Adhuri astha - 22 books and stories free download online pdf in Gujarati

અધુરી આસ્થા - ૨ર

સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?
જુઓ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.
સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.
અધુરી આસ્થા - ૨ર

જુના અંકોમાં તમે વાંચયું તેમ.
રાજેન્દ્રનો મોબાઈલની રાજુ નામનાં વ્યક્તિ જોડે અદલાબદલી થઈ જાય છે, તેની બહેન આશક્તિએ મોબાઈલ પાછો કઢાવી આપ્યો.
હવે આગળ
આશક્તિ અને ખુશી ફરવા ગયાં.
આશકિત"એ જાડી મારું એક કામ તો કરી દીધું પણ બીજા કામનું શું?"
ખુશી"સાલી તારી પાછળ મેં મારા એમ. બી. એની ડિગ્રી ચીલાચાલુ કામોમાં વેસ્ટ કરી રહી છું.તારુ કામ બે દિવસમાં થઇ જશે."
આશકિતએ રાજેન્દ્રનો મોબાઇલ સ્વીચ ઓફ કરીને રાખ્યો હતો. આશક્તિ બે-ત્રણ દિવસ ટુરમાં ફરી આવી ત્યારે જ ખુશીનો વોટ્સએપમાં મોબાઇલ નંબર અંગેની વિગતો મળી. આજે રવિવાર રજાનો દિવસ હોવાથી તેણે રાજેન્દ્રનો ફોન સ્વીચ ઓન કર્યો. તેમાંથી તેણે ફોટાઓ અને વિડિયો જોવા માંડ્યા. ત્યાર બાદ તેમાંથી એક કોલ લગાડ્યો.
************
*****પેરેન્ટ્સ બાળકો સાથે ફ્રેન્ડશીપ કરવા જાય છે. પરંતુ પેરેન્ટસની ફ્રેન્ડશીપમાં મોટાભાગે અન્યોનાં સંતાનો સાથે પોતાના સંતાનોની પ્રતિસ્પર્ધા સંતોષવાની, પોતાની મહત્વકાંક્ષાઓ સંતાનો પર થોપવા,પોતાનાં કામો કઢાવવા માટે કરતાં હોય છે. અથવા પોતાનાં જેવા જ ગુણો થોપવા માટે હોય છે. જ્યારે જીવન પેઢી દર પેઢી કંઈક નવું હોવું જોઈએ.
રાજેન્દ્ર સાંજે ઘરે આવ્યો. રાજેન્દ્રનાં માતા સુધાબેન તેની જ રાહ જોતા હતા, તેઓ ઉત્સાહથી બોલ્યા "આવી ગયો દીકરા ક્યાં ગયો હતો હું તારી જ રાહ જોતી હતી."
રાજેન્દ્ર "મમ્મી આતો નવરાં બેઠા એકલતા દૂર કરવા એકલો એકલો મુવી સાંભળી ને આવ્યો."
સુધાબેન "મારી સાથે વાતચીત કરતો નથી.એકલો એકલો હોવાના નાટક નઈ કર."
રાજેન્દ્ર "નાટક શેનું નાટક?"
રાજેન્દ્રની એકલતાનું કારણ તેનાં પિતા હંમેશા બીઝી રહેતા અને માતા સુધાબેન સિધાસાદા ગૃહિણી.આથી તેઓ રાજેન્દ્રને સમજવા કરતાં પોતાની ભાવનાઓને ઠાલવી.રાજેન્દ્રને વ્યગ્ર કરી મુકતાં.
******સંતાનો નેં મા-બાપ પાસે થી ફ્રેન્ડશીપ નહીં પરંતુ પ્રેમ અને સ્વીકારની જરૂરીયાત હોય છે. આ માટે બન્નેએ એકબીજાને સારા-ખરાબ કે ઊંચા-નીચા જોવાને બદલે "જેવા છે તેવા જોવાનો પ્રયત્ન" કરવો અનિવાર્ય છે.
સુધાબેન"અરે હું તો મજાક કરતી હતી તારી ફ્રેન્ડ આશક્તિ આવી હતી તારો મોબાઈલ દઈ ગઈ. બહુ સારી છોકરી છે અમે કલાકો બેઠા પેટછૂટી વાત કરી."
રાજેન્દ્ર" કોણ આશક્તિ, મારા જેવા આંગણા પાસે કઈ છોકરી ફ્રેન્ડશીપ કરવાની ગામ આખું તો મજાક કરે છે. હવે તો તમે પણ મારી મજાક કરો છો.મને તમારા તરફથી આવી અપેક્ષા ન હતી."
સુધાબેન સાંભળ્યું છે "બાળકો જુવાન થાય પછી પોતાનાં માતા-પિતાથી પણ વાત છૂપાવતા અને ખોટું બોલતા થઇ જાય છે. મને તારા પ્રત્યે આવી આશા નહોતી."
રાજેન્દ્ર" મમ્મી મૂવી સાંભળીને મૂડ ફ્રેશ છે.તું મૂડ બગાડ નઈ પ્લીઝ આવજો હું સુવા જાઉં છું."
સુધાબેન "અરે ક્યાં જાય છે. પકડાઈ ગયો એટલે નાટક કરે છે.તારી ફ્રેન્ડ હોય તો તેને ઘરે લઈ આવવી હતી. તારો ફોન તેની પાસે રહી ગયો હતો. તે આપવા સ્પેશિયલ ઘર શોધતી આવી હતી. અરે એટલી તો મળતાવડી છોકરી હતી કે પહેલી મુલાકાતમાં અમે કલાક બે કલાક વાતો કરી."
રાજેન્દ્ર એક નંબરની કોઇ લુચ્ચી, કપટી હશે. મારો ફોનતો જુવાનીયા જોડે બદલાઈ ગયો હતો. કદાચ તે જુવાનિયો, પેલાં ગુંડાઓ અને છોકરી એક ગેંગના હોય શકે?અને ભેગા મળીને આપણા ઘરને લૂંટવાનો પ્લાન હોય તમે crime patrol ને સાવધાન ઈન્ડિયામાં આવા કેસ નથી સાંભળતાં.
સુધાબેન "બસ કર હવે તારો બાપ એટલે પહોંચેલો છે કે જેવા તેવા એની નજીક પણ ન આવી શકે.તારે માનવું હોય તો માન ના માનવું હોય તો કંઈ નહીં આ લે તારો ફોન"
આમ, પોતાની વ્યગ્રતાથી કંટાળીને રાજેન્દ્ર પોતાનાં રૂમમાં આંખો બંધ કરીને બેડ પર આડો પડ્યો. તે પણ ઊંડા વિચારમાં પડી ગયો. એનો મોબાઈલ તો મળી ગયો તો શું આસ્થા ખરેખર તેની ભ્રમણા હતી ?
****.પુરુષો હંમેશા માહિતીઓનાં વિશ્લેષણમાં ગૂંચવાયેલા રહે છે.પણ સ્ત્રીઓ અન્ય પાસે પોતાની ભાવનાઓને ખાલી કરી જાણતી હોવાથી સ્ત્રીઓમાં છઠ્ઠી ઈન્દ્રિયથી સહજ સક્રિય હોય છે, તેઓ થોડાંમાં ઘણું બધું સમજી લે છે.આમ જોવા જાઓતો સ્ત્રીઓમાં સાહસિકતા અનેક ગણી વધારે હોય છે.
તેની આંખો પર એક મુલાયમ હાથ પ્રેમ પુવૅક ફર્યો.કાને રૂપાની ઘંટડી વાગે તેવો અવાજ આવ્યો
"રાજેન્દ્ર, ઓ રાજેન્દ્ર......."
રાજેન્દ્ર "કાકી , આસ્થા કાકી આવી ગયા"
વિરામ
ભુતીયા બંગલામાં થતી ભુતાવળો નું રહસ્ય શું છે સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાની આગળ ની યાત્રા શું છે ?
શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે ? રાજુની બહેન આગળ શું કરશે? આસ્થાને રાજેન્દ્ર વચ્ચે શું વાત થઈ?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.