Love-sex-breakup books and stories free download online pdf in Gujarati

લવ-સેક્સ-બ્રેકઅપ

1.પહેલી નજરનો પ્રેમ

સિલ્કી,રેશમી અને કમર સુધી પહોંચતા એના વાળ, વાળ માંથી એક લટ છૂટી પડીને ગાલનો સ્પર્શ કરી રહી હતી અને તે કાન પાછળ સરકાવવના વ્યર્થ પ્રયત્નો કરી રહી હતી.ઘુવડ જેવી મોટી આંખો,આંખોને વધારે સુંદર બનાવતા મોરના પીંછા જેવા એના નેણ,નેણની વચ્ચે નાની અમથી કાળી બિંદી,મધપૂડો પણ નીરસ લાગે એવા એના હોઠને દાડમ જેવા દાંતથી સહેજ નીચે દબાવેલા હતા.હોઠ પર લાઈટ રેડ લિપસ્ટિક, કાને લટકાવેલ લટકણ,કાજુની જેમ ઉપસેલા એના ગાલ ઉપર પડતા છીછરા ખંજન,શરીરના બધા વણાકો એકદમ સ્પષ્ટ,આકર્ષક અને કામણગારા,સરળ અને બધાનું ધ્યાનકેન્દ્રિત કરતો એનો સ્વભાવ,આછા પીળા રંગની સાડી અને સાડીના પાલવ માંથી દેખાતી એની ઊંડી નાભિ.આ બધું એને વધારે સુંદર બનાવી રહ્યું હતું...મેં એને જોઈ, હું જોતો જ રહી ગયો,સાવ એવું નહોતું કે મેં અગાઉ ક્યારેય સુંદર છોકરીઓ જોઈ જ નહોતી,પણ તે અલગ હતી,દિલને ધબકાવવા માટે પૂરતી હતી.કોઈ પણને પેહલી નજરમાં જ પોતાના પ્રેમમાં ડુબાડી શકે!
*********** ********** ************ **********

2. મોર્નિંગ સેેક્સ

સવારનો છ વાગ્યાનો આલાર્મ વાગતા તે હાથથી અંગડાઇ લઈને ઊંઘેરી આંખો ચોળતા ચોળતા ઉભી થઇ.સવારનો નિત્યક્રમ પતાવીને તે જોગિંગ માટે જવા તૈયાર થઈ.સ્કાય બ્લુ રંગના ટી-શર્ટ અને બ્લેક ટ્રેકમાં શરીરના બધા વણાકો એકદમ સ્પષ્ટ અને કામુક લાગતા હતા.ડ્રેસિંગ ટેબલ સામે બેસીને પોતાના શરીરના આકારો નિહાળી રહી હતી.ડેસ્કમાંથી એક બ્લુ રીબીન શોધીને બંને હોઠ વચ્ચે દબાવી,ખુલ્લા વાળ ભેગા કરીને હાથમાં લીધા.તેનો આ અંદાઝ તેને વધારે સુંદર બનાવતો હતો.હોઠ વચ્ચે દબાવેલ રીબીન આંગળીમાં લીધું... તેના હસબન્ડએ પથારી પર જાગીને હળવું સ્મિત રેલાવતા કહ્યું"બેબી ડોન્ટ ટાઈ ઇટ ના...!,સવારની વિખરાયેલી સુંદરતા આહ...તું ખુલ્લા વાળમાં મને વધારે ગોર્જિયસ અને આકર્ષક લાગે છે"કહીને આંખ મારી...

હસબન્ડના કોમ્પ્લીમેન્ટ પર તેના હોઠ મલકાઈ પડ્યા.હાથમાં બાંધેલા વાળ છુટા મુક્યા, એક લટ ગાલ ઉપર સરકી આવી.લટને કાન પાછળ સરકાવીને હસબન્ડને કહ્યું"ઉઠી ગયો તું,ચાલ જોગિંગ માટે તૈયાર થઈ જા"

આળસ મરોડતા મરોડતા હસબન્ડે કહ્યું"કમ ઓન બેબી આજે બહુ ઊંઘ આવે છે પ્લી...ઝ!"

"પણ ડાર્લિંગ બીઝી શેડ્યુલને લીધે જિમ પણ છોડી દીધું છે.કેલેરીઝ બર્ન કરવા જોગિંગ તો કરવી પડશે ને"

હસબન્ડે વાઈફનો હાથ ખેંચીને બેડ પર બેસાડી"તારી બાહોમાં થોડીક વાર ઊંઘવા દે ને પ્લીઝ બેબી"કહીને વાઇફને પોતાની બાહોમાં લઈ લીધી.તેને કામુક અંદાઝમાં નેણ નચાવતા કહ્યું"તારે કેલેરીઝ બર્ન કરવી હોય તો હું મદદ કરી શકું એમ છું"કહી ને રોમેન્ટિક અદામાં વાઈફના જાંઘ પર હાથ ફેરવ્યો.વાઈફ શરમાઈને નીચું જોઈ ગઈ. તેના બધા હોર્મોન્સ સક્રિય થઈ ગયા.શરીરની બધી નસોમાં ઝડપથી લોહીનું વહન થઈ રહ્યું હતું.હસબન્ડના કામુક અંદાઝે હદયના ધબકારા તેજ કરી મુક્યા. હવે બને એકબીજાના શ્વાચ્છોશ્વાસને નજીકથી અનુભવી શકતા હતા.હસબન્ડે તેણીને વધારે નજીક ખેંચી તેના હોઠ ઉપર પોતાના હોઠ બીડી દીધા.ચુંબન પાંચ મિનિટ ચાલ્યું.કોઈ આદર્શ શિલ્પકારે પોતાની મૂર્તિમાં કંડારેલા હોય તેવા જ એકદમ સ્પષ્ટ વળાકોનો સ્પર્શ કરતા જ તેણીના આખા શરીરમાં ઝણઝણાહટ થવા લાગી.સ્કાયબ્લુ ટી-શર્ટ હવે પલંગની નીચે રખડતું હતું.પારદર્શક આંતરવસ્ત્રોમાંથી લગભગ સ્પષ્ટ નજરે ચડી જતા ભરાવદાર વક્ષ:સ્થળો જોતાની સાથે જ હસબન્ડનો સંયમ તૂટવા લાગ્યો.બરર્મ્યુડાનું નાડું ઢીલું કરી દઈ, નજાકત ભરેલું સ્મિત તેના ચહેરા પર આવ્યું.......
******* ******** ********* ********* *********

3.બ્રેકઅપ

સતત આઠ કલાકની અને અસહ્ય મહેનત માંગી લેતી પ્રાઇવેટ કંપનીની જોબ પતાવીને હું અમદાવાદના ટ્રાફિકને ચીરતો ચીરતો લગભગ સાડા આઠ વાગ્યે મારા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પહોંચ્યો.વ્યવસ્થિત બાઇક પાર્ક કરીને,હેલ્મેટ કાઢવાની તૈયારીમાં હતો એવામાં ફોનમાં રિંગ વાગી.અજાણ્યો નંબર હતો એટલે મિશ્ર ભાવ સાથે હું બોલ્યો

"હેલ્લો!"

"રાહુલ?"

તેના મીઠડા અવાજને ઓળખતા એક ક્ષણ પણ ના લાગી.
"અદિતિ તું...!!!આટલા વર્ષો પછી કોલ કર્યો,કેમ છે તું?"

"બસ મજામાં...તું કેમ છો?"

"બસ જો જીવી રહ્યો છું,તારી યાદોના વાવાઝોડા વચ્ચે.તને સોશિયલ મીડિયામાં શોધવાનો પ્રયત્ન કર્યો પણ તારો ક્યાંય પતો જ નથી.ક્યાં છે તું? શું કરે છે? મારે તને મળવું છે.મારો નંબર કઈ રીતે મળ્યો?"

એક્સાઇટમેન્ટ અને હેપીનેસની લાગણીઓ વચ્ચે મેં સવાલોનો નાયગ્રા ફોલની જેમ ધોધ વહાવી મુક્યો.
મારા સવાલોની બોછરમાં ભીંજાયને જાણે તેને પણ મજા આવી હોય એમ તેના હાસ્યનો સુર મારા કાનમાં રેલાયો.મનમાં તેનો હસતો ચેહરો જોઈને મારા હોઠ ઉપર પણ મુસ્કાન છવાઈ.

તેણે કહ્યું"તારા ઘરે કોલ કરીને આંટી પાસેથી નંબર લીધો..."

"કેમ અચાનક મારી યાદ આવી?" સહજ રીતે મેં સવાલ કર્યો

"યાદ તો તને રોજ કરું છું..."આટલું સાંભળતા જ મારા દિલમાં પ્રેમની લાગણીનું મોજું ફરીવળ્યું.

મેં કહ્યું"તો મેસેજ કે કોલ કરવાની તસ્તી પણ ના લીધી! આઈ સ્ટીલ મિસ યુ અદિતિ..."

"રાહુલ, આઈ ઓલસો મિસ યુ સો મચ...એક ખાસ ન્યુઝ આપવા હતા એટલે કોલ કર્યો"

"શાના ન્યુઝ?"

"મારી એન્ગેજમેન્ટ થઈ ગઈ છે"

મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું "ગ્રેટ" આટલું બોલતા જ મારી આંખોની કિનારીએથી આંસુની એક બુંદ ગાલ પર રેલાઈ આવી.

થોડીક ક્ષણો સુધી અમારી વચ્ચે મૌનની ચાદર પથરાઈ ગઈ.

તે મૌન તોડતા બોલી"નેક્સટ મંથની સાતમી તારીખે મારા મરેજ છે અને તારે આવવાનું જ છે"


મેં પૂછ્યું "તું એને પ્રેમ કરે છે?"


"એક વખત એને મળી છું,સ્વભાવે સારો લાગ્યો"

"એક વખતમાં જ તને ગમી ગયો!...વાવ... હેન્ડસમ અને રિચ હશે"


"કમ ઓન રાહુલ...આઈ ડોન્ટ લવ હિમ"આટલું બોલતા જ તે રડી પડી.થોડીવાર પછી આંસુ લૂછતાં તે બોલી"મારી 'હા' કે 'ના' નો મારા ઘરમાં કોઈ મતલબ જ નથી"

ત્યારે હું માત્ર તેની અંદર રહેલી વરાળ બહાર કાઢી શકું એટલી જ મદદ કરી શક્યો.તેને દિલાસો આપીને ફોન મુક્યો.હવે આજે મારે પણ કોઈના દિલસાની જરૂર હતી.


હું ઘરે પહોંચ્યો.થોડીવાર શાવર લઇને ફ્રેશ થયો અને પપ્પા સાથે ડિનર લેવા માટે ડાઇનિંગ પર ગોઠવાયો.દરરોજ કરતા તદ્દન વિપરીત માહોલ હતો.એકદમ શાંતિ છવાયેલી હતી.હું ચૂપચાપ ડિનર કરી રહ્યો હતો એટલામાં મમ્મીએ મને પૂછ્યું

"કેમ બેટા શુ થયું?...આજે પહેલી વાર તે મારા હાથની પોરણપોળીના વખાણ ના કર્યા"

મજકિયા અંદાઝમાં પપ્પા બોલ્યા
"કેટલા વર્ષોથી તારા હાથનું ખાઇ ને કંટાળી ગયો લાગે છે!આમ પણ હવે તારા હાથમાં પેલા જેવો જાદુ નથી રહ્યો"

મમ્મી એ કહ્યું"તમારી વાત સાચી છે,હું પણ મારા જ હાથનું ખાઈ-ખાઈને થાકી ગઈ છું.હવે તો મારી વહુના હાથની રસોઈનો સ્વાદ ચાખવા તલપાપડ થઈ રહી છું"

"રાહુલ બેટા તારા માસીનો કોલ આવ્યો હતો.તારા માટે કોઈ છોકરી છે તેના ધ્યાનમાં તું કહેતો હોય તો..."

મમ્મીને વચ્ચેથી અટકાવીને હું બોલ્યો
"સારા ઘરની સંસકારી છોકરી હોય તો મને કશો વાંધો નથી"આટલું બોલતા જ મારા અવાજમાં ડૂમો ભરાઈ આવ્યો.

પપ્પાએ કહ્યું"રાહુલ બેટા!જો તારા વ્હોટ્સએપમાં મેં છોકરીના ફોટોઝ અને બીજી ડિટેલ ફોરવડ કરી છે જોઈ લે જે"

મેં છોકરીના ફોટોઝ ડાઉનલોડ કર્યા,છોકરી સુંદર હતી.મેં ફોન ડાઇનિંગ ટેબલ પર મુક્યો.

મમ્મીએ કહ્યું"છે ને ગમી જાય એવી!તારી હા હોય તો આગળ વિચારએ?"

મેં કહ્યું"હું તૈયાર છું, આ રવિવારે મિટિંગ ગોઠવી દયો"

આટલું કહીને,ડિનર પતાવીને હું મારા રૂમમાં ગયો.પલંગ
પર સૂતો સૂતો છતને તાકી રહ્યો હતો અને ભીની આંખે વિચારે ચડ્યો હતો.એના રડવાના ડુસકા હજી મારા કાનમાં પડઘા પાડી રહ્યા હતા.એના પ્રેમને પામવા હૈયું જાણે હિલોળે ચડ્યું હતું.'પરંતુ હવે બહુ મોડું થઈ ગયું છે' એવો દિલાસો હું જ મારી જાતને આપી રહ્યો હતો.

મિત્રતાથી શરૂ થયેલો પ્રેમ ક્યારે રાધા-કૃષ્ણના પ્રેમમાં પરિવર્તન પામ્યો એ સાલી ખબર જ ના પડી!!!

-સચિન