Nagin - 5 books and stories free download online pdf in Gujarati

નાગિન - 5

(ભાગ 4માં જોયું કે અનન્યા રોહિતની કાર સામે મરવાનો નાટક કરે છે અને રોહિત તેને રોકવાનો પ્રયાસ કરે છે પણ તે માનતી નથી આથી તેને રોકવા રોહિત મજબૂરીમાં અનન્યા સાથે લગ્ન કરે છે અને પછી બંને ઘરે જાય છે ત્યાં બધા ડીનર કરે છે અને આ બંનેને જોતા બધા ચોકી જાય છે અને તેની પાસે જાય છે. હવે આગળ...)

અભિમન્યુ: (સૌથી મોટા ભાઈ) રોહિત આ બધું શુ છે?

રોહિત: અમે બંનેએ લગ્ન કરી લીધા છે.

તારીકા: (ફઈબા) બેટા, તુ આને પ્રેમ કરે છે એ અમને કીધું હોત તો અમે ખુશીથી લગ્ન કરાવી દેત પણ આમ બધાને કીધા વગર લગ્ન કરવાની શુ જરૂર હતી.

રોહિત: હુ આને પ્રેમ નહોતો કરતો.

માનસી: તો બેટા આનાથી લગ્ન કેમ કર્યા?

રોહિત: વાસ્તવમાં હુ આનાથી આજે જ મળ્યો છુ અને હું પેહલા આને ઓળખતો પણ ન હતો.

મનીષ: (બીજા નંબરનો ભાઈ) આજે જ મળ્યા અને લગ્ન કરી લીધા? એવુ શુ થયું?

જેતાલી: (ત્રીજા ભાઈની પત્ની) મને તો લાગે છે કે જરૂર આ છોકરીએ રોહિત પર કોઈ કાલા જાદુ કર્યું છે.

નિરાલી: (સૌથી નાના ભાઈની પત્ની) ભાભી, તમે બિલકુલ સાચું કહ્યું અને મને લાગે છે આ જરૂર આપણી દોલત હળપવા માંગે છે.

મિતાલી: (બીજા ભાઈની પત્ની) તમે બંને ચૂપ રહો. રોહિત બેટા, તુ કહે શુ વાત છે?

રોહિત: હું ઘરે આવી રહ્યો હતો ત્યારે આ મારી ગાડીના આગળ આવી ગઈ અને મરવાની જીદ કરવા લાગી અને આનું આ દુનિયામાં કોઈ નથી મે આને રોકવાની કેટલી કોશિશ કરી પણ આ માની જ નહોતી રહી. પછી મેં આને બચાવવા લગ્ન કરી લીધા.

વિવાન: (ત્રીજા નંબરના ભાઈ) તુ પાગલ થઈ ગયો છે રોહિત?

નીરવ: (સૌથી નાના ભાઈ) સાચુમાં ભાઈ, આ પાગલ થઈ ગયો છે, રોહિત તને રસ્તામાં એક છોકરી મળી અને તે લગ્ન કરી લીધા?

રોહિત: (ગુસ્સામાં) મે એક છોકરીનો જીવ બચાવવા તેની સાથે લગ્ન કર્યા એમા મે શુ ખોટું કર્યું?

તારીકા: હવે રોહિતને કોઈ કાઈ નહિ કહે, એને લગ્ન કર્યા છે, કોઈ પાપ નથી કર્યું.

માનસી: બેટા રોહિત, અમે તારી સાથે છીએ તું ચિંતા ન કર.

અભિમન્યુ: આપણે આ લગ્નને માનવા જ જોઈએ કેમકે રોહિતે ખૂબ સારું કામ કર્યું છે.

માનસી: રોહિતએ પોતાના માટે કાઈ ન વિચાર્યુ અને એક છોકરીને બચાવવા એની સાથે લગ્ન કરી લીધા આનાથી સારી બીજી કઈ વાત હોય શકે?

તારીકા: રોહિત તો એવો જ છે, પોતાનાથી પહેલા બીજાનું વિચારે છે.

મિતાલી: (હસતા હસતા) અપને આમ જ વાત કરતા રહેશું કે પછી આપણી વહુનું સ્વાગત પણ કરશું?

માનસી: હા આપણે તો વાત વાતમાં ભૂલી ગયા.

તારીકા: માહી, કાવ્યા, આરતીની થાળી અને કળશ લઈ આવો.

(પછી માનસી રોહિત અને અનન્યાની આરતી ઉતારે છે અને અનન્યા ગૃહપ્રવેશ કરે છે અને બધાના આશિર્વાદ લે છે.)

માનસી: બેટા, અમારા ઘરમાં તારું સ્વાગત છે.

તારીકા: અમે વાત વાતમાં તારું નામ પૂછવાનું તો ભૂલી ગયા, બેટા શુ નામ છે તારું?

રોહિત: અનન્યા.

માહી: (ત્રીજા ભાઈની દીકરી )(મજાક કરતા) ભાઈ, ભાભીને પણ કંઈક બોલવા દો.

કાવ્યા: (સૌથી નાના ભાઈની દીકરી) (મજાક કરતા) હા ભાભી, તમે પણ કંઈક બોલજો નહિ તો ભાઈ કઈ બોલવા નહિ દે.

તારીકા: અનન્યા, ખૂબ સારું નામ છે.

તાપસી: (માહી અને કાવ્યા ની બહેનપણી) ચાલો અનન્યા, અમે તને રોહિતના રૂમમાં લઈ જાય.

માનસી: હા બેટા, જાવ અને રોહિતનો રૂમમાં લઇ જાવ.

(આ બધા અનન્યાને રોહિતના રૂમમાં લઈ જાય છે)

છાયા: હું અને તાપસી, માહી અને કાવ્યાની દોસ્ત છીએ.

અનન્યા: તમને મળીને ખુશી થઈ.

તાપસી: આજથી અમે તારી પણ દોસ્ત છીએ ઠીક છે?

અનન્યા: ઠીક છે.

છાયા: ચાલો આપણે જઈએ, કોઈ પણ વસ્તુની જરૂર હોય તો અમને કહેજે.

અનન્યા: હા.

(એ બધા ચાલ્યા જાય છે)

અનન્યા: હે ભોલેનાથ, તમારી દયાથી બધું સારું થઈ ગયું ધન્યવાદ. હવે નાગમણીના લાલચી મારાથી નહિ બચી શકે.

(અચાનક અનન્યાને બારીમાં કોઈનો પડછાયો દેખાય છે.)

અનન્યા: (મનમાં) આ કોનો પડછાયો છે?

અનન્યા: કોણ છે ત્યાં?

(કોનો છે પડછાયો? કોઈ દોસ્તનો કે પછી છે કોઈ દુશ્મનનો...)


ક્રમશ...