Dil premno dariyo chhe - 3 books and stories free download online pdf in Gujarati

દિલ પ્રેમનો દરિયો છે - 3

" લો, મમ્મી પણ આવી ગઈ " મહેરનું એટલું બોલતા જ બધાનું ધ્યાન તેના પર ગયું. ખુલ્લા હેર, ફેન્સી દેખાતી બ્લેક સાડી, ને તેમાં પણ હાઈ હિલ્સની ચપલ તેની અડધી ઉમરમાં થોડું ઓવર લાગતું હતું, પણ ખુબસુરતીના કારણે તેના પર બધું જ સુટ થતું હતું.

" મહેર, આટલી જલદી તું ઘરે આવી ગયો, ને આ કોણ છે...??? પ્રકાશ તમે પણ આવી ગયાને મને ઇન્ફોમ પણ ના કર્યું....... ??? " એક જ મિનિટમાં જ તેને સવાલોનો વરસાદ શરૂ કરી દીધો હતો.

" મોમ, પહેલા બે મિનિટ બેસો પાણી પીવો પછી હું તમારા બધા જ સવાલનો જવાબ આપી" નીતાબેનને બેસાડી મહેરે તેને બધી વાતો કરી, તે કોઈ અજીબ જ રીતે પરી ને જોઈ રહ્યા ને પછી બોલ્યા,

" બેટા, તું બિલકુલ ટેશન નહીં લેતી તારા સપનાને પુરુ કરવા હું તારી મદદ કરી. પણ એકવાત સમજ ના આવી કે તું અહીં એકલી આ્ઈ મીન તારા મમ્મી -પપ્પા........!!!!!" મમ્મી પપ્પા નું નામ સાંભળતા જ પરીની આખોમાં આશું આવી ગયા. તેના મનમાં ફરી તે દ્રશ્ય તરવા લાગ્યું.

***********

સવારથી જ મન ભારી હતું. જવું કે ન જવું ના ગડમથલમાં આખી રાત એમજ જાગતા નિકળી ગઈ હતી. પેકિંગ કર્યુ તેમાં પણ કંઈ ખબરના રહી કે શું નાખ્યું, છેલ્લે એક ફેમિલિ ફોટો મુક્યો હતો તે યાદ હતું. બાકી તો બધું વિચારોની વમળમાં ફરતું હતું. બધાને શું જવાબ આપીશ ને લોકોને શું કહીશ, તે વિચારે જ રાત પુરી થઈ ને સવારે વહેલા જ એક પેન અને લેટર લઇ તે લખવા બેસી ગઈ. કાગળનાં શબ્દો દિલમાંથી નિકળતી અવાજ ના આશું બની બધું જ કહી ગયાં. જે નહોતું કહેવાનું ને જે કહેવાનું હતું બધું જ લખાઈ ગયું.

આ્ઈ એમ સોરી મમ્મી- પપ્પા ,તમારી લાડલી પરી આજે પોતાનું સપનું પૂરું કરવા આ કદમ ઉઠાવી રહી છે. જાણું છું હું કે આપણે એકબીજા વગર નહીં રહી શકયે. પણ, સમય બધું શીખવી દેશે એ મને ખાતરી છે. આખા પરિવારના લાડથી હું હંમેશા હારી જાવ છું ને મારુ સપનું પૂરું કરતા અટકી જાવ છું. તમે જાણો છો કે હું જીદી છું ને તમે મને મુશ્કેલીમાં નહીં પડવા દો એ ખાતર આજે મે ઘર છોડવાનો ફેસલો લીધો છે. જો હું તમારી વાત માનીને મારુ સપનું છોડી દવ તો મે મારી જાતને દગો દીધો કહેવાય, હું કોઈની પણ સાથે રમત ના રમી શકું તો મારી પોતાની જ જિંદગી સાથે કેવી રીતે રમી શકું. જાણું છું તમને ડર સે તમારી લાડકવાઈ બેટીને ખોવાનો પણ યકિન માનો કે હું તમારા વિશ્વાસ ને ખોવા નહીં દવ. તમે મને જે આપ્યું તે દુનિયામાં કોઈ ના આપી શકે પોતાની દિકરીને, પણ હું આટલા બધા પ્રેમથી ખુશ નથી. કોઈ પણ પ્રકારની એક હદ હોય છે ને આ પ્રેમની લાગણી મને હંમેશાં કમજોર બનાવે છે. હું ખુશ છું કે તમે લોકો મારી જિંદગી છો પણ આ જિંદગી શું કામની જેમાં ખાલી પ્રેમ સિવાય બીજું કંઈ ના હોય. શું તમે આખી જિંદગી મારો પડછાયો બની ફરતા રહેશો.....?? નહીં રહી શકો. કેમકે, મને ખબર છે મારી અડધા માથીં પણ અડધી જિંદગી નો જ ખાલી સથવારો છો તમે, બાકી જિંદગી તો કોઈ બીજા સાથે જ છે... શું ખબર તે પણ તમારી જેમ જ મને ખુશ રાખી શકે....!!!! તમે મારુ કયારે ખરાબ નહીં થવા દો એ હું જાણું છું. પણ કયાં સુધી હું એવી રીતે કોઈના આધારિત જિંદગી જીવતી રહીશ. સમયને બદલતા વાર નથી લાગતી ત્યારે તકલીફ અને આશું સિવાય કંઈ નહીં હોય મારી પાસે, જો હું અમે જ ખાલી તમારી લાડકી પરી બનીને બેઠી રહીશ તો. જો હું આ ધરે બેસી રહીશ તો મારુ સપનું કયારે પણ નહીં પુરુ થાઈ તે તમે પણ જાણો છો કેમકે સપનું પૂરું કરવા ધણું બધી લડતો લડવી પડે ને તે લડત તમે મને કયારે પણ નહીં લડવા દો. આ્ઈ એમ રીયલી સોરી મારા કારણે તમારે લોકોની વાતો સાંભળી પડશે પણ જયારે હું કંઈક બની જાય ત્યારે તે જ લોકો તમારા ઘરે આવી તમારી છોકરીની વાહ વાહ કરતા હશે. પપ્પા આ દુનિયા આવી જ છે તે ખાલી વિચારી શકે કંઈ કરી ના શકે.... બસ હવે હું વધારે લખીશ તો હું ફરી તમારા પ્રેમના કારણે કમજોર બની જાય. જો સમજી શકો તો મને માફ કરી દેજો કેમકે જયારે તમારા હાથમાં આ ચીઠી આવશે ત્યારે સાયદ હું નિકળી ગઈ હોવ.. તકલીફ તો મારા કરતાં તમને વધારે થશે પણ, વિશ્વાસ રાખજો તમારી પરી તેમની પાખો સાથે લ્ઈને જ આ ધરે ફરી પરત ફરશે - પપ્પાની લાડલી પરી

કાગળની ધડી વાળી તેને તે જગ્યાએ મુકી દીધો, જે જગ્યાએ તરત કોઈની નજર જાય. હંમેશા જ મોડી ઉઠતી પરી આજે બધાની સાથે આરતીમાં હાજર હતી. બધાને થોડું અજીબ તો લાગ્યું પણ આમ આરતીમાં આવેલ પરીને જોઈ તે બધા ખુશ હતા. આખી આરતી પુરી થઈ ત્યાં સુધી તે ત્યાં ઊભી રહી પછી બધા સાથે બેસી નાસ્તો કર્યાં ને કેટલી વાતો પણ કરી. બધાને છોડી ને જવાની તેની ઈચ્છા બિલકુલ નહોતી લાગતી પણ સપનાં પાછળનું જુનુન તેને બધાથી અલગ લ્ઈ જતું હતું. આટલા મોટા ફેમિલીમાં તે એક જ હતી જે સૌથી લાડલી હતી. તેની પાછળ નો પાગલ પ્રેમ તેના વિચારોને પણ ભારી કરતો હતો. હંમેશા જ જેની સાથે તે બધી જ વાતો શેર કરતી તે ભાઈથી પણ તેને આ વાત ચુપાવી. દિલમાં તકલીફ ને મનમાં વિચારો બધા સાથે હોવા છતાં પણ તે ખામોશ હતી. કંઈક એવું લાગતું હતું કે આ બધું ખોટું છે તો કંઈક એવું થતું કે નહીં જે થાય તે થવા દવ. આ છેલ્લી પળ પણ તેની યાદોમાં તે સાથે લઇ જ્ઈ રહી હતી.

કોલેજ જવાના સમયે જ તે ઘરેથી બહાર નિકળી, રોજની જેમ જ આજે પણ તે પહેલાં દાદી પાસે ગ્ઈ ને પછી મમ્મી અને કાકીને હક કર્યો ને તેના ભાઈ સાથે બહાર નિકળી. આમ તો બંને ભાઈ બહેનની કોલેજ અલગ અલગ છે પણ આજે તે પોતાની ગાડી ન લેતા તેના ભાઈ સાથે ગઈ. કોલેજ ગેટ સામે પરીને તે ઉતારી નિકળી ગયોને પરી ત્યાંથી સીધી જ સ્ટેશન પર પહોંચી ગઈ.

"પરી..... મમ્મી તારી સાથે વાત કરે છે." હજું પણ તે ભૂતકાળમાં હતી ને મહેરે તેના વિચારોને તોડયા. આંખમાંથી વહેતા આશું એમ જ વરસી રહ્યો હતા ને તે બધાની સામે કંઈક અલગ જ નજરે જોઈ રહી.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥

પોતાના જ પરિવારથી અલગ થવું તે કામ કેટલું મુશ્કેલ છે તે બધી જ છોકરીઓ જાણે છે.પણ અહીં પરી તો પોતાના સપનાને પુરુ કરવા આવી હતી ત્યારે શું તે તેના સપનાની મંજિલ સુધી પહોંચી શકશે..?? શું તે પોતાની જિંદગી બધા વગર જીવી શકશે....??? શું તેના વગરની જિંદગી તેના પરિવારને મંજુર હશે..... ??? શું હશે આવનારી નવી જિંદગી પરીની તે જાણવા વાંચતા રહો દિલ પ્રેમનો દરિયો છે..... (ક્રમશઃ)