Adhuro prem - 19 books and stories free download online pdf in Gujarati

અધુુુરો પ્રેમ - 19 - પ્રવાસ

પ્રવાસ
આજે વહેલી સવારે પલક મહાબળેશ્વર જવાની તૈયારી કરવા લાગી.વીશાલને ગમે એવું એક સરસ મજાનું ગીફ્ટ પણ લીધું હતું. પલકે વારંવાર એની મમ્મીને પુછ્યું કે મમ્મી હું ક્ઈ સાડી પહેરું અથવા તો કયો ડ્રેસ પહેરું એની મમ્મી પણ જવાબ આપી આપીને થાકી ગઈ હતી. અંતે એની મમ્મીએ કહ્યું કે તને જે ગમે તે પહેરી લે.મને પુછીને તો તું પહેરવાની નથી માટે તને જે સારું લાગે તે પહેરી લે.છતાંય હજી પલક સેટીસ્ફાઈ ન થઈ. એણે વારંવાર કપડાં બદલ્યા કર્યા. ઘડીભર સાડી પહેરે વળી ઘડીકમાં ડ્રેસ પહેરી લગભગ આમને આમ એકાદ કલાક પસાર થઈ ગયો.ને એટલામાં વીશાલનો ફોન આવ્યો ને કહ્યું પલક તું તૈયાર છેને હું તને લેવા આવું છું. એટલે પલકે એમજ કહી દીધું કે હા હા આવો હું બસ તૈયાર જ છું.
હવે પલક થોડી મુંજાઈ ગ્ઈ એણે મમ્મીને કહ્યું મમ્મી તું જલ્દીથી જા અને આકાશને બોલાવી લાવ જલ્દીથી જા તું જા તું જા તું વીશાલ મને પીક કરવા આવેછે અને હું હજીયે તૈયાર પણ થઈ નથી.મમ્મી મનમાં બડબડાટ કરતી કરતી આકાશને બુમ પાડે છે.આકાશ વહેલી સવારથી જ પોતાના હોમવર્ક કરતો હતો. જેથી એણે પલકની મમ્મીનો સાદ સાંભળીને ઓશરીમાં દોડી આવ્યો. કહ્યું હા માસી બોલોને કેમ સવાર સવારમાં આવડી મોટી બુમ પાડી બધું બરાબર છેને.મમ્મીએ કહ્યું અરે હા ભય બધું જ બરાબર છે પણ તારી આ બહેનપણી નું દીમાગ બરાબર નથી. બસ જરા એને સમજાવને આવીને.ઠીક છે માસી કહી ને આકાશ પલકના ઘરમાં ગયો. આવતાં વેતજ પલકે કહ્યું આકાશ જલ્દીથી બતાવે કે મને આમાંથી કયો ડ્રેસ સારો લાગશે.પ્લિઝ આકાશ જલ્દીથી બતાવ વીશાલ બસ પહોચતાજ હશે.આકાશે ચુપચાપ એક આછી ગુલાબી રંગની સાડી કબાબમાં થી કાઢી ને કહ્યું કે પલક જયારે જયારે તું આ સાડી પહેરે છેને ત્યારે ત્યારે કોઈ ઈન્દ્ર ની અપ્સરા જેટલી જ રુપાળી લાગે છે.થોડીવાર બન્ને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા. પછી પલકે એ આછા ગુલાબી રંગની સાડી આકાશના હાથમાં થી લઈ ને એની સામે જ પહેરવા લાગી. એ એટલી ઉતાવળમાં હતી કે સામે આકાશ ઉભો છે એનું પણ ધ્યાન ન રહ્યું.
આકાશે પલકને કહ્યું અરે ગાંડી પેલા બારણું બંધ તો કરીલે યાર તું પણ ઘેલી થઈ ગઈ લાગે છે.વીશાલને મળવાની ઉતાવળમાં તું એ પણ ભુલી ગ્ઈ છેકે તું મારી હાજરીમાં જ કપડાં બદલવા લાગી. એટલું કહીને આકાશ રુમમાંથી નીકળી ગયો.જેવો આકાશ રુમમાંથી નીકળવા લાગ્યો ને તરતજ પલકે એને રોકી લીધો. ને કહ્યું તું ત્યાં બહાર સોફા ઉપર બેસ હું કપડાં પહેરીને આવું જ છું. પછી તું મને કહેજે કે હું કેવી લાગું છું. આકાશ બહાર સોફા ઉપર બેસી ગયો.ને પલકની રાહ જોવા લાગ્યો. થોડીવાર પછી પલક રુપાળી આછી ગુલાબી રંગની સાડી પહેરીને બહાર આવી. ને આકાશની નજર એકીટશે પલકના રુપાળા દેહ માથે મંડાઈ ગ્ઈ.પલકે કહ્યું આકાશ કહે જોઈ હું કેવી લાગું છું. પણ આકાશે કશોજ જવાબ ન આપ્યો. અને પલકે ફરીથી પુછ્યું અરે ! આકાશ હું તને પુછું છું. કહેતો ખરો હું સારી લાગું છું કે નહી,છતાપણ આકાશે કશોજ જવાબ ન આપ્યો. જેથી પલક આકાશની નજીક આવી ને પોતાના હાથે આકાશને હલબલાવી ને પુછ્યું અરે ! પાગલ તારું ધ્યાન ક્યાં છે કે તું મારા આટલાં બધાં સાદ કરવા છતાં પણ કોઈ જ જવાબ આપતો નથી.
આકાશ થોડો સ્વસ્થ થઈ ને કહ્યું કે પલક સાચું કહું તો તું કોઈ ઈન્દ્રલોકોની અપ્સરા જેવીજ રુપાળી લાગે છે.તારી ઉપરથી નજર હટવાનું નામ જ નથી લેતી.મને એમ થાય છે કે તારા સામે બસ એકીટશે આમને આમ યુગો ના યુગો સુધી જોયા જ કરું પલક પેલો વીશાલ ખુબ જ ભાગ્યશાળી છે જેને તારા જેવી સુંદર સુશીલ અને ખૂબ જ હોશિયાર પત્ની મળશે.ખરેખર પલક મને એ માણસની ખૂબ જ અદેખાઈ આવે છે.આકાશના ખુબ જ વખાણ પલકને ખુબ જ આનંદીત કરી નાખી છે. પલક આકાશની બાજુમાં બેસી ગઈ. ને આકાશના ગાલને સ્પર્શ કરી ને કહ્યું આકાશ તું જરાય ખોટું ના લગાડીશ.હું તને આજે ભગવાનની સાક્ષીએ તને એક વચન આપું છું કે આ જનમે હું તારી નહી થઈ શકી પણ આવતા જનમે હું તારી બનીને જરુર મારી અને તારા આ આપણાં બન્ને જણના "અધુરા પ્રેમ"ને પુરો કરીશ આકાશ આ મારું વચન છે.ઘણીવાર આવું બની જાય છે આકાશ કે આપણે ઈચ્છાઓ ને દબાવી રાખવી પડતી હોય છે. નહીંતર આપણી ઇચ્છા પુરી કરવામાં આપણે આપણો ધરમ ભુલી જવાય છે.હું તને જે કહું છું તે તને સમજાય છે ને આકાશ ?પલકે આકાશને પોતાની મધુરતા વહેતી શૈલીમાં કહ્યું.
આકાશ પલકની વાત સાંભળીને ખડખડાટ હસવા લાગ્યો, એણે કહ્યું પલક તું શું આટલી ભણેલી ગણેલી થઈ ને અભણ જેવી વાત કરે છે.આવતો જન્મ, આવતો જન્મ અરે !ભાઈ આવતો જનમને હું નથી જાણતો પલક મારું તો જીવન આ વર્તમાન જનમને સમજવામાં જ નીકળી જશે.અને હું આવતા જનમમાં માનતો પણ નથી. તું તારું આ જનમમાં પુરુ કરીલે.અને તું મારી કોઈ પણ જાતની ચિંતા કરીશ નહીં. જેવીરીતે બની શકે એવીરીતે હું મારી જીંદગી ગુજારી લ્ઈશ.મારી સાથે મારા ભગવાનનો ભરપુર સાથ છે.એ મને તારી જેમ આ જગતમાં એકલો તરછોડી નહી શકે.કારણકે એ જ મારો સાચો સગો છે.તું તો મને સમજવા છતાં પણ હજીસુધી સમજી નથી શકી.મારું જીવન તારા વગર અધુરું છે પણ હવે મને એ વાતનો અફસોસ નથી કારણકે હવે તને તારો ભવભવનો સાથી મળી ગયો છે પલક હવે આવતા જનમે મને વચન આપીને એ વચનનો ભંગ ના કરીશ.
પલક આકાશની સામે અચરજથી જોઈ રહી અને કશું પણ બોલી શકી નહી.પલક કશું કહેવા જાય ને ત્યાં જ વીશાલ આવી પહોચ્યો. અને ઘરનો દરવાજો ખટખટાવીને બુમ પાડી.પલક એકદમ આકાશને હાથ પકડીને પીઠ પાછળ ધકો મારીને રસોડામાં થઈ ને ઘરની બહાર તગડી મુક્યો. કારણકે વીશાલ આકાશને જરાપણ પસંદ નથી કરતો.આકાશ પણ પલકની ભાવના ને સમજીને પાછળના દરવાજેથી હળવેકથી નીકળી ગયો. એકદમ પલક દોડતી પાછી અંદરના દરવાજે આવીને દરવાજો ખોલ્યો. સામે વીશાલને જોઈને હળવા સ્મિત સાથે આવકાર આપ્યો. વીશાલે કહ્યું પલક તું ખૂબ જ સુંદર લાગે છે. સામે પલકે પણ ધન્યવાદ કહ્યું.વીશાલ પણ આજે પલકને જોતાજ રહી ગયો. એની નજર પણ પલકના સુંદર અને સુડોળ, દેખાવડા વદન ઉપરથી હટતી જ નથી.વીશાલે પણ આજે પલકની ભરાવદાર કાયાને આંખોથી માણી રહ્યો છે. એટલામાં પલકની મમ્મી પણ ગામમાંથી પલકના પ્રવાસ માટે થોડો નાસ્તો લેવા ગ્ઈ હતી એ બધું જ લઈ ને આવી ગઈ. પોતાની દીકરીના થનાર પતિ ને જોઈને મીઠો આવકાર આપ્યો. એના થનાર જમાઈના ઓવારણાં લીધા. અને કહ્યું જમાઈરાજ મે આજ પહેલાં ક્યારેય મારી પલકને કોઈની સાથે એકલા મોકલીજ નથી પણ આજે તમે પલકની સાથે લઈ જાવ છો તો મને ખૂબ આનંદ પણ છે અને ખૂબ જ મન પણ ગભરાય છે.મારી પલક બહુજ ભોળી છે એને તમે જેવી લઈ જાવ છો એવીજ પાછી લાવવાની જવાબદારી તમને સોંપુ છું. મારી દીકરીને હેમખેમ પાછી લાવજો.જયાં સુધી તમારા બન્નેના લગન ન કરું ત્યાં સુધી મને ચિંતા તો રહ્યા કરેને પલકની મમ્મીએ વીશાલને કહ્યું.
વીશાલે પણ કહ્યું મમ્મી તમે જરાપણ પલકની ચિંતા ન કરતાં હું એને હેમખેમ પાછી લાવીશ.જેવી લઈ ને જવ છું ને એવીજ પાછી પણ લાવીશ.આતો અમારા મીત્રોએ મહાબળેશ્વર જવાનો પ્રોગ્રામ બનાવ્યો અને મને પણ આવવા માટે કહ્યું. જેથી મે પણ પલકને પુછ્યું અને પછીજ ડીસીઝન લીધું. અને અમે બન્ને એકબીજાને સારીરીતે સમજી પણ શકીએ.એટલામાં પલક પોતાનો સામાન લઈ ને બહાર આવી. એની મમ્મીએ નાસ્તો પલકના થેલામાં નાખી દીધો. અને બન્નેએ મમ્મીને પગે લાગીને મહાબળેશ્વર જવા નીકળી
પડ્યા.વીશાલે ગાડી શરુ કરી અને પલક પોતાના ફીયાન્સેની સાથે જીવનની પ્રથમ સફરમાં નીકળી પડી.પોતાના સાસરીમાં આજે પહેલી વખત જ્ઈ રહી છે.આજે રાત્રીના ત્યાથી બધાજ મીત્રો સાથે પ્રાઈવેટ બસમાં નીકળી પડશે......
.ક્રમશઃ......





(શું પલક અને વીશાલ વચ્ચે થયેલા મતભેદ દુર કરી શકશે.અને મહાબળેશ્વરના પ્રવાસ દરમિયાન કેટકેટલી એક્સાઈમેન્ટ કરશે.......જોઈશું ભાગ :-20 મસ્તી મજાક)