પણ થોડીવાર ચૂપ રહી... બંન્ને વચ્ચે થોડીવાર સૂનકાર વ્યાપી ગયો. અન્યાએ પછીથી કહ્યું "રાજ હું બધું સમજુ છું પણ મને માં નાં આશીર્વાદ પણ જોઇએજ. પણ.. હું એક જવાબાદરી લઊં છું. અને લીધી છે કે માંને શોધી તારી પાસે લાવી માં પાપાનું સમાધાન કરાવીશ.

રાજે કહ્યું "અન્યા તે આ ખોટા જીદ પકડી છે આ સાવ અશક્ય છે અને પાપા ક્યારેય હવે સ્વીકારી નહીં તું વચ્ચે ખોટો ટવીસ્ટ લાવી છે અને મને વિવશ કર્યો છે એમ કહીને રાજે આગળ કંઇ બોલ્યા અને સાંભળ્યા વિનાં જ ફોન કાપી નાંખ્યો. રાજ ખૂબ જ ઉદાસ થઇ ગયો.

અન્યા ફોન પકડીને ઉભી રહી ગઇ એને થયું મેં આ શું કર્યું... આમ પણ લગ્ન શક્ય નથી.. છતાંએ મે રાજને અત્યારથી જ ઉદાસ કરી દીધો અને ખોટોજ હેરાન કર્યો... વાંક બધો મારોજ છે અને સજા એને આપી. અન્યા થોડી ગંભીર થઇ એણે બધાંજ વિચાર બાજુમાં મૂકીને માં-પાપાને તૈયાર થવા કે નહીં જોવા ગઇ અને સેમે કહ્યું "અન્યા આ પૈસા તું લાવી છે એને બેંકનાં લોકરમાં મૂકી દઊ.. અન્યા કહે પાપા તમને ઠીક લાગે એમ.. સેમે ઊંડો વિચાર કરીને કહ્યું "આપણે તો આવી રીતે મૂકવા એ પણ ટેન્શન છે... ઠીક છે કરું છું કંઇક...

અન્યા કહે હમણાં ઘર લોકરમાં મૂકી દો પ્હેલાં માં પાસે જઇએ. અન્યાને માં પાસે જવાની ઉતાવળ હતી ત્યાંજ એ શાંતિ વર્તાતી હતી અને અનેક પ્રશ્નો ઉઠવા હતાં એનું સમાધન કરવું હતું.

રૂબીએ કહ્યું "ચાલ દિકરા અને તૈયાર થઇ ગયાં આપણે જઇ આવીએ રૂબીએ અન્યાની સામે જોતાં કહ્યું "અરે બેબી તેં ક્યારે ચેન્જ કરી લીધા ? તું તો એકદમ મે મેજીક જ કરે છે.

અન્યાએ કહ્યું તમે લોકો ગયાં તૈયાર થવા ત્યારે રાજ સાથે વાતો કરતાં થઇ ગઇ. રૂબી કહે પણ તને તો ખૂબ સમય લાગે છે કહેવું પડે સાવ બદલાઇ ગઇ છે મારી દીકરી એમ કહીને અન્યાને વ્હાલથી ચૂમી ભરી લીધી.

***************

અન્યા માં પાપા સાથે ફરીથી કાળીમંદિર પહોંચી અને ત્યાં ભવ્ય મંદિર મહાલયમાં પહોચતાંજ એનાં શ્વાસ ભારે થવાં લાગ્યાં.. એની શ્વાસની ઘમણ એકદમ ઝડપી થઇ ગઇ અને આંખો લાલ લાલ થઇ ગઇ. અન્યાએ પોતાનાં શરીરની ગતિવિધી શાંત કરવા મનોમન માં કાળીનું સ્તવન કરવા માંડ્યુ અને ગુરુ અધોરનાથને યાદ કરવા માંડી.. અન્યાનાં શરીરમાં ધ્રુજારી થવા માંડી અને અન્યાથી સહન નહોતું થઇ રહ્યું એ માં કાળી નાં સ્વરૃપ સામે આવી ગઇ અને એનાં મનમાં વિચારો પ્રેત શરીરની સ્થિતિ અને કાબૂ બહાર સંવેદનાઓ એણે આંખો ખોલીને માં સામે પ્રચંડ અવાજે બોલી ઉઠી માં... માં...માં.. તારાં શરણે આવી મહાકાળીમાં ના રહ્યું શરીર ના જીવન છતાં રહું જીવતી ના નડે કર્મ ધારું એ કરું... પાશવીને પછાડુ આપ મને શક્તિ માં.

અન્યાનું રૂપ જોવા જેવું હતું. એની આંખો એકદમ મોટી અને વિસ્ફારીત થઇ ગઇ હતી આંખનાં ડોળા મોટાં અને લાલ થઇ ગયાં હતાં આંખોમાંથી જાણે લાલ લાલ અંગારાં દહકતાં હતાં અને આંખો માંથી ગરમ આંસુનાં જાણે ઝરણાં ફૂટી નીકળ્યાં હતાં.

એનું આવું રૂપ જોઇને રૂબી અને સેમ સહેમી ગયાં... બંન્ને જણા અન્યાને શાંત કરવા પ્રયત્ન કરવા લાગ્યાં અચાનક અન્યાને શું થઇ ગયું. ચિંતા કરવા લાગ્યાં. ત્યાંજ મંદિરનાં ગર્ભગૃહમાંથી અઘોરનાથ બહાર આવ્યા. તેજસ્વી મુખમુદ્રા અને આકાર્ષક સંમોહીત દેખાવ.. એમણે આવીને અન્યાનાં કપાળ પર લાલ કંકુનું મોટું તીલક કર્યું અને માથે હાથ મૂક્યો.

મહાકાળી જેવું જ એનું રૂપ થઇ ગયું હતું. આજુબાજુ દર્શન કરવા વાળાં પણ હેબતાઈ ગયાં હતાં અન્યાનું વિકરાળ સ્વરૂપ જોઇને કહેવાં લાગ્યાં આટલી નાની છોકરીનાં શરીરમાં જાણે મહાકાળી આવી ગયાં.

સેમ અને રૂબી તો જોતાં જ રહ્યાં. અઘોરનાથ ગુરુએ માથે હાથે મૂક્યો અને અન્યા શાંત થઇ ગઇ એ ગુરુજીનાં ચરણમાં પડી ગઇ અને ચોધાર આંસુએ રડી પડી. અઘોરનાથે અન્યાને ઉઠાડી અને એની આંખોમાં આંખો પરોવીને કહ્યું "કેમ ચિંતા કરે આટલી ? મને ખબર છે બધી જ તારી... નિશ્ચિંત થઇને આગળ વધ બધેજ સફળતા મળશે અને અનેક અગમનિગમનાં તને અનુભવ થશે હવે તું આ પાર કે પેલે પાર થવાની છે સામે આવતું બધુ તારું ઇચ્છેલું થશે અને ખાસ વાત તારો પ્રેમી તારો સદાય સાથ નિભાવશે.. જન્મ -મરણ કે આગલો જન્મ... તમારો મોક્ષ સાથે જ રહેશો. એ પણ આ જન્મની યાદ સાથે.. ફતેહ કર દીકરી...

સેમ, રૂબી કે દર્શનાર્થી આ બધાં દ્રશ્યો જોઇ રહેલાં પણ એમને કોઇ સંવાદ સંભળાઇ ન્હોતાં રહ્યા બધાં પણ આ અલૌકીક દ્રશ્ય માણી રહેલાં. અન્યા એકદમ શાંત થઇ ગઇ હતી. ગર્ભગૃહમાંથી આલોકનાથે અન્યાને બે ચુંદડી અને કાળો દોરો આપીને કહ્યું લે આ માંની પ્રસાદી. ગુરુ રામકૃષ્ણની ઇચ્છાથી તને આપુ છું. તારી પાસે રાખજે અને આ દોરો તમે બંન્ને જણાં બાંધજો...

આનાં ચમત્કાર પરચાં અનુભવજો કહેતો નથી એમ કહીને ગર્ભગૃહમાં ગયાં એ ગયાં... અન્યા આંખો બંધ કરીને શાંત થઇ ગઇ એનાં ચહેરાં પર એકદમ શાંતિ અને પરમ સંતોષ છવાઇ ગયો.

સેમ અને રૂબી સ્વસ્થ થયાં. એમણે બધાની જેમ દ્રશ્ય જ જોયું પણ સંવાદ કોઇ ના સાંભળ્યો.. એને ખીસામાંથી 5000 રૂ. કાઢીને મંદિરનાં ગર્ભગૃહ પાસે ઉભેલાં સાધુને બોલાવીને કહ્યું "પેલા સંત હમણાં આવેલા તે ક્યાં છે ? એમનાં ચરણોમાં આ નાનકડી ભેટ મૂક્વી છે. પેલાં સાધુએ કહ્યું "અહીં મંદિરમાં અત્યારે બીજું કોઇ નથી હું જ છું.

સેમે કહ્યું "તમે છો પણ હમણાં કોઇ મોટાં સંત આવીને મારી દીકરીને આશીર્વાદ આપી ગયાં એમની વાત કરું છું પેલો સાધુ આશ્ચર્યથી જોઇ રહ્યો કહ્યું "તમે કોની વાત કરો છો ? પછી એ પણ વિચારમાં પડી ગયો આ શું કૌતુંક છે ?

સેમે કહ્યું "કંઇ નહીં આ પૈસા માં નાં ચરણોમાં મૂકી દો. ને આ દીકરીની ઇચ્છા છે માં એનાં બધાં સંકલપ પૂરા કરે... અને પેલા સાધુએ પૈસા મૂકીને સેમને પ્રસાદી આપી... અન્યાએ દોરોને ચુંદડી છાતીએ દબાવી રાખ્યા.

પ્રકરણ-44 સમાપ્ત.