Nagin - 1 books and stories free download online pdf in Gujarati

નાગિન - 1

( આ કહાની તમને રહસ્ય અને રોમાંચથી ભરી દેશે. આ કહાની છે એક નાગિનની. એક નાગિનના બદલાની. એક નાગિનના પ્રેમની. આ કહાની છે નાગમણીની રક્ષા કરતી નાગિનની. )

એક ઈચ્છાધારી નાગિન નાગલોક છોડી પૃથ્વીલોક મા એક વિશાળ જંગલમાં એક સુંદર મહેલમાં રહે છે. આ મહેલ નાગ-નાગિનનો મહેલ ગણાય છે. આ નાગિન શેષવંશની છે જે વંશ પ્રાચીન સમયથી મહાશક્તિશાળી "નાગમણી" ની રક્ષા કરતો આવ્યો છે. આ નાગીનનુ રૂપ સફેદ રંગનુ છે. આ નાગિન એકવીસ દિવસથી આ મહેલમાં રહે છે. તેનુ નામ "અનન્યા" છે. તે આનંદથી આ મહેલમા રહે છે.

પરંતુ એક દિવસ જંગલમા ભ્રમણ કરતી એક નીલા રંગની નાગિન તેને જોઈ જાય છે અને તે જંગલથી એકવીસ કિલોમીટર દુર એક મોટા બંગલામા જાય છે. આ બંગલામાં એક ખુબ અમીર પરિવાર રહે છે. જેમાં ચાર ભાઇઓ અને તેમના પત્નીઓ અને આ ચાર ભાઈઓના એક બહેન તેમજ બીજા એક બહેનનો દિકરો તેમજ સૌથી મોટા ભાઈને એક દીકરો છે, તેનાથી નાના ભાઈને પણ એક દિકરો છે, તેનાથી બે નાના ભાઈઓને એક એક દિકરી છે અને આ દિકરીઓની બે બહેનપણીઓ પણ અહીં જ રહે છે અને સૌથી મોટા ભાઈની પત્નીની બહેનનો દિકરો પણ અહીં જ રહે છે. આ બધાના નામ નીચે મુજબ છે.

મોટા ભાઈ: અભિમન્યુ પત્ની: માનસી દિકરો: અભય

નાના ભાઈ: મનીષ પત્ની: મિતાલી દિકરો: આયુસ

નાના ભાઈ: વિવાન પત્ની: જેતાલી દિકરી: માહી

નાના ભાઈ: નિરવ પત્ની: નિરાલી દિકરી: કાવ્યા

માનસીનો બહેનનો દિકરો: મયંક

ચારેય ભાઈઓના બહેન: તારિકા

માહિની બે બહેનપણી : તાપસી, છાયા

ચારેય ભાઇઓના બીજા બહેનનો દિકરો: રોહિત

આ બંગલામાં નીલા રંગની નાગિન ઉપરના માળના બારીમાંથી એક રૂમમાં જાય છે, જ્યાં પાંચ લોકો બેઠા છે. જેમા નાગિન, નાગ,બિલ્લી, બાજ અને એક મામુલી સ્ત્રી છે. જેમા નાગ નાગિન કાળા રંગના છે.આ પાંચ આ પરિવારના જ છે. જે આ પરિવાર સાથે છલ કરી રહ્યા છે અને "નાગમણીના" સૌથી મોટા લાલચી છે.આ બધા કોણ છે તે રહસ્ય પરથી પડદો આગળ ઉઠી જશે.

નીલી નાગિન: એક સૌથી મોટી ખુશ ખબરી છે.

કાલી નાગિન: શુ ખુશ ખબરી છે?

નીલી નાગિન: આપણે કેટલાય દિવસથી જે શોધતા હતા તે મળી ગયું છે.

સ્ત્રી: અરે ઓ નીલી નાગિન સીધે સીધુ કે શું કહેવા માંગે છે?

નીલી નાગિન: (ખુશ થઈને) મને શેષવંશની નાગિન મળી ગઈ છે.

કાલી નાગિન: કયા છે? (ઉત્સાહથી)

નીલી નાગિન: અહીંથી એકવીસ કિલોમીટર દૂર એક જંગલમાં એક મહેલ છે ત્યાં.

કાલી નાગિન: (ખૂબ જ રાજી થઈને) કેટલાય સમયથી રાહ જોઈ રહ્યા છીએ પરંતુ હવે "નાગમણીનુ" સ્વપ્ન પુરુ થશે. હવે નાગમણી દૂર નથી.

સ્ત્રી: પેહલા મને થતું હતું કે આ નીલી નાગિન કોઈ કામની નથી.

નીલી નાગિન: (ગુસ્સેથી) શુ?

સ્ત્રી: (હસતા હસતા) મારો કહેવાનો અર્થ એમ કે મને ખબર હતી તુ એક દિવસ જરૂર શેષવંશની નાગિન શોધી લઈશ.

બિલ્લી: ચાલો જલ્દીથી ત્યા જવુ જોઈએ.

(બિલ્લી સૌથી પહેલા આગળ વધે છે.)

સ્ત્રી: થોડીવાર ઉભા રહી જાવ.

કાલા નાગ: શા માટે?

સ્ત્રી: બિલ્લી આડી ઊતરી અશુભ થશે. (મશ્કરીમા)

બિલ્લી: મારો એક પંજો અડશેને તો શુભ અશુભ બધુ ભુલી જાઇશ.

સ્ત્રી: ઓ મારી પ્યારી બિલ્લી હુ તો મજાક કરુ છુ.

બાજ: મજાક છોડો અને એ વિચારો કે કદાચ નાગમણી વિશે તે નાગિન કાઈ નહિ કહે તો?

કાલી નાગિન: અરે એ નાગિન જરૂર કહેશે અને જો પ્યાર થી નહિ માને તો બળ થી તેને સમજાવીસુ કેમકે આપણે ખૂબ જ શક્તિશાળી છીએ તો એ નાગિન આપણી પાસે કાઈ નથી.

સ્ત્રી: આપણે જલ્દી જવુ જોઈએ અને જોઈયે કોન છે એ શેષવંશની નાગિન? જે આપણને મહાશક્તિશાળી નાગમણી સુધી લઈ જશે...

ક્રમશઃ...