Adhuri Astha - 20 books and stories free download online pdf in Gujarati

અધુરી આસ્થા - ૨૦

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?
જુઓ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.
સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.
અધુરી આસ્થા - ૨૦
પેલો યુવાન રાજુ જે રાજેન્દ્રને મોબાઈલ પરત કરીને રેસ્ટોરન્ટની અંદર જાય છે.અંદર એક વ્યવસ્થિત દેખાતી છોકરી તેની રાહ જોતી હતી. યુવાન તેની સામેની ખુરશી પર ગોઠવાય છે.
આ જોઈને તરત પેલી દેખાવડી છોકરીએ ચા પીધી જ હતી અને તે થોડી ઉતાવળમાં પણ હતી. તે રાજુની બહેન છે.તેનુ નામ આશકિત છે.
રાજુનાં મોબાઈલની રીંગ વાગતાં ખબર પડી કે રાજુનો ફોન રાજેન્દ્રનાં ફોન જોડે બદલાઈ ગયો છે.રાજુને હાશકારો થયો હવે તેને ધમકીઓની મગજમારીથી એકાદ અઠવાડિયા શાંતિ.યુવતી ચીંતાતુર હતી કે રાજુએ કોને ફસાવી માર્યો.
આટલે સુધી તેમે "અધુરી આસ્થા ભાગ-૪ માં વાંચ્યું હતું હવે આગળનાં અંકોમાં તમેં સળંગ રાજેન્દ્રની સ્ટોરી વાંચશો.
રાજુ "એજ જે હમણાં જ બહાર ગયો,તે ફેશનેબલ આંધળો હતો. સાલો મારી સાથે અથડાતાં અમે પડ્યાં અને ઉતાવળમાં અમારાં મોબાઇલ બદલાઈ ગયાં. તેનો મોબાઈલ મોંઘો લાગે છે. મારો મોબાઇલ તો બાપાએ સસ્તામાં સસ્તો ડબ્બા જેવો પાંચ-સાત હજાર નો અપાવ્યો હતો. ચાલો આ મોબાઈલ બ્લેકમાં વેચીને સારી રોકડી કરી લેવી પડશે."
આશકિત "એક મિનિટ મને તેનો મોબાઈલ ફોન જોવા આપ."
આશક્તિ એ મોબાઈલ ફંફોસતા વોલપેપર પર રાજેન્દ્રનો ફેશનેબલ ફોટો જોવા મળ્યો તેને આ ફેસ જાણીતો લાગ્યો. આમ તો આશક્તિને બહુ પડી ન હતી પરંતુ કોઈ આંધળાની વસ્તુ હોવાથી તેને થોડી દયા ઊપજી.
આ શક્તિ "એ ડોબા તું માત્ર મોંઘા મોબાઈલનાં ફાયદા વિશે જ વિચારસ પણ તારાં જૂના મોબાઈલનાં નુકસાનનું તો કંઈક કર એમ તો તે બહુ બધા ધંધા કર્યા પણ તું વેપારી તો કાચો જ રહ્યો.એટલે જ બધા ધંધા સમેટી લેવા પડ્યા.
રાજુ "નાં દીદી એવું કહીને તું મારી ઇન્સલ્ટનાં કર હું મમ્મીને કહી દઈશ."
આશક્તિ "ઠીક છે ઠીક છે અત્યારે તું આ મોબાઈલ મારા જોડે રહેવા દે બે-ચાર દિવસમાં આપણે આનો કાંઈક નિકાલ કરીએ."
****વેપારી નફાને વધારતા રહેવા માટે પ્રયત્ન કરે છે અને નુકસાનને ઘટાડતા રહેવાનો.આ વસ્તુની થીયરીતો બધા જાણે જ છે. પણ પ્રેક્ટિકલી ઉપયોગ કરવાની જાગૃતિ બહુ ઓછાં માં હોય છે. અને જે લોકો જાગૃત છે તે લોકોની ઈચ્છા શક્તિ પણ જાગૃત રહેવાની જ છે.જાગૃતિ નથી તો તે ઈચ્છાઓ અધૂરી જ રહેવાની.
રાજુ "પણ બે-ચાર દિવસ કેમ આજે પુરો દિવસ પડયો છે."
આશક્તિ "તને તો ક્યાં કાંઈ ખબર જ હોય છે.મારાં કલીગસ સાથે મારે પિકનિકમાં આબુ જવાનું છે."
રાજુ"ઠીક છે પણ મારો મોબાઇલ મને મળી જવો જોઈએ ઉપરાંત દસ-પંદર હજાર નો મેળ તો કરી જ આપ મને."
આશક્તિ "તું ભઈલા સમજતો નથી. મહિનાનાં છેલ્લા દિવસો છે અને હું પિકનિક પર જાઉં છું તો તે કંપનીનાં કોના ખર્ચે જાઉં છું. પણ મારે ચીલાચાલુ ખર્ચ માટે તો પૈસા જોશે ને, ચલ આવતા અઠવાડિયે કંઈક કરીએ છીએ."
રાજુ" ઓકે પણ પિકનિકમાં જીજાજી ને મારી યાદ આપજે"
આશક્તિ "સારું સારું ચલ ફૂટ"
રાજુનાં ગયા પછી આશક્તિ પોતાના ફોનમાંથી કોઈકને ફોન કરે છે.
આશકીત "હાલો ડિયર કેમ છો જાન ઘણા દિવસથી આપણે મળ્યા નથી આજે મળવું છે?"
સામેની વ્યક્તિ "સારી મેં તો રોજ વોટ્સએપ કરું છું ,તારે જ જરૂર હોય ત્યારે ફોન કરે છે અને એ પણ પારકી પંચાત કરવા.તને તો પંચાતણી પોપટીનો ખીતાબ આપવામાં આવશે.
આશકીત"જો મને તું પંચાતણી પોપટળી નાં કહે આ વખતે પારકી પંચાત નથી મારા ઘરનું કામ છે. જો તને હું મારા ભાઈનો મોબાઈલ નંબર વોટસએપ કરું છું.તેનો મોબાઇલ અત્યારે કોઈ બીજા પાસે છે.તારે તે પાછો કઢાવવાનો છે, અને અત્યારે તને અલગ નંબરથી મિસ કોલ કરીશ તેની ડીટેલ કઢાવવાની છે."
સામેની વ્યક્તિ "હા પણ તારી ઓફિસમાં મારી નોકરી ની શું વાત થઈ?"
આશક્તિ"હા તારું કામ મારા મગજમાં જ છે. તું થોડો એક્સપિરિયન્સ ગેઈન કરી લે, હું ઓફિસમાં મારી થોડી પોઝિશન બનાવી દઉં. પછી તારો નોકરી નો મેળ થઇ જશે.
સામે ની વ્યક્તિ "ત્યાં સુધી મારે આવા તારાં ચીલાચાલુ કામ જ કરવાના."
આશક્તિ "હાસ્તો, ચલ હવે મારી પાસે વધુ ટાઈમ નથી આપણે આજે રાત્રી બજારમાં ફુલ ટુ રંગબેરંગી ડિનર માટે મળીએ છીએ. આવતીકાલે સવારે મારે પિકનિક પર પણ નીકળવાનું છે."
વિરામ
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
ભુતીયા બંગલામાં થતી ભુતાવળો નું રહસ્ય શું છે સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાની આગળ ની યાત્રા શું છે ?
શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે ? રાજુની બહેને કોની સાથે વાત કરી? રાજુની બહેન આગળ શું કરશે?
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.