Love Letter books and stories free download online pdf in Gujarati

લવ લેટર

આજે મારે તને જે વાત કરવી છે ને,એના માટે રોજ દિલ કરતું હતું કે આજે તો કઈ જ નાખું. આ વાત હું તારા બર્થડે પર જ કેવાનો હતો પણ પછી થયું કે તને ખોટું લાગશે તો તારો બર્થડે spoil થશે.એટલે આજે મારા બર્થડે પર જ કહું છું.
આ દિવસની મેં ઘણા સમયથી રાહ જોઈ છે.એટલે મારા દિલની લાગણી ધ્યાનથી વાંચજે.પ્લીઝ છેલ્લે સુધી વાંચજે હોને!
જ્યારે તારી સાથે વાત કરવાનું મેં શરૂ કર્યું ને ત્યારે કશું વિચાર્યું નહોતું.પણ જ્યારથી આગળ શરૂઆત થઈ ને પછી એહસાસ થવા લાગ્યો.ખબર નહિ કેમ પણ જે દિવસે તારા good morning નો મેસેજ આવે ને તે દિવસની શરૂઆત સારી થતી હોય એવું લાગતું.પછી જ્યારે તારી સાથે દિવસમાં એકવાર વાત થતી ને તો સારું લાગતું.અને પછી તારી સાથે વાત કરવાનું કોઈ બહાનું જ શોધવા લાગ્યો ક્યારે તારો reply આવે એની રાહ જોવા લાગ્યો.અને અત્યારે તો નવરો હોય ને ત્યારે તારા જ વિચારો આવે,સુતી વખતે જ્યારે થોડો સમય નીંદર ના આવે ને ત્યારે પણ એવું લાગે કે હમણાં તારો gn નો મેસેજ આવે ને સુઈ જાવ,જેટલી વાર ફોન unlock કરું એટલી વાર તને યાદ કરું.મારી ડિક્શનરીમાં 'કર્મી' એટલે એક એવો શબ્દ જેને મને પ્રેમ નામના શબ્દ સાથે ઓળખાણ કરાવી.
આ બધાની વચ્ચે જે એકવાર થયું ને એ તારી સાથે જોડાયેલ મારી લાઈફના બે અગત્યના કિસ્સા છે હવે એ તને કહું.
તને યાદ હોય તો મેં એકવાર વાત વાતમાં તારો નંબર માંગ્યો,પણ તે ના આપ્યો એટલે હું પછી offline થઈ ગયો.અને પછી ફરી મેસેજ ચેક કર્યો તો તે મને બ્લોક કરી દીધો હતો.હું સાવ હતાશ થઈ ગયો હતો.બીજે દિવસે exam હતી પણ વાંચવાનું પણ મન ન થાય અને નીંદર પણ ના આવે.એટલે હું રાતે 3 વાગે બાર નીકળ્યો અને FB ચેક કર્યું તો હજિ friend હતો તારો. ડાયરેક્ટ મેસેજ કરવો ઓકવર્ડ લાગ્યું પછી બહુ વિચારી ને એક લાઈન પોસ્ટ કરી"દોસ્તી સે જ્યાદા હમને કુછ માંગ હી નહીં થા"
Exam આપીને બપોરે ઇસ્કોન મંદિરે પ્રાર્થના કરી અને પછી નેટ ચાલુ કર્યું ને જોયું કે તું મારી લાઈન સમજી ગઈ હતી અને સવારે તે good morning વિસ કર્યું હતું.બસ ત્યારથી જ મેં લખવાનું ચાલુ કર્યું હતું.અત્યાર સુધી જે લખ્યું એ બધું છુપી રીતે તારા માટે જ લખ્યું છે.
અને બીજીવાર જન્માષ્ટમીનું વેકેશન હતું ત્યારે 1-2 દિવસ તારી હારે વાત કરી પણ પછી ઘણા દિવસથી વાત નહોતી થઈ એટલે મેં તારી હારે વાત કરવા ID search કર્યું પણ તે અચાનક જ વગર કઈ વાંકે મને ફરી બ્લોક કરી દિધો હતો.મારા તો પગ નીચેથી જમીન ખસી ગઈ.મારા એક્સપ્રેશન જોય ને બધા ને એમ જ થાય કે આને કોઈ એ ઠપકો આપ્યો હશે.પછી મેં નક્કી કર્યું કે જન્માષ્ટમીના દિવસે નવું ID બનાવીને તને reason પૂછીશ બ્લોક કરવાનું.જન્માષ્ટમીના દિવસે તને મેસેજ કર્યો અને 5 દિવસ નેટ બંધ રાખ્યું ક તારો reply આવ્યો હશે કે નહીં.પણ તારો reply નહોતો આવ્યો. અચાનક એક દિવસે તે મને unblock કર્યો અને reply આવ્યો.
આમ તો તું બહુ યુનિક છે.તું રાત ને દિવસ અને દિવસને રાત કહે તો પણ તારી હા માં હા રાખવા ઘણા તૈયાર હશે.પણ મારો પ્રેમ એ બધાથી અલગ છે.તું હાથમાં મહેંદી લગાવતી હશો પણ જ્યારે તારા વાળને મહેંદીની જરૂર પડશે ને તો પણ મારો પ્રેમ આજે છે તેવો જ હશે.
મને ખબર છે તને બહુ બધા પ્રોબ્લેમ્સ હશે.પણ I promise હું એ બધા પ્રૉબ્લેમ્સ દૂર કરી દઈશ.અને તારી આંખ માંથી આસું ક્યારેક જમીન પર નહી પડવાદવ.મેં જોયો છે તારા પગ માં કાળો દોરો.બસ મારે એ કાળો દોરો બનીને તને બધી જ મુશ્કેલીઓથી દુર રાખવી છે.
પ્રેમ કર્મ સાથે થયો કે કર્મી સાથે એ તો ખબર નહી પણ મેં તો નક્કી કરી નાખ્યું છે કે હવે તું નહીં તો કોઈ નહીં.પ્રેમ તો દૂર પરણીસ પણ નહિ કદાચ.
આજે ભલે તારી ના પણ હોય.હું મારો goal પૂરો કરી ને હમેશા તારા કાબીલ બનવાની કોશિશ કરતો રઈસ.
કોશિશ શુ!બનીજ જઈશ.
આજે કેહવું જરૂરી હતું એટલે કહી દીધું.તે જ કીધું તુ ને મોટો થઈ જા પછી જેને જે કેહવું હોય તે કેજે.આજે લાઈફ નું એક વર્ષ ઓછું થયું એટલે આજ સમય યોગ્ય લાગ્યો.તને કઇ ખોટું લાગ્યું હોય તો દિલથી sorry.
હવે તું સમય લઇ ને વિચાર જે.જરૂર લાગે તો besties ની help લેજે.પણ જે નિર્ણય લેને ત્યારે આંખ બંધ કરી ને તારા favourite રાધા ક્રિષ્ના ને જરૂર યાદ કરજે.અને હા 29th એ મારી exam છે તો best of luck વિસ કરીશ તો પેપર અને લાઈફ બધું સારું જશે. આશા રાખું છું કે બધું friendly handal કરીશ અને block કરીને જવાબ નહિ આપે.
-always તારો
પાપડતોડ પહેલવાન