Raghav pandit - 13 books and stories free download online pdf in Gujarati

રાઘવ પંડિત - 13




હેલો મારો ફેવરિટ વાચક મિત્રો.
સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના સૂચનો અને રીવ્યુ અવશ્ય જણાવજો.





સૌરવ આ બધું જોઈને ખુબજ ડરી જાય છે તે અભય સર પાસે માફી માંગવા લાગે છે પરંતુ અભય સર કહે છે હું ભારતીય એજન્સી માં આટલી નબળી વિચાર સરણી અને માનસિકતા ધરાવતા લોકોને એજન્ટ બનવાની પરમિશન ના આપી શકું. તમારે બંનેએ આજે જ દેહરાદુન યુનિટ છોડીને જવું પડશે તમને બંનેને થ્રી આઈ માંથી નીકાળવામાં આવે છે આટલું કહીને અભય સર જતા રહે છે.
આજે દેહરાદુન કેમ્પમાં ખુબજ હિલચાલ હોય છે કોઈ ઇન્ફર્મેશન આવી હોય છે જેના માટે ભરત સર ની ઓફિસમાં બધા એજન્ટો અને આર્મી કમાન્ડો ભેગા થયા હોય છે ત્યાં કોઈ મહત્વની બાબત પર ડિસ્કશન ચાલતું હોય છે આજે બે ઘટનાઓ એક સમય પર ઘટી હોય છે જેના લીધે નવા એજન્ટોની ટીમ માટે ભવિષ્યમાં એક સારી તક ઉત્પન થવાની હોય છે ભરત સર ખુબજ ચિંતા માં દેખાતા હોય છે અને તેમની ચિંતાનું કારણ એજન્ટોની કમી હોય છે કારણકે સારા અને કાબેલ એજન્ટ બનાવવા એ કઈ નાની વાત નથી કારણકે એજન્ટ ની પાસે બધી પરિસ્થિતિમાં બુદ્ધિ ચાતુર્ય બધી ફિલ્ડમાં અવલ આવવું. બધી યુદ્ધ કળાઓ સારી રીતે આવડવી તમામ વેપન્સ કમ્પ્યુટર ક્ષેત્રે હેકિંગ નવા નવા ચીજ વસ્તુઓનો પોતાના અનુસાર ઉપયોગ કરવો અને એથી વિશેષ જો કોઈ એજન્ટ કોઈ મિશન પર કોઈ દેશમાં પકડાઈ જાય તો તેની કોઈપણ જાતની જવાબદારી એનો દેશ ઉપાડતો નથી અને ગમે તેટલું ટોર્ચર કરવા છતાં અથવા કોઈ લાલચમાં આવીને પોતાના દેશને સિક્રેટ બીજા દેશના હાથ ના લાગે તેટલો મજબૂત જોઈએ. અને અત્યારે એજન્ટોની કમી હોય છે કારણકે ઘણા બધા એજન્ટો અલગ-અલગ મિશન પર લાગેલા હોય છે અને નવા એજન્ટો માં આવેલા લોકોમાંથી 7 જ લોકો સિલેક્ટ થયા હોય છે તેમાં પણ કાલે રાત્રે ૨ એજન્ટને નીકાળી દેવામાં આવ્યા હોય છે.

ભરત સરની વાત પૂરી થયા પછી અભય સર કહે છે જો તમારી પરમિશન હોય તો આ મિશન માટે મારી પાસે એક ટીમ તૈયાર છે.
ભરત સર કહે છે કયો બેજ છે અને કોણ છે તમારી ટીમ. અભય સર કહે છે હું આ મિશન પર મારી નવી ટીમ રાઘવ એન્ડ કંપનીને આપવા માંગુ છું
ભરત સર કહે છે અભય તું શું કહે છે એ લોકો હજી ટ્રેન્ડ નથી અને કાલે આપણે જોયું એ કોણ ધ્યાનમાં લેવું જરૂરી છે જે રીતે એ લોકોને માનસિકતા સામે આવી તે દેશ માટે હાનિકારક થઈ શકે છે.
સર હું તેના પરથી જ કહું છું જે રીતે રોની એ પૂરો મામલો પોતાના પર લઈને સોલ કર્યો તેણે થોડું પણ જોખમ ના લીધું તેણે તેની ટીમને પણ રિસ્ક માં ના મુકી અને પોતાની માઈન્ડ ગેમથી સામેવાળા પાસે બધી ઇન્ફર્મેશન અને તેનો ગુનો કબુલ કરાવડાવ્યું એ પ્રશંસનીય છે એ ઉપરાંત પણ રોની અત્યાર સુધી પર્ફોમન્સ કર્યું છે એ રેકોર્ડ બ્રેકિંગ છે એ ના ભૂલવું જોઈએ દુનિયાના બેસ્ટ એજન્ટો પણ આટલા કમ સમયમાં આવું પર્ફોમન્સ નથી કર્યું અને તે બધી પરિસ્થિતિમાં ખરો ઉતર્યો છે તે એક ચાન્સ ડિઝર્વ કરે છે.
અભય તારી તમામ વાતો હું સમજુ છું એને એક ચાન્સ મળશે પણ બધી જવાબદારી તારી રહેશે હું આ મિશન કોઈપણ સંજોગોમાં દુનિયા ની સામે આવવા દેવા માંગતો નથી કારણકે તને ખબર છે અત્યારે આ મિશન પર દુનિયાના તમામ માફિયાઓ ખૂંખાર કિલર ની ટીમો અને કઈ દેશની એજન્સીઓ ના બેસ્ટ એજન્ટો પણ લાગેલા છે એ તો જાણે છે.
હા મને બધી ખબર છે છતાં પણ હું આ મિશન પર રોની અને તેની ટીમને મોકો આપીશ.
ઓકે તો આ ફાઈનલ થયું ભરત સર કહે છે.
ભરત સર અને અભય સરનું આ ડિસિઝન દુનિયામાં બહુ મોટો ધમાકો કરવાનું હોય છે કારણકે રોની આ મિશન પર જવાથી દુનિયાના માફિયા અને એજન્ટ ની દુનિયામાં એક નામ એન્ટર થવાનું હોય છે રોની....... અને આ નામના પડઘા દુનિયા આખીમાં પડવાના હોય છે રોની પોતાની તાકાતથી પરિચિત હોય છે અને હવે તે બીજા લોકોની સામે આવવાની હોય છે તે બધી યુદ્ધ ટેકનીક માં એક્સપર્ટ થઈ ગયો હોય છે તે કોઈપણ બેસ્ટ ફાઈટર ને ટક્કર આપી શકે તેમ હોય છે અને તે તમામ વેપન્સ ઇન્ફર્મેશન જાણતો હોય છે અને તેણે વેપન અને કમ્પ્યુટર હેકિંગ અને ન્યુ ગેજેટ વાપરવાની ટ્રેનિંગ પણ મેજર તેજસિંહ પાસે લીધી હોય છે જે સિક્રેટ હોય છે અને રોની ની એક ખૂબી હોય છે બીજા લોકો કોઈ ટ્રેનિંગ લાંબા સમયે શીખે છે તે રોની ખુબજ ટૂંક સમયમાં શીખી જતો હોય છે. આ ઘટનાની સાથે એક બીજી ઘટના પણ બની હોય છે.

* * * *************************************
અમિત અને સૌરવ બંને પેકિંગ કરીને દેહરાદુન કેમ્પની બહાર જવા નીકળે છે તેઓ પાસેથી ગાર્ડ તેમના આઈ કાર્ડ લઈ લે છે તેઓ કેમ્પની બહાર નીકળે છે અને થોડા જ આગળ ગયા હોય છે ત્યાં જ એક મારૂતિ વેન ફૂલ સ્પીડમાં તેમની પાસે આવે છે અને જોરદાર બ્રેક મારી છે તેના ટાયર ના લિસોટા રોડ પર પડે છે અમિત અને સૌરવ ને એક ઝટકો લાગે છે અને તેઓ કંઈ સમજે તે પહેલા વાનમાંથી બે લોકો બહાર આવે છે તેમના ચેહરા માસ્ક થી છુપાયેલા હોય છે તેમના હાથમાં ગન હોય છે અને તેઓ સીધા જ ગન પોઇન્ટ અમિત અને સૌરવની કમરમાં રાખી દે છે મને કહે છે ચૂપચાપ વાનમાં બેસી જાવ. કોઈ હોશિયારી અથવા ચાલાકી કરવાની કોશિશ કરશો તો શુટ કરી દઈશું. અમિત અને સૌરવ કઈ સમજે તે પહેલા જ તેમના ચહેરા પર કપડું ઢાંકી દે છે અને તેમના હાથ પાછળ બાંધી દે છે અને તેમને વાનમાં બેસાડી ને ગાડી ને પુરપાટ ઝડપે ભગાવે છે અમિત અને સૌરવ ટ્રેન્ડ હોય છે પરંતુ આ લોકો પાસે ગન હોય છે અને તેના નિશાના પર બંને એટલે તેઓ કંઈ કરતા નથી પરંતુ તેઓ હજુ સુધી સમજી શકતા નથી કે તેમને શા માટે કિડનેપ કર્યા છે અને આ લોકો કોણ છે????
**********************************************

આ તરફ ભરત સર અને અભય સર રોની અને તેની ટીમને મીટીંગ રૂમમાં બોલાવે છે બધા ત્યાં પહોંચી ગયા હોય છે ભરત સર કહે છે
તમને લોકોને અડધી ટ્રેનિંગ પછી જ મારે મિશન સોંપવું પડે તેમ છે બસ આશા રાખીશ કે તમે આ મિશન આપણા દેશ ભારત માટે પુરુ કરશો અને હવે મારી વાત ધ્યાનથી સાંભળો.
300 વર્ષ પહેલા અંગ્રેજી હકુમત આખી દુનિયા પર પોતાનું રાજ ચલાવ્યું હતું અને તેમના અલગ અલગ વાઇસરોય ઇંગ્લેન્ડની રાણી વતી શાસન ચલાવતા હતા અને તેઓ દુનિયાના અલગ-અલગ દેશોમાંથી ત્યાંનું સોનુ હીરા મોતી માણેક ચાંદી કપડું મસાલા આવો ઇત્યાદિ વસ્તુઓ કર સ્વરૂપે ત્યાંના લોકો પાસેથી લઈને ત્યાં જમા કરીને પછી જહાજોમાં ભરીને ઇંગ્લેન્ડ પહોંચાડતા હતા અને આવું બહુ લાંબા સમય સુધી ચાલ્યું પરંતુ પછી આ વાઇસરોયને લાગ્યું k આપણે ક્યાં સુધી આ બધું ઇંગ્લેન્ડ પહોંચાડતા રહીશું આપણને સેવા નિવૃત્તિ પછી શું મળશે અને ધનની લાલચ દરેક વ્યક્તિઓને હોય છે તેથી તેમણે જહાજોની સાથે પોતાના જહાજ પણ ચલાવવા ચાલુ કર્યા અને મેન જહાજમાંથી થોડો હિસ્સો ધન નો પોતાના જહાજ પર પહોંચાડવા લાગ્યા પરંતુ સવાલ એ હતો કે બધાથી બચાવીને આ ધન ને છૂપાવવું ક્યાં તેથી તેમણે એક સુરક્ષિત અને ખતરાઓથી ભરેલા સમુદ્રી રસ્તાઓ અને ખતરાઓથી ભરેલા પહાડી રસ્તાઓ અને જંગલો પાર કરીને કોઈ સુરક્ષિત જગ્યા પર આ ખજાનો છુપાવ્યો. પરંતુ તેમને ડર હતો કે લુટારાઓ અને કોઈ બીજા વ્યક્તિ ઓ ત્યાં પહોંચી ન જાય તેથી તેમણે ત્યાં લઈ જવા માં આવતા વ્યક્તિઓને રિટર્ન આવતી વખતે મોતને ઘાટ ઉતારી દેતા અને તેમણે અલગ-અલગ ચાર દેશોમાં આ ખજાનાનો નકશો બનાવીને છુપાવ્યો જેથી કોઈના હાથમાં એક નકશો આવે તો પણ જે ત્યાં સુધી પહોંચી ના શકે પરંતુ 1950 આસપાસ બધા દેશો આઝાદ થયા પછી ત્યાં સુધી તેમના વાઇસરોય પણ મૃત્યુ પામ્યા હતા અને જે થોડા લોકોને જાણ હતી તેઓની પાસે પૂરતી માહિતી નો અભાવ હતો જેથી કોઈ ત્યાં પહોંચી શક્યું નથી ત્યાં સુધી પહોંચવાના બહુ બધા લોકોએ પ્રયાસ કર્યા પરંતુ તેમાંથી હાલ એક બે વ્યક્તિઓ જ જીવિત છે. પરંતુ થોડા સમય પહેલા ઇન્ફર્મેશન મળી છે કે દુનિયાના ખતરનાક માફિયા ડોન જેમ્સ ભાઈ આની પાછળ પડ્યો છે અને તેનો એક નકશો તેના હાથ ઓચિંતો જ લાગ્યું છે.
હવે તમારું મિશન એ છે કે તમે આ ખજાનાને યા તો સુરક્ષિત લઇ આવો યા તેને હંમેશા માટે દફનાવી દો પરંતુ એ કોઈના હાથ ના લાગવો જોઈએ કારણકે તેની પાછળ ઘણા બધા કિલર ગ્રૂપ આતંકવાદી સંગઠનો રાજનેતાઓ અને અલગ અલગ દેશની એજન્સીઓ પણ લાગેલી છે તેમાં ખૂબ જ ખતરો રહેલો છે. જો તમે પકડાઈ જશો તો તમારું મૃત્યુ નિશ્ચિત છે તમારો દેશ કોઈ જવાબદારી સ્વીકારશે નહીં. અને આ ખજાનો કેટલા પ્રમાણમાં છે તેની કોઈ પાકી ઇન્ફર્મેશન નથી પરંતુ એટલું જરૂર છે કે કોઈ દેશની 10% અર્થવ્યવસ્થા બરાબર છે માટે તેને મેળવવા ઘણા બધા માફિયાઓ આતંકવાદી સંગઠનો છે અને જો આ ખજાનો ખરાબ હાથોમાં પડી ગયો તો વર્લ્ડ વોર જેવી હાલત થઇ શકે છે તેથી આ મિશન ઘણું ખતરનાક છે શું તમે આ કરવા માટે તૈયાર છો??????
રોની થોડો ટાઈમ માંગે છે અને પોતાની ટીમને લઈને બહાર નીકળે છે તે બધાને એક જગ્યા પર ભેગા કરે છે અને કહે છે દોસ્તો હું આપણા દેશ માટે કોઈપણ મુસીબત લેવા તૈયાર છું હું આ મિશન પર જરૂર જઈશ. પરંતુ તમારા માંથી જે કોઈને ના આવું હોય તે જઈ શકે છે કોઈના માટે ફોર્સ નથી તમે તમારા હોમ પર પણ પૂછી શકો છો????? રોમી આટલું કહીને બધાની સામે જુએ છે તેમની આંખોમાં.

એક જ પલ માં શ્યામ અને કાર્તિક રોની સાથે મિશન પર જવા તૈયાર થઈ જાય છે અને કહે છે રોની આપને જીવીશું પણ સાથે એને મરીશું પણ સાથે રોની બંન્ને ને ભેટી પડે છે દ્રષ્ટિ અને મીરા પણ સાથે જ આવવા તૈયાર છે બધા એકસાથે રોનીના હાથ પર હાથ મૂકીને મિશન પર જવા હા પાડે છે પછી બધા અભય સર અને ભરત સર પાસે જઈને મિશન પર જવા હામી ભરે છે. ભરત સર તેમને મિશન ફાઈલ અને હથિયારો આપે છે રોની પોતાની ફેવરિટ sniper રાઇફલ પણ પેક કરે છે જરૂરી તમામ સામાન સાથે લે છે તેમને આજે જ ફિનલેન્ડ જવા માટે નીકળવાનું હોય છે કારણકે ત્યાં જ મિસ મનાલી ના દાદાજી ની જૂની વસ્તુઓ ખોજ તા તેમાંથી એક નકશો નીકળ્યો હોય છે મનાલીના દાદા દરિયાઈ વિભાગમાં હતા તેમણે ખૂબ જ મુસાફરીઓ કરી હોય છે પરંતુ હાલ તેઓ હોસ્પિટલમાં કોમામાં હોય છે અને આ ઇન્ફર્મેશન ભારતીય એજન્ટ જે ફિનલેન્ડ એમ્બેસીમાં હોય છે તેના પાસેથી ભરત પાસે આવી હોય છે અને તે નકશાની એક કોપી ત્યાંના માફિયા કિંગ જેમ્સ ભાઈને પણ મળી હોય છે તેણે પણ તેની તૈયારીઓ ચાલુ કરી દીધી હોય છે આ તરફ રોની એ પણ પોતાની તૈયારી હોમ વર્ક ચાલુ કર્યું હોય છે........




To be continue.................
હવે કહાનીમાં આપણે રોનીના પહેલા મિશન તરફ જઈ રહ્યા છીએ તો પ્લીઝ તમારા રીવ્યુ જરૂર આપજો જે મારી હેલ્પ કરશે લખવા માટે આગળ વાંચતા રહો રોની ની ખૂબ જ ઝંઝાવાત અને એડવેન્ચરસ ભરેલી સફર જે તમને રહસ્યોના અને સસ્પેન્શનના તો સુધી લઈ જશે તમે મને ઇન્સ્ટાગ્રામ પર પણ રીવ્યુ આપી શકો છો

Instagram I'd :- pratik Patel
Yaaa a :- pratik 7149