Twistwalo love - 14 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 14

" બસ હવે રડીશ નઈ.... યાર... બહુ રડી લીધું તે.... "- રિયા

" પણ નથી રોકાતા આંશુ યાર.... "- મોક્ષિતા

" પણ યાર.... તું... આમને આમ રડીશ રાખીશ... તો બીમાર પડી જઈશ.... યાર... અને હવે... પ્લીઝ બંધ કરી દેને રડવાનું નહિ તો હવે... મને રડું આવશે... પ્લીઝ... "- રિયા

" ના... ના... તું ના રડીશ.... હું નહિ રડું.... પણ મારે કારણે તું ના રડીશ ઓકે.... "- મોક્ષિતા

" ઓકે.. તો પ્લીઝ... બંધ કરી દે પ્લીઝ.... "- રિયા

" ઓકે ઓકે... ચાલ.. મેં ક્યાર ની ઓલી મટકા કુલ્ફી નથી ખાધી.... ચાલ.. એ ખાવા જઈએ.... ચાલ "- રિયા નો મૂડ ઑફ ના થાય એટલે.. મોક્ષિતા બોલે છે...

" પણ તું ઠીક તો છેને... યાર... "- રિયા

" નહિ હોય તો... થવું પડશે ને.... બધું ભુલાવી ને આગળ વધવું પડશે ને.... ચાલ હવે... "- મોક્ષિતા

" તું બહુ જ... "- રિયા

" મહાન છું... ખબર છે... ચાલ હવે.. ચિબાવલી... "- મોક્ષિતા રિયા ને અટકાવી ને બોલે છે...

" ઓકે ચાલ.... "- રિયા

બને મટકા કુલ્ફી ખાવા જાય છે....
.....
અને આ બાજુ... આભાસ ને ખબર પડે છે... કે.. મોક્ષિતા એની હોસ્ટેલે જતી રહી છે... તો એ પણ... નિરાશ થઇ જાય છે... કારણકે એને... કેહવું તું.... કે... હું તને પ્રેમ કરું છું.. પણ.. ના કહી શક્યો....

""આજે પણ દિલ ની લાગણી ના કહી શક્યો...
તું શું છે.. મારાં માટે એ ના જતાવી શક્યો
તારી રાહ માં આટલા વર્ષો વિતાવ્યા છે.
તોય તને હું ના મળી શક્યો..
વિચારું છું તારા માટે જ એ
તને જ ના કહી શક્યો..
બધાને કીધી મારાં દિલ ની વાત
પણ અફસોસ કે તને જ ના કહી શક્યો......... "

આવી પોએટ્રી આભાસ કરતો હોય છે.. ત્યાં તેનો નાનપણ નો ફ્રેન્ડ રોહિત આવે છે...

" ઓહો... કોઈ ક ની યાદ... માં.... સોરી વિરહ.... માં... પોએટ્રી થાય છે... સરસ.. સરસ... "- રોહિત મજાક માં બોલે છે....

" યાર... તું મજાક ના કર... અત્યારે.... "- આભાસ

" ઓકે ઓકે... પણ એક.. વાત છે... કે.. અમારા માટે તો કોઈ દિવસ નથી બનાવી.... પોએટ્રી.... "- રોહિત હજી મજાક ના મૂડ માં....

પછી આભાસ માત્ર એની સામે જોવે છે.....

" સો સોરી .. યાર.... "- રોહિત હજુ હસતા હસતા બોલે છે....

" ઓકે તો.. તારે મસ્તી જ કરવી છે ને.... તો હું જાવ છું... બાય... "- આભાસ ઉભો થઇ ને.. જવા જતા બોલે છે...

" ઓકે ઓકે... પણ.... હવે નહિ કરું બસ... બેસ ને યાર... એન્ડ કે શું થયું.... "- રોહિત એને હાથ પકડીને નીચે બેસાડે છે...

" અરે એ જતી રહી યાર..પાછી... હોસ્ટેલે... હવે ખબર નઈ કે ક્યારે આવશે... અને હવે ખબર નય... કે હું ક્યારે મારાં દિલ ની વાત કહી શકીશ..... એન્ડ.. ત્યાં શુધી એના જીવન માં... બીજું કોઈ... "- આભાસ

"અરે.. એવુ ના બોલીશ... તમારો બને નો પ્રેંમ નાનપણ છે... એન્ડ જે તકદીરે તમને અલગ કર્યા એ જ તકદીર તમને મળાવસે... ઓકે... so don't worry everything is fine ok... "- રોહિત

" થૅન્કસ યાર... " - આભાસ

...ત્યાંજ કુલજીત નો કોલ આવે છે...

" હા બોલ... યાર.. "- આભાસ

" તું ક્યાં છે...?? આવી ગયો ઘરે...?? "- કુલજીત

" હા.. હા આવી ગયો... કેમ કઈ કામ હતું...? "- આભાસ

" હા.. ચાલ ને કેટલા દિવસ થી મળ્યા નથી તો મળીયે....."- કુલજીત

" હા.. હા ઓકે. આજે રાત્રે ઓકે... "- આભાસ

" હા ઓકે... બાય.. "- કુલજીત

ફોન કટ થાય છે.....
......

બને રાત્રે મળે છે....

"હાય યાર ઘણા દિવસ થી મળ્યા નથી... આજે મળ્યા નઈ... "- કુલજીત

" હા.. મારે કામ હતું.. એટલે હું બહાર ગયો હતો.... 2-3 દિવસ માટે... "- આભાસ

" હા... ઓકે.... "- કુલજીત

કુલજીત તેને આજે અહીં એટલે બોલાવ્યો છે... કે.. રિયલ માં આ મોક્ષિતા ને લવ કરે છે કે નઈ તે તેને જોવું છે... અને તે પેલા.. આભાસ ને વાત માં ઉલજાવે છે... પછી કહે છે...

" તને એક વાત કહું... "- કુલજીત

" હા બોલ ને યાર.... શું... છે વાત.. "- આભાસ

" તું... કોઈ ને લવ કરસ...?? "- કુલજીત

આભાસ ને તો પેલા તો ફાડ પડી કે... આશુ.... એમ આ કેમ એમ પૂછે છે અને બધી ખબર પડી ગઈ... કે હું મોક્ષિતા... ને........ ના ના નહિ ખબર હોય....

" અરે શું વિચાર માં પડી ગયો..... તને કહું છું.. તારી જિંદગી માં... કોઈ છે એમ પૂછું છું.. ?? " કુલજીત

" જો હું.. તારી થી કઈ જ છુપાવતો નથી.... એટલે તને સાચું કહી દવ છું..... હા... હું કરું છું... કોઈ ને લવ.... કોઈ છે મારી જિંદગી માં..... જે મારાં દિલ માં રહે છે.... "- આભાસ

" કોણ... છે... મને કે તો ખરા.. યાર... "- કુલજીત

" હા... કહું... છું.. "- આભાસ

પછી... આભાસે નાનપણ થી અત્યાર શુધી ની બધી જ વાત કહી દીધી...પણ એ ના કીધું... કે એ મોક્ષિતા છે.... એને એનું નામ પણ નોતું લીધું...

" તો તું.. નાનપણ થી એને જ લવ કરસ...??? " કુલજીત

" હા.... એને જ.. "- આભાસ

" અને તે એને કીધું પણ નથી કે તું એને લવ કરસ એમ....? "- કુલજીત

" હા.. એને ખબર જ નથી.... કે.. હું એને.... "- આભાસ

" ઓહ... તો જયારે તું એને કહીશ... ત્યારે એ તને ના પાડસે તો...?? "- કુલજીત

" તોય.. કઈ વાંધો નય.... હું એને.. લવ કરું છું.... એન્ડ..મેં એને એટલા માટે લવ નથી કર્યો... કે એ પણ મને જ લવ કરે.... એની હા...હોય કે ના.... મને બેય સ્વીકાર્ય છે.......હું એને લવ કરતો હતો...અને એને જ કરતો રહીશ.... એન્ડ એટલે જ તો મારી જિંદગી માં એના શિવાય આવ્યું નથી... એન્ડ આવશે પણ નઈ.... " - આભાસ

" તો તને એ પણ નથી ખબર કે એ ક્યાં.. કોલેજ કરે છે... એમ... "- કુલજીત

" હા .. મને કઈ જ નથી ખબર... કે તે ક્યાં કોલેજ કરે છે... અને એ અત્યારે ક્યાં છે.. "- આભાસ

આ બધી વાત સાંભળી ને.... કુલજીત ને ખબર પડે છે... કે...આભાસ એની બહેન મોક્ષિતા ને કેટલો બધો લવ કરે છે..... અને આભાસે તો મોક્ષિતા ને કઈ કીધું જ નથી તો...પછી મામાં ના ઘરે જે થયું... એ બધું શું હતું.... ના ના કઈ તો ભૂલ થાય છે..... કઈ મોક્ષિતા... નો વાક જ ના હોય... એન્ડ.. મારાં થી ભૂલ થઇ હોય. મોક્ષિતા ને ઓળખવા માં.... કઈક તો બહુ જ મોટી ભૂલ થાય છે.... મારે મોક્ષિતા જોડે વાત કરવી જોઈએ.... હા...

પછી કુલજીત ત્યાંથી ઉભો થઈને પોતાના ઘરે ફટાફટ ચાલવા માંડે છે
" ઓય.. શું થયું... ક્યાં જાય છે....?? "- આભાસ

" અરે.. સોરી આભાસ મને.. એક કામ યાદ આવી ગયું.... બહુજ જરૂરી છે... ઓકે... બાય હું તને કાલે મળું... ઓકે... બાય... સોરી.. હો... "- કુલજીત

" હા.. ઓકે... કઈ વાંધો નય... બાય.. "- આભાસ.

પછી કુલજીત ફટાફટ પોતાના ઘરે જાય છે.... પણ... રાતનાં 11:00 વાગી ગયા હતા.. એટલે પછી.. કુલજીતે તેને કોલ ના કર્યો.... કાલે સવારે કરીશ.... એમ વિચારી ને તે બેડ પર શુવાની કોશિશ કરે છે.. પણ નીંદર આવતી નથી... એને તો પેલા જ બધા વિચાર આવે છે..મારાં કારણે મોક્ષિતાને દુઃખ પહોંચ્યું..... એન્ડ હું તો એની બધી વાત સમજુ છું..... તો આ વાત કેમ ના સમજી શક્યો... ઓહ... એવા વિચાર માં.. તે શુવાની કોશિશ કરે છે પણ નીંદર આવતી નથી....

.............. .