Dil Prem no dariyo che - 6 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 6

"દિલ હૈ છોટા સા છોટી સી આશા
મસ્તી ભરે મનકી ભોલી સી આશા
ચાંદ તારો કો છુ ને કી આશા
આસમાનોમે ઉડનેકી આશા"

તેના શબ્દો હજું ચાલતા જ હતા ને તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુજી ઉઠયો હતો. તેના મધુર શબ્દો તેના આવાજને વધારે મધુર બનાવતા હતા. ગુનગુનતા મ્યુઝિક અને તેની વચ્ચે ગુજતો પરીનો અવાજ એક વાર તો બધા સાંભળતા જ રહી ગયાં. તેના શબ્દો પુરાં થયા ને તેની આંખો બધા સામે સ્થિર થઈ. સામે બેઠેલા ચાર જજમાંથી એક તો તેનો ફેન્ડ મહેર જ હતો.

" વેરી ગુડ.... પરી, જેસા નામ વેસી હી અવાજ, હમે બસ એચ્છા હી કુછ ચાહે થા ઓર તુમને દીયા" નિકુજ સરે પરીની વખાણ કરતા કહ્યું

"થેન્કયું."

"વાહ..... સચમે તુમારી આવાજમે જાદું હૈ, કહા છે શીખા એ સબ તુમને...?? ઈતના ઇચ્છા તો હમારે મહેર ગુરુ ભી નહીં શીખાતે. કયું મહેર સહી કહા ને..... ???" શ્રેયાએ મહેર સામે જોયું ને મહેર કોઈ ઉડા વિચારમાંથી બહાર નિકળ્યો એમ બોલ્યો.

"યા......... શ્રેયા ઈસ રાઈટ, હમેભી બતાવો કે તુમે ઈતના અચ્છા ગાના શીખાને વાલા કોન હૈ"

" સર, વેસે તો મુજે શીખાને વાલે વો સારે સિંગર હૈ જિસકા ગાના મે રોજ સુનતી હું પર ઉન સબમે મુજે જીસકા ગાના જાદા સુનના પંસદ હૈ વો હે 'અરિજિત સિહ' જીસકે ગાને સે મે બહોત કુછ શીખી."

"સો....ગ્રેટ, બસ એ્ચ્છે હી અપની આવાજ કો અગલે રાઉન્ડ તક સંભાલકે રખના. ક્યુકી આગેભી હમે તુમારી એસી હી આવાજ સુનની હૈ."

"થેન્કયું, સર....... "તેના પાસે આજે બીજા કોઈ શબ્દ ન હતા. ખુશીથી તેના આખમાં આશું સરી પડયાં. તેની ખુશી તે વ્યકત નહોતી કરી શકતી. આજે પહેલી વાર કંઈક મળ્યું હતું પણ પરિવાર વગરની આ ખુશી અધુરી લાગતી હતી. હંમેશા ખુશી વહેંચવા વાળું કોઈ હોવું જોઇએ સાથે પણ અહીં પરી સિવાય તેની સાથે કોઈ ન હતું. તેના ચહેરા પર જેટલી ખુશી દેખાતી હતી તેટલી જ તે અંદરથી ખામોશ હતી.

ઓડીશન પુરુ થયું ને તે બહાર નિકળી. રસ્તામા ચાલતા તેના પગની સાથે જ તેના વિચારો પણ ભાગતાં હતા. કદાચ અહીં મમ્મી પપ્પા હોત તો તે પણ કેટલા ખુશ થાત. હા, પપ્પાને આ બધું નથી ગમતું પણ તેની પરીની ખુશી માટે તે એકવાર મને ગળે લગાવત અને પછી કહત કે બેટા આ બધું થોડું અઘરું છે. ને હું તેના ખામોશ ચહેરા ને જોઈ સમજી જાત કે પપ્પાને આ બધું નથી ગમ્યું. આમ તો હું પણ તેની જિદી પરી છું તેને મનાવી ને આગળના રાઉન્ડ સુધી તો લ્ઈ જાત. પણ હવે મનાવવું કે કંઈ કહેવાનું ક્યાં રહ્યું. તેની આંખના આશું બની હું તો તે ઘરેથી નીકળી ગઈ. વિચારો ફરી ભાગતા હતા. ખુશ હોવા છતાં પણ તે કયાં લાગતી હતી ખુશ. પાછળથી આવતા ગાડીના અવાજથી તેને પાછળ ફરી જોયું તો મહેર હતો. તે કંઈ બોલ્યાં વગર જ તેની ગાડીમાં બેસી ગઈ.

"congratulations paree "

"થેન્કયું"

"શું થયું, પરી ટેલમી, હું તને જોઈ છું તું ખુશ નથી. અત્યારે સુધી તો તું તારી જીદ પર મક્કમ હતી ને આજે જયારે તું પહેલું પગથિયું ચડી ગઈ ત્યારે આમ અપસેટ...??"

"ના, એવું કંઈ નથી. હું બહું ખુશ છું પણ આ ખુશી પરિવાર વગર થોડી અધુરી લાગે છે. " તેની આખોમાં ફરી આશું છલકાઈ ગયાં. તેને મહેરની સાથે ખુલ્લા મનથી વાતો કરવી હતી પણ તે ના કરી શકી.

"મહેર, તારી પાસે સમય હોય તો આપણે કોઇ ખુલી જગ્યાં પર જ્ઇ્એ જયાં હું મારા મનને રિલેક્સ કરી શકું"

"આમ તો તારા મનને હું અહીં પણ ઠીક કરી શકું, પણ ચલો તે બહાને કોઈ ખુબસુરત છોકરી સાથે ફરવાનો મોકો તો મળશે" તેની મજાક પર પણ પરીના ચહેરા પરનો ભાવ બિલકુલ બદલાણો ન હતો. આખો રસ્તો તે કોશિશ કરતો રહયો કે પરીના ચહેરા પર તે સ્માઈલ આવે પણ નહીં તેની બધી જ કોશિશ બેકાર હતી. મુંબઈ થી થોડે દૂર તે એક દરીયા કિનારે બંને આવ્યાં.

લહેરાતા મોજા ને તેની સાથે જ ફગોળતા પરીના વિચારો એક પછી એક બહાર ફેકાતા હતા. ને કંઈક ચુપાયેલ યાદો તે વિચારોની સાથે જ બહાર આવતી હતી. "મહેર, ખરેખર હું બહું લકી છું કે મને આટલી સારી ફેમિલી મળી. હું તે લોકોથી ભાગીને અહીં આવી તો ગ્ઈ પણ તેની યાદોને હું ભગાવી નથી શકતી. તે લોકોનો આટલો પ્રેમ હજુ પણ મને કમજોર બનાવે છે. હું તેને ભુલવાની જેટલી કોશિશ કરુ છું તેટલી જ વધારે હું તેને યાદ કરુ છું. હંમેશા વધારે પડતો વિશ્વાસ કે પ્રેમ લોકોની લાગણીને દુભાવી દેઈ છે. કયારે પણ કોઈને હદથી વધારે પ્રેમ ન કરવો જોઈએ કે તે વ્યક્તિ આખું તેના પર જ નિર્ભર રહે. મારી ફેમિલીએ મને આટલો જ પ્રેમ આપ્યો. પણ તે મારુ સપનું પૂરું કરવા મારી સાથે ન ઊભા રહયાં. કદાચ આજે તે મારી સાથે હોત તો મારી ખુશી આમ ખાલી ખોખલી ન હોત." તેના શબ્દોમાં દુઃખની લાગણી હતી. કંઈક મળ્યાં પછી પણ કંઈક ખોવાનું દુઃખ હતું. તે ઉછળતા દરીયા સામે નજર ફેરવી જોવા લાગી ને મહેર તેને..

"પરી, ફેમિલી ત્યારે જ આપણને સપોટ ના કરતી હોય જયારે તે આપણને કોઈ પણ તકલીફમાં જોવા ન માગતી હોય. તેનો પ્રેમ આપણે કમજોર નથી બનાવતો પણ બધી જ મુશકેલી સામે લડતા જરુર શીખવે છે. "

" સાયદ, એવું હોય શકે જેવું તું કહે છે પણ એવું નથી. હું મારી ફેમીલી ને ગલત સાબિત કરવાની કોશિશ નથી કરતી પણ તેના પ્રેમને હું ગલત સમજું છું. તેના આટલા બધા લાડ અને પ્રેમના કારણે આજે હું સપનું પૂરું કરવા આવી છું તો પણ તેનો પ્રેમ મને તેના તરફ ખીચે છે. પળ પળ એવું લાગે કે હું અહીં જ બધું ખતમ કરી ફરી તે ઘરે જતી રહું પણ નહીં હું હવે કમજોર બનવા નથી માંગતી. મારે પહેલાં મારા જ ડરને જ ભગાવો છે. કંઈક કરવું ને કંઈક કરી બતાવવું છે. મારે તે દુનિયાને બતાવવું છે કે છોકરીની જિંદગી ખાલી લાગણીના સંબધો સાથે જ નથી હોતી. તેનું પણ કોઈ સપનું હોય છે. તેને પણ પોતાની જિંદગી પોતાની મરજીથી જીવવાનો અધિકાર છે. તે હંમેશા પ્રેમની લાગણી બની વહી જાય ને એક ધરેથી બીજા ઘરની સફર કરતી રહે છે. શું તેના સિવાય તેની કોઈ બીજી જિંદગી નહીં હોય??? શું તેના સપનાને જન્મ લેતા જ પહેલાં અંદર ખતમ કરી દેવાના...??" પરીની વાતો વચ્ચે જ તેના સવાલો પણ શરૂ થઇ ગયા હતા. તેની લાગણી આંખના આશું બની દરીયાના વહેણમાં ડુબી રહી હતી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

પહેલો રાઉન્ડ તો પરી જીતી ગઈ હતી પણ આ પ્રેમની લાગણી તેને બીજા રાઉન્ડ સુધી પહોંચવા દેશે...?? શું મહેર તેનો સાથ આપી શકશે.....?? શું ખરેખર તેની આ આગ તેના સપના સુધી લઈ જશે....??? આ મુશકેલ સફરમાં તેના જીવનની રાહ કેવી હશે તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે.... (ક્રમશ :)