Swarakshak books and stories free download online pdf in Gujarati

સ્વરક્ષક

એક ગર્લ બસની રાહ જોઈ રહેલી અનિતા અને બીના એક બીજી પોતાની વાતો કરી રહી હતી. બસ આજે થોડી મોડી પડી હોય તેવું બંને ને લાગી રહ્યું હતું. કૉલેજ જવાની ઉતાવળ માં બંને વારે વારે રોડ પર તો ક્યારેક પોતે પહેરેલી ઘડિયાળ માં ટાઇમ જોઈ રહી હતી. 

ત્યાં થી બે રોમિયા બાઇક પર સવાર થઈ અનિતા ને પૂછયું કૉલેજ જવું હોય તો મારી બાઇક પાછળ બેસી જા. અનિતા તેની સામુ બોલી નહીં એટલે ફરી એકવાર કહી બંને ત્યાં થી નીકાળી ગયા. બીના એ અનીતા સામે જોઈ કહ્યું 'અનિતા તું કેમ કઈ બોલી નહીં '

બીના તને ખબર છે ને આવા લોકોને મુ લાગવા નું ન હોય તે બોલ્યા કરે. 

પણ અનિતા તે ફરીવાર આવું બોલશે તો.? 

તો કઈ નહીં બીના સાંભળી લઈશું. આવા લોકોને આપણે સામનો ન કરી શકીએ. જવા દે બીના જો બસ આવી ગઈ.

સાંજે બીના વિચાર કરવા લાગી આ રોમિયો થી બચાવ આપણે જાતે કાંઈક કરવું પડશે. જો પોલીસ ને જાણ કરીશું તો તે કેટલા દિવસ આપણી સહાય કરશે. આ શહેરમાં રોમિયા ઘણા છે. એટલે મનમાં વિચાર કરી સૂઈ ગઈ.

 સવારે વહેલી જાગીને કરાટે ટ્રેનીંગ સેન્ટરમાં પહોંચી ને તેમાં જોઈન થઈ. બીના ને સવાર નો સમય અનુકૂળ લાગ્યો. તે હવે રોજ સવારે કરાટે ટ્રેનીંગ સેન્ટરમાં  જવા લાગી. આ વાત કૉલેજ જતી વખતે તેની ફ્રેન્ડ અનિતા ને કહી અનિતા ને કહ્યું તું પણ મારી સાથે જોઈન થઈ જા પણ અનિતા સમય નું બહાનું આપી ના પાડે છે. બીના ઘણું સમજાવે છે પણ અનિતા ત્યાર થતી નથી.

બને કૉલેજ જઈ રહ્યા હતા ત્યારે બાઇક સવાર રોમિયો ત્યાં આવી પહોંચ્યો. બને સાથે ચાલવા લાગ્યો.

મૅડમ આમ ચાલીને જશો તો થાકી જશો આવો હું તમને ત્યાં ડ્રોપ કરી જાવ. 

આ સાંભળી અનિતા તો બોલી નહીં પણ બીના વોર્નિંગ આપે છે. હવે જો અહીં દેખાઈશ તો પરિણામ ભોગવવા ત્યાર રહેજે.

તો ચાલો મૅડમ મારે પરિણામ તો જોઈએ છે. બેસી જાવ મારી પાછળ. એમ કહી બાઇક થોડી આગળ કરી. 

બીના એ તેનું સેન્ડલ કાઢીને તેની પાછળ દોડી ત્યાં તો તે ભાગી ગયા.

યાર અનિતા મને તારી પર દયા આવે છે હું નહીં હોવ તો તારું શું થાશે.

કઈ નહીં થાય બીના. તું ખોટી ચિંતા કરે છે મારી.

ચિંતા તો થાય ને અનિતા તું મારી ખાસ ફ્રેન્ડ છે.

જો અનિતા હું કાલ થી દસ દિવસ માટે ટ્રેનીંગ મા જાવ છું. તું એકલી કૉલેજ જતી નહીં. ઓકે

ઓકે બાબા... બીના મને કઈ થવાનું નથી. આવા લોકો ખાલી બોલી શકે તેનાથી કઈ થાય નહીં. તું મારી ચિંતા કર્યા વગર જા અને એવું હસે તો હું પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ કરીશ બસ.

દસ દિવસ માટે બીના બહાર ગઈ. અનિતા કૉલેજ એકલી જઈ રહી હતી. તેને થોડો ડર તો હતો પણ એમ હતું કે પેલા રોમિયો ખાલી બોલી શકે છે. ત્યાં પેલા બે રોમિયા બાઇક પર આવ્યા. અનીતાને એકલી જોઈ એક નીચે ઉતરી તેની સાથે ચાલવા લાગ્યો.

હાય મૅડમ....
આજે તો એકલા છો. તો હું ડ્રોપ કરી દવ બહું મજા આવશે મારી સાથે.

અનિતા થોડી વાર બોલી નહીં.
પેલા રોમિયા ને મોકો મળતા અનિતા નો દુપટ્ટો લઈ તેના હાથ માં બાંધી લીધો ને બાઇક પર બેસી ને.... આવો મેડલ લઈ જાવ તમારો દુપટ્ટો....

અનિતા તેની પાછળ દોડી ને ન બોલવાનું બોલવા લાગી.
ચાલો આવારાઓ...
તમારી કોઈ માં બહેન નથી....
તેની સાથે આવી હરકતો કરો.

આ સંભાળીને એક ફરી નીચે ઉતર્યો ને અનિતા નો હાથ પકડી ખેસવા લાગ્યો.

અનિતા એ હાથ છોડી ને ત્યાં થી ભાગી ગઇ ને તે પોલીસ સ્ટેશનમાં જઈ પેલા રોમિયા સામે ફરિયાદ નોંધાવી.

પોલિસ તેની શોધખોળ કરી જેલમાં પુરી દે છે. આ બાજુ અનિતા ખુશી વ્યક્ત કરે ને કૉલેજ માં પણ બધાને કહે આવા રોમિયો થી ડરવું નહીં તેને પોલિસ હવાલે કરી દેવું. પણ અનિતા ને ક્યાં ખબર હતી કે જ્યારે તેઓ બહાર આવશે ત્યારે કેવા ખૂંખાર બનીને આવશે.

બીજે દિવસે પેલા બંને રોમિયા છૂટી જાય છે પણ બે દિવસ સુધી તે બહાર દેખાતા નથી એટલે અનિતા સમજી ગઈ કે પેલા ઓને સબક મળી ગઈ એટલે સુધરી ગયા.

તે ઘટના પછી પાંચમા દિવસે અનિતા ફરી એકલી કૉલેજ જઈ રહી હતી. તેને હવે કોઈ ડર ન હતો. તે બિન્દાસ કોલેજ તરફ જઈ રહી હતી.

રોડ પર થી પેલા બંને રોમિયો ફૂલ સ્પીડ માં બાઇક ચલાવી આવી રહ્યા હતા. બાઇક અનિતા પાસે આવી ને ઊભી રાખી.

મૅડમ ઓ મૅડમ અમે તો ફરી આવી ગયા.!!!!
ચાલો આજે હું તમારી સાથે પોલીસ સ્ટેશનમાં આવું છું. તમે ફરી ફરીયાદ લખો. અમે ફરી જેલમાં જઈશું. આ તો અમારું રોજ છે મૅડમ...

એક નીચે ઉતરી અનિતા નો હાથ પકડી તેની સાથે બળજબરી કરવા લાગ્યા. અનિતા હાથ છોડવાની કોશિશ કરતી રહી ત્યાં બીજો પાછળથી આવીને અનીતાને પકડી ને તેને ટચ કરવા લાગી. અનિતા તેનાથી છૂટવા પ્રયાસ કરવા લાગી.

મને છોડી દો...મને છોડી દો.... કહેવા લાગી. પણ પેલા હવસખોર ને મજા આવતી હોય તેમ તેને વધુ પરેશાન કરવા લાગ્યા. અનિતા એ થોડી હાથાપાઈ કરી ને બૂમો પાડવા લાગી.
બચાવો......
બચાવો....

અનિતા નું ત્યાં સાંભળવા વાળું કોઈ હતું નહીં. હાથાપાઈ મા અનિતા નીચે પડી ગઈ તે થોડી ઘાયલ થઈ પણ તેની બાજુમાં પડેલ પથ્થર જોઈ તેને હાથમાં લઈને બંને ને માથા પર માર્યો. બંને લોહી લુહાણ થઇ એકબાજુ પડી ગયા. અનિતા ફટાફટ ઊભી થઈ ને ઘરે નિકળી ગઈ. ને હોસ્પિટલમાં જઈ સારવાર લીધી આ વાત હોસ્પિટલમાં કોઈને કહી નહીં. કોઈક બાઇક સવાર મને ટક્કર મારી ગયું તેવું બધાને કહ્યું. પણ અનિતા ના મનમાં ભય હતો તે કોલેજ જવા માંગતી ન હતી. ત્યાં ડોક્ટરે તેને પાંચ દિવસ આરામ કરવાનું કહ્યું. 

આ વાત બીના ને ત્યાં આવી ત્યારે ખબર પડી. તે અનિતા પાસે જઈ બધી ઘટના વિશે જાણી. અનિતા ને આશ્વાસન આપ્યું હવે હું આવી ગઈ છું તને હું કહી નહીં થવા દવ. અનિતા પોલીસ ફરિયાદ નું કહે છે પણ બીના ના પાડે છે.

તું જેટલી વાર તેની સામે ફરિયાદ કરીશ તેટલા તેવો ઘાતક બનશે. તું ચિંતા ન કર તેને હવે હું સબક શીખવાડીશ તું કાલે મારી સાથે કૉલેજ આવવા ત્યાર થઈ જા. બીના ના સમજાવવા થી અનિતા કૉલેજ આવવા માની જાય છે.

બીજે દિવસે બંને કૉલેજ જઈ રહ્યા હતા. અનીતાને થોડો ડર લાગી રહ્યો હતો. પણ હું છું કહી બીના તેને હિંમત આપી રહી હતી. થોડું ચાલ્યા હસે ત્યાં બંને રોમિયો બાઇક પર સવાર થઈ ત્યાં આવી પહોંચ્યા. અનિતા ખુબ ડરી ગઈ તે બીનાની પાછળ છુપાઈ ગઈ. બંને પાસે આવી બીના નો દુપટ્ટો ખેંચ્યો. બીના તે થોડો રહી ગયેલો દુપટ્ટો હાથમાં પકડી ખેંચ્યો એટલે બાઇક સવાર નીચે ઉતરવા મજબુર થયો. બીના કઈ બોલી નહીં ને તેણે શીખેલી કરામત બતાવવા લાગી તે બને સાથે કરાટે કરવા લાગી. બીના એ બંને ને ખુબ માર્યા. ત્યાં સુધી માર્યા કે તે લોહ લુહાણ થઇ ગયા ને. હાથ જોડી બીના સામે માફી માંગવા લાગ્યા. 

બીના તેને પોલીસ હવાલે કરે છે ને પોલીસ પણ કહી દે છે. આવા સમયે અમે તમારી રાહ નઈ જોઈશું. અમને અમારો સામનો કરતા આવડી ગયું છે. પોલીસ પણ બીના ને શાબાશી આપે છે. ને અનિતા પણ બીના ની આ હિંમત થી ખુશ થઈ તે પણ કરાટે ની ટ્રેનીંગ સેન્ટર માં જોઈને થાય છે.

જીત ગજ્જર