Preet ek padchaya ni - 10 books and stories free download online pdf in Gujarati

પ્રિત એક પડછાયાની - ૧૦

અન્વય, અપુર્વ અને પ્રિતીબેન ત્રણેય ઝડપથી તે ટેકરી પરથી નીચે ઊતરવા લાગ્યાં... અન્વય બોલ્યો, અપુર્વ મને કેમ પાછળ કોઈ આવી રહ્યું હોય એમ પડછાયો દેખાય છે??
અત્યારે તો એવો તડકો પણ નથી કે કોઈ પડછાયો દેખાય...

અપુર્વ : મને તો એવું કંઈ દેખાતું નથી એમ કહીને એણે પાછળ જોયું...તો એક નાનું બાળક ઉભું છે પણ ચહેરો તો પેલા જે વૃદ્ધ વ્યક્તિ જોયાં હતાં એવો જ અદલ...

અપુર્વ : ભાઈ પાછળ તો જુઓ...એમ કહેવા તે આગળ ફર્યો તો આગળ પણ એ જ બાળક અને એ જ ચહેરો...એ લોકોનું ચાલવાનું ચાલું જ છે...એ જેમ આગળ વધે છે એમ એ બાળક પણ ઉંધી દિશામાં આગળ વધી રહ્યો છે...

અન્વય : કોણ છે તું ?? કેમ અમારી સામે હસે છે ??

એ બાળક ગુઢ હાસ્ય સાથે મનમાં હસીને બોલ્યો," ફિર સે આના હોગા... બહોત કુછ જાનના હૈ...."

અપુર્વ : કેમ અહીં શું છે ?? શું જાણવાનું છે અહીં ?? તું શું જાણે છે ?? અમને મદદ નહીં કરે ??

બાળક બોલ્યો, સમય સે પહેલે કુછ નહી હોતાં...કુછ નહીં મિલતા...આપકો સંદેશા મિલેગા..."

અન્વય : પણ મારી પત્નીની તબિયત બહું ખરાબ છે...એને કંઈ થઈ જશે તો ??

બાળક હાસ્ય સાથે બોલ્યો," કુછ તો હે‌.‌..મર કુછ નહીં હોગા ઉસકો...અગર હમ પર ભરોસા રખોગે તો..."

અન્વય : તારા પર કેવી રીતે ભરોસો મુકીએ ?? જેક્વેલિન સિસ્ટર... એ ક્યાં છે ??

બાળક કંઈ પણ બોલ્યા વિના ફક્ત એક અટહાસ્ય સાથે ગાયબ થઈ ગયો.....

પ્રિતીબેન : મને અહીં આ બધાં એક એક જણાં આવીને આપણને કોઈ માયાજાળમાં ફસાવી રહ્યાં છે...મારી દીકરી જીવનમરણનો જંગ લડી રહી છે હવે કોઈ જ રાહ જોયા વિના જ રાત્રે અહીંથી હોસ્પિટલ પહોચીને ઘરે જવા નીકળી જઈએ...

અપુર્વ : આન્ટી તમારી વાત સાચી છે પણ પણ આપણે ભાભીને લઈને ઘરે પહોંચી શકીશું હેમખેમ એ પર મને શંકા છે...

અન્વય : પહેલાં તો જલ્દીથી અહીંથી નીચે પહોંચીને ચાલવું પડશે હજું થોડો રોડ આવે ત્યાં સુધી... અહીંથી તો કોઈ સાધન મળવું મુશ્કેલ છે... આવતાં તો આવી ગયાં પણ હવે શું થશે કંઈ ખબર નથી... બધું જ ભગવાન ભરોસે છે.....એમ કહીને બધાં થોડા ઉતાવળાં ચાલવા લાગ્યાં......

*. *. *. *. *.

લીપી હજું સુતેલી છે...તેના બે પગમાં પરેશભાઈને દીપાબેન મળીને કંઈક દોરો બાંધી રહ્યાં છે...આ બાજું બધો જ સામાન પેક કરી દીધેલો છે... એટલામાં નિમેષભાઈ બધી હોસ્પિટલની પ્રોસિજર પતાવીને આવે છે.

નિમેષભાઈ : પરેશભાઈ હવે બધી તૈયારી થઈ ગઈ છે...અને આમ પણ હવે આપણે એને અહીંની ડોક્ટરની સલાહ મુજબ ની સારવાર ન આપવાની હોય તો આપણે અહીં રહી શકીએ નહીં...આમ તો જો અન્વયને લોકો આવી જાય તો આપણે વહેલી તકે નીકળી જ જઈશું...પણ ન આવે કે જલ્દી કે આવ્યાં પછી કંઈ રોકાવાનું થાય તો એક હોટેલમાં પણ મેં વાત કરીને નક્કી કરી દીધું છે....

દીપાબેન : પણ મારૂં મન તો હવે લીપીને ઘરે જ લઈ જવાં માટે કહી રહ્યું છે....

પરેશભાઈ : હા..હવે તો ઘરે જઈને જ એનાં માટે કંઈક કરવું પડશે...આ અજાણ્યા પંથકમાં કોઈ પર વિશ્વાસ પણ ન કરાય...અને કદાચ આપણે ખોટાં કંઈકમાં ફસાઈને ઉંડા ને ઉંડા ઉતરતાં જઈએ એની આપણને ખબર પણ ન હોય. એના કરતાં આપણાં વિસ્તારમાં કોઈ પર થોડી માહિતી મેળવીને વિશ્વાસ તો કરાય....

નિમેષભાઈ : હા...એક એકદમ સાચી વાત...પણ આ લોકો કોઈનો નંબર નથી લાગતો...એ કોઈ મુસીબતમાં તો નહીં હોય ને ?? મને તો હવે એ ચિંતા થાય છે...કે એકનું કરતાં બીજાં કોઈની સલામતી ન જોખમાય.....

દીપાબેન : બસ હવે બધું જ ભગવાનનાં ભરોસે છે......

*. *. *. *. *.

પ્રિતીબેન : બેટા આપણે હવે નીચે તો પહોંચી ગયાં પણ અહીં તો કોઈ વાહનોની અવરજવર નથી એટલે ચાલવું તો પડશે જ...બે બોટલમાં પાણી હતું એ પણ પતી ગયું છે.... આગળ કોઈ સાધન જલ્દીથી મળી જાય તો સારૂં....

એ લોકો ચાલતાં ચાલતાં થોડાં જ આગળ આવે છે ત્યાં જ રસ્તાની સાઈડમાં એક ગાડી ઉભેલી હોય છે...એ જોઈને અપુર્વ બોલ્યો, ત્યાં એક ગાડી દેખાય છે લઈ જાય તો પુછી જોઈએ...ભલે પૈસા વધારે લે પણ જલ્દીથી પહોંચી જઈએ તો ખરાં...

અન્વય : આવાં સુમસામ રસ્તા પર ગાડી પડી છે...મતલબ ???

પ્રિતીબેન : પાસે જઈને જોઈએ તો ખરાં...મને પણ ખબર છે તારો ડર બેટા છતાં બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં છે હાલ...

ત્રણેય પહોંચી ગયાં એ ગાડી પાસે ઝડપથી... ગાડીમાં આગળની સીટ પર જોયું તો કોઈ ડ્રાઈવર નથી... બધાં આગળ તરફ જોઈ રહ્યાં છે ત્યાં જ પાછળથી એક છોકરો આવે છે.. લગભગ બાવીસ ત્રેવીસ જેટલી ઉંમર હશે એવું એનાં દેખાવ પરથી લાગી રહ્યું છે....

તે પાસે આવીને બોલ્યો, બેસી જાઓ ગાડીમાં... હું લઈ જાઉં તમને...

ત્રણેય જણાં એકબીજા સામે જોવાં લાગ્યાં , જે પહેલાં એમ્બ્યુલન્સમાં હતો અને અહીં લાવનાર ડ્રાઈવર હતો તેવો જ ફરી ચહેરો પણ કદાચ આ છોકરો એના દીકરા જેટલી ઉંમરનો લાગી રહ્યો છે...

વળી એને ક્યાં જવું છે એવું પુછવાને બદલે ચાલો બેસી જાઓ એવું જ ડાયરેક્ટ પુછી રહ્યો છે...એટલે ફરી એક શંકા થઈ...

અપુર્વએ બંનેને ઈશારો કર્યો ને ત્રણેય જણાં ચાલતાં ચાલતાં આગળ વધવા લાગ્યાં એ ગાડીવાળો ત્યાં જ ગાડી પાસે ઉભો રહ્યો છે...અને મંદમંદ હસી રહ્યો છે.

ઘણું ચાલ્યાં...હવે તો સુરજ પણ આથમવાની તૈયારી છે... બધાં ભૂખ્યાં ને તરસ્યાં થયાં છે.....પણ ના તો કોઈ વાહનની કે માણસોની અવરજવર, ના મોબાઈલમાં નેટવર્ક. અરે કોઈ જનાવર પણ દેખાય તો સારૂં એવું લાગી રહ્યું છે...

અન્વય : આપણે આવ્યાં ત્યારે તો કદાચ થોડું થોડું પણ નેટવર્ક આવતું હતું....પણ અત્યારે તો સાવ જાણે કોઈ બીજાં ગ્રહ પર પહોંચી ગયાં હોય એવું લાગે છે. આટલાં સુમસામ વિસ્તારમાં આટલાં સારાં રસ્તા કેમ છે ?? જ્યાં કોઈ માનવ વસ્તી જ નથી તો આ બધું કેવી રીતે ??

પ્રિતીબેન : તમે એક વસ્તુ નોંધી કે એ ટેકરીના ઉપરનાં વિસ્તારમાં ફક્ત બે ઘર શક્ય છે ?? ત્યાંનો વિસ્તાર અને બધું વાતાવરણ જોઈને મને તો એવું લાગે છે કે ત્યાંનો ઈતિહાસ કંઈક અલગ જ છે... ત્યાં ઘણી માનવ વસ્તી વસવાટ કરતી હોવી જોઈએ...પણ કોઈક કારણ ,કોઈક ઘટના ને કારણે આ બધું નષ્ટ થઈ ગયું છે....

અપુર્વ : હા આન્ટી કંઈક તો જ એ જગ્યાનું... ત્યાંનું રહસ્ય...અને ત્યાંનાં લોકોનું...પણ...

અન્વય : તું કંઈ કહેવાનો હતો ને ત્યાંનું... હવે તો બોલ...

અપુર્વ : હા કહું છું...

એટલામાં સામે એક મોટી કાળાં કલરની ગાડી દેખાઈ.... બધાં જલ્દીથી એ તરફ જવા લાગ્યાં. એમાંથી બહાર નીકળીને એક ભાઈ બહાર આવ્યાં... બહું વ્યવસ્થિત લાગી રહ્યાં છે જોઈને તો...બ્લેક ગોગલ્સ પહેરેલાં છે...

અન્વય : હવે આ કોણ છે...કોઈ બીજું છે આ તો પેલાં ડ્રાઈવર કે એવું કોઈ શંકાસ્પદ નથી લાગતું...જોઈએ તો ખરાં શું છે આખરે....કારણ કે હવે કોઈ તાકાત રહી નથી આપણામાં આગળ વધવાની...ને સાંજ તો ઝડપથી રાતને પકડવા માટે જાણે ભાગી રહી છે.....

શું અન્વયને લોકો એ ગાડીમાં બેસસે ?? જો બેસી જશે તો એ વ્યક્તિ બરાબર હશે ?? તેમને હેમખેમ હોસ્પિટલ સુધી પહોંચાડશે ખરાં ?? જો નહીં બેસે તો શું રાત સુધીમાં પહોંચી શકશે લીપી પાસે ?? પગમાં બાંધેલા દોરા શું લીપીને કંટ્રોલમાં રાખી શકશે ??

જાણો હજું તો ઘણું અવનવું... રહસ્ય ને રોમાંચ ભરેલું.....પ્રિત એક પડછાયાની - ૧૧ સાથે.....

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે........