Nagin - 4 books and stories free download online pdf in Gujarati

નાગિન - 4

(ભાગ 3માં જોયું કે નવ્યા અનન્યાની મદદ કરે છે અને નીલી નાગિન અને તેના સાથીઓ ક્યા રહે છે તે કહે છે તથા તે પરિવારની છવિ નવ્યા અનન્યાને પોતાની આંખોમા દેખાડે છે અને અનન્યા તે પરિવારમાં લગ્ન કેવી રીતે કરવા તેનો ઉપાય બતાવે છે અને એ પ્રમાણે વર્તે છે અને નજીક કાર આવતા તે ચોકી જાય છે. હવે આગળ...)

અનન્યા: આ શું? (અનન્યાની આંખો ચોકી જાય છે)

અનન્યા: આ તો અભય નહીં પણ રોહિત છે.

(કાર અનન્યાથી તકરાવાની જ છે કે ત્યાં રોહિતે અચાનક જોરથી બ્રેક મારી અને અનન્યા બચી જાય છે અને રોહિત કારમાંથી બહાર આવે છે)

રોહિત: તમે પાગલ થઈ ગયા છો? મે જોરથી બ્રેક મારી નહીં તો તમે અથડાઈ જાત.

અનન્યા: (મનમાં) મારી પાસે બીજો કોઈ રસ્તો નથી હવે અભય નહીં તો રોહિત ઠીક. મારે આના સામેં નાટક શરૂ કરવો પડશે.

રોહિત: તમે મરતા મરતા બચી ગયા. આમ રસ્તા પર ન ચાલવું જોઈએ.

અનન્યા: મને કેમ બચાવી? મરવા દેતા મને.

રોહિત: આ તમે શું કહો છો?

અનન્યા: બીજું શું કહું, હવે આ દુનિયામાં મારુ કોઈ નથી.

રોહિત: આ દુનિયામાં કેટલાય અનાથ છે તો શુ બધા મરી જશે?

અનન્યા: એના પાસે જીવવાનું કારણ હશે પરંતુ મારી પાસે કોઈ કારણ નથી. એટલે તમે મને મરવા દો, ન રોકો મને.

(અનન્યા સામે આવતી ગાડીના સામેં જાય છે.)

રોહિત: (રોકીને) આ તમે શું કરી રહ્યા છો? ઉભા રહી જાવ.

અનન્યા: છોડો મારો હાથ અને મરવા દો મને.

રોહિત: (મનમાં) આને રોકવા પડશે નકર આ સાચુમાં જાન દઈ દેશે પણ કેવી રીતે રોકુ?

(સામેં એક ટ્રક આવે છે અને અનન્યા તેની સામે આવી જાય છે અને રોહિત તેને પકડી દૂર લઈ જવાની કોશિશ કરે છે પણ તે માનતી જ નથી અને અચાનક ટ્રક ખૂબ નજીક આવી જાય છે.)

રોહિત: (રાળ પાડી) અહીંથી જલ્દી ચાલો નહિ તો એક્સિડન્ટ થઈ જશે.

અનન્યા: (રડતા) નહીં હું નહિ જાવ, મારે મરવું છે અને હું બચી ગયી તો કોન મને અપનાવશે? કોઈ નહીં.


(ટ્રક એકદમ નજીક પહોંચી ગયો છે.)

રોહિત: (એકદમ જોરથી રાળ પાડી) હું તમને અપનાવીશ, હું તમારા સાથે લગ્ન કરીશ.

(ટ્રક સામે આવે છે અને રોહિત અનન્યાને જલ્દી થી ખેચી બચાવી લે છે.)

અનન્યા: કેમ બચાવી મને? હું એક અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કેમ કરું?

રોહિત: તમે વિશ્વાસ કરી શકો છો. હું તમારી સાથે લગ્ન જરૂર કરીશ.

અનન્યા: મરવા દો મને, ચાલ્યા જાવ અહીંથી.

રોહિત: હું આ સમયે જ તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું બસ તમે મરવાની વાત છોડો.

અનન્યા: શુ? સાચું?

રોહિત: હા

અનન્યા: પણ તમે કોણ છો? કયા રહો છો? મને કાઈ ખબર નથી તો એમ જ કોઈ સાથે કેમ લગ્ન કરી શકુ?

રોહિત: મારુ નામ રોહિત છે અને અહીંથી 5 કિ. મી દૂર મારું ઘર છે તો પ્લીઝ મારી વાત પર વિશ્વાસ કરો. હું તમારી સાથે અત્યારે લગ્ન કરવા તૈયાર છુ પણ પ્લીઝ તમે હા કહી દો.

અનન્યા: ઠીક છે મારી હા છે.

રોહિત: તો ઠીક છે અહીંથી 2 કિ. મી દૂર એક મંદિર છે ત્યાં આપણે લગ્ન કરીશું, બેસો કારમાં.

(અનન્યા કારમાં બેસે છે અને તે બંને મંદિર જાય છે. ત્યાં એક પંડિતજી હોય છે અને તે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે)

રોહિત: પંડિતજી, અમારે લગ્ન કરવા છે, શુ તમે લગ્ન કરાવશો?

પંડિતજી: બેટા, આ સમયે? અત્યારે તો હુ મંદિર બંધ કરી ઘરે જાય રહ્યો છું એટલે કાલે આવજો.

રોહિત: પંડિતજી, અત્યારે અમારા લગ્ન થવા ખૂબ જરૂરી છે તો પ્લીઝ લગ્ન કરાવો અને તમારી જેટલી દક્ષિણા થશે તેનાથી વધારે દઈશ.

પંડિતજી: બેટા, અધિક દક્ષિણા નથી જોઈતી પણ તમારે લગ્ન કરવા જરૂરી છે તો જરૂર કરાવીશ.

રોહિત: તમારો ખૂબ ખૂબ આભાર.

પંડિતજી: ઠીક છે પહેલા હું મુહૂર્ત જોઈ લવ.

(પંડિતજી મુહૂર્ત જોવે છે)


પંડિતજી: અરે વાહ બેટા, તમેં બને સારા સમયે આવ્યા છો કેમકે અત્યારે એટલું સારું મુહૂર્ત છે કે અત્યારે તમારા લગ્ન થયા તો સાતો જન્મ સાથ રહેશો.

રોહિત: ઠીક છે, તમે લગ્ન કરાવો.

(પંડિતજી બંનેના લગ્ન કરાવે છે.)

પંડિતજી: (મનમાં) આ બંનેને જોઈને લાગે છે જાણે જનમ જનમ ના સાથી હોય.

(પંડિતજી લગ્ન કરાવે છે)

પંડિતજી: વિવાહ સંપન્ન થયા. આજથી તમે પતિ પત્ની છો.

(રોહિત અને અનન્યા પંડિતજીથી આશીર્વાદ લે છે અને રોહિત પંડિતજીને દક્ષિણા દે છે)

રોહિત: ચાલો હવે ઘરે જઈએ.

(રોહિત અને અનન્યા કારમાં બેસી ઘરે જાય છે.)

રોહિત: એટલે હજી તમે તમારું નામ નથી કીધું.

અનન્યા: મારું નામ અનન્યા છે.

રોહિત: ખૂબ સરસ નામ છે.

અનન્યા: તમને એક વાત પૂછું?

રોહિત: પૂછો.

અનન્યા: શુ તમારા ઘરવાળા આ લગ્નને માનશે? શુ તમારા પરિવારવાળા મને અપનાવશે?

રોહિત: મારા પરિવારવાળા ખૂબ જ સારા છે, તે જરૂર સમજશે.

(રોહિત કાર રોકે છે)

રોહિત: ચલો ઘર આવી ગયું.

અનન્યા: (મનમાં) તો આ તે ઘર છે જયા પેલા નાગમણીના લાલચી રહે છે. હવે હુ આવી ગઈ છું અને તમારા લોકોના જીવનમાં કયામત આવશે, તમારા બધાથી બદલો લઈને રહીશ અને તમારા હાથમા નાગમણી ક્યારે પણ નહીં આવે.

રોહિત: શુ વિચારો છો?

અનન્યા: કાંઈ નહિ.

રોહિત: તો ચાલો ઘરના અંદર.

(તે બંને ઘરના દરવાજા પાસે જાય છે અને રોહિત ડોરબેલ વગાડે છે)

( ઘરના બધા ડિનર કરી રહ્યા છે)

માનસી (સૌથી મોટા ભાઈની પત્ની): (નોકરથી) વિનય, દરવાજો ખોલ. રોહિત આવ્યો હશે.

વિનય દરવાજો ખોલે છે અને માનસી જમી ગ્લાસમાં પાણી પી રહી છે અને તે દરવાજા સામે જોવે છે કે તેના હાથમાંથી ગ્લાસ નીચે પડી જાય છે અને બધા લોકો માનસીની સામે જોવે છે તો માનસી દરવાજા સામે આશ્ચર્યથી જોઈ રહી છે અને બધા લોકોએ દરવાજામાં જોયું તો રોહિત અને એક છોકરીના ગળામાં વરમાલા છે અને છોકરીના માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર. આ બધુ જોઈ બધા એકદમ ચોકી ગયા અને બધા લોકો દરવાજાની પાસે રોહિત અને અનન્યા ઉભા હતા ત્યાં ગયા.

(શુ રોહિતના ઘરના આ લગ્ન માનશે? શુ રોહિતના ઘરના અનન્યાને અપનાવશે? કે પછી અનન્યાને ઘરથી બહાર કાઢી મુકશે?)

ક્રમશ...