Adhuro prem - 13 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ - 13 - મુલાકાત

મુલાકાત

વીશાલની વાતથી પલકને મનમાં શંકાઓના વાદળોએ ઘેરી લીધી. એ પહેલાં તો ઘરમાં જ્ઈને ખુબ જ રડી લીધું. એકતો હજી પોતે આકાશનું ચેપ્ટર ખતમ નથી કરી શકી ત્યાં તો એને વીશાલની વાતોએ દુઃખી દુઃખી કરી નાખી.એની ઉપર જાણે મોટો પહાડ ટુટી પડ્યો હોય એવું લાગ્યું.હંમેશા હસતી ખેલતી પલક અચાનક જાણે પીઢ બની ગ્ઈ હોય એવું લાગ્યું. ગમેતેના અને ગમેતેવા પ્રશ્ર્નો ને પલભરમાં સ્વોલ કરવા વાળી છોકરી આજે પોતાના જ સવાલોમાં ઉલજી પડી છે.એમનેમ વખત વીતતો ગયો. થોડા દિવસો પછી પલકને થયું કે મારે જેના સાથે જીવન પસાર કરવાનું છે. એ વ્યક્તિ ને જાણવું જોઈએ.એટલે પલકે એની મમ્મીને પુછ્યું મમ્મી જો તું કહે તો હું વીશાલને મળવાની ગોઠવણ કરું ? પલભર એની મમ્મીએ જવાબ ન આપ્યો. પછી કહ્યું કે ઠીક છે પણ મારી એક શરત છે.હા બોલના મમ્મી શું તારી શર્ત છે.
મમ્મી એ કે તું વીશાલને મળવા જરુર થી જા પણ તારી સાથે આકાશને લ્ઈને જવું હોય તો જ હું તને વીશાલને મળવાની પરવાનગી આપીશ.પલકે પોતાનો હાથ પોતાના જ કપાળે પછાડ્યો. ને કહ્યું મમ્મી હું કાઈ નાની કીકલી છું તે હું કયાંક ખોવાઈ જવાની છું. તું પણ ખરી વાત કરે છે. ને આમ હું આકાશને શું કહું કે ભય આકાશ હું મારા થનાર પતીને મળવા જવું છું. અને તારે મારો ચોકીદાર બનીને આવવાનું છે.હું કોઈ ખોટું પગલું ના ભરુ એનું તારે બરોબર ધ્યાન રાખવાનું છે.મારા મમ્મીનો હુંકમ છે જેથી તું મારો ચોકીદાર બનીને મારી સાથે ચાલ અને હા હાથમાં એક લાકડી પણ લ્ઈ લેજે.શું મમ્મી તું પણ આવી પાગલો જેવી વાત કરે છે.કોઈને કહું ને તો એ પણ ગાંડી ગણશે તને અને મને બન્ને ને આવીરીતે કોઈ પોતાના ફીયાન્સેને મળવા જતું હશે વળી.મારે નથી જવું જા,એની મમ્મી એ કહ્યું કે હા એમજ કર તો રહેવા દે.જો આકાશને સાથે લ્ઈને જવું હોય તો જ્ઈ શકેછે.
પોતાના પગ પછાડતી પછાડતી પલક પોતાના બેડરૂમમાં જતી રહી. થોડીવાર કન્ફ્યુઝન થઈ ને બેઠી.પછી આપોઆપ મંદમંદ મુસ્કુરાઈ ને ફટાકથી ઉભી થઇ ગઇ. ને દોડતા દોડતા પોતાના ઘરની ઓશરીમાં આવી.અને જોરથી બુમ મારી આકાશ ઓ આકાશ બહાર આવ.આકાશ પોતાના ઘરમાં વાંચન કરતો હતો.એણે કાને પલકનો અવાજ આવ્યો. એણે પોતાની ટેક્ષબુક બાજુમાં મુકી ને ઓશરીમાં આવ્યો. અને કહ્યું હા જી મેડમ હુકમ કરો ? આકાશના માર્મિક શબ્દો સાંભળીને પલકે કહ્યું અરે યાર આમ મહેણાં ન મારને હું આમેય ખૂબ જ પરેશાન છું. કમસેકમ તું તો પરેશાન ન કર આકાશ. ઠીક છે આકાશે કહ્યું બોલ શું કામ છે. એટલે પલકે કહ્યું કે હું મારા ફીયાન્સેને મળવા જવું છે. આકાશે પલકને વચ્ચે જ ટોકીને કહ્યું કે તો જા ને ભ્ઈ મને કહીને મને ચીડાવવા આવી છે.હું કાઈ તારો માલીક છું. તો મને પુછીને તું તારા ફીયાન્સેને મળવા જ્ઈશ બકવાસ કરે છે તો.આકાશ થોડો ગુસ્સે થયો. એથી પલકે કહ્યું અરે મારી વાત તો સાંભળ પછી તારુ ઓપીનીયન આપજે.આકાશે કહ્યું હા બોલ એમાં હું શું કરી શકું.
પલકે આકાશને કહ્યું કે મારી મમ્મી એવું ઈચ્છે છે કે હું વીશાલને મળવા તો જ જ્ઈશ જયારે તું મારી જોડે આવે.પલકની વાત સાંભળીને આકાશને થોડું હસવું આવ્યું. પોતાના હાથને માથે અથડાવ્યો ને કહ્યું અરે પલક તું પાગલ છે.તું તારા ફીયાન્સેને મળવા જાય છે ને તું સાથે મને લ્ઈને જ્ઈશ.તારી વાત તો ઠીક પેલો માણસ શું વીચાર કરશે.એટલે પલકે કહ્યું કે એને હું સંભાળી લ્ઈશ. માત્ર તું તૈયાર થઈ જા પ્લિઝ આકાશ. પલકના ગીડગીડાવવાથી આકાશે કહ્યું ઠીક છે જો તમને કાઈ વાંધો ન હોય તો હું તારી સાથે આવું છું.પલકે કહ્યું થેન્ક્યુ આકાશ હું તારી આભારી છું. ને પલકે વીશાલને ફોન લગાડ્યો હૈલ્લો વીશાલ હું પલક.સામેથી વીશાલે કહ્યું હા પલક કેમ છો.મજામાં વીશાલ તમે ફ્રી હોય તો હું આપને મળવા માગું છું અત્યારે જ.વીશાલ થોડો વિચાર કરી ને કહ્યું ઠીક છે હું અડધો કલાક પછી આવી જ્ઈશ પરંતુ ક્યાં મળીશું આપણે વીશાલે કહ્યું.
પલક બોલી ઉઠી કે ગામમાં એક રેસ્ટોરન્ટ છે ત્યાં ફેમીલી રુમ પણ છે અને એકજ સારી રેસ્ટોરન્ટ છે તો આપણે સાથે લંચ કરી શકીશું અને એકબીજાને સમજી પણ શકીએ.વીશાલે કહ્યું ઠીક છે હું પહોચું એટલે કોલ કરું તું તૈયાર થઈ રહેજે.હમમમમ પલકે કહ્યું ને આકાશ ને કહ્યું કે આકાશ તું તૈયાર થઈ જા હું ડ્રેસ બદલીને રેડી થઈ આવું.એથી આકાશે કહ્યું ઠીક છે.થોડીવારમાં બંન્ને તૈયાર થઈ ગયા. એટલી વારમાં વીશાલનો ફોન પણ આવ્યો કે હું એ રેસ્ટોરન્ટ પહોંચી ગયો છું. પલકે કહ્યું બસ પાંચ મિનિટમાં પહોંચી. પલકની એકટીવા લ્ઈને આકાશ અને પલક વીશાલને મળવા પહોંચ્યા. પલકને આકાશ સાથે જોઈને વીશાલે અચરજથી સામે જોયું ને કહ્યું કે આ કોણ છે તારી સાથે. એથી પલકે આકાશની ઓળખાણ આપીને કહ્યું આ આકાશ છે મારો પડોશી છે અને અમે બાળપણથીજ સાથે મોટા થયા છીએ અને મારા મમ્મીને મારી કરતાં પણ વધારે આકાશ ઉપર ભરોસો છે એટલે મમ્મીએ આકાશને મારી સાથે મોક્લ્યો છે.વીશાલે કહ્યું સમજ્યો તારી મમ્મીને કદાચ મારી ઉપર ભરોસો નહી હોય.(વીશાલે હસતા હસતા કહ્યું)
અરે ના ના એવું નથી પણ હું આપને પહેલી વખત મળું છું ને એટલે.ઠીક ઠીક ચલો બોડીગાર્ડ સાહેબ વીશાલે આકાશ ને સંબોધીને કહ્યું. એની વાત સાંભળી ને આકાશ પલકની તરફ જોવા લાગ્યો. અને પલકે આંખોથી આકાશની માફી માંગી.ને આકાશે કહ્યું પલક તમે બન્ને રેસ્ટોરન્ટમા જાવ હું અહીંયા જ તારી વેઈટ કરીશ.તમારા બંને વચ્ચે હું નાહકનો કબાબમાં હડ્ડી બનવા નથી માગતો.
વીશાલે કહ્યું કે હા એજ ઠીક રહેશે.પણ પલકે કહ્યું નહિ આકાશ તું પણ મારી સાથે જ આવીશ. નહીંતર મારી મમ્મી મને મારી નાખશે.પલકના ખૂબ જ ભાર દેવાથી આકાશે કહ્યું ઠીક છે પણ એક સરત છે હું બહાર બેસીશ હું તમારી સાથે ફેમિલી રુમમાં નહી આવું. પલકે કહ્યું ઠીક છે પણ તું અંદર આવ,બેસક તું બહાર બેસજે.ત્રણેય રેસ્ટોરન્ટમાં ગયા.ને પલક અને વીશાલ ફેમિલી રુમમાં ગયા. ને આકાશ બહાર જ ટેબલે બેઠો.પલકે રેસ્ટોરન્ટ ઓનરને કહ્યું આ આકાશને જે જોઈતું હોય તે આપજો અને એનું બીલ પણ અમારા ટેબલે મોકલાવી આપજો.કહીને પલક અને વીશાલ ફેમિલી રુમમાં દાખલ થયા.એકબીજાને હાથ મેળવી હાય હલ્લો કર્યું. ને પલકે થોડા ગભરાટ સાથે કહ્યું વીશાલ આ મારી તમારા સાથે ઓફીસ્યલી પહેલી "મુલાકાત" છે.વીશાલે કહ્યું હા તો શું ?હવે તો આપણે અવારનવાર મળતાં રહેવું જ પડશે.હવે તો હું જ તારો સર્વે સર્વા છું, ને પલકની આંખો ફરી ખટકી ગ્ઈ એણે કહ્યું તમે થોડી નમ્રતાથી વાત કરી નથી શકતા કે શું ?હંમેશાં આવું રુઢતાથી જ વર્તન કરો છો.વીશાલે કહ્યું હા હું એવોજ છું. અને બીજી વાત મને કોઈ મારી થનાર પત્ની સાથે કોઈ બીજો છોકરો આવે એ પણ મને ગમતી વાત નથી.પલકે આકાશ તરફ આંગળી ચીંધી ને કહ્યું કે તમે આકાશની વાતતો નથી કરતાને.જો એની વાત કરતાં હોય તો તમને એક વાત કહી દ્ઉ મને આ જગતમાં એના જેટલો ભરોસો કોઈના પર પણ નથી.અને મારી મમ્મી કયારે એને સ્પેશિયલી મારી સાથે મોકલતી હશે.અને બાયધવે આકાશે ચોખ્ખી ના પાડી હતી સાથે આવવાની પણ મેજ એને જીદ પુર્વક સાથે લાવી છું. એટલે એવી વાત નહી કરવાની.
વીશાલનો મગજ છટકી ગયો ને તાડુકવા લાગ્યો. પલક તારો થનાર હસબન્ડ હું છું. અને તું તારીફ કરેછે પેલા અજાણ્યા છોકરાની એ મને બીલકુલ ગમતી વાત નથી.પલકે કહ્યું થોડું આહીસ્તેથી બોલો બધા રેસ્ટોરન્ટટમાં બેઠા છે.ને પલકે કહ્યું વીશાલ એ આકાશ તમારા માટે અજાણી વ્યક્તિ હશે મારા માટે તો એ મારા બાળપણ નો ખરો મીત્ર છે.બન્ને ની વાત બહાર બેઠેલા આકાશે સાંભળી એટલે આકાશ અંદર આવ્યો અને કહ્યું ભાઈ વોટ ઈઝ ધીસ શું પ્રોબ્લેમ છે.આજે તમે બન્ને પહેલી વખત મળ્યા છો કોઈ પ્રેમ ભરી વાતો કરવાને બદલે એકબીજાને માથે ચડી રહ્યા છો. ચલો એકબીજાને હાથમાં હાથ રાખીને ફરીથી સ્ટાટ કરો.પણ પલકને આકાશની અવગણના સહન ન થઈ. અને પલકની આંખો ભરાઈ ગઈ.વીશાલે કહ્યું ઠીક છે આઈમ સોરી બસ.બધાજ જમી અને બહાર નીકળ્યા અને પલકે આકાશ સાથે પોતાના ઘરે જવા નીકળી ગઈ............ ક્રમશઃ



(પલકની આ વીશાલ સાથે પહેલી "મુલાકાત"હતી. પણ એકબીજા સાથે કોઈ સારી વાત થઇ ન શકી.એને મનમાં કશીક ખોટ દેખાણી.એને થયું કે શું આવા વ્યક્તિ સાથે હું મારુ જીવન વીતાવી શકીશ............ મનોમન પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન કરે છે...............પલક શું આવું વર્તન કરતાં વીશાલનુ દીલ જીતી શકશે.......જોઈશું ભાગ:-14 પ્રણયરાગ )