Bhul - 17 books and stories free download online pdf in Gujarati

ભૂલ. - 17

[ આગળના પાર્ટમાં કિશન પ્રાણી નો ખોરાક બનતા બચી જાય છે. બધા પ્રાણીથી દૂર ભાગે છે. રસ્તામાં કવિતા અને બ્રિસા બધાને દોડતા જોઈ તેની પાછળ પાછળ દોડે છે. બ્રિસા પ્રાણીને જોઈને બેસી જાય છે. કવિતા બ્રિસાને છોડીને ત્યાંથી ભાગવા લાગે છે. બ્રિસા રડવા લાગે છે. ]

" એક મીનીટ. " નિલ બધાને રોકતા બોલ્યો. " શું થયું ? " દીપ પાછળ ફરતા બોલ્યો. " જુવો પાછળ કોઈ નથી. " નિલ બોલ્યો. " તો ? " રાજ બોલ્યો. " તો શું પેલું પ્રાણી નથી આપણી પાછળ. " નિલ બોલ્યો. " હાશ. " કુશ નીચે બેસતા બોલ્યો. " સારું થયું ગયું. " નીરવ ખુશી સાથે બોલ્યો. " મને એવું લાગે છે કે તે આપણે મુકીને પેલી છોકરી પાછળ પડી ગયું. " નિલ બોલ્યો. " એક મિનિટ કઈ છોકરી ? " દીપ બોલ્યો. " રસ્તામાં હતી એ. " કુશ બોલ્યો. " મને તો કોઈ ના દેખાયું. " દીપ બોલ્યો. " તું પણ ઊંધુ જોઈને ભાગવા લાગ્યો તો એમાં કેમ દેખાય. " રાજ હસીને બોલ્યો. " પણ એ અત્યારે મુશ્કેલીમાં હશે. " નિલ બોલ્યો. " તો તું એમ કે'શ કે આપણે એને બચાવવા જવું જોઈએ. " રાજ બોલ્યો. " હા. " નિલ બોલ્યો. " તારે પાછું ઓલા મને ખાવાવાળા પ્રાણી પાસે જવું છે. " કિશન નિરાશ આવજે બોલ્યો. " શું યાર તું પણ આવા વિચાર કેમ આવે છે ? " હર્ષ બોલ્યો. " તમને કેમ સમજાતું નથી. એ પણ આપણી જેમ અહીં ફસાય ગયા હશે. એમાં પણ એક તો નિરવની જેમ જખમી હોય તેવું લાગ્યું. " નિલ બોલ્યો. " અરે યાર એ ચાલ પણ હોઈ શકે આપણે પાછા બોલાવવાની. " દીપ બોલ્યો. " ચાલ હોય તો આપણી મદદ માટે બુમ પાડે. આપના મગજમાં પાછા આવવાના વિચાર કરાવે નઇ કે આપણી સાથે ભાગવા લાગે. " નિલ બોલ્યો. " નિલની વાત સાચી છે. કદાચ એને પણ આપણી જેમ કોઈએ સંદેશો મોકલીને બોલાવ્યા હોય અને આપણી જેમ ફસાઈ ગયા હોય. " કુશ બોલ્યો. " તારું પણ ફરી ગયું છે કુશ. " કિશન થોડા ઉંચા અવાજ સાથે બોલ્યો. " મને પણ નિલની વાત સાચી લાગે છે. " નીરવ બોલ્યો. " પણ આપણે એને જાણતા નથી. એને મળ્યા નથી તો શા માટે બચાવીએ? " દીપ નિલ સામે જોઇને બોલ્યો. " હા પણ કો'કને મુસીબતમાં મૂકીને તો ના જવાયને અને કદાચ ત્યાંથી આપણે આપણી મંજિલ મળી જાય. " નિલ સમજાવતા બોલ્યો. " ના ભઇ ના મને મગજમાં નથી બેસતું. " રાજ માથું નકારમાં હલાવતા બોલ્યો. " ભલે આપણે એવું લાગતું હોય કે આપણે એને નથી જાણતા પણ એ લોકો અહીં છે એનો મતલબ કે આપણો કઈક તો સંબંધ હશે જ. " નીરવ બોલ્યો. " તને છોકરી દેખાય એટલે પતિ ગયું. ઘેલો થઇ જાશ." દીપ બોલ્યો. " ના ભઇ એવું નથી. પણ..." નિલ બોલ્યો. " માથાકુટ નથી કરવી. જેને જેમ જવું હોય એમ જાય." રાજ બોલ્યો. " હા. બરાબર. " કિશન બોલ્યો. " નઇ નઇ નઇ નઇ નઇ નઈ છુટા પડવું એટલે મરવા બરાબર છે. " હર્ષ બોલ્યો. " અને પાછા જવું એ પણ મોત જ છે. " કિશન બોલ્યો. " કઈ નઇ. બધા નક્કી કરીને એક તરફ જઈએ. " નીરવ બોલ્યો. " હા. બરાબર. " દીપ બોલ્યો. " નીરવ તારે?" નિલ બોલ્યો. " હું મારી પરિસ્થિતિ પ્રમાણે નિલ સાથે જઈશ. કોઈ મને મુસીબતમાં મુકી ને ચાલ્યા જાય એ મને તો ન જ ગમે." નીરવ બોલ્યો. " દીપ તું ? " નીલ બોલ્યો. " મારે મરવા નથી જવું. હું કિશન સાથે છું. " દીપ બોલ્યો. " હર્ષ તું ?" નિલ બોલ્યો. " હું ભાઈ સાથે જઈશ. " હર્ષ બોલ્યો. " રાજ તું ?" નિલ બોલ્યો. " હું..હું.. કિશન સાથે. " રાજ બોલ્યો. " ત્રણ ત્રણ થયા કુશ નક્કી કરશે કે જવું કે નઇ. " કિશન કુશ તરફ જોઈને બોલ્યો. બધા કુશ તરફ જોવા લાગ્યા. કુશના ચહેરા પર ચિંતા દેખાતી હતી. કુશને ખબર હતી કે મારો ખોટો નિર્ણય બધાને મુશ્કેલીમાં મૂકી શકે એમ છે. તેના મનમાં એક સાથે બોવ બધાં વિચારો આવવા લાગ્યા. " બોલ હવે. " દીપ બોલ્યો. " હા. હું..હું.. પણ કિશન સાથે છું. " કુશ નિલ તરફ માફી ભરેલી નજરે જોતા બોલ્યો. " હા તો નક્કી થઈ ગયું. ચાલો. " દીપ આગળ તરફ ચાલતા બોલ્યો. નિલ અને નીરવ થોડાક નિરાશ થઈ ગયા. બધા આગળ તરફ જવા લાગ્યા.

અચાનક પાછળથી કોઈકની ચીસ સંભળાઈ. બધા એક ક્ષણ માટે બધા સ્થિર થઈ ગયા. બધા પાછળ ફરીને જોયું. ચીસ થોડેક દૂરથી આવતી હતી. નિલ ચીસ તરફ દોડવા લાગ્યો. " ઉભો રે. નિલ. " નીરવે બુમ પાડી. નિલે હાથના ઇશારાથી બધાને પાછળ આવવા કહ્યું. " અરે યાર. આને પણ.. " દીપ બોલ્યો. બધા નિલની પાછળ દોડવા લાગ્યા. " હે ભગવાન બચાવી લેજે. " રાજ દોડતા દોડતા બોલ્યો. " હજુય સમય છે. પાછો વળ." કિશન નિરવની બાંજુમાં દોડતા બોલ્યો. " જે થવું હોય તે જોયું જશે. સારું કામ કરવામાં ખચકાટ ન થવો જોઈએ." નીરવ બોલ્યો. " મને લાગે છે કે આ મદદની આપણે મોટી કિંમત ચૂકવવી પડશે. " દીપ બોલ્યો. " આમેય કિંમત ન થાય એવી મદદ પણ ન હોય. " હર્ષ બોલ્યો.

પ્રતિભાવ આપશો.