Preet ek padchhayani - 5 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૫

રાત જાણે આજે બહુ લાંબી હોય એવું બધાને લાગી રહ્યું છે...રાતની એ ઘટનાં પછી કોઈને ઉંઘ નથી આવી. બધાં જ વિચારી રહ્યાં છે કે લીપી તો હજું પણ એકદમ બેભાન અવસ્થામાં જ છે. આપણે બધાં જ આજુબાજુ હતાં તો એ ત્યાં બહાર પહોંચી કેવી રીતે..અને આટલી મોટી હોસ્પિટલમાં કોઈને પણ આ વસ્તુની ખબર ના પડી એ કેવી રીતે શક્ય છે ??

પ્રિતીબેન ચિંતાથી બોલ્યા, મારૂં મન તો કહે છે કોઈ પણ રીતે વહેલી તકે એને આપણે ઘરે લઈ જવી જોઈએ... નહીં તો ખબર નહીં શું થશે મારી દીકરીનું..કોણ જાણે કોની ખરાબ નજર લાગી ગઈ મારી દીકરીને...

દીપાબેન : ચિંતા ના કરો પ્રિતીબેન લીપી અમારી પણ દીકરી જ છે ને. બધાં સાથે મળીને કંઈક તો કરીશું પણ લીપીને કંઈ નહીં થવા દઈએ...

અન્વય : હવે સાત વાગી ગયાં છે બધાં ફ્રેશ થઈ જઈએ. પછી કંઈક કરીએ...

નિમેશભાઈ : શું પેલા મોટા ડૉક્ટર ને બતાવવું જરૂરી છે ?? મને હવે આ બધાંની કોઈ અસર થાય એવું લાગતું નથી.

અન્વય : પણ હોસ્પિટલમાં રહેવા માટે એ જરૂરી છે પપ્પા. કારણ કે જે મહત્વનું છે એ અહીંની આ રૂમની આ હોસ્પિટલની અને લીપી સાથે પણ જોડાયેલી મહત્વની વાત છે‌. એ મારે કોઈના દ્વારા જાણવાની છે...એ અહીંથી બહાર ગયા પછી શક્ય નથી..

પરેશભાઈ : એવું તો શું છે બેટા ??

અન્વય : પપ્પા એ મને કંઈક પાકી સાબિતી મળે તો હું બધાને જણાવું ને. બસ હવે અડધો કલાકની વાર છે.

*. *. *. *. *.

બધાં મને કમને થોડું ચા નાસ્તો કરે છે... અન્વય એ જાણી લીધું છે કે આઠ વાગે સ્ટાફની ડ્યુટી બદલાય છે એટલે અન્વય ત્યાં એ કેબિન પાસે ધ્યાન રાખતો કોઈને એની જાણ ન થાય એ રીતે ત્યાં આંટા મારી રહ્યો છે.

સાડા આઠ ઉપર થઇ જાય છે પણ જેક્વેલિન સિસ્ટર દેખાતાં નથી... અન્વયની ચિંતા વધી જાય છે લીપી હજુ જાગતી નથી અને આ બાજું સિસ્ટર પણ નથી આવ્યા... એટલામાં તેના મમ્મી બહાર આવે છે અને કહે છે અનુ જલ્દી અહીં આવ...જો લીપી જાગી છે.

અન્વય રૂમ તરફ દોડ્યો...લીપી આમ તેમ પડખાં ફેરવી રહી છે...પણ તેની આંખો બંધ છે..તે બોલી રહી છે..શિવુ..મને બચાવો...બચાવો...

અન્વય વિચારમાં પડી ગયો કારણ કે એમના પરિવારમાં કોઈ શિવુ નામનું વ્યક્તિ નથી. પ્રિતીબેને તેમનાં પરિવાર કે લીપીના ફ્રેન્ડસ પણ કોઈ નથી. તે કેમ આવું બોલી રહી છે કોઈને સમજાયું નહીં.

અન્વય લીપીનો હાથ પકડીનો બોલ્યો, લીપી શું થયું..કોને શું થયું ?? કોણ છે શિવુ??

લીપી : પ્લીઝ મને બચાવો.. અહીંથી દૂર લઈ જાઓ...

એકદમ જ તેણે આંખો ખોલી, તો આખી આંખ તેની લાલ દેખાવા લાગી...અને ફરી અડધી જ મિનિટમાં બંધ થઈ ગઈ...ફરી તે પહેલાંની જેમ નિશ્ચેતન બની ગઈ.

અન્વયે લીપીનો હાથ છોડ્યો, ને ફરી બહાર ભાગ્યો..તો સામે જ તેણે સુનંદા સિસ્ટરને કોઈના રૂમમાં જતાં જોયાં. તે બહાર આવે એની રાહ જોઈ તે રૂમની બહાર ઉભો રહ્યો.

થોડીવારમાં તેઓ બહાર આવ્યાં કે તરત જ અન્વય બોલ્યો, એક્સક્યુઝ મી !! હું તમારી સાથે બે મિનિટ વાત કરી શકું ??

સુનંદા સિસ્ટર : હા બોલો, પણ આપ કોણ ??

અન્વય : હું ડિલક્સ રૂમ સોળમાં જે પેશન્ટ છે એનો રિલેટીવ છું...

રૂમ નંબર સોળ સાંભળીને જ સુનંદા થોડી ગભરાઈ..બે મિનિટ કંઈ બોલી નહીં. પછી ફક્ત બોલી, શું કામ છે ??

અન્વય : તમે આ હોસ્પિટલમાં કેટલા સમયથી છો ?? મતલબ એ રૂમમાં કંઈ છે એવું ??

સુનંદા : કંઈ છુપાવતી હોય એમ બોલી.. ના ના બધાં રૂમ જેવો રૂમ છે એમાં શું હોય??...અને તમારે જે કામ હોય એ આજે એ ડિપાર્ટમેન્ટ માં અજય બ્રધર છે એમને કહો એ કરી દેશે...

અન્વય : એક જ મિનીટ સિસ્ટર હું તમને કોઈ હેરાન કરવા નથી ઈચ્છતો..મારે ફક્ત મારી પત્નીની જિંદગી જોઈએ છે એ માટે તમારી મદદની જરૂર છે...મે કાલે પેલાં જેક્વેલિન સિસ્ટરને તમારી સાથે વાત કરતાં સાંભળ્યાં હતાં જે કાલે મારી પત્નીને ઇન્જેક્શન આપવા આવ્યાં હતાં. આજે એ દેખાતાં નથી.. પ્લીઝ તમને કંઈ એ રૂમ વિશે ખબર હોય તો મને જણાવી શકશો...

અન્વયને એક નાનાં બાળકની જેમ કરગરતો જોઈ સુનંદા સિસ્ટરને સમજાયું તો ખરાં કે અન્વયે બધી વાત સાંભળી છે એટલે એકદમ નમ્રતા સાથે બોલ્યાં, ભાઈ બધી વસ્તુ તો મને પણ ખબર નથી. કારણ કે હું આવી એ પછી આ રૂમ ખુલ્યો નથી...પણ સૌથી જુનો સ્ટાફ જેક્વેલિન સિસ્ટર હતાં એ આ બધું જાણતાં હતાં..

અન્વય વચ્ચે જ બોલી ઉઠ્યો, હતાં મતલબ ?? એ ક્યાં ગયાં ??

સિસ્ટર બોલ્યાં, ચિંતા ન કરો..છે જ આ દુનિયામાં પણ મારી સાથે તો ડાયરેક્ટ વાત નથી થઈ પણ અત્યારે આવી ત્યારે બધાં વાત કરતા હતાં કે એમનો ફોન આવ્યો હતો કે તે આજથી જોબ પર નહીં આવે.... શું થયું એ તો મને નથી ખબર...આમ તો તે બધાંનો માનીતો, જુનો, વ્યવસ્થિત સ્ટાફ હતો.

અન્વય : તો બીજું કોઈ મને આ વિશે માહિતી આપી શકશે??

સિસ્ટર : કદાચ અહીંના ડોક્ટર જે મેઈન જે ડૉ.વિરાણી...પણ એ અત્યારે આઉટ ઓફ ઈન્ડિયા છે. હોસ્પિટલના એ મેઈન છે ખબર નહીં એ તો કોઈ વાત જણાવે કે નહીં..આખરે હોસ્પિટલની ઈમેજનો સવાલ છે.. અત્યારે છે એ તેમનાં એક ફ્રેન્ડ છે જે અત્યારે બધું સંભાળે છે.

અન્વય : મે નોંધ્યું છે કે બાકીના બધા ડિલક્સ અને સ્પેશિયલ રૂમમાં બધાં સ્ટાફ થોડી થોડી વારે રાઉન્ડ લે જ છે પણ આ રૂમમાં કોઈ જલ્દી ટ્રીટમેન્ટ આપવા સિવાય ફરકતું નથી.આમ પણ મારી પત્ની અત્યારે ભાનમાં નથી એટલે અમારે એવી જરૂર નથી પણ બધાંનો ડર જોતાં હવે ધીરે ધીરે મારી શંકા મજબૂત બની ગઈ છે.

તમને વાંધો ન હોય તો તમે મને જેક્વેલિન સિસ્ટરના ઘરનું સરનામું આપી શકો ?? કે ફોન નંબર ??

સિસ્ટર થોડાં મુંઝાયા... શું કરવું. ફક્ત બોલ્યા, એડ્રેસ તો...

અન્વય : પ્લીઝ...મારી પત્નીની જિંદગીનો સવાલ છે..તમને એવું લાગતું હોય તો હું મારા મમ્મી અને મારા સાસુ પણ છે એમને સાથે લઈ જઈશ જેથી કોઈ સ્ત્રીના ઘરે જવું એમ કોઈને ખરાબ પણ ન લાગે... પ્લીઝ...ન કરે નારાયણ...પણ મારી જગ્યાએ તમારા જીવનસાથી આવી કપરી પરિસ્થિતિમાં હોત તો ??

સિસ્ટર આગળ કંઈ પણ બોલ્યાં વિના ત્યાં બીજાં બધાં સ્ટાફ બેઠા હતાં ત્યાં પહોંચ્યા ‌..અને કંઈક વાતચીત કરીને એક કાગળમાં કંઈક લખીને આવ્યાં...અને ચીટવાળીને અન્વયને આપતાં બોલ્યાં, બહુ વિશ્વાસથી આપું છું... તોડતાં નહીં..

અન્વયનાં ચહેરા પર એક આછેરી સ્માઈલ આવી...એ એકદમ સામેવાળાને મોહી લે એવી છે...અને તે થેન્કયુ કહીને રૂમ તરફ ફટાફટ ગયો.

*. *. *. *. *.

રૂમમાં બધાં એકદમ ગંભીર રીતે ઉભા રહ્યા છે...લીપીને એ સ્પેશિયાલિસ્ટ ઝીણવટપૂર્વક તપાસી રહ્યા છે...

લગભગ વીસેક મિનિટ તપાસ કર્યા પછી ડૉ.રાજપૂત બોલ્યાં, મિસ્ટર , મે મારી રીતે તપાસ કરી દીધી છે પણ હવે તમે કોઈ મને જણાવી શકશો કે આમાં શું ઘટનાં બની હતી હકીકતમાં ??

અન્વય : હા ડૉક્ટર... હું તેની સાથે જ હતો... બધું અચાનક એવી રીતે થયું કે મને કંઈ સમજાયું જ નહીં.

ડોક્ટર : આપ મને વિગતવાર જણાવી શકશો ??

અન્વય : અમે માથેરાનની એ ગુફા પરથી પાછા નીચે ઊતરવા જઈ રહ્યાં હતાં ત્યાં જ અચાનક લીપીની વીંટી પડી જે અમારી સગાઈની હતી...આમ તો તે ક્યારેય આવી જીદ નથી કરતી પણ એ ખબર નહીં તે એક નાની છોકરીની જેમ જીદ કરીને બોલી મને તો એ જ જોઈએ...મે તેને બીજી એવી જ બે લઈ આપવાનું કહ્યું પણ અચાનક ઝાટકા સાથે તેણે મારો હાથ છોડીને એક પાગલની જેમ ભાગી...

હું તેને પકડવા પણ ગયો..પણ તેનામાં એ સમયે ખબર નહીં એક અજીબ તાકાત આવી ગઈ હતી...એ પગથિયાં ઉતરે ફટાફટ એમ એ ડુંગર પરથી એ લીસા, મોટા પથ્થરા પરથી ઉતરવા લાગી... હું મારી જાતને અસહાય માનતાં....મે જોરજોરથી બુમો પાડી તો આજુબાજુ થોડાં લોકો હતાં એ ભેગાં થઈ ગયાં...

મારી આટલી બુમો તો જાણે લીપી સુધી પહોંચતી જ ના હોય એમ એ ઉતરતી હતી...ને અચાનક જ મને એક પડછાયો દેખાયો લીપી જ્યાં હતી એની સામે...હજુ હું કંઈ કહું કે જોઉં એ પહેલાં તો લીપી ત્યાં પથ્થર પર ગગડવા લાગી...ને એક મોટા પથ્થર પાસે અથડાઈ ને પછી ત્યાં જ બેભાન થઈ ગઈ...ને એ સાથે પડછાયો પણ ગાયબ હતો. ત્યારથી તે હમણાં સવારે એકવાર એ જાગી એ પણ એકદમ જુદી જ રીતે વર્તન કરતી...અમને ઓળખતી પણ નહોતી જાણે....તેને થોડું માથામાં વાગ્યું હતું એ સિવાય એક જરા પણ ક્યાંય નથી વાગ્યું.....

મને કંઈ જ સમજ નથી પડતી આખરે લીપીને થયું છે શું ?? પ્લીઝ તમે જે કહો એ બધું કરવા તૈયાર છીએ અમે....પણ લીપીને બચાવી લો... અન્વયની આટલી બધી આજીજી કોઈને સમજાઈ નહીં કે આ શું થઈ રહ્યું છે...અને ડોક્ટર હું તમને કેબિનમાં બોલાવું થોડીવારમાં એમ કહીને રૂમમાંથી નીકળી ગયાં.....

શું હશે એ સુપરસ્પેશિયાલિસ્ટની સલાહ ?? કોઈ મેડિકલ ઈમરજન્સી કે બીજું કંઈ ?? અન્વય જેક્વેલિન સિસ્ટર ને મળી શકશે ખરાં?? અને જો મળશે લીપીને મદદ મળે એવી કોઈ માહિતી મળશે ખરાં??

અવનવા રોમાંચ રહસ્યો રોમાન્સ માટે વાંચો, પ્રિત એક પડછાયાની - ૬

બહુ જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.........