Preet ek padchhayani - 1 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૧




** પ્રિત એક પડછાયાની -૧ **

લીપી અડધો કલાકથી અરીસા સામે ઉભી છે....પોતાની જાતને નીહાળી રહી છે... ક્યારેક માથું સરખું કરે છે તો ક્યારેક કપડાં સરખાં કરે છે...આજે તો પહેલીવાર જાણે પોતાની જાતને પસંદ કરવા લાગી છે...અને એકલી એકલી બોલી રહી છે...આજે તો બસ અન્વય ખુશ થવો જોઈએ...બસ એને વિચારેલી બધી જ ખુશી આપવા ઈચ્છું છું...

આ બોલતાં જ તેનું ધ્યાન પાછળ જાય છે કે પાછળ ઉભેલો અન્વય લીપીને જોઈને મનમાં હસી રહ્યો છે...એ જોઈને લીપી થોડી શરમાઈ જાય છે...અને જાણે કંઈ બન્યું જ ના હોય એમ ગંભીર બનીને બોલી, શું થયું?? કેમ આમ ઉભો છે ??

અન્વય : મેડમ મે બધું સાંભળી લીધું છે...હજુ કેટલી વાર છે ?? તને યાદ તો છે ને આપણે હનીમૂન પર આવ્યા છીએ.

આજે લીપી પીન્ક કલરનુ ફેન્સી ટોપ, ને નીચે શોર્ટ ઘુંટણ સુધી આવે એવો સ્કર્ટ... ગળામાં નાજુક એવી સુંદર પીન્ટ એન્ડ સિલ્વર સ્ટોનની માળા, છુટાં રાખેલા કાળા લાંબા વાળ, કાનમાં નાજુક એવી સિલ્વર ફેન્સી ઈયરિગ , હાથમાં મેચિંગ થાય એવું બ્રેસલેટ ને બીજા હાથમાં વોચ...

ફેશન કપડાં અને તેના અદભુત મેચિંગની બાબતમાં લીપીનો કોઈ જવાબ નહોતો...આખરે છે પણ એક ફેશન ડિઝાઈનર જ ને.

લીપી: શું થયું અનુ?? કેમ આમ જોઈ રહ્યો છે??

અન્વય : સ્વીટહાર્ટ આજે તું બહુ સ્માર્ટ એન્ડ ક્યુટ લાગે છે...મને તો અત્યારે એમ થાય છે કે અત્યારે જ તને... ??

લીપી : શું શું ?? બોલ શું કરવું છે ??

અન્વય : કંઈ નહી જવા દે ચાલ.. ફટાફટ જઈને થોડો બ્રેકફાસ્ટ કરીને હવે ફરવા નીકળીએ...ચાલ તું તારૂં બધું લઈ લે..પછી છેક રાત્રે આવીશું રૂમ પર..

લીપી : જાનુ રિલેક્સ !! હજુ ફર્સ્ટ ડે છે આપણા હનીમૂનનો હજુ આપણી પાસે છ દિવસ છે....

અન્વયનું મોં જોઈને બોલી, સારું ચાલ હવે બે મિનિટ આપ હું રેડી થઈ જાઉં....

ને પછી એક હાથમાં મસ્ત એક સાઈડ પર્સ ને પગમાં પહેરેલી ફેન્સી સેન્ડલ પહેરીને લીપી બહાર આવી ગઈ ને હોટેલના એ રૂમને લોક કરીને બંને નીકળ્યા.

*. *. *. *. *.

લીપી : આજે તો યાર બહુ પેટ ભરાઈ ગયું..કેવી મજા આવે નહીં રોજ કોઈ બનાવીને તૈયાર આપે..યાર પણ અમારું આવું નસીબ ક્યાં ??

અન્વય : તું મને ટાર્ગેટ કરી રહી છે હોને બકા...પણ હું તને હેલ્પ કરાવીશ હોને.

લીપી : હમમમ...ચાલ આજે તો આપણે પેલી એક ગુફાનું નેટ પર જોયું હતું ત્યાં જ જઈએ...

અન્વય : આપણે પહેલાં અહીં કોઈ ગાઈડ હોય તેને પુછીએ.આપણે માથેરાન પહેલીવાર આવ્યા છીએ... થોડું બધું પ્લાનિંગ કરીને જઈએ તો બધું જોવા પણ મળે અને મજા પણ આવે...

લીપી મોં ફુલાવીને, યાર શું દરેક વસ્તુમાં પ્લાનિંગ ?? ક્યારેક તો કંઈક અનિશ્ચિત હોય ને ?? આપણે આપણી પ્રોફેશનલ અને ફેમિલી લાઈફમાં તો હંમેશા એ જ કરીએ છીએ ને ક્યારેક તો કંઈક નવું હોય ને??

અન્વયને લાગ્યું કે આ સામાન્ય વાત નજીવી બાબતમાં મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે એટલે તેણે સમજદારી બતાવીને કહ્યું, ઓકે ડિયર ચાલ આપણે પહેલાં તારી ઈચ્છા છે ને તો ગુફામાં જવાનો રસ્તો પુછીને ત્યાં જઈએ બસ...હવે તો ખુશ ને ??

લીપી એકદમ ખુશ થઈને બોલી, યસ..આઈ ઓલ્વેઝ વોન્ટ ધીઝ ટાઈપ ઓફ કુલ અન્વય....

ને ત્યાં જ એક ગાઈડને ગુફા પાસે જવાનો રસ્તો બતાવવાની વાત કરતાં સાંભળીને બંને એકબીજા સામે જોયું...અને હસીને બંને એકબીજાનો હાથ પકડીને એ તરફ ભાગ્યાં....

*. *. ‌ *. *. *.

અન્વય અને લીપીની કહાની શરૂ થઈ હતી ત્રણ વર્ષ પહેલાં...
અન્વય એક શ્રીમંત કુટુંબનો એકનો એક દીકરો છે....તે પોતે એમ.બી.એ. થયેલો છે અને અત્યારે તેના પપ્પાનો બિઝનેસ સંભાળે છે.‌‌..પણ આટલી અમીરીની કદાચ તેના પર બહુ અસર થઈ નથી એવું કહી શકાય..એટલે કે તે બુધ્ધિશાળી, એજ્યુકેટેડ , હેન્ડસમ , પ્રતિભાશાળી વ્યક્તિત્વ હોવા છતાં તે સ્વભાવે એકદમ શાંત, ક્યારેય ઉતાવળિયું પગલું ન ભરનાર, બહુ સમજુ છે.અને ખાસ કરીને મહિલાઓના સન્માન માટે તો કંઈ પણ કરી છુટે...એ બધું જ તેને તેના મમ્મીપપ્પા પાસેથી વારસામાં મળ્યું છે.

અન્વય ભણીને બિઝનેસમાં સેટલ થઈ જતાં એના ઘરેથી હવે બધાં લગ્ન માટે છોકરીઓ જોવાં લાગ્યાં હતાં... અન્વયનાં પપ્પા નિતિનભાઈને તેમનાં એક મિત્રએ લીપી માટેની વાત કરી..

લીપી એક ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારની પુત્રી છે...તે ફેશન ડિઝાઈનર હોવાની સાથે એક સારી સિંગર પણ છે...પણ બધું હજુ સિમિત હતું કારણ કે તેણે પ્રતિભા હજુ મિત્રો સિવાય કોઈ સાથે શેર નહોતી કરી...લીપી થોડી આમ ફેન્સી, એકદમ બિન્દાસ થઈને જીવવાવાળી છે..પણ દિલની એકદમ ભોળી છે‌. સાથે જ એકદમ સાહસિક પણ જરા પણ ડરે નહી એવી.

અન્વય અને લીપીની મુલાકાત થઈ. હા ઘણી બધી બાબતોમાં બંને એકબીજાથી તદન વિરુદ્ધ હતા છતાં "દિલ સે દિલ મિલ ગયા તો ક્યાં કરે" એમ પહેલી મુલાકાતમાં જ એકબીજાને પસંદ આવી ગયા...પછી તો ધુમધામથી બંનેની સગાઈ નક્કી થઈ ગઈ....ને પછી તો બંને એક આઝાદ પંખીઓની જેમ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈને ફરવા લાગ્યાં....

*. *. ‌‌ *. *. *.

લીપી : હવે કેટલું ચઢવાનું છે અનુ ?? હું તો થાકી ગઈ..મને તો શ્વાસ ચઢી ગયો છે..હજુ તો ગુફાના કોઈ એંધાણ પણ નથી દેખાતા. યાર કોઈને પુછીએ તો બધાં કહે છે બસ હવે થોડું જ છે... આવું અડધો કલાકથી સાંભળું છું..

અન્વય : બકા હું પણ પહેલીવાર આવ્યો છું...જો તને ના ચઢાય તો આપણે નીચે ઉતરી જઈએ પછી...

લીપીને કોઈ વસ્તુ ના થાય એ વાત સાંભળવી જરા પણ ન ગમે...એટલે એ તરત બોલી, ના અનુ મને જોવી છે ગુફા. આપણે જઈશુ ભલે વાર લાગે..હજુ આખો દિવસ છે આપણી પાસે.

થોડીવારમાં ફરી અન્વય અને લીપી બંને એકબીજાનો હાથ પકડીને ચઢવા લાગ્યાં... ત્યાં જ ઉપર એક નાનકડું બાળક બોલતું દેખાયું ‌.... મમ્મી ગુફા આવી ગઈ...મજા આવી ગઈ...એ સાંભળીને અન્વય અને લીપી બંનેને શાંતિ થઈ....

હવે ફાઈનલી અન્વય અને લીપી ગુફા પાસે પહોચશે ખરાં ?? જો પહોંચશે તો આગળ કંઈ થશે ?? શું આવે છે કહાનીમાં નવા નવા રહસ્યો, રોમાંચ ,ને ડરાવી દે તેવો અહેસાસ....

જાણવા માટે વાંચતા રહો, વાંચો એક પ્રિત પડછાયાની -૨

બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે...