Raghav pandit - 16 books and stories free download online pdf in Gujarati

રાઘવ પંડિત - 16



હેલ્લો મારા ફેવરિટ વાચકમિત્રો.
સૌને મારા જય શ્રી કૃષ્ણ તમને આગળનો ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ અને સૂચનો અવશ્ય જણાવજો.

******************************************************


બીજા દિવસે અમિત અને સૌરવ પાસે બે વ્યક્તિઓ આવે છે તે બંને તેમની જોડે આ મિશન પર જવાના હોય છે બંને ખૂબ જ ખૂંખાર અને ટ્રેન્ડ થયેલા અપરાધીઓ હોય છે એકનું નામ કાળુભાઈ અને બીજાનું સમશેર સિંહ હોય છે બન્નેની અલગ અલગ વિશેષતાઓ હોય છે કોઈ નું મર્ડર કરવામાં તેઓ એક મિનિટનો પણ વિચાર કરતા નથી બંને પથ્થર જેવા હદયના હોય છે તેમના આ મિશન પર જવાનું સિલેક્શન પાછળ પણ કારણ છે બંને નો રેકોર્ડ કોઈપણ મિશન પર સો ટકા છે કારણકે સમશેર સિંહ નાનપણથી દરિયા ના ખોળે મોટો થયેલો હોય છે તેથી તે દરિયાનું દિશાઓનું અને દરિયાઇ જીવોનું ખુબજ જ્ઞાન ધરાવતો હોય છે અને કાળુભાઈ હથિયાર વગરનો ખૂંખાર માણસ હોય છે તે સામેવાળાના હથિયારથી જ તેને હરાવી શકે છે અને તમામ વાહનોનું નોલેજ ધરાવતો હોય છે અને થોડો મજાકિયા સ્વભાવનો હોય છે જેને લીધી આ બંનેએ કરેલા કામોમાં તેઓ દરિયાઈ રસ્તે ભાગી જતા હોય છે તેથી તેઓ કોઈ એજન્ટ કે કોઈ પોલીસ ના હાથ હજી સુધી લાગ્યા નથી હોતા.

અમિત અને સૌરવ ને આ મિશન પાછળ લગાવવાનું પણ પ્લાન અલગ હોય છે. કાળુભાઈ અને સમશેર સિંહ અમિત અને સૌરવ પાસે જાય છે અને હસવા લાગે છે.
સમશેર આ આપણા બોસ નું પણ મગજ છટકી ગયું લાગે છે આ બચ્ચાઓને આપણા જોડે કામ પર લગાવ્યા અને બંને જોરજોરથી હસવા લાગે છે.
અચાનક બંને શાંત થઈ જાય છે કાળુભાઈ એકદમથી અમિત ની પાસે જય છે અને તેને કહે છે બોસે આપણને એક મિશન સોંપ્યું છેઆપણે સાથે કામ કરવાનું છે શું તમે અમારી જોડી કામ કરી શકશો અચાનક કાળુભાઈ ના હાથમાં એક બ્લેડ દેખાય છે તે અમિતના ગળા સુધી લઇ જાય છે અને કહે છે જો કોઈ ચાલાકી કરશો તો મને અડધી સેકન્ડ પણ નહીં લાગે સમજી ગયા.
સમશેર કાળુ ને શાંત રહેવા કહે છે અને પોતાની વાત શરૂ કરે છે આપણે એક ખજાનાને શોધવા જવાનું છે આ સફર ખુબજ મુશ્કેલીઓથી ભરેલી છે અને પછી ખજાનાની ઇતિહાસ સંભળાવે છે જે આપણે આગળના ભાગમાં જોયો.
વાત પૂરી કરીને સમશેર કહે છે આપણી પાસે ના તો કોઈ નકશો છે ના તો કોઈ સુરાગ પરંતુ તમે જ્યાં ટ્રેનિંગ લીધી ત્યાંથી એક ટીમ આ ખજાનાની પાછળ ગઈ છે સાંભળ્યું છે તેમની પાસે નકશો છે જે નકશા ના ચાર ભાગ પૈકીનો એક છે તો આપણે પહેલા તે મેળવવાનો છે અને બીજું તેમાં કોઈ રોની કરીને એજન્ટ છે જેનાથી બચીને રહેવાનો બોસ નો હુકમ છે પરંતુ એ અમે જોઈ લઈશું તમારે તેમની માફી માગવાનું નાટક કરવાનું છે આગળનો પ્લાન તમને પછી સમજાવીશું.
આટલું કહીને બંને જતા રહે છે.
**********************************************


ગાડીમાં બધા ખુબજ ડરી ગયા હોય છે કોઈને હિંમત નથી ચાલતી કે રોની તરફ આગળ જાય અને તેને ચેક કરે પરંતુ અચાનક શ્યામ રોની તરફ જઈને નીચે બેસી જાય છે અને રોની ને ધ્રૂજતા હાથથી ટચ કરે છે તરત જ રોની હળવે રહીને ઉભો થઇ છે તેને ઉભો થયેલો જોઈને મીરા દોડીને તેને વળગી પડે છે તેની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે એમજ એક મિનિટ પસાર થાય છે કોઈ કંઈ જ બોલતું નથી રોની કહે છે હું ઠીક છું હવે તો છોડી દે.
મીરા કહે છે નહીં અને તે રોની ને હાથોથી જ મારવા લાગે છે.
રોનીના મુખ માં થી એક આ આ આ હ અવાજ નીકળે છે તેને બુલેટ અડીને નીકળી હોય છે ત્યાં દર્દ થતું હોય છે.
મીરા એકદમથી સોરી સોરી સોરી કહેવા લાગે છે
રોની કહે છે હું ઠીક છું દોસ્તો.
બધા એકસાથે એકબીજાને વળગી પડે છે એક ક્ષણ માટે બધાની આંખો ભીની થઈ જાય છે દ્રષ્ટિ ને પણ જો તે ગાડી ના ચલાવતી હોત તો ત્યાં જવાનું અને ગળે મળવાનું મન થઈ જાય છે પરંતુ બીજી ક્ષણે બધા પોતાને સંભાળે છે.
મીરા કાર્તિક અને શ્યામ એક સાથે જ કહેવા લાગે છે આ તમે શું કર્યું તેમનો તમને ખ્યાલ છે એક પોલીસમેનને તમે ગાડીની બહાર ફેંકી દીધો બીજા બંનેને અહીં જ સુવડાવી દીધા આના પરિણામ ખૂબ ભયંકર હશે. તમારે આ નહોતું કરવાની જરૂર.
રોની બધાને શાંત રહેવા કહે છે અમે શું કર્યું તેનું મને પૂરેપૂરું ખ્યાલ છે અને બીજું કોઈ રસ્તો પણ ન હતો જો આપણે જેલ સુધી પહોંચી ગયા હોત તો આ લોકો ટોર્ચર કરીને આપણી પાસેથી માહિતી લઈ શકે અને આ મિશન કોઈપણ સંજોગોમાં તેમને ખ્યાલ ના આવવો જોઈએ તેથી અમારી આ કરવું પડ્યું.
કાર્તિક કહે છે એ બધું બરાબર છે પરંતુ હવે પુરી ફિનલેન્ડ પોલીસ અને એજન્ટો આપણી પાછળ પડી જશે અત્યાર સુધીમાં તો તે આપણી પાછળ આવતા જ હશે.
રોની કહે છે હા હું જાણું છું 20 મિનિટમાં જ તેઓ આપણી પાછળ આવતા જ હશે જે દૃષ્ટિને ફાસ્ટ ડ્રાઈવિંગ કરવા કહે છે આપણે જલદીથી રિવર સુધી પહોંચવાનું છે ત્યાં ઇલાકો શુમ શામ છે ત્યાં ગાડી મૂકી દેવી પડશે અને બોટ દ્વારા સેફ જગ્યા સુધી પહોંચવું પડશે પછી હું ઇન્ડિયન એમ્બેસી સુધી પહોંચવાની કોશિશ કરીશ કારણ કે એક સાથે બધા ના નીકળવામાં ખૂબ જ ખતરો છે હું હજી એ જ વિચારું છું કે સ્નાઈપર અને મિસ્ટર રોહિત પણ કોઈ બીજા જૂથના લોકો હતા અને તેમને આટલી જલ્દી ખબર પડી ગઈ કે આપણે અહીં આવ્યા છીએ આપણી પર હુમલો પણ થયો હા બહુ જ ખતરનાક વાત છે શ્યામ તારી પાસે નકશો તો સુરક્ષિત છે ને.
શ્યામ હા પાડે છે અચાનકજ તેને પાછળ ની ઘટનાઓ યાદ આવે છે અને તે રોની કહે છે આપણો સામાન તો ત્યાં જ રહી ગયો ગાડીમાં જ નકશો પણ સેફટી માટે બેગમાં નીચે રાખ્યો હતો.
રોની ખુબજ નિરાશ થઈ જાય છે તે કહે છે નકશો હવે ત્યાં 99 ટકા નહીં જ હોય.
અચાનક રોનીના માઈન્ડમાં કંઈક આવે છે અને તે પાછળની ઘટનાઓને કડીઓ મેળવે છે અને તેના મુખ માંથી ઓહ માય ગોડ નીકળી જાય છે બધા તેને પૂછે છે શું થયું??????
રોની કહે છે જ્યારે આપણે એરપોર્ટ પર આવ્યા ત્યારે ઇન્ડિયન એમ્બેસી થી માણસ તો આવ્યો હતો પરંતુ મિસ્ટર રોહિત પહેલાથી જ ત્યાં હતા તેણે એમ્બેસીના માણસને ત્યાંજ મારી નાખ્યો હશે અને પછી તેની જગ્યા પર તે પોતે જ રહી ગયો કારણ કે તે અગાઉથી જ જાણતો હતો નકશો આપણી પાસે છે સ્નાઈપર જેણે આપણા પર હુમલો કર્યો તે પણ તેનો જ માણસ હોવો જોઈએ જેવી આપણી ગાડી પલટી ખાય તેવો જ તે બેહોશ થવાનું નાટક કરવા લાગ્યો અને આપણે પોલીસની ગાડીમાં બેઠા પછી તેણે પાછળ બચેલો પોલીસમેન ને પણ મારી ને આપણો નકશો લઈ લીધો હશે. આ એક ફૂલ પ્રુફ પ્લાન હતો જેમાં કિસ્મત ના લીધે આપણે બચી ગયા હોઈએ.
મીરા કહે છે જો રોની તું વિચારે છે તે સાચું હોય તો આપણે ખરેખર મોટી મુસીબતમાં છીએ.
કાર્તિક અને શ્યામ કહે છે હવે આપણી પાસે ના તો નકશો છે અને ઉપરથી ફિનલેન્ડ પોલીસ પણ આપણી પાછળ છે હવે શું કરીશું કંઈ સમજાતું નથી.
રોની બધાને શાંત રહેવા કહે છે અને દ્રષ્ટીને કહે છે દ્રષ્ટિ હવે સેફ હાઉસ પહોસવું ખૂબ જરૂરી છે દ્રષ્ટિ હા કહે છે.
મીરા કાર્તિક અને શ્યામને કઈ સમજાતું નથી તેઓ કહે છે તમે બંને બહુ છુપાવો છો અમારાથી બોલો શું છે.
દ્રષ્ટિ કહે છે તમે બધા જ્યારે મસ્તીમાં હો ત્યારે પણ રોની બધા એંગ્લો પર કામ કરે છે તેણે ફિનલેન્ડ માં આવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેના માટે એક સુરક્ષિત જગ્યા પણ અગાઉથી નક્કી કરી હતી પરંતુ એ જગ્યા આવા સમયમાં જ ઉપયોગ કરવાની હતી અને જો રોની બધાને ત્યાંના પહોંચાડી શકે તો મારે તમને ત્યાં લઈ જવાના હતા એટલે મને ખબર છે.
બધાના ચહેરા ઉપર આચાર્યના ભાવો આવી જાય છે એક જગ્યા પર દ્રષ્ટિ ગાડી રોકે છે બધા ગાડી ને ત્યાં છોડી દે છે અને એક બોટ દ્વારા રિવર ની સામેની સાઈડ જય છે ત્યાં જંગલ શરૂ થતું હોય છે ત્યાં અંદર જતાં તે સુરક્ષિત જગ્યા હોય છે પહેલા તો રોની ની સારવાર કરવી જરૂરી હતી બુલેટથી તેને એક કટ પડ્યો હતો ત્યાં પહોંચીને પહેલા એ કટપર દવા લગાવી ને ઈન્ફેક્શનના થાય તે માટે ઇન્જેક્શન પણ આપે છે પછી ડોક્ટર ને ફરી બોટ પર મોકલી દેવામાં આવે છે સેફ જગ્યા પર પહેલાથી જ એક માણસ હોય છે જે ઇન્ડિયન એમ્બેસીમાં કામ કરતો હોય છે તેણે રોનીના કહ્યા અનુસાર જરૂરી તમામ સામાન લાવી દીધો હોય છે હથિયારો કમ્પ્યુટર ટ્રેકિંગ ચિપ વગેરે અને એનર્જી માટે જરૂરી ખોરાક અને બીજું બહુ બધું હોય છે.
**********************************************

રોહિત જેમ્સ ભાઈનો માણસ હોય છે પરંતુ તે ખૂબ જ લાલચી અને સ્વાર્થી ટાઇપ નો માણસ હોય છે તેના હાથ નકશો લાગવાથી તેણે તેની કોપી કરી હોય છે અને જેમ્સ ભાઈ પાસે જે નકશો હોય છે તેમાં થોડી વિગતો ખૂટતી હોય છે જે આ નકશા થી જ પૂરી થઈ શકે તેમ હોય છે તેથી તેમણે આ પ્લાનિંગ કરી હોય છે પરંતુ તેમની ચૂક એટલી જ હોય છે કે તેમનો સ્નાઈપર આ લોકોને મારી શક્યો નહીં તેમાં એ લોકોની કિસ્મતથી વધારે રોની ની સાચા સમયે બહાદુરી અને હોશિયારી હોય છે કોઇ સબૂત ન રહે તે માટે એ સ્નાઈપર ને ત્યા જ ખતમ કરી દેવામાં આવે છે. રોહિત તે નકશો જેમ્સ ભાઈ સુધી પહોંચાડી દે છે અને એક કોપી પોતાની પાસે રાખે છે અને હજુ તે રોની અને તેની ટીમ નો પીછો કરતો હોય છે તે રિવર સુધી પહોંચે છે પરંતુ બોટના હોવાના લીધે ત્યાં જ અટકી જાય છે.




To be continue...............


આગળ શું થશે તેના માટે વાંચતા રહો રાઘવ પંડિત અને આ બુક તમને કેવી લાગી તેના કીમતી સુચનો અને રિવ્યૂ આપવાનુ ભૂલતા નહિ.