Naagin - 2 books and stories free download online pdf in Gujarati

નાગિન - 2

(ભાગ 1મા જોયુ કે નીલી નાગિન શેષવંશની નાગિનને જોઈ જાય છે અને તે તેના સાથીઓને કહે છે અને નાગમણીના લાલચે આ બધા શેષવંશની નાગિન જે જંગલમાં રહે છે ત્યાં જાય છે. હવે આગળ...)

સ્ત્રી: ઓ નીલી નાગિન, ક્યારથી જંગલમાં ચાલી રહ્યા છીએ, પણ અમને તો કોઇ નાગિન દેખાતી નથી, તું અમને એપ્રિલફૂલ તો નથી બનાવી રહિ ને.

નીલી નાગિન: એ જોવો તે સામેં મહેલ છે ત્યાં રહે છે એ નાગિન.

(આ બધા મહેલ ની નજીક જાય છે તો જોવે છે કે નાગિન પોતાની કાચલી ઉતારી રહી છે)

કાલી નાગિન: તો આ એ નાગિન છે.

નીલી નાગિન: હા, અને આપણે સારા સમયે આવ્યા છીએ.

સ્ત્રી: સારા સમયે?

નીલી નાગિન: હા, કેમકે જ્યારે પણ કોઈ નાગ નાગિન પોતાની કાચલી ઉતારે છે ત્યારે થોડા સમય માટે એ એકદમ કમજોર થઈ જાય છે.

સ્ત્રી: વાહ! ત્યારે તો આને કહેવું જ પડશે કે નાગમણી ક્યા છે?

બિલ્લી: આપણે બધાયે પોતાનું મોઢું છુપાવુ જોઈએ, કેમકે આપણું મોઢું આને જોઈ લીધું તો આપણે કયા રહીએ છીએ એ આને ખબર પડી જશે.

(એ બધા પોતાના મોઢામાં નકાબ પહેરી પેલી નાગિન ની સામેં જાય છે)

સ્ત્રી: ઓ નાગિન અમને જોઈને ચોકમત, અમે કોણ છીએ એ પછી કહેશું, પહેલા પોતાના અસલી રૂપમાં આવ.

કાલી નાગિન: એ પોતાના અસલી રૂપમાં નહી આવી શકે.

સ્ત્રી: પણ શા માટે?

નીલી નાગિન: કેમકે અત્યારે તેને કાચલી ઉતારી છે આથી તે થોડી વાર સુધી પોતાના નાગિન રૂપમાં જ રહેશે.

સ્ત્રી: સારુ તો, નાગિન પોતાની ફેણ થી હા યા ના માં જવાબ દે.

બિલ્લી: અમે તને કોઇ નુકસાન નહિ પહોંચાડી, બસ અમારા પ્રશ્નનો જવાબ દે.

કાલી નાગિન: કયા છે નાગમણી?

(અનન્યા (સફેદ નાગિન) પોતાના ફેણ થી ના બોલે છે)

સ્ત્રી: સાંભળ સફેદ નાગિન, જલ્દી થી કહે કયા છે નાગમણી? નહિ તો આ બધા જાનવર તારા પર હમલો કરીદેશે અને તુ કમજોર કાઈ નહિ કરી શકીશ.

(અનન્યા ફરીવાર પોતાની ફેણ હલાવી ના કહે છે)

સ્ત્રી: લાગે છે આ એમ નહિ માને, ઓ જાનવરો હમલા કરો આના પર.

(નિલી નાગિન અનન્યા પર હમલો કરે છે અને અનન્યા પણ હમલો કરે છે પણ અનન્યાએ હમણાં થોડીવાર પહેલા જ પોતાની કાચલી ઉતારી છે એટલે અનન્યા ખૂબ જ કમજોર છે, આથી નીલી નાગિને એક પૂછ મારી તો અનન્યા જમીન પર પડી ગયી.)

નિલી નાગિન: હવે કહે કયા છે નાગમણી?

(અનન્યા કાઈ નથી કહેતી)

કાલી નાગિન: હું તને છેલ્લી વાર પુછું છું, હવે તે નહિ કીધું તો અમે તારી બધી શક્તિ છીનવી લેશુ.

સ્ત્રી: બધી શક્તિ છીનવી લઈશ?

બિલ્લી: હા, એવું કેવી રીતે થઈ શકે?

નિલી નાગિન: એવુ જરૂર થઈ શકે છે.

કાલી નાગિન: હા, જ્યારે કોઈ નવી બની નાગિન પહેલી વાર પોતાની કાચલી ઉતારે છે ત્યારે કોઈ તેના પર જોરદાર હમલો કરે તો તેની બધી શક્તિ નષ્ટ થઈ જાય છે.

બિલ્લી: પણ ખબર કેવી રીતે પડશે કે આ પેહલી વાર કાચલી ઉતારી રહી છે?

નિલી નાગિન: એમાં ખબર પડવાનું શુ? મેં આને પહેલી વાર જોઈ ત્યારે જ હું સમજી ગયી હતી કે આ નવી નવેલી નાગિન બની છે.

સ્ત્રી: અરે વાહ! નિલી નાગિન તારી આંખ તો ગજબની છે. બધુ જ જાણી લે છે.

બાજ: હવે તો તારે કહેવુ જ પડશે નાગિન.

કાલા નાગ: હા, હવે તો તુ શુ કરીશ નાગિન?

કાલી નાગિન: હવે તારી પાસે છેલ્લો અવસર છે નાગમણી ક્યાં છે એ કહીદે નહિ તો અમે તારી શક્તિ છીનવી લેશુ અને પછી ભટકજે માણસ બની.

(અનન્યા તો પણ પોતાની ફેણ હલાવી ના કહે છે.)

કાલી નાગિન: તારી પાસે છેલ્લો અવસર હતો જે તે ગુમાવી દીધો. તુ એકલી શેષવંશની નાગિન નથી, અમે કોઈ બીજી ગોતી લેશુ. પણ તને સજા જરૂર મળશે, અમે તારી બધી શક્તિ છીનવી લેશુ, પછી આખી જીદંગી ભટકજે આ જંગલમાં માણસ બની અને તુ પોતાની શક્તિ વગર નાગલોકમાં પણ નહિ જાઈ શકે.

સ્ત્રી: તુ એજ લાયક છે સફેદ નાગિન, અરે જાનવરો હમલા કરો આ નાગિન પર.

(અનન્યાને આ બધા ચારે બાજુથી ઘેરી લેે છે. નીલી નાગિન, કાલી નાગિન, કાલા નાગ આ ત્રણ અનન્યાને ડંશી લે છે. બિલ્લી અને બાજ પણ હમલો કરે છે. અનન્યા જમીન પર પડી જાય છે અને બેભાન થઈ જાય છે)

સ્ત્રી: આ હજી પણ નાગિન રૂપમાં કેમ છે?

નિલી નાગિન: આ એક કલાક સુધી નાગિન રૂપમાં રહેશે અને પછી હંમેશા માટે માણસ બની જાશે.

સ્ત્રી: તો સાચુ આની શક્તિ હંમેશાં માટે ચાલી ગઈ?

કાલી નાગિન: હા, પણ...

સ્ત્રી: પણ શુ?

કાલી નાગિન: પણ પાંચ કલાકની અંદર કોઈ નાગિને પોતાના નાગિન રૂપમાં આ નાગિનનુ આખુ શરીર જકળી લીધુ અને ડંશી લીધુ તો આની બધી શક્તિઓ પાછી આવી જાશે.

નિલી નાગિન: કોઈ ચિંતા નહિ કેમકે મેે જોયું છે આ આખા જંગલમાં કોઈ નાગ નાગિન નથી અને આ નાગિન હવે માણસ છે તો એ ચાલીને જંગલથી બહાર જાશે ત્યાં જ પાંચ કલાક પુરા થઈ જાશે.

સ્ત્રી: વાહ રે મારી નિલી નાગિન તને તો બધુ ખબર જ હોય છે

બિલ્લી: ચાલો હવે અહીંથી જાય.

સ્ત્રી: આને સાચુ કહીયુ, ચાલો અહીંથી નહિ તો ઘરે બધા લોકોને શક થઈ જશે કે આપણે બધા એકસાથે કયા ગાયબ થઈ ગયા અને છોડો આ શક્તિહિન નાગિનને અને ચાલો અહીંથી.

(તે બધા ગાડીમાં બેસી પાછા ઘરે જાય છે. ત્યાર બાદ એક કલાક પછી અનન્યા ભાનમાં આવે છે અને તેની બધી શક્તિઓ ચાલી ગયી છે અને તે માણસ બની ચુકી છે)

અનન્યા: તે લોકોએ મારી બધી શક્તિઓ છીનવી લીધી. હવે હુ માણસ બની ગયી છુ. તે લોકો મને મારી નાખત તો પણ હુ તે લોકોને નાગમણી કયા છે એ ન બતાવત. પણ હુ બદલો જરૂર લઈશ. તે બધાની બધી શક્તિઓ છીનવી લઈશ. પણ હુ હવે નાગિન નથી રહી તો કેવી રીતે લઈશ બદલો? હે ભોળાનાથ, હવે હુ કયા જાવ? શુ કરુ? કોણ કરશે મારી મદદ? ભોળાનાથ, મને રસ્તો બતાવો, કોણ કરશે મારી મદદ?

... : હુ કરીશ તારી મદદ... (પાછળ થી અવાજ આવે છે)

(કોણ છે પાછળ? કોઇ માણસ કે નાગિન? કે પછી છે કોઈ દુશ્મન...)

ક્રમશઃ....