Preet ek padchhayani - 7 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૭

અન્વય આમ જોતો જ રહી ગયો...એનો ગુસ્સો બધો જ ગાયબ થઈ ગયો...સામે ઉભેલી લીપીને જોઈને..તે અત્યારે બ્લેક ટોપ, બલ્યુ કેપરીને , છુટાં રાખેલાં વાળ ને કાનમાં લાંબી ઈયરિગ, ગળામાં ડેલિકેટ ચેઈન..પગમાં બ્લેક હીલ્સમાં તે એકદમ સેક્સી & ક્યુટી લાગી રહી છે...આમ તો લીપી સિમ્પલ હોય તો પણ એટલી સરસ જ લાગે છે પણ આજે તો વાત કંઈક અલગ જ છે...આ તો એક છોકરાનું તેની મંગેતર પ્રત્યે તેને આ રીતે જોવું અને આકર્ષણ એ બહુ સામાન્ય વસ્તુ છે...પણ એ રૂમમાં વાગી રહેલાં સોન્ગસ કે જે લીપીએ પોતે ગાયેલા છે....

એના માટે પહેલી સરપ્રાઈઝ તો લીપી અહીં એની સાથે છે એ અને બીજી તેણે અન્વયના કહ્યાં મુજબ સિગીગ માટે ક્લાસ તો શરૂ કર્યાં હતાં પણ સ્પેશિયલી તેણે પોતે અન્વયના ફેવરિટ સોન્ગ પોતે ગાઈને તેનું કલેક્શન કર્યું છે એ બધું જોઈને તે બહું જ ખુશ થઈ ગયો...અને એક લીપી તરફનો બધો જ ગુસ્સો મીણની જેમ ઓગળી ગયો...

એટલામાં જ લીપી એકદમ અન્વયની પાસે આવી ગઈ અને એને વળગીને જ ઉભી રહી ગઈ...બે મિનિટ તો અન્વય કંઈ બોલ્યો નહીં પણ પછી એકદમ જ તેણે લીપીને બે હાથ વડે જકડી લીધી અને બોલ્યો, આઈ લવ યુ...માય જાન..તે આટલું બધું મારા માટે કર્યું?? ક્યારે કર્યું??

લીપી પણ એકદમ પ્રેમથી તેને ગાલ પર કિસ કરીને કહે છે, લવ યુ ટુ ડિયર...બટ સોરી તને ખોટું કહેવા માટે કે હું નહીં આવી શકું...બટ તને સરપ્રાઈઝ આપવા માટે આ સિવાય કોઈ ઓપ્શન નહોતો.

અન્વય: ઈટ્સ ઓકે માય જાન..

લીપી : હમમમ...ચાલ હવે મારી સાથે..પણ હું તારી આંખો બંધ કરી દઈશ...ચાલશે ને ??

અન્વય : હજુ સરપ્રાઈઝ બાકી છે ?? આમ પણ હવે હું તારી નજરથી તો જોઉં છું તો પછી આંખો ખુલી હોય કે બંધ શું ફરક પડે ??

લીપી : ચાલ હવે...એમ કહીને તેની આંખો બંધ કરીને તેનો હાથ પકડીને થોડાં ડગલાં આગળ લઈ ગઈ... ધીમેથી દરવાજો ખોલ્યો.અન્વયને અવાજ પણ આવ્યો પણ કંઈ સમજાયું નહીં કે લીપી ક્યાં લઈ જઈ રહી છે...

એટલામાં જ લીપીએ તેની આંખો ખોલી..તો અન્વય જોઈ રહ્યો, આ બીજી સરપ્રાઈઝ...એક નાનકડો ડેકોરેટેડ રૂમ...આખો રૂમ બર્થડે માટે શણગારાયેલો છે... એમાં સામે જ બંનેનો એક મસ્ત ફોટો લગાવેલો છે...અને તેની આગળ જ એક મસ્ત કપલવાળી કેક હતી...અને કેન્ડલ લગાવેલી હતી...મેઈન વસ્તુ કે રૂમમાં ફક્ત એ બે જણાં જ છે...એમની ખુબસુરત અને રોમેન્ટિક પળોના સાક્ષી...

લીપી : અન્વય હવે કેક કટ કર...અને એ સાથે જ ફરી સરપ્રાઈઝ સાથે લીપીના અવાજમાં હેપ્પી બર્થડેનું સોન્ગ વાગ્યું....

અન્વય અત્યારે એટલો ખુશ છે કે એની પાસે લીપીને શું કહે એના માટે કોઈ શબ્દો નથી...કેક કટ કરીને તે અને લીપી એકબીજાને કેક ખવડાવે છે. અન્વય એટલો ખુશ થઈ જાય છે કે તે લીપીને પકડીને હગ કરી લે છે અને તેની આંખોમાંથી આંસુ આવી જાય છે....

અન્વય : લીપી તું ખરેખર મને આટલો લવ કરે છે ?? આટલું બધું મારા માટે?? સોરી જાન..બટ તે ના પાડી હતી એટલે ખરેખર મને તારા પર ગુસ્સો આવી ગયો હતો...

લીપી : બસ હવે કંઈ નહીં...હવે આ લે તારી ગિફ્ટ..કહીને એક બોક્સ આપે છે... બોક્સ બહુ મોટુ છે...અન્વયને શું હશે કહેવા કહ્યું પણ એણે ખબર ના પડી..

અન્વયે છેલ્લે બોક્સ ખોલ્યું તો ગિટાર હોય છે..તેનો એને બહું શોખ હતો નાનપણથી..પણ અમુક કારણોસર તેણે જાતે જ વગાડવાનું બંધ કરી દીધું હતું...

અન્વયને એ બહુ પસંદ હોય છે એટલે એ ખુશ થઈ જાય છે પણ પછી કહે છે લીપી બહુ સરસ છે પણ સોરી હવે હું આ નથી વગાડતો...

લીપી અન્વયનો હાથ પકડીને પ્રેમથી બોલી, બકા મને ખબર છે પણ સમય સમયનું કામ કરે છે... એમાં તારી ગમતી વસ્તુ તો ગમતી જ રહે છે પણ એને આપણે એક લેવલ પર બહારથી અણગમતી કરી દઈએ છીએ...મે તારા માટે સોન્ગ ગાવાનું શરૂ કર્યું તુ મારા માટે ગિટાર નહીં વગાડે ?? હું તને પહેલાંની જેમ આજે ફરી એમાં ઓતપ્રોત થઈને તેને વગાડતો જોવાં ઈચ્છું છું..‌

અન્વય આજે લીપીના આટલા આગ્રહ અને પ્રેમ સામે ના ન કહીં શક્યો...અને એકવાર અન્વયે પહેલાંની જેમ ગિટાર વગાડ્યું ને સાથે લીપીએ એક ગીત ગાયું...ને આજે બંને પોતાના પ્રેમી સાથે પોતાની ખુશીને પણ માણી બંને ખુશ થઈ ગયા.....

અન્વયે ગીત પુરૂં થતાં જ લીપીને ઉંચકીને લવ યુ...લવ યુ... કરવાં લાગ્યો....

*. *. *. *. *.

ગાડીની બ્રેક જોરથી વાગતાં જ અન્વય એકદમ ઝબક્યો...અને વિચારોમાંથી બહાર આવ્યો..પણ તેને એ ખબર નહોતી કે એ છેલ્લાં શબ્દો તેની જાણ બહાર જ જોરથી બોલી રહ્યો છે એ લીપીના મમ્મી અને અપુર્વ બન્ને સાંભળી રહ્યાં છે...પણ એ લોકો કદાચ બીજો કોઈ સમય હોય તો એની સાથે હળવી મજાક પણ કરી લેત...પણ અત્યારે એ બંને અન્વયની મનઃસ્થિતિ સમજતાં હોવાથી કંઈ પણ બોલ્યા વિના પ્રિતીબેને અન્વયને પાણી આપીને કહ્યું, ચાલ બેટા હવે પાંચ જ મિનિટમાં આપણે પહોંચી જઈશુ એ સિસ્ટરના ઘરે....

અન્વય થોડો ફ્રેશ થયો એટલામાં જ ડ્રાઈવરે ગાડી ઉભી રાખી અને બોલ્યો, લો ભાઈ સાહેબ આવી ગયું સ્થળ તમે કહ્યું હતું એ... બધાં ઉતરી ગયાં...અને આજુબાજુ જોવા લાગ્યાં...

અન્વય પૈસા આપવા લાગ્યો. ત્યાં અપુર્વ બોલ્યો, ભાઈ આ કઈ જગ્યા છે અહીં તો કોઈ ઘર નથી દેખાતું...

ડ્રાઈવર બોલ્યો, સાહેબ આ સામે ટેકરી દેખાય છે એની ઉપર જાઓ પછી થોડાં નીચે ઉતરવાનો રસ્તો દેખાશે ત્યાંથી જોતાં જ બે ઘર દેખાશે એમાંનું એક ઘર હશે...

અન્વયને પહોંચવાની ઉતાવળ હોવાથી પૈસા આપીને તરત જ બોલ્યો, આભાર ભાઈ કહીને તે ફટાફટ ચાલવા લાગ્યો...ને પાછળ અપુર્વ અને પ્રિતીબેન ચાલવા લાગ્યાં....

*. *. *. *. *.

ટેકરી બહું નાની હતી...એટલે લગભગ પંદરેક મિનિટમાં બધાં પહોંચી ગયાં...એક નાનકડાં બે લાકડાંના બનેલાં મકાન છે‌...હવે બે ઘરમાંથી કયું એમનું હશે એ પણ ખબર નહોતી... ત્યાં પહોંચતાં જ પહેલાં ઘર પાસે અન્વય ઉભો રહ્યો...

ત્યાં એક લાકડાંનો દરવાજો આડો કરેલો હતો.. ત્યાં જ અન્વયે ધીમેથી ખખડાવ્યું...થોડી વાર પછી એક વ્યક્તિ ત્યાં ધીમેથી આવી અને દરવાજો ખોલ્યો...

અન્વય : એ વ્યક્તિને જોતાં જ અન્વયને એક ક્ષણ તો અંધારા આવી ગયાં તેને પરસેવો થવા લાગ્યો અને તે બોલ્યો, તમે અહીં ??

કોણ હશે એ વ્યક્તિ ?? અન્વય કેમ આમ ગભરાઈ ગયો ?? એ વ્યક્તિને જેક્વેલિન સિસ્ટર સાથે કોઈ રિલેશન હશે ?? શું એ વ્યક્તિ લીપીની કોઈ તફલીક સાથે જોડાયેલી હશે ?? અવનવા રોમાંચ ને માણો...

જાણવા માટે વાંચતા રહો, પ્રિત એક પડછાયાની - ૮

મળીએ એક નવા ભાગ સાથે બહુ જલ્દીથી.......