Adhuro Prem - 17 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ - 17 - બહાદુરી

બહાદુરી

પલકને આજે નેહલ તરફથી ખૂબ હીંમત મળી,ભુતકાળમાં પલકે સીંહોનું બચ્ચાને પોતાના જીવ જોખમમાં મુકી ને પણ પોતાની પાસે લઈ ને રમાડવા લાગી હતી. નેહલે એને યાદ કરાવી એની "બહાદુરી"વધુમાં નેહલે કહ્યું કે તું એ મજબૂત મનોબળની છોકરી છે.જેનાથી આખીય કોલેજ થરથર ધ્રૃજતી હતી.તારી હીંમત વર્ગના વિધ્યાર્થી જનહી વર્ગશીક્ષકો પણ માને છે.તને યાદ છેને એક સમયે પેલી પારુલ નામની છોકરીને તે તારી જાનના જોખમે પણ બચાવી હતી.એ પારુલ એક છોકરાને પ્રેમ કરતી હતી.પરંતુ તે છોકરો અવીનાશ હતો એને પારુલના પ્રેમમાં જરાપણ ઈન્ટ્રસ નહોતો. પરંતુ પારુલ અવીનાશના પ્રેમમાં ગળાડૂબ હતી.એણે જયારે દરેક વિધ્યાર્થી સામે અવીનાશ ને પ્રપોઝ કર્યો ત્યારે અવીનાશે કહ્યું પારુલ હું અહીંયા મારુ કેરીયર બનાવવા આવ્યો છું. હું અહીંયા પ્રેમના ગીત ગાવા નથી આવ્યો એટલે મને પ્રેમમાં કોઈજ રસ નથી અત્યારે જેથી તું કોઈ તારા લાયક છોકરો શોધી શકેછે.પણ મને બક્ષી દેજે.
અવીનાશના આવા વર્તનથી પારુલ ખુબ જ દુઃખી થઈ ગઈ હતી. એણે મનોમન સુસાઈડ કરવાનું વીચાર્યુ. એ સમયે એની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ લેતા નહોતા. એને રડતી જોઈને બધી છોકરીઓ પારુલની મજાક ઉડાવતા હતાં. પણ ત્યારે તે ઉભા રહીને દરેકને ખુબ ખરી ખોટી સંભળાવી હતી. ત્યારે બધીજ છોકરીઓ ચુપ થઈ ગઈ હતી. જાણે દરેકને સાંપ સુંઘી ગયો હોય. અને પછી તે પારુલને સહજ ભાવથી ખૂબ જ સમજાવી હતી.પરંતુ પારુલના દીલદીમાગ ઉપર જાણે અવીનાશના પ્રેમનું ભુત સવાર થઈ ગયું હતું.ત્યારે તો પારુલ ચુપચાપ જતી રહી હતી પરંતુ એના મનમાં કશુંક જુદીજ રમત રમતી હતી.એણે મનોમન મરવાનું નક્કી કરી લીધું હતું. આપણે બધાજ ક્લાસ પુરો કરીને આપણી હોસ્ટેલમાં ગયાં. પરંતુ આજે તારું મન ક્યાય લાગતું નહોતું. તું મને કહ્યું કે નેહલ મને પારુલના ચહેરા ઉપર ખૂબ જ નીરાશા જણાઈ આવી હતી. આપણે એનાં રુમમાં જવું જોઈએ. મને લાગે છે કે પારુલ કોઈ અવળું પગલું ન ભરી લે.આપણે હાથ મોં પણ ધોયા નહોતા, અને તું મને લઈ ને પારુલના રુમમાં લઈ ગ્ઈ.ને દરવાજો ખખડાવી ને પારુલને અવાજ કર્યો. પણ પારલે કોઈજ જવાબ ન આપ્યો. જેથી તે મને ટીચરને બોલાવવા મોકલી અને તું જોરથી દરવાજાને લાત મારવા લાગી. હું દોડતી ટીચરને બોલવી ને લાવી.અમે આવીને જોયું ત્યારે તે પોતાના પગ વડે દરવાજો તોડી નાખ્યો હતો. અંદર દાખલ થયા બાદ પારુલ પોતાની હાથની નસ કાપીને લોહીલુહાણ હાલતમાં પડી હતી. તરતજ પારુલને હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જો એ દીવસે તે ઉતાવળ અને સુજબુજ ના દાખવી હોત તો કદાચ આજે પારુલ આપણી વચ્ચે ન હોત.
નેહલે વધુમાં જણાવ્યું કે તને એ "બહાદુરી"બદલ બ્રેવ ગર્લ્સ નો એવોર્ડ મળ્યો હતો. તું એજ છોકરી છે.જેની મિસાલ આખીય કોલેજ આપતી હતી. અને આજે આવી નાનકડી વાતમાં તું સાવ ભાંગી પડી છે.તારી હીંમત અને તારી "બહાદુરી"સમાજમાં દાખલા રુપ છે.તું તારાજ હ્લદયને સમાજવવામાં આજે અસમર્થ કેમ દેખાય છે. તું હંમેશાં એક નીડર અને બાહોશ છોકરી રહી છે.તારા એવાતો કેટલાય કારનામા રહ્યા છે. જેને આજે પણ અમે યાદ કરી કરી ને આનંદ માણીએ છીએ. શું તું આવી કાયરતાં દાખવીને હાસ્યાસ્પદ બનવા માંગે છે.આ તો એક નાનકડી એવી સમસ્યા છે. જેનો તારી પોતાની જાતેજ ઉકેલ લાવવાનો છે.અને આ વાતનો બીજા કોઈ પણ નીવાડો લાવી શકે તેમ નથી. કારણકે જે બંન્ને છોકરાઓની વચ્ચે તું પોતાની જાતને ફસાવી ચુકી છે એ તારી સીવાય કોઈ એનો ઉકેલ લાવી નહીં શકે.જરુરી છે તારે પોતાની જાતને સમજાવવાનો આપમેળે જ એનો ઉકેલ લાવવા મથવું પડશે.
વધુમાં નેહલે ઉમેરી કહ્યું કે હજીયે તને જો ના સમજાયું હોય તો એકાદ દાખલો હજીયે પણ તારી "બહાદુરી"નો આપીને તને યાદ આપાવું કે તું કોઈ આમ છોકરી નથી.તું કેટલી "બહાદૂર"છોકરી છે.તને યાદ છે એકવાર આપણે ગીરનારના પ્રવાસે ગયાં હતાં. લગભગ આજથી પાંચ વર્ષ પહેલાં ને ત્યારે આકાશ પણ આપણી સાથે હતો.જોકે દરેક પ્રવાસમાં આકાશ આપણી સાથે હોય જછે.પણ આ પ્રવાસ એટલે યાદ હતો કે આ તારી "બહાદુરી"નો એક વધું પ્રસંગ હતો.જયારે આપણે રાત્રીના બસમાં બેસીને મુસાફરી કરતા હતા ત્યારની વાત છે.લગભગ રાત્રીના બારેક વાગ્યે અચાનક આપણી બસ ધડાકાભેર કોઈ વસ્તુ સાથે ટકરાઈ. એકદમ બધા ઘેરી નીંદરમાંથી સફાળા જાગીને થરથર ધૃજી ગયા. એ સમયે પણ તે પોતાનું ધેર્ય ગુમાવ્યું નહોતું. બસમાં બધા છોકરાઓ અને છોકરીઓ રડવા લાગ્યા.પરંતુ એ તું જ હતી જેણે નીંદરમાંથી પણ ઉભા થઈને બધાને હીંમત રાખવા કહ્યું. એક છોકરીની "બહાદુરી"જોઈને બધા શાંત થયાં. તે કહ્યું કે કોઈ ડરશો નહીં. આપણી બસને કશુજ થયું નથી. ને અચાનક બધા શાંત થઈ ગયા.
ને પછી તે પોતાની સીટમાંથી ઉભા થઇ ને ડ્રાઈવર પાસે જ્ઈને શું થયું હતું એનો તાગ મેળવ્યો. પછી અંદર આવી ને બધાને કહ્યું કે ભાઈ કોઈ ડરશો નહી આપણી બસનું ટાયર ફાટી ગયું છે. એમાં ડ્રાઈવર બેચારો શું કરે.ને તારી વાત સાંભળીને બધાજ તાળીઓના ગડગડાટથી તને વધાવી લીધી. ને આટલી ટફ સીચુરેશનને પણ તે તારી સુધબુધથી ખૂબ જ સરસ રીતે હેન્ડલ કરી અને દરેક જણે તારી હીંમતને ખુબ વધાવી.આવા તો અનેક દાખલા છે.ગમેતેવી મુશ્કેલીઓ ને તે પલભરમાં જ હેન્ડલ કરી છે.ને આતો તારા જીવનની સૌથી નાનકડી એવી વાત છે. ને આજે તારે અમારી પાસે સલાહ લેવી પડે એ કેટલી હદે વ્યાજબી કહેવાય પલક.તારી પાસે આનો ચોક્કસ રસ્તો હશે મને પુરેપુરો વીશ્ર્વાસ છે કે તું આમાંથી જલ્દીથી બહાર નીકળી આવીશ.એટલામાં પલક અને નેહલ વાત કરતાં હતાં ને ત્યાં જ વચ્ચે પલકના ફીયાન્સેનો વેઈટીંગમાં કોલ પડ્યો. થોડીજ વારમાં પાંચ સાત વખત વીશાલે કોલ કરી નાખ્યો. જેથી પલકે નેહલને કહ્યું કે હવે તું ફોન રાખીદે.વીશાલનો કોલ વારેવારે આવે છે હું એની સાથે વાત કરી લ્ઉ.(હા સારું નેહલે કહ્યું ને ફોન.કટ કર્યો)અને તરતજ પલકે વીશાલને કોલ કર્યો ફોન રીસીવ કરતાની સાથે જ વીશાલે કહ્યું કોની સાથે વાત કરતી હતી.પેલા તારા દોસ્ત આકાશ સાથે વાત કરતી હતી. મે કેટલા બધા ફોન કર્યા પણ તને ફોન કટ કરવાની ખબર ન પડી.પલકને વીશાલની વાતથી હાડોહાડ લાગી આવ્યું. એણે શાંતિ રાખીને વીશાલને કહ્યું કે તમે પહેલા મારી વાત તો સાંભળો પછી યોગ્ય લાગે તો પછીથી બોલો જે અનાબ સનાબ બોલવું હોય તે....
વીશાલે કહ્યું હા બોલી નાખ જે બોલવું હોય તે. સારું એવું બહાનું ગોતી લે.તેમ છતાં પલકે પોતાના ઉપર સંયમ રાખ્યો અને કહ્યું કે હું મારી બહેનપણી નેહલ સાથે વાત કરતી હતી. ને એટલી વારમાં તમારો કોલ આવ્યો અને પાંચેક મિનિટમાં તમે પાંચ સાત વખત કોલ કરી નાખ્યો. અને હા હું આકાશ સાથે વાત નથી કરતી એ મારી બાજુમાં જ રહેશે. એની સાથે વાત કરવા માટે મારે કૈલ કરવાની જરૂરિયાત નથી.હું એની સાથે રુબરુ જ વાત કરી શકું છું. માટે તમે તમારા દીમાગથી કચરો કાઢી નાખો.મને આવી પાયાવીહોણી વાતોમાં જરાય ઈન્ટ્રસ નથી.જયારથી તમે મળ્યા છો ત્યાથી હુંં ખૂબ જ ટેન્શન નો અનુભવ કરી રહી છું. એના પહેલા મે કયારેય જરાપણ ટેન્શન લીધું નથી ને તમે સીધા મોઢે મારી સાથે વાત પણ કરતાં નથી.હજીતો આપણી જીંદગી શરૂ પણ થઈ નથી.અને તમે કેટકેટલા સવાલોના પહાડ ઉભા કરી લીધાં છે.જો આકાશ તમને હું ગમતી ના હોય તો મને ચોખ્ખી વાત કરી દ્યો. કારણકે હું આવીરીતે ટેન્શન ભરેલી લાઈફ નહી જીવી શકું. કદાચ હું એ માટે બની પણ નથી. એક સ્ત્રી પુરુષ નું જીવન પ્રેમ સભર હોવું જોઇએ. નહીંતર જીંદગી બત્તર થી બત્તર થઈ જાય છે.એકબીજા ઉપર હદથી પણ વધારે ભરોસો હોવો જોઈએ.
વીશાલને પલકે પોતાના મનની વાત સુંદર અને સારી રીતે કહી દીધી.એણે પોતાના ભવિષ્યની પરવા કર્યા વગર જ વીશાલને કહી દીધું. ને કહ્યું કે તમે હજી વીચારી શકો છો,તમારી પાસે ઘણોજ સમય છે. કારણકે મને એ ગમતી વાત જનથી કે તમે વારંવાર મારા ઉપર સક કર્યા કરો.અને હું એવી છોકરી નથીકે તમને વારંવાર એનો જવાબ આપ્યાં કરું. જો હું જેવી છું એવી તમને પસંદ હોય તો વાત આગળ વધારીએ નહીંતર હજીયે આપણે મોડું નથી થયું તમે તમારો ફેસલો બદલી શકો છો.અને મને તામારો ફેસલો ગમશે.બાકી હવે પછી મારી ઉપર સહેજ પણ શક કરશો તો હું જરા પણ બરદાસ્ત નહી કરું.જ્યારે પણ તમે ફોન કરો ત્યારે તમે એકજ વાત કરો છો.તો શું સમજો છો તમે અમારે સંસ્કાર નહી હોય.સમાજમાં અમારી ઈઝ્ઝત ખૂબ જ છે.મારા પપ્પાને સમાજ ખૂબ જ માન આપતાં હતાં. હું કોઈ રખડું પ્રકારની છોકરી નથી.તમને હું બે દિવસ સુધી વીચારવાનો સમય આપું છું. તમે વીચારો તમે તમારા વડીલોનો પણ અભિપ્રાય લ્ઈ જુવો અનેપછી નીર્ણય લઈ શકો છો.(ઠીક છે હવે નીર્ણય લઈ પછીજ મને ફોન કરશો...પલકે ચોખ્ખું પકડાવી દીધું... વીશાલ શું નિર્ણય લેશે જોઈશું ભાગ:-18 મનન.....)