Bhul - 21 books and stories free download online pdf in Gujarati

ભૂલ. - 21

[ આગળના પાર્ટમાં ક્રિશ બધાને બચાવે છે. હર્ષ તેના પર ભભૂત નાખી મારી નાખે છે. અચાનક ડાયન આવે છે જે બધાને ચક્રમાં પુરી દે છે. નિરવની વિનંતીથી બધાને એક એક પ્રશ્ન પૂછવાનું કહે છે. ]

"તમે અમને મારવા શા માટે માંગો છો ?" નિરવે પૂછ્યું. " હું મારવા ન'તી માંગતી પણ પેલી સ્ત્રી તમને મારવા માંગતી હતી. એને તમારી સાથે વેર હતું. " ડાયન બોલી. " શેનું વેર ? " નિરવે પૂછ્યું. " તારો વારો પૂરો બીજું કો'ક પૂછે તો જવાબ દવ. " ડાયન બોલી.

" મારો સવાલ છે. " બ્રિસા બોલી. " તમે બધા એકવખત કેમ્પ માટે આવ્યા હતા. બંનેના કેમ્પ અલગ અલગ હતા. તમેં જંગલમાં રે'તા એક વ્યક્તિની મદદ કરી હતી. એ વ્યક્તિ પેલી સ્ત્રીનો પતિ હતો. જ્યારે તે બહાર ગઈ હતી ત્યારે તમે લોકોએ એ વ્યક્તિને તેનો સમાન પહાડી પરથી નીચે ફેંકવામાં મદદ કરી હતી એમાં એ સ્ત્રીના બાળકો હતા. એક બાળક તમે અને બીજું તમે બન્ને એ ફેંકી દીધા. ત્યાર પછી એ સ્ત્રી બદલો લેવા કાળીવિધાની મદદથી બધાને મારવા લાગી. પેલા તેના પતિને અને અત્યારે તમે બધાને, હજુ એક બાકી છે એ છે નીલમ. તમારા પછી એ એને મારવા માટે બોલાવાની હતી. પણ તમે બધાએ એને મારી નાખી. " ડાયન થોડાક દુઃખ ભર્યા અવાજે બોલી. "હા એટલે એ કે'તી 'તી કે હવે ખબર પડી નીચે પછાડવાથી શુ થાય. " નીરવ બોલ્યો. " હા. " ડાયન બોલી. " આ મદદ કરીને તો આપણી ભૂલ થઈ ગઈ. " નિલ બોલ્યો. " હવે કેમ્પમાં જાય એ બીજો. " દીપ ઉગ્ર સ્વરે બોલ્યો. " ચૂપ સાવ. બીજું કોઈક પૂછો . " ડાયન થોડા ઉંચા સ્વરે બોલી.

" એ અમને અહીં બોલાવીને કેમ મારવા માંગતી હતી ? ઘરે પણ મારી નાખ્યા હોત. " નિલ બોલ્યો. " ના. ઘરે ના મારી શકે તેની શક્તિ એટલી બધી ન હતી. એ તમને અનુભવ કરવી શકે પણ મારી ના શકે. " ડાયન બોલી.

" અહીં આવ્યા પછી તે અમને મારી નાખત પણ તમે કેમ ના મારી શક્યા ? " કુશે પૂછ્યું. " તે પણ ના મારી શકત તમે બેહોશ થઈ જાત પણ મરત નઇ. એને પણ સવાર સુધી રાહ જોવી પડત. જેમ લોકોમાં બધાની કલા અલગ અલગ હોય તેમ કાળી વિદ્યામાં પણ અલગ અલગ હોય. તે બદલો લેવા આવી હતી એટલે એના કામને નડતી બધી બધાને પાર કરવા એ સક્ષમ હતી પણ એની શક્તિ પણ આ દૈવિક સામે ઓછી હતી. અને હું તમને મારવા નઇ પણ અહીં રાજ કરવા આવી છું." ડાયન મુસ્કુરાહત સાથે બોલી.

" અમે ત્રણેય ને કેમ કઈ ના થયું ? " ક્રિશ બોલ્યો. " કારણ કે તમે આ લોકોને અડકયા એટલે થોડા સમય માટે તમે પણ દૈવિક શક્તિના પ્રભાવ હેઠળ આવી ગયા. જેમ મંદિરે ગયા પછી તેંની અસર રૂપે સારા વિચારો રહે એમ. " ડાયન બોલી.

" પેલું દળદલ પછી પેલું પ્રાણી એ બધું શું હતું ? અને મને અડકતા તે શા માટે મરી ગયો." કવિતા બોલી. " એ બધું તમને તડપાવા માટે હતું. જ્યારે બધા દળદલમાં ખુચીને શ્વાસ લેવામાં તકલીફ થઈ એવું એના દીકરા સાથે થયું હતું. અને બહાર પણ એને જ કાઢ્યા અને વધારે દુઃખ દેવા પ્રાણી મોકયું પણ જ્યારે તમે એને મારી નાખ્યું ત્યારે ખૂબ ગુસ્સો આવ્યો અને તમને પોતાની જાતે સજા આપવા ગુફામાં બોલાવી લીધા. અને એ પ્રાણી કવિતાની માળા ના લીધે મરી ગયો. બ્રિસા પાસે પણ એવી રીતે પવિત્રા હતી પણ એની શક્તિ નાબૂદ કરવા પેલું કંકુ મેં જ મોકલ્યું હતું પણ કવિતા બચી ગઈ. કવિતા બહાર ન ભાગી જાય એ માટે પ્રાણી તેની પાછળ પડ્યું પણ તેને અડકીને તે મરી ગયું. એનું કારણ એ માળા જ હતી." ડાયન બોલી. ડાયનની આસપાસ રહેલ અંધારું ઓછું થતું જતું હતું.

" આ માળા ક્રિશ કેમ અંદર લઈ આવ્યો ? અમે કેમ ના લઈ જઈ શક્યા ? " રાજ બોલ્યો. " તમારી સાથે બદલો લેવાનો હોવાથી તે માત્ર તમારા પર જ ધ્યાન રાખતી હતી. " ડાયન બોલી.

" તમેં કોને મારવા જવાના હતા ? એ કોણ છે ?" હર્ષ બોલ્યો. બધા તેની સામે જોવા લાગ્યા. " આ તું શું પૂછે છે ? અહીંથી જવાનું પૂછ. "નીરવે ધીમા અવાજે હર્ષને કીધું. " મારે તમારા જેવા નાના બાળકોને મારવા જવાના છે. જે મારા જંગલમાં આવીને મને જ મારવાના પ્લાન બનાવે છે. બધા અલગ અલગ જગ્યા પર કેમ્પ કરે છે. ભૂતિયા જગ્યાને સામાન્ય સાબિત કરે છે પણ આ વખતે તે જીવતા બચવાના નથી. એના નામ રોનક, પ્રીત, દર્શન, નયના, રાઘવ, પ્રિયંકા, સ્વીટી, પાર્થ છે તું ઓળખે છે ? " ડાયન હર્ષ પ્રશ્ન બદલે એ પહેલાં બોલી. હર્ષે ના પાડી. "તો શું કામ પંચાત કરે છે ? તારું કામ કરને. " ડાયન ઠપકો આપતા બોલી.

" અમને ક્યારે જવા દેશો ? " દીપ બોલ્યો. " સવારની આરતી થાય ત્યારે. યાદ છે ને પૂજારીના સ્વર. " ડાયન બોલી. દીપ ખુશ થઈ ગયો. " પણ તમારા ઘરે નઇ ભગવાનના ઘરે." ડાયન મુસ્કુરાહત સાથે બોલી.

" અમને જવા દો. તમારી અને અમારી ક્યાં દુશ્મની છે ? " કિશન બોલ્યો. " અત્યાર સુધી નો'તી પણ હવે છે. તમે મારી બેનને મારીને મારી દુશ્મની ના ભોગ બનશો. " ડાયન ગુસ્સા સાથે બોલી. ડાયનની આસપાસ ફરી અંધારું થવા લાગ્યું. ડાયન ઉભી થઈને મંત્ર બોલી. બધાં હાથમાં હાથકળી આવી ગઈ જે જમીન સાથે બંધાયેલી હતી. " હવે આ શું કામ ? " નિલ બોલ્યો. " તમેં કાદાચ આ ચક્ર તોડી શકો દૈવિક શક્તિથી પણ આ હાથકળી તોડવી અશક્ય છે. " ડાયન એટલું બોલી હસતા હસતા ગાયબ થઈ ગઈ.

" યાર મને એમ હતું કે આપણે એ પાંદળાંથી આ ચક્ર ભૂંસી નાંખસુ પણ હવે એ પણ શક્ય નથી. " હર્ષ નિરાશ અવાજે બોલ્યો. " હા સાચી વાત છે. " દીપ બોલ્યો. " હજુ પણ આ હાથકળીને અડાડીને જોઈએ. " નીરવ બોલ્યો. " કેવી રીતે ? " હર્ષ હાથકળી ના લીધે બંધાયેલા હાથ દેખાડતા બોલ્યો. " હું તારા ખિસ્સા માંથી કાઢી દવ. " રાજ બોલ્યો. રાજે હર્ષના ખિસ્સામાં હાથ નાખીને બીલી પત્ર કાઢ્યું અને હર્ષની હાથકળી ને અડકાવ્યું. " કઇ ના થયું. " દીપ નારાજ સ્વરે બોલ્યો. બધા પોતાના મોતની રાહ જોઈને બેસી ગયા. બધાને પોતાના મમ્મી પપ્પા યાદ આવવા લાગ્યા. પોતાની જીવેલી જિંદગી યાદ આવવા લાગી. " અહીં આવ્યા જ ન હોત તો કદાચ આપણે બચી જાત. " બ્રિસા બોલી. " સાચી વાત છે. " દીપ બોલ્યો. રાજ હાથકળી તોડવા ખેંચવા લાગ્યો. કળી પર પગ મારવા લાગ્યો. અજાણતા તે પોતાના જ હાથને નુકશાન કરી રહ્યો હતો. કોઈ રાજને રોકતું પણ ન હતું. રાજ પણ થાકીને બેસી ગયો. બધાની આંખો માં આંસુ વહેવા લાગ્યા. " એક મિનિટ આપના બધાના પાંદડા ભેગા કરીએ. " નીરવ બોલ્યો. " હા. બરાબર." બધા ઉત્સાહમાં આવી ગયા. બધાએ એક બીજાના બીલી પત્ર ખિસ્સામાંથી કાઢ્યા. હર્ષની હાથકળી પર મુક્યા. બધા બીલી પત્ર ચમકવા લાગ્યા. બધા ખુશ થઈ ગયા. અચાનક બધા બીલી પત્ર બળી ગયા. હાથકળી એમની એમ હતી. બધા આ જોઈને નારાજ થયા. " આમાં બધો વાંક નિરવનો છે. માંડ એક બચાવનો રસ્તો હતો એ પણ તે સળગાવી દીધો. " દીપ ગુસ્સે થતા બોલ્યો. " હા. " બ્રિસા પણ ગુસ્સા સાથે બોલી. " એમાં મારો શું વાંક? મને જે વિચારવામાં આવ્યું એ કઈ દીધું. " નીરવ નિરાશ સ્વરે બોલ્યો. " નિરવે થોડી આપણી સાથે જબરદસ્તી કરી હતી. અને આમ પણ જો આપણે આઝાદ થઈ જાત તો બધાને સારું ના લાગત. વાંક આપણા બધાંનો છે. " નીલ ઝગડો રોકવા માટે બોલ્યો. " હવે કોઈ પણ ક્ષણે પેલી ડાયન આવશે અને આપણે બધાને મારી નાખશે. " રાજ ગભરાહટ સાથે બોલ્યો. બધાને ડર ઘેરી વળ્યો. પોતાના બચાવનનો એક માત્ર રસ્તો પણ બંધ થતાં બધાના મગજમાં પોતાનું મૃત્યુ કેવું હશે તે ચાલવા લાગ્યું. પોતાના ઘરના લોકોની સ્થિતિ સામે આવતા બધાથી રડાઈ ગયું.

પ્રતિભાવ આપશો.