Revenge PremVasna Series - 2 books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 45

પ્રકરણ - 45

રીવેન્જ

અન્યા માં પાપા સાથે મહાકાળીનાં મંદરિમાં ગયાં. ત્યાં ગયાં પછી અન્યાનું રૂપ બદલાઇ ગયું અને એણે માં કાળીને ખૂબ આજીજી કરી. અધોરનાથનાં રૂપમાં જાણે માં આવીને સાંતવના અને આશીર્વાદ આપી ગઇ. એ મૂળરૂપ પણ ભૂલી ગઇ કે એ પ્રેતયોનીનું સ્વરૂપ છે. એણે ભાખ લાખ વંદન કરીને માં તો ગુરુજીનો આભાર માન્યો. ગુરુજીએ આપેલાં દોરા અને ચૂંદડી છાતીએ વળગાવી રાખ્યા. જાણે પ્રેતયોનીનાં જીવનની જડીબુટ્ટી.

સેમે બીજા ત્યાં રહેલાં સાધુને માં ના ચરણોમાં પાંચ હજાર રૂપીયા મૂકાવ્યા અને પ્રસાદી લીધી. રૂબી અને સેમ બંન્ને આજે અન્યાને કંઇક જુદી જ જોઇ રહેલાં એ લોકોને કંઇ સમજ જ ના પડી કે આ બધુ અચાનક શું થઇ ગયું... પરંતુ એટલું જરૂર સમજાયુ કે અન્યા ખૂબ ભક્તિવાળી થઇ ગઇ છે અને ક્રીશ્ચીયન હોવા છતાં એને માં મહાકાળી ઉપર અપાર શ્રધ્ધા છે.

સેમે અન્યાને શાંત થયા પછી કહ્યું "દીકરા ચર્ચમાં જવું છે ને ? અને પછી બહાર જ ક્યાંક ખાઇને ઘરે જઇશું બોલ ? અન્યાએ કહ્યું હાં પાપા જરૂર જવું છે પછી તમે જેમ કહેશો ત્યાં જઇશુ અને રૂબી અને સેમે અન્યાને કંઇ જ પૂછ્યું જ નહીં. એ લોકોએ વિચાર્યું. ઘરે જઇને શાંતિથી વાત કરીશું એ બધાં ચર્ચ જવા માટે નીકળી ગયાં.

*********************

રોમેરો માનસિક દબાણમાં આવી ગયેલો. એકતો હીંગોરી થી કારને અકસ્માત - સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવ્યો. હીંગોરી લોહીલુહાણ હાલતમાં હતો અને હોસ્પીટલમાં દાખલ કર્યો. રોમેરોને સમજાતું જ નહોતું કે આ બધુ શું થઇ રહ્યુ છે.

રોમેરો હોસ્પીટલ પહોંચ્યો અને આઇ સી.યુમાં હીંગોરી હતો એને નાની મોટી સર્જરી કરીને લોહી બંધ કર્યુ શરીરમાંથી લોહી ધણુ વહી ગયું હોવાથી લોહી ચઢાવવું પડેલુ એને માંડ હમણાં હોંશ આવ્યો હતો.

રોમેરો હીંગોરી પાસે પ્હોચ્યો અને એની સામે બેઠો અને હીંગોરીની સામે જોયું હીંગોરી આંખો બંધ કરીને કણસતો હતો. હીંગોરીને એહસાસ થયો એની પાસે કોઇ આવીને બેઠું છે.

હીંગોરીએ આંખો ખોલી એણે જોયું રોમેરો આવીને બેઠો છે. એણે સામે જોયું અને કંઇક બોલવું છે પણ ચૂપ રહ્યો. હીંગોરીને જોઇ રોમેરો બોલી ઉઠ્યો "આ બધું શું થઇ ગયું ? તને કેમ છે ? હીંગોરીએ બોલવા કરતાં આંખથી કશું છે અને રોમેરોની ધીરજ ખૂટી એણે પૂછ્યું "પણ આ બધુ કેવી રીતે થયું ? તું કાર પરથી કાબૂ કેવી રીતે ગુમાવી બેઠો ? આટલા ટ્રાફીકમાં આટલી બધી સ્પીડે અવાય ? તારાથી કાબૂતો થયો નહીં તારી અને મારી બંન્ને ગાડીનાં ફુરચા ઉડાવી દીધાં અને વધારામાં તું આટલો ધવાયો.

હીંગોરી રોમેરોનાં આટલાં બધાં પ્રશ્નો સામે માત્ર એટલું જ બોલી શક્યો "યાર.. મને ખબર જ નથી કે શું થઇ ગયુ કાર હું ચલાવતો હતો પણ સ્ટીયરીંગ પર કાબુ કોઇ બીજાનો હતો અને એક્ષીલેટર જાણે સ્પીડ પર જામ જ થઇ ગયેલું મને કંઇ સમજાય એ પહેલા જ ગાડી ઠોકાઇ ગઇ.

રોમેરો એની સામે જોઇ રહ્યો શું બોલવું એજ સમજાયું નહીં. એટલામાં પાછળથી અવાજ આવ્યો પોલીસ ઇન્સપેક્ટર આવી ગયેલો એણે હીંગોરીને ભાન આવ્યુ છે જાણીને એનો જવાબ લેવાનો હતો એમની પાછળ રાઇટર ઉભો હતો.

ઇન્સપેક્ટરે પૂછ્યું ? હવે તમને કેમ છે ? અમે પૂછીએ એનાં જવાબ આપી શકશો ? ત્યાં ડોક્ટર આવી ગયાં. "અરે તમે પેશન્ટને કોઇ માનસીક દબાણ નાં આપશો એમની હાલત નાજુક છે શરીરમાંથી ઘણું લોહી વહી ગયું છે.

ઇન્સપેક્ટરે ડોક્ટરને કહ્યું "અમને ખબર છે અને અમે અમારી ફરજ બજાવીએ છીએ અને તમારાં પેશન્ટને પૂછ્યું એમણે સહકાર આપવા સંમતિ દર્શાવી છે.

ડોક્ટર કહે પણ ખૂબ સમય ના લેતાં હજી એમને રીકવરી આવતાં વાર લાગશે એમનાં પગનાં ભાગમાં વધારે નુકશાન પહોચ્યું છે. હીંગોરીએ જોયું કે એને પગનાં ભાગે કોઇ સંવેદના નહોતી એણે પૂછ્યું ડોક્ટર મારાં પગમાં શું થયું ડોક્ટર કહે કંઇ નહીં તમે ચિંતા ના કરો બધુ સારું થઇ જશે અમે સર્જરી કરી છે પણ ત્યાં ઇન્જેકશનને કારણે અત્યારે તમને કાંઇ સંવેદના નહીં થાય.

હીંગોરી નાનાં બાળકની જેમ રડી પડ્યો. હે ભગવાન મને આ શું થઇ ગયું ? ડોક્ટર મને સારુ થઇ જશેને ? પહેલાની જેમ જ હું ચાલી શકીશને ? ડોક્ટરે કહ્યું "હા કેમ નહીં પણ તમારે થોડી ધીરજ રાખવી પડશે સમય લાગશે.

ઇન્સ્પેક્ટરે કહ્યું "તમારો આ એક્સીડેન્ટ કેવી રીતે થયો ? તમારે ગાડી ઉપરથી કાબુ કેવી રીતે ગુમાવ્યો ? તમારી સાથે કોઇ હતું ? કોઇ વિચાર ચિંતામાં હતાં શું થયેલું ?

હીંગોરીએ કહ્યું "સર એવું કંઇ નહોતું હું તો અમારા સ્ટુડીયોથી રોમેરો સર સાથે પોલીસ સ્ટેશન આવતો હતો અમારાં સ્ટાફનાં બે જણાનાં મૃત્યુ અંગે અને પોલીસ સ્ટેશન નજીક આવે એ પહેલાં જ જાણે સ્ટીયરીંગ અને એક્ષીલેટર પર કોઇ બીજાનો કાબૂ હોય એમ ગાડી કાબૂ ગુમાવી ખૂબસ્પીડમાં દોડવા લાગી હતી હું કંઇ સમજી પહેલાં જ કાર જોરથી અમારી જ ઉભેલી કાર સાથે ઘડાકાથી અથડાઇ એમાં હું કારનાં સ્ટીયરીંગ અને દરવાજા વચ્ચે ફસાયો અને મારાં પગ... સર મને કંઇ ખબર નથી અને એ ફરીથી રડી પડ્યો.

ઇન્સપેક્ટર કહ્યું "ઠીક છે. હમણાં તમે આરામ કરો વધુ પૂછપૂછરની જરૂર પડશે તો અમે આવીશું અને એમ કહી બહાર નીકળ્યા. રોમેરો એમની સાથે બહાર નીકળ્યો અને કહ્યું "સર મને સમજ જ નથી પડતી કે આ બધું કેવી રીતે થાય ? આટલી મોઘી અને અપટુડેટ કાર હતી એમાં કોઇ ખામી પણ શક્ય નથી.

ઇન્સપેક્ટરે કહ્યું "એ અમારી તાપસમાં બધું જ બહાર આવશે અને ઓટોમોબાઇલ એક્ષપર્ટની સલાહ લઇશું બધી જ તપાસ કરીશું પણ પ્રથમ નજરે આ ભાઇએ કાબુ ગુમાવ્યો અ એક્ષીડેન્ટ થયો છે એવું લાગે છે અને ડોક્ટરને પૂછેલું કે ડ્રીંક લીધેલું હતું કે કેમ ? પણ એનાં રીપોર્ટ નોર્મલ છે એટલે નશામાં ડ્રાઇવ નથી કર્યું એટલે હવે આગળ તપાસમાં જોઇએ શું આવે છે.

રોમેરોએ કહ્યું ઓકે સર.. પણ કાર માટે મારો કન્સલ્ટ આવીને તમને સહાકાર આપશે પછી કારનો ઇન્સ્યુરન્સની અમારે બધી કાર્યાવાહી કરવી પડશે.

ઇન્સપેક્ટરે કહ્યું "ઓકે તમારા કન્સલ્ટન મોકલજો અને પણ એક્ષ્પર્ટને બોલાવીશું અને આગળની કાર્યવાહી કરીશું.

રોમેરોએ જોયુ કે ડોક્ટરને નર્સ પણ રૂમની બહાર નીકળ્યાં છે અને એ રૂમ સુધી પહોચે એ પહેલાં જ બધાને હીંગોરીની મોટેથી ચીસ સંભળાઇ.

રોમેરોએ જોયું કે ડોક્ટરને નર્સ પાછો જઇ રહેલો ઇન્સપેક્ટર બધાંજ હીંગોરીનાં રૂમ તરફ દોડયાં અને રૂમ ખોલીને જોયું તો બધાંની આંખો ફાટીને ફાટેલી જ રહી. આશ્ચર્ય અને આધાતથી જાણે કોઇ કંઇ બોલી જ ના શક્યુ. ડોક્ટરને બધાં બોલ્યાં આવુ કેવી રીતે થયું ?

ડોક્ટરે નર્સને કહ્યું "જા બીજા નર્સ... મેલ નર્સને બોલાવ જલ્દી.. પ્લીઝ.. ગો..

રોમેરોએ જોયું કે હીંગોરી રૂમનાં પંખા પર ઉંધો લટકતો હતો ચીસો પાડી રહેલો. કોઇને કંઇ સમજાયુ નહીં આવું થાય જ કેવી રીતે ?

કઠણ દીલનો ઇન્સપેક્ટર સહમી ગયો એ એટલો ડરી ગયો કે એણે કહ્યું "આતો કોઇ બીજો જ કેસ છે. અમારો નથી... કંઇક ગરબડ છે અને એણે રોમેરોને કહ્યું અને અમારાં હેડને રીપોર્ટ કરીએ છીએ તમારાં ફ્રેન્ડની પાછળ કોઇ મોટી ગરબડ છે તમને ડોક્ટર સાથે કોઇ તાંત્રિક અઘોરીની જરૂર છે... ન માની શકાય એવું આજે અમે જોયું છે અને પહેલી જ વાર...

રોમેરોનો ગભરાઇ ગયો એને હીંગોરીની ફક્ત ચીસો સંભળાતી હતી. ડોક્ટરને સમજ નહોતી પડતી કે આમાં શું કરવુ એ રૂમની બહાર ભાગી ગયો નર્સ તો ક્યારની જતી રહેલી અને રોમેરો એકલો રૂમમાં ઉભેલો જોઇ રહેલો અને ત્યાંજ થોડીક જ સેકન્ડમાં...

હીંગોરી લટકેલો એ જોરથી બેડ પર પાછો પછડાયો અને એની ચીસનાં આખી હોસ્પીટલમાં પડધા પડવા માંડ્યા જાણે ચારો તરફ ચીલાચીસ થઇ રહી હતી. વાતાવરણ એકાએક ભયાનક થઇ ગયું હીંગોરી બે હાથ જોડીને માફી માંગી રહેલો. માફ કર મને માફ કર... એની આંખો સામે જાણે કોઇ ઉભુ હતું. અને એ બેભાન થઇ ગયો.

પ્રકરણ -45 સમાપ્ત.