Svaprerit kavitao books and stories free download online pdf in Gujarati

સ્વપ્રેરિત કવિતાઓ

જીવવી છે એક જિંદગી,
જ્યાં હું મારા જીવનના દરેક નિર્ણય જાતે લ‌ઈ શકું,
જીવવી છે એક જિંદગી,
જ્યાં કોઈની રોકા-ટોકી ન હોય,
જીવવી છે એક જિંદગી,
જ્યાં મારે કોઈની પણ પરવાનગીની જરૂર ન પડે,
જીવું તો છું હું સ્વેચ્છાએ, સ્વતંત્રતાથી પણ મુક્તપણે નહીં!



લખી કવિતા બધા માટે બહુ,
તો ચાલને લખું એક કવિતા પોતાના માટે,
બનાવ્યું વ્યક્તિત્વ ધારદાર કે હવે થાય કોઈ વાતનો રંજ, એવી તો કોઈ ગુંજાઈશ જ નથી,
ભલે થયાં ઘા અઢળક તો પણ મે લગાવ્યો મલમ જાતે,
અને બેઠી થઇ પાછી દુનિયાને વળતો જવાબ આપવા માટે,
અને હજી પણ દુનિયા શંકામાં છે મારા વ્યક્તિત્વને લ‌ઈને,
અરે! જરા એમને જણાવો કે કોઈ મામૂલી જંગ નથી,
આને લડવા જોઈએ ઘણી હીમ્મત અને જો તો પણ ન થાય વિશ્વાસ મારી પર,
તો એ જ વસ્તુ સાથે ચાલવું હોય છે કઠીન,
પણ હજી હું નથી માનવાની હાર,
કેમ કે જીત તો હજુ બાકી છે અને મને આટલી જીતથી સંતોષ નથી,
નથી ટૂટી હતી મારી હિમ્મત,
અને મારું આ મજબૂત વ્યક્તિત્વ જોઈને લોકોના મો શા'ને વિલાઈ ગયા?
શું મને હરાવવાના એમના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે?
તો જરા એમને કહેજો કે આ નિષ્ફળતાથી ટેવાઈ જાય,
કારણ કે મને તો કાયમ જીતવાની જ આદત છે!!



છે એના જીવનમાં એની પોતાની પ્રાથમિકતા મોખરે,
જે પણ કંઈ કરે છે એ એની ખુશી માટે કરે છે,
અને જો હવે હોય કોઇને વાંધો આનાથી,
તો એને પરવાહ નથી હવે,
કારણ કે લોકોને ખુશ રાખવાના પ્રયાસો કરી જોયા,
પછી એને સમજાયું છે એનું મહત્વ,
આથી એ જ એની અગ્રતા છે જીવનની!!






જીવનનો અવિરત ચાલતો મુસાફિર છું,
જાણું છું મંઝિલ હજી ઘણીયે દૂર છે,
તેમ છતાંય હિમ્મત અને સાહસ અતૂટ છે,
મારે તો વિસામો લીધેલાને એમની મંઝિલ સુધી પહોંચાડવા છે,
જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મારે તો મુસાફરી કરતા રહેવું છે!




दो नैन, इसमें सपने दो हजार और उसे पूरा करने का जुनून दो लाख गुना,
मंजिल पाने का लक्ष्य है मेरा, हैसियत कमाना नहीं,
क्योंकि हैसियत का तो क्या हैं, आज है तो कल नहीं भी होगी,
जी हां, लोग मेरा साहस तोड़ सकते हैं,
लेकिन मेरा हौसला-ए-जूनुनियत नहीं,
लोग भले ही करें लाख कोशिशें मुझे हराने की,
पर मुझे हारना नहीं, जीतना है,
और कभी निष्फल हो भी गई तो क्या?
निष्फल वह होते हैं जो सफल होने का प्रयास करते है!




હર એક પ્રેરણાદાયી વક્તાની હોય છે એક અનોખી કહાની,
પ્રેરણાદાયી વક્તા હોય જ છે બધા,
કારણ દરેકનું જીવન સંઘર્ષમય જ હોય છે,
બસ અમુક પ્રસિદ્ધ થાય છે અને અમુક પ્રસિદ્ધ થયા વિના પણ બીજાને સતત કરતા રહે છે પ્રેરિત,
દરેકનું જીવન એટલું તો સંઘર્ષમય હોય છે કે લખી શકે પોતાનું 'સફરનામા',
બસ વાત ફક્ત સાહસ સુધી સિમિત હોય છે,
ક્યારેક એવું પણ હોય છે કે એક સાહસ સફળતા રાહ જોતી હોય છ!!



रख तु अपने-आप पर हौसला,
कि लोग तुझे देखने को और मिलने को तरसे,
तेरे दिन ख़राब है, जिंदगी नहीं,
चल सके तो चल अपने कदमों पे,
लोगों के सहारे से जनाजे उठते हैं, मंजिल नहीं मिलती,
रख तु हौसला-ए-बुलंद, दुनिया की कोई ताकत तुझे हरा नहीं सकती,
मै न बताउंगी दर्द कितना है,
समझ सको तो समझ जाना आंखों की सुजन देखकर,
दूनिया के लिए एसा उदाहरण देकर जाना है,
कि जब भी बात आए किसीको प्रेरणा देने की तो बात पहले मेरी हो,
इस कदर लिख रही हूं अपने लिए कविता,
कि मानो मुझे मेरा महत्त्व पता चला हो!!



આ જે છે મારા જીવનની કહાની, એમાં મારા જ છે હસ્તાક્ષર,
તો બીજા પર આરોપ કેમ મૂકાય મારા દુઃખ-દર્દ માટે,
અંતે તો જીવનમાં દરેક નિર્ણયો તો આપણાં જ હોય છે અને તે સાચા છે,એમ માનીને સહી પણ આપણે જ કરતા હોઈએ છીએ!!