TOY JOKAR - 12 books and stories free download online pdf in Gujarati

ટોય જોકર - 12

પાર્ટ 12
શુભમ માથે આજે જાણે આભ તૂટી ગયું હોય તેવું દુઃખ પડ્યું હતું. રીના તો જાણે પૂતળું બનીને બસ તેના એક ને એક દીકરાની બોડી ની દહન થતી જોતી જ રહી. તેના સુખી જીવનમાં જાણે કોઈ બૉમ્બ નાખીને તબાહ કરી નાખી હોય તેવું લાગ્યું.
શુભમ તો પોતાની જાત ને જ સંભાળી સકવાની હાલત માં ન હતો. પણ તે એક પુરુષ હતો. તેનામાં સ્ત્રી કરતા વધુ મનોબળ હોય છે. એક પુરુષ કોઈ પણ વિકટ સમયમાં પોતાના પરિવાર ને તરસોડી શકતો નથી. પોતાને જાણ હોવા છતાં કે હવે બધું તેની હાથમાં નથી તો પણ પોતાના પરિવાર ની ખુશી માટે તે મહેનત કરતો રહે છે.
શુભમ થોડી સેકેન્ડ માં જ સ્વસ્થ થઈ ગયો. રીના પાસે પહોસીને તેને શાંત કરી. તેને ઇચારે જ હેતુ ને શાંત કરવા કહ્યું. કારણ કે આવી વિકટ પરિસ્થિતિ માં એક પુત્રી ને તેની મા વધારે સાંતવાના આપી શકે.
હેતું હજી પણ રડતી હતી. તેને શાંત કરવી જરૂરી હતી. તેના ગોરા ગુલાબ ની પાંખડી જેવા ગાલ રડવાથી ફૂલી ગયા હતા.
રીના ધીમેથી તેની પાસે પહોસીને તેને આસ્વાશન આપ્યું. તેના નાના મગજ માં આ બધું શું ચાલી રહ્યું છે તે સમજાતું ન હતું. ફક્ત તેને તો એટલીજ ખબર હતી કે થોડીવાર પહેલા તેના ભાઈ ની લાશ ના બોડી ના ભાગો ઉપર હવામાં તરતા હતા. પછી તે એક ઝાટકે નીચે પડી ને સળગવા લાગ્યા.
હોલ માં હાજર બધા પરિસ્થિતિ ને સરખી રીતે સમજે ત્યાં અચાનક લાઈટ બંધ થઈ ગઈ. શુભમ, રીના કોઈ અંધારું દૂર કરે તે પહેલા કોઈકનો હસવાનો આવાજ આવ્યો.
થોડીવાર હસવાનો અવાજ આવ્યો ત્યાર બાદ અચાનક અવાજ બંધ થઈ ગયો. અવાજ બંધ થયા ની પંદર સેકેન્ડ માં લાઈટ એક બે ઝબકારા સાથે આવી ગઈ.
હેતુ સોફા પર બેઠી હતી. લાઈટ આવતા જ તેની આંખોએ જે જોયું તેનાથી તેની આંખો જ ફાટી રહી ગઈ. તેના હૃદય ના ધબકારા જોરજોરથી ધબકવા લાગ્યા.
તેની આંખો સામે તેની મા રિના, પિતા શુભમ અને તેના દાદા દાદીના શરીરના હેમાંગની જેમ જ પાંચ પાંચ ભાગમાં ટુકડા પડ્યા હતા. તે એટલી બધી ડરી ગઈ કે તે ત્યાં સોફા પર જ બેહોશ થઈ ગઈ.
હેતુ બેહોશ થઈ ત્યાં હેતુ પર એક પડછાયો ધીમે ધીમે આવવા લાગ્યો. તે પડછાયો જોકર નો હતો. પેલું જોકરનું ટોય પણ હવામાં ઉડવા લાગ્યું. તે ટોય પડછાયા ની સામે આવીને હવામાં જ સ્થિર થઈ ગયું.
પડછાયો જેનો હતો તે જોકરે હેતુ ની પાસે આવીને એક ચપટી વગાડી. પણ જેવી જોકર ની ધારણ હતી તેવું કશુંજ ન થયું. તેવું તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું.
પેલા જોકરે ફરી વાર પ્રયત્ન કર્યો. પણ પરિણામ શૂન્ય જ આવ્યું. તેને ઉપરાઉપરી સાત થી આંઠ વખત પ્રયત્ન કર્યો પણ હર વખતે હાર મળી. તેને આજ સુધીમાં કેટલાને પોતાની ચપટી થી મોત ને ઘાટ ઉતારી નાખ્યા હતા. પણ આજે તે એક સાત વર્ષની બાળકી સામે નિષ્ફળ ગયો હતો.
જોકર હવે અકળાનો હતો. તેના મન માં ગુસ્સો પેદા થવા લાગ્યો હતો. એક મામુલી છોકરી તેના હાથે થી મરતી ન હતી. તે ધારે તો હેતુને કોઈ બીજા હથિયાર થી પણ મારી શકે તેમ હતો પણ તેની એક કમજોરી હતી. તે વધુને વધુ તાકાત મેળવવા તેની દિવ્ય શક્તિ વડે જ તેને મારે તો તેનામાં તાકાત નો વધારો થાય એમ હતો. જેટલા વધુ તે માનવ ને પોતાની ચપટીની તાકાત થી મારે તેટલી જ તેની તાકાત માં વધારો થાઈ એમ હતું. બસ આ કારણથી જ તેને આજ સુધી આમ જ બધાને માર્યા હતા. તેમાં અભી, અનુષ્કા, હેમ, શુભમ, રીના, હેમાંગ અને શુભમ ના મમ્મી પપ્પા નો સમાવેશ થતો હતો. પણ તેની કોઈ કમજોરીના કારણે તે હેતુ ને મારી શકવામાં અ સમર્થ હતો.
“એક બાળકીને મારવામાં તને કેટલી વાર લાગે છે? એમાં આપણે મહાશક્તિ શાળી થવું છે. તેના માટે પુરા એક હજાર વ્યક્તિને મારવાના છે. તોજ આપણાબોસ ને દિવ્ય શંખ મળશે. તો જ આપણે આ સુષ્ટિ પર ભૂતોનું શ્રામરાજ્ય સ્થાપી શકીશ. જલ્દી કર બસ આપણી ટીમ જ વ્યક્તિને મારવામાં પાછળ છે.” પેલું હવા માં જે જોકરનું ટોય હતું તેણે જોકરને અનુલક્ષીને કહ્યું.
“ હા તેની મને ખબર છે. પણ આ બાળકીમાં કોઈ દિવ્ય શક્તિ છે. જે મારી શક્તિ થી વધુ તેજ છે.” જોકરે કહ્યું.
“તો એક કામ કર આને આપણી સાથે લહી ચાલ આપણા બોસ પણ જોવે આપણી શક્તિથી પણ કોઈ પાસે વધુ શક્તિ છે.” જોકર ના તોયે કહ્યું.
@@@@@
સવારના પાંચ વાગે ત્રિવેદીનો ફોન રણક્યો. ત્રિવેદી ઊંઘ માં જ ફોન હાથ માં લહીને રિસીવ કર્યો. તેની આંખો માં ઊંઘથી ઘેરાતી હતી. ફોન કાને રાખતા જ સામેના પક્ષે થી જે પણ કહ્યું તે સાંભળીને અચાનક ત્રિવેદી પથારીમાંથી બેઠો થઈ ગયો. તેની આંખો માં ઊંઘ જાણે પલ ભર માં ગાયબ થઈ ગઈ. ઊંઘના સ્થાને તેની આંખો રાતીચોળ થઈ ગઈ.
“પણ તે કેવી રીતે શક્ય છે. એક જ રાતમાં સાત સાત પરિવારની લાશ મળી આવી તે પણ તેના ઘરેથી જ.”
★★★★
ક્રમશઃ
તે જોકર હેતુને શા માટે મારી ન શક્યા.? તે જોકર નો બોસ કોણ હતો? ત્રિવેદીને મળેલી માહિતી શું હતી.? પ્રતિકે ને તેની ભૂલ કેવી રીતે નડશે? ટોય એલિયન દિવ્યા ના ભાઈ વિચે કેવી રીતે જાણતા હતા? રાકેશ આગળ જતાં કેવી મુસીબત માં ફસાસે? દિવ્યા અને ટોય એલિયનની આ સંધિ આગળ જતાં કેવું પરિણામ લાવશે? શું સાચે જ દિવ્યાના ભાઈનું મર્ડર થયું હતું જો હા તો આ ટોય એલિયનને કેવી રીતે જાણ થઈ? ત્રિવેદી જે સંકટ ના તુફાન ની વાત કરતા હતા તે શું હતું? જોકરના ટોયે અભી અને તેના ફેમેલીને શા માટે માર્યા.?રાકેશની સાથે 15 વર્ષ પહેલાં એવું તો શું બન્યું જેનાથી રાકેશ ની જિંદગી મુસીબત માં ઉલજાય ગઈ.? આવા જ સવાળોના જવાબ માટે વાંચતા રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલ.
આ નોવેલ મંગળવારે પ્રસારિત થાઈ છે તેની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારા કિંમતી અભિપ્રાય મને મારા whatsapp નંબર 7043834172 પર પહોંચાડી શકો છો.
પંકજ રાઠોડ