Nagin - 3 books and stories free download online pdf in Gujarati

નાગિન - 3

(ભાગ 2માં જોયું કે નીલી નાગિન અને તેના સાથીઓ અનન્યાને નાગમણી વિસે પૂછે છે પણ અનન્યા કાઈ પણ કહેતી નથી આથી ગુસ્સામાં નીલી નાગિન અને તેના સાથીઓ અનન્યાની બધી શક્તિ છીનવી લે છે અને પછી અનન્યા ભોળાનાથ પાસે મદદ માંગે છે અને પાછળથી અવાજ આવે છે. હવે આગળ...)

... : હું કરીશ તારી મદદ...

(અનન્યા પાછળ જોવે છે)

અનન્યા: કોણ છો તુ?

... : મારું નામ નવ્યા છે અને હુ શેષવંશની નાગિન છુ હુ કરીશ તારી મદદ.

અનન્યા: આપણે એક બીજાને ઓળખતા નથી તો તુ મારી મદદ કેમ કરવા ઈચ્છે છે?

નવ્યા: કેમકે આપણે એક જ વંશથી છીએ અને આપણે નાગમણીની રક્ષા કરવી છે.

અનન્યા: પણ મારી શક્તિઓ ચાલી ગઈ છે.એ તને કેમ ખબર પડી? તે સમયે તુ ક્યા હતી?

નવ્યા: હુ અહીં જ હતી.

અનન્યા: તો ત્યારે તે કેમ મારી મદદ ન કરી?

નવ્યા: કેમકે ત્યારે હુ તારી મદદ કરત તો હુ પોતે ફસાય જાત કેમકે તે લોકો ખૂબ શક્તિશાળી છે અને હુ એકલી કાંઈ ન કરી શકી હોત.

અનન્યા: એક વાર તે લોકોના હાથમાં નાગમણી આવી ગયી તો તે લોકો તબાહી મચાવી દેશે.

નવ્યા: હા, એટલે આપણે બંને સાથે મળીને તારો બદલો લેશુ અને નાગમણીની રક્ષા કરીશુ.

અનન્યા: ઠીક છે તુ મારી મદદ કરવા ઈચ્છે છો તો આપણે આજથી સાથે છીએ.

નવ્યાં: પહેલા તારી શક્તિઓ તો પાછી લાવીએ.

અનન્યા: ઠીક છે હુ તૈયાર છું.

(નવ્યા અનન્યાના આખા શરીરને પોતાના નાગિન રૂપમાં જકળી લે છે અને અનન્યાને ડંખ મારે છે)

અનન્યા: મારી શક્તિઓ પાછી આવી ગઈ. હવે હુ તૈયાર છુ મારા બદલો લેવા માટે.

નવ્યા: હુ નહિ આપણે તૈયાર છીએ બદલો લેવા માટે એમ કહે.

અનન્યા: હા આપણે. પણ તે લોકો કોણ હતા? ક્યા રહે છે આપણને કેવી રીતે ખબર પડશે?

નવ્યા: મને ખબર છે.

અનન્યા: તને કેવી રીતે ખબર?

નવ્યા: વાત એવી છે કે કાલે રાત્રે હુ આ મહેલમાં આવી રહી હતી અને મે આ મહેલ પહેલા જોયો ન હતો તો અહીંથી 21 કિ. મી દૂર એક ખૂબ જ મોટો બંગલો છે તો હુ પેલા બંગલાને મહેલ સમજી લીધો અને અંદર ચાલી ગઇ પછી મને ખબર પડી કે આ તો કોઈનુ ઘર છે પછી મે વિચાર્યું કે રાત અહીં રોકાઈ જાવ તો કોઈને ખબર નહીં પડે અને કાલ સવારે મહેલ ગોતી લઈશ પછી મે એમ જ કર્યું અને સવારે અહીં પહોંચી ત્યારે તારી સાથે આ બધુ થયું અને તે લોકોને જે કારમાં જતા જોયા તે કાર પેલા બંગલામાં મે જોઈ હતી.

અનન્યા: તો તે લોકો એ બંગલામાં રહે છે.

નવ્યા: હા અને તે બધા તે પરિવારમાં રહી તેજ પરિવારને ધોખો દઈ રહ્યા છે.

અનન્યા: શુ?

નવ્યા: હા આ સત્ય છે.

અનન્યા: આપણે એ ઘરમાં જઈશું કેવી રીતે?

નવ્યા: તારે તે ઘરમાં લગ્ન કરવા પડશે.

અનન્યા: પાગલ થઈ ગઈ છો? હુ તે ઘરમાં કોઈ દિવસ લગ્ન નથી કરવાની.

નવ્યા: તારે તારો બદલો લેવા અને નાગમણીની રક્ષા કરવા આ તારે કરવું પડશે.

અનન્યા: પણ...

નવ્યા: પણ વણ કાઈ નહિ.

અનન્યા: ઠીક છે, પણ તને ખબર પણ છે કે ત્યાં કોઈ લગ્ન લાયક છોકરો છે?

નવ્યા: એક નહિ પણ ચાર છોકરા છે.

અનન્યા: શુ ચાર?

નવ્યા: હા અને હુ મારી આંખોમાં તે લોકોની છવી પણ દેખાળી શકુ છુ.

અનન્યા: કેવી રીતે?

નવ્યા: હુ એક રાત ત્યાં રોકાઈ હતી. આથી મેં તે લોકો ને જોયા હતા.

અનન્યા: ઠીક છે બતાવ.

નવ્યા: એક કામ કરૂ, તેના આખા પરિવારને દેખાડું. જો મારી આંખોમાં.

(અનન્યા નવ્યાની આંખોમાં જોવે છે)

નવ્યા: આ જો આ ચાર ભાઈ અને તેમની પત્નીઓ અને આ છે ફઇબા આ ચારો ભાઈની બહેન અને આ બંને સૌથી નાના ભાઈ અને તેનાથી થોડા મોટા ભાઈની દીકરીઓ અને આ બંને તે બે દીકરીઓની બહેનપણી એ પણ ત્યાં રહે છે.

અનન્યા: હવે તે ચારો છોકરાઓની છવી દેખાડ.

નવ્યા: ઠીક છે, આ જો સૌથી મોટા ભાઈનો દીકરો અભય અને આ અભયની માસી નો દીકરો મયંક અને આ બીજા નંબરના ભાઈનો દીકરો આરુષ.

અનન્યા: હવે આ કોણ છે?

નવ્યા: આ ફઈબાનો દીકરો.

અનન્યા: ત્યાં રહે છે એ ફઈબાનો દીકરો?

નવ્યા: નહિ, તે બીજા ફઇબાનો દીકરો અને તેની માં અને બાપ આ દુનિયામાં નથી. આથી તે પોતાના મામાના ઘરે મતલબ પેલા ઘરમાં બાળપણથી રહે છે.

અનન્યા: શુ નામ છે તેનુ?

નવ્યા: રોહિત.

નવ્યા: હવે કહે કે આ ચારોમાંથી કોની સાથે લગ્ન કરીશ?

અનન્યા: તુ જ કહે કે કોની સાથે કરું?

નવ્યા: તારે અભય સાથે લગ્ન કરવા જોઈએ, કેમકે તે એક નંબરનો છોકરીઓ પર લટુ થનાર છોકરો છે અને આથી તે આપણી જાળમાં ફસાઈ જશે.

અનન્યા: ઠીક છે હુ અભયથી લગ્ન કરવા તૈયાર છુ.

નવ્યા: બસ પ્રોબ્લેમ એ છે કે તમે બને મળશો કેવી રીતે?

અનન્યા: મારી પાસે એક ઉપાય છે.

નવ્યા: જલ્દી કહે શુ?

અનન્યા: તે પોતાની કારમાં જઇ રહ્યો હશે ત્યારે હુ તેની કારની સામેં આવી જાઈશ અને આત્મહત્યા કરવાની કોશિશ કરીશ. પછી તે કારમાંથી બહાર આવશે તો મને પુછશે કે તુ શુ કરી રહી છે? ત્યારે હુ કહીશ કે હવે આ દુનિયામાં મારુ કોઈ નથી, હુ મરવા ઈચ્છું છું અને હુ ત્યાંથી કોઈ કાર આગળ જઈશ તો તે મને રોકશે. પછી હુ કહીશ કોણ મને અપનાવશે? પછી એને કહેવુ પડશે કે હુ તને અપનાવીશ અને બસ પછી આપણું કામ થઈ જશે.

નવ્યા: વાહ! અનન્યા શુ ઉપાય છે!

અનન્યા: પણ તે ક્યારે ક્યાંથી આવશે તે આપણને ખબર કેવી રીતે પડશે?

નવ્યા: મે કાલે સાંજે 7 વાગ્યાના આસપાસ તેને કારમાંથી ઘર આવતા જોયો હતો લગભગ તે ઓફિસથી આવ્યો હોય અને દરોજ તે એ સમયે ઘર આવતો હોય. તારે આજે સાંજે 7 વાગ્યે તેના ઘરથી 5 કિ. મી દૂર ઉભુ રહેવું પડશે.

અનન્યા: ઠીક છે, હુ જરૂર જઈશ. તો આજ 7 વાગ્યાનો ઇન્તજાર રહેશે.

(અનન્યા 7 વાગ્યે નવ્યાએ જ્યાં કહ્યું હતું ત્યાં જાય છે અને અભયની કાર આવે છે અને તે આત્મહત્યાનો નાટક શરૂ કરે છે અને કાર એકદમ નજદીક આવે છે અને અનન્યા ચોકી જાય છે.)

અનન્યા: આ શું? (અનન્યાની આંખું ચોકી જાય છે)

(અનન્યાએ કોઈ દુશ્મન જોયો કે દોસ્ત? કે પછી કાંઈ બીજું? કેમ અનન્યાની આંખો ચોકી ગઈ?)

ક્રમશ...