Dil premno dariyo chhe - 2 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 2

બપોરના ત્રણ વાગ્યે ગાડી મુંબઈ સ્ટેશન પાસે આવી ઊભી રહી. એક જ ધક્કા સાથે પરી નીચે ઉતરી. આટલા કલાકની સફર પછી પણ ચહેરા પર થાક ન હતો. તે ડરતી જરૂર હતી પણ પોતાના મન સાથે તે મકકમ હતી. આસપાસના લોકોની દુનિયા કરતા તેની દુનિયા અલગ લાગતી હતી. સ્ટેશન પર દોડતા કુલીઓ, કેટલા દિવસના ભુખ્યા ભીખારીઓ, તો થાકેલા ને મનથી હારેલા માનવીની વચ્ચે તે એક જ આજે ખુશ હોય તેવું લાગતું હતું, આઝાદ જિંદગીની સફર પર નિકળેલી પરીના દિલમાં સપનાનું જુનુન હતું તેને પુરુ કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ તે આ બધું ઈગનોર કરતી આગળ વધતી હતી. આજ સુધી તેને પ્રેમની અને લાગણીના સંબંધોની દુનિયા જોઈ હતી આજે કંઈક નવી અને અલગ દુનિયા જોવા નીકળી હતી તે.

સ્ટેશન પરથી બહાર નિકળી તે સીધી જ એટીએમ પર ગ્ઈ, જોયું તો તેમાં એક પણ રૂપિયો ન હતો. તેના ચહેરા પર દુઃખનું મોજું ફરી વળ્યું. એક મિનિટમાં હજારો વિચારો મનમાં ધુમી ગયા. કાલ સુધી તો તેમાં કેટલા પૈસા હતા ને આજે અચાનક તેમાં કંઈ નહીં....... !!!!!! શું પપ્પાએ.........ના, તે તેની લાડકી પરી સાથે આવું ના કરે, તો પછી........ સાયદ એવું થઈ પણ શકે, મે પણ તેની લાડનો ફાયદો ઉઠાવી શું કર્યું........ વિચારો એટી એમની અંદર જ ફરતા હતા ને કોઈ્એ તેને બહાર જવાનું કહ્યું ત્યારે તે વિચારોમાંથી બહાર નિકળી ને બહાર આવી.

હવે શું થશે તે અંકલ પણ જતા રહ્યા આ અંજાન શહેરમાં હું કોની પાસે મદદ માંગી, મારુ તો અહિ કોઈ નથી...... તે ચાલતા આવું કંઈ વિચારી રહી હતી ત્યાં જ કોઈએ તેને પાછળથી બુલાવી,

"ઓ, હેલો આપકા એટી એમ કાડૅ" પરીએ પાછળ ફરી ને જોયું તો તે તેને જોતી રહી ગઈ. શરીરથી સુસ્ત ને દિલથી મસ્ત, છ ફુટ હાઈટ, શરીરથી ફીટ બોડી, થોડી અજીબ હેરસ્ટાઈલ, અડધા ખુલ્લા ને અડધા બંધ સટના બટન, ફેન્સી જીન્સ ને ચહેરાથી ખુબસુરત દેખાતો કોઈ અંગ બોઈ તેની સામે ઊભો હતો.

"મેડમ, મે આપસે બાત કર રહા હું, આપકા ધ્યાન કહા પે હૈ..???" તે પરીની સામે એક પ્રશ્નના ભાવથી જોતો રહયો ને પરી તેને

" ઓ......સોરી.....પર અબ એ કોઈ કામકા નહીં રહા ઉસે ફેક દો . ..." તે એટલું બોલી ને આગળ ચાલવા લાગી.

" લગતા હૈ આપ ઈસ શહેરમે ન્ઈ આ્ઈ હો, ઈસ લીયે મુજે પહેશાના નહીં, બાકી અહીં કે નિકલને વાલે મેરે આવાજ કે દિવાને હૈ..... " આટલું સાંભળતા જ તે તુરત પાછળ ફરી, જાણે તે જાણવા આતુર હોય તેમ તરત બોલી,

" મે તો આપકો નહીં જાનતી પર આપ તો અપને બારેમે બતા શકતે હો ને"

"સોરી, મે અનજાન લોકોસે જાદા બાત નહીં કરતા હું"

"તો મુજે અપના દોસ્ત માનકે હી બાત કરલો.... "

"દોસ્ત, બોલકે બાદમે મુખરતો નહીં જાવોગીને....."

"ભરોસા નહીં કે ખાલી એચ્છે હી ટાઈમપાસ કરને કે લીયે રોકા હૈ"

" મહેર, સંગીત ગુરુ ""

" ઓ સમજ ગઈ, વો અભી આને વાલા નયે સુપરસ્ટાર કે જજીજ હો ના આપ???? મેનેભી ઉસમે પાટીસિપેટ કે લીયે ઓનલાઈન ફોમ ભરા હૈ દેખતે હૈ કયા હોતા હૈ"

"મિન્સ હમારી મુલાકાત હોને વાલીથી ઉસસે પહેલે હો ગઈ. તુમને તુમારા નામ નહીં બતાયાં...""

"પરી......."

" નાઈસ નેમ, કહા જાના હૈ ચલો મે તુમે છોડ દુ ઉસી બહાને હમ તુમે જાન ભી લેગે"

"નો, થેન્કસ... "

" દેખલો, તુમારા અગલા જજીજ મે હું "

" ઓ, બ્લેકમેલ કર રહો આપ મુજે"

"જો તુમે સમજના હો વો,દોસ્ત બોલા હૈ તો ઈતના તો ભરોસો કર લો..... "

" જબ પતા હી નહીં હૈ મુજે કે મુજે કાહા જાના હૈ, તો આપ કોનસે રાસ્તે મુજે છોડ દેગે........????"

" મતલબ......."

" વેસે તો મે આહા પે ઓડિશન કે લીયે આ્ઈ હું બાકી કહા રહુગી વો અભી તક સોચા નહિ હૈ"

"ચલો, તો ફીર મેરે હી ઘરપે રહેલો, અભી ઓડિશનમે દો દિન બાકી હૈ તબ તક કે લીયે "

" મે આપકે ઘર પે.......નો.. "

" ટેશન મત લો વાહા મમ્મી પપ્પા દો ને હૈ " આમ અનજાન વ્યકિત પર તેને ભરોસો તો નહોતો પણ આના સિવાય બીજો રસ્તો પણ કયાં હતો. પરી કંઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર જ તેની સાથે બેસી ગઈ.

આખો રસ્તો જ તેની વાતો ચાલતી રહી. કોઈ અનજાન બે વ્યક્તિઓ હોવા છતાં પણ એવું લાગતું હતું કે વર્ષોથી એકબીજાને તે જાણે છે. ગાડી ઈસ્ટ અંઘેરી તરફ વળી, આટલા મોટું શહેર હોવા છતાં પણ તેમાં કેટલી ભીડ. મકાનો ઓછા દેખાઈ ને બિલ્ડીંગ વધારે દેખાતી હતી. બિલ્ડીંગ વાળી ગલીમાં ગાડી અંદર ગઈ ને સૌથી લાસ્ટ બિલ્ડીંગ પાસે જ્ઈ તે ઊભી રહી. મહેરે ગાડી અંદર પાર્ક કરી ને તે લોકો લીફથી પાંચમા મળે ગયાં, બહારથી કેટલી પુરાની દેખાતી બિલ્ડીંગ અંદરથી શાનદાર હતી. તે લોકો પોતાના ફેલ્ટમાં ગયા. મહેરે બેલ વગાઙયો ને અંદરથી કોઈ અંકલે દરવાજો ખોલ્યો.

" મહેર આ કેવો લુક બનાવી ફરે છે, થોડોક તો પોતાની જાત પર શરમ કર....!!!"

" કમોન પપ્પા, તમે જાણો છો ને અહીં આમ જ રહેવું પડે ....." પરીનું ધ્યાન તો ન હતું તે અંકલ પર પણ તેને મહેરની વાત બરાબર ન લાગતા તે વચ્ચે એમ જ બોલી ગઈ.

" જરૂરી નથી કે દેશ બદલે તો વેશ પણ બદલવો પડે.... " પરીની નજર તે અંકલ પર ગ્ઈ ને તે અંકલ ની પરી પર આ તે જ અંકલ હતા જે તેને ટ્રેનમાં મળેલા. તે એકમિનિટ તો જોતી રહી ગઈ.

" બેટા, તું અહીં.......!!!" કોઈ અચાનક તેને મળી ગયું હોય તેમ અંકલ પરીને પુછી રહયા હતાં."

" ઓ, તમે એકબીજા ને જાણો છો...?? " બંનેની વાતો વચ્ચે જ મહેર બોલી ઉઠ્યોને તે બધાં ઘરમાં ગયાં. તે અંકલે એકી સાથે જ બધી જ વાત મહેરને બતાવી દીધી ને પરીને કહેતા બોલ્યા,

" આપણે પછી નિરાતે વાત કરીશું તે પહેલાં બેટા તું ફ્રેશ થઈ જા, મહેર તેને તારા રૂમમાં લઈ જા" તે અંકલે હુકમ કર્યો કે કંઈ સમજાવ્યું કંઈ સમજના આવી.

ઘરમાં ખાલી બે જણ જ દેખાતા હતા. તેમાં અંકલને તો પરી ટ્રેનમાં જ મળી હતી ને મહેરને રસ્તામાં. કોઈ અનજાન ગણાતા લોકોની વચ્ચે તે આવી પહોંચી હતી. હજૂ સુધી તેની સમજની બહાર હતું. થોડો ડર પણ હતો ને દિલમાં શાંતિ પણ હતી. તે મહેરની રૂમમાં જ્ઈ ફ્રેશ થઈ આવી ત્યાં સુધીમાં તેના માટે નાસ્તો પણ તૈયાર હતો. તેને મહેરને પુછવું હતું તેની મમ્મી વિશે પણ તે કંઈ પુછીના શકી. તેના મનમાં ગુથાઇ રહેલા સવાલો વચ્ચે તે એકદમ ખામોશ હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

જિંદગી આટલી ખુશકિસ્મત કેવી રીતે હોય શકે જે કયારે વિચાર્યુ પણ નહતું પરીએ. તે જ પળ તેની જિંદગીની સામે હતી. કોઈ અનજાન લોકો વચ્ચે તે આવી તો હતી પણ શું તેનું સપનું સજા બની જશે કે કોઈ નવા રસ્તાની શરૂઆત ????કોણ છે આ લોકો ને તે પરીની આટલી મદદ શું કામ કરે છે...??? શું ખરેખર જિંદગી આટલી ખુશ કિસ્મત હોય છે...??? શું થશે પરીના આવનારા નવા જીવનમાં તે જાણવા વાચંતા રહો દિલ પ્રેમનો દરીયો છે.........(ક્રમશ:)