Bhul - 13 books and stories free download online pdf in Gujarati

ભૂલ. - 13

[ આગળના પાર્ટમાં બધા માળાઓ કાઢી નાખે છે.બ્રિસા અને કવિતા જગલમાં ચાલતા હોય છે. અચાનક બ્રિસાનો પાછળથી કોઈક હાથ પકડે છે. ]

" કવિતા મારો હાથ. " બ્રિસા પોતાનો હાથ ખેંચતા બોલી. કવિતાએ પણ તેને મદદ કરવા હાથ ખેંચ્યો. " બસ બસ બસ બસ બસ.... " બ્રિસાનો દર્દ થતા તેને છોડવાનું કહ્યું. " હવે શું કરશું ? " બ્રિસા બોલી. " મને લાગે છે કે આ પવિત્રા કાઢવી પડશે. " કવિતા બોલી. " એના વગર તો કેમ જવું ? " બ્રિસા ચિંતાના સ્વરમાં બોલી. " જવું હોય તો કાઢવી પડશે એવું લાગે છે. " કવીતા બોલી. " પણ અંદર જઈને કઈક થઈ ગયું તો ? " બ્રિસા ડર સાથે બોલી. " તારી વાત સાચી છે. બીજું તો શું થાય ? " કવિતા બોલી. " કાઢીને સાથે લઈએ તો. " બ્રિસા બોલી. " હા ટ્રાય કરી જો. " કવિતા બોલી. બ્રિસા એ પવિત્રા હાથમાંથી કાઢી નાખ્યું. છતાં પણ તે અંદર ન આવ્યું. " આલે તું ટ્રાય કર. " બ્રિસા બોલી. " લાવ. " કવિતા બોલી. કવિતાના હાથમાં આવી ગયું. " વાહ. " બ્રિસા બોલી. " હું બેગ માં નાખી દવ. " કવિતા બોલીને પોતાના બેગમાં નાખી દીધું. " એમ નઇ મારાથી કેમ ન આવ્યું અને તારાથી આવી ગયું ? " બ્રિસા આગળ ચાલતા બોલી. " મેં પણ માળા પે'રેલી છે. " કવિતા બોલી. " એટલે આવી ગયું હશે. " બ્રિસા બોલી. અચાનક બ્રિસા હવામાં ઉડવા લાગી. " કવિતા બચાવ. " બ્રિસાએ ચીસ પાડી. કવિતાએ ઝડપથી દોડીને તેનો પગ પકડી લીધો. બન્ને હવામાં ઉડવા લાગ્યા.

*

" આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? " દીપ બોલ્યો. " આ રસ્તો જ્યાં લઈ જાય ત્યાં. " નીરવ બોલ્યો. " આમ તો આખો દિવસ ચાલ્યો જશે. " રાજ બોલ્યો. " હા સાચીવાત છે. " કુશ બોલ્યો. " આવડા મોટા જંગલમાં આપણે એને ગોતશું કેવી રીતે? " હર્ષ બોલ્યો. " ખબર નઇ. " દીપ બોલ્યો. " આ વાત અહીં આવતા પે'લા વિચારવાની જરૂર હતી. " નિલ બોલ્યો. " આપણે શા માટે ગોતીએ એને કામ છે ઇ ગોતશે. " કુશ બોલ્યો. " હા હજી તું..... " દીપ બોલ્યો. " શાંત રે'ને . " નીરવ બોલ્યો. દીપ બોલતા અટકી ગયો. " હા સાચી વાત છે. બાકી આપણી પીકનીક પુરી થાય એટલે ઘરે બીજું શું ! " નિલ બોલ્યો. " હા હું તો કવ છું અહીં બેસીને નાસ્તો કરી લઈએ અને થોડીવારમાં જઈએ. " રાજ બોલ્યો. " હજુ તો થોડીવાર છે 12 તો વાગવા દે. " નિલ બોલ્યો. " હા. પણ કોની ઘડિયાળ ચાલે છે ? " નીરવ બોલ્યો. " મારી તો નથી ચાલતી. " નિલ બોલ્યો. " મારી પણ. " રાજ બોલ્યો. " કઈ નહિ. આ સૂરજ કયારે કામ આવશે ? " નિલ બોલ્યો. " હા જો તો ખરા કઇ બાજુ છે સૂરજ? " નીરવ બોલ્યો. અચાનક એક તરફથી પવન ફૂંકાવા લાગ્યો. સૂરજ વાદળોની અંદર છુપાઈ ગયો. બધા થોડા ગભરાઈ ગયા અને એકબીજાની નજીક આવી ગયા. " હવે સરખા ફસાવાના. " દીપ ધીમા અવાજે બોલ્યો. અચાનક વીજળીનો અવાજ આવ્યો. કુશના મોઢા માંથી થોડીક ચિસ નીકળી ગઈ. બધા એકબીજાની નજીક આવવા લાગ્યા. ફરી એકવાર કાન બહેરા થઈ જાય એવો અવાજ આવ્યો. વીજળી રાજની બાજુમાં પડી હોય એમ જમીનને અડકીને જતી રહી. બધા આ જોઈને આંખો પટાવાનું ભૂલી ગયા. રાજ ની આંખો સાથે મોઢું પણ ખુલી ગયું.

" એ તમે બધા ઉંચા કેમ થતા જાવ છો ? " દીપ બોલ્યો. " શું ? " રાજ પાછળ ફરીને બોલ્યો. " અમે ઉંચા નથી થતા તું નીચો થાય છે. " નીરવ બોલ્યો. " એ નીચે નથી થતો જમીનમાં ધસતો જાય છે. ઉપર ખેંચ. " કુશ બોલ્યો. નિલ અને હર્ષ હાથ પકડીને ખેંચવા લાગ્યા. અચાનક નિલ અને હર્ષ પણ અંદર ધસવા લાગ્યા. " ભાગો. " કુશ બોલ્યો. બધા નિલ ,હર્ષ અને દીપથી દૂર જવા લાગ્યા. નિલ , હર્ષ અને દીપ પોતાની રીતે બહાર નીકળવા મહેનત કરવા લાગ્યા. ચાલવા માટે એક પગ ઉંચો કરતા તો બીજો પગ વધારે જમીનમાં ઘુસી જતો અને એ પગ ઉંચો કરે તો પેલો પગ ધસી જતો. આ રીતે કમર સુધી ધસી ગયા.

" એલા કઈક કર. અહીંથી કાઢ. " નિલ બોલ્યો. " હલવાનું બંધ કરી દો. " રાજ બોલ્યો. બધા પોતાની જગ્યાએ જેમના તેમ ઉભા રહી ગયા. " ઝડપથી ત્યાં પહોંચે એટલી ડાળીઓ ગોતો. " નીરવ બોલ્યો. બધા આસપાસ ડાળીઓ ગોતવા લાગ્યા. " મળી ગઈ. મદદ કરાવો. " રાજ બોલ્યો. નીરવ અને કુશ ત્યાં ગયા. ડાળી ખેંચીને તેને દીપ તરફ લાંબી કરી. દીપ ડાળી પકડવા થોડો આગળ ગયો. ડાળી હાથમાં આવી ગઈ. નિલ અને હર્ષે દીપનો ખભો પકડી લીધો. રાજ ,નીરવ અને કુશ જોરથી ખેંચ્યું. અચાનક તે બધા પણ જમીન માં ખૂંચવા લાગ્યા. નીરવ દોડીને લીમડાના ઝાડ પર ચડવા લાગ્યો. રાજ અને કુશ જોત-જોતામાં ગોઠણ સુધી ખૂંચી ગયા.

" કિશન શું કરે છે ત્યાં ? " નીરવ જોરથી બોલ્યો. " હું બચુ છું આનાથી. " કિશન બોલ્યો. " પણ બચાવ તો ખરા અમને. " રાજ બોલ્યો. " એલા કઈક પગમાં કરડે છે. " દીપ બોલ્યો. " શું ? " નિલ ગભરાહટ સાથે બોલ્યો. " હા યાર. મને પણ કઈક ખૂંચે છે. " હર્ષ બોલ્યો. " વાટ લાગવાની છે આપણી. " રાજ બોલ્યો. " કઈક કર નીરવ. " દીપ જોરથી રડવા લાગ્યો. " શાંત થઈ જા. તું એકલો નથી. આપણે બધા છીએ. હમણાં કઈક રસ્તો મળી જશે. " નિલ સમજાવતા બોલ્યો. દીપ રડવાનું બંધ કરી દીધુ પણ હુબકા હજુ ચાલુ હતા.

" નીરવ ઉપર ચડી જા. " કિશને બૂમ પાડી. બધાની નજર નીરવ તરફ ગઇ. નીરવ જે ઝાડ પર ચડ્યો હતો તે જમીનમાં ઘૂસતું જતું હતું. " આ શું થાય છે ? " નીરવ વધુ ઉપર ચડતા બોલ્યો. " આ દલદલ વધતું જાય છે. ઝડપથી બહાર ન નીકળ્યા તો સીધા ઉપર જ મળશું. " નિલ બોલ્યો. " હા કિશન તું એકલો જ છે. કઈક કર. " રાજ બોલ્યો. " મારા પગમાં બહુ જ દુખે છે. જાણે કોઈક ચામડી કાપી ગયું હોય તેવું લાગે છે. " હર્ષ બોલ્યો. " મને નથી લાગતું આપણે અહીંથી નીકળી શકીશું. " કુશ નિરાશ અવાજે બોલ્યો. બધાના મન બહાર નીકળવાના વિચારને પડતે મૂકીને પોતાના મૃત્યુના વિચારથી ભરાઈ ગયા. દીપ ફરી રડવા લાગ્યો. આ વખતે કોઈએ તેને શાંત ન કરાવ્યો.

પ્રતિભાવ આપશો.