hump - 1 books and stories free download online pdf in Gujarati

કુંપણ - 1

( કુંપણ )
(આ સત્ય ઘટના ને થોડી કાલ્પનિક બનાવી છે,b.b.c માં મહારાષ્ટ્ર ના જલગાંવ શહેર માં થતાં એબોર્સન ને ધ્યાન માં લઈને સ્ટોરી ની રચના કરી છે)
*મુખ્ય હેતુ – બેટી બચાવો
*શીખ -પરિવારમાં સમજ,વ્યવહાર,વિશ્વાસ જેવાં ગુણો લાવવા
*ડોકટર ને એથી જ મુખ્ય બનાવ્યાં છે કે ડીગ્રી બાદ તેનો સાચો ઉપયોગ થવો જોઈએ

(આગલા જન્મ માં છવિ એક નર્સ હોય છે અને ડૉ. અભય દ્વારા કરવામાં આવતાં ભ્રુણ હત્યા કામ માં તેનું મન ના હોવા છતાં એમાં ભાગીદાર રહેવું પડતું હતું એકવાર તો છવિ ની ખુદ ની બહેને જ આ કાર્ય કર્યું છવિ ના મનાવવા છતાં પણ તે ના માની અને તે સમયે વિદાય પામતા તે બાળ નો જીવ છવિ સાથે જોડાય ગયો કે જેથી બીજા જન્મ માં છવિ ખુદ ડો. ક્રિધા બને છે અને તે બાળ મેડિકલ સ્ટુડન્ટ ડો. સંજીવ)


કુંપણ – ધારાવાહિક
ભાગ- 1
સાંજ નો સમય હતો.(વિરલ પુર) ગામ માં ગાયો ના ધણ પાછા ફરતા હતાં.મંદિર માં અંબા માં ની આરતી ગવાતી હતી.ઢોલ,નગારા,મંજીરા ના અવાજ સાથે સાંજ જાણે અંબા માં ને નામે ઝૂમી રહી હતી .ત્યાં જ (છવિ) ના હાથ માં એક દિવેલ ભરેલું ઝળહળતું કોડિયું આપવામાં આવ્યું અને સામે કોઈ અણ ઘટિત બનવાનું હોય તેવું લાગ્યું. ને ત્યાં જ અચાનક પાછળ થી આવી ધૈવતે ક્રિધા ને હાથ મારી ને બોલાવી. ક્રિધા તો અચંભિત થઈ ગઈ અને થોડી બેબાકળ,માથે પરસેવો,આંખ ભય માં તરબોળ અને શરીર કાંપતુ હતું.આ જોઈ ધૈવત તેને કહે છે “દિવો, સાંજ,અણઘટિત બનાવ હૈ આ બધું જ ને?”અને પછી હસે છે કે જમાના માં તારા જેવાં લોકો પણ રહે છે ને? કે જેઓ હજુ ભી માનતા,ગ્રહ,નક્ષત્ર,રાશિ આ બધાં માં માને છે.અરે,મારી ક્રિધુ તું મન થી મક્કમ બન અને પછી જો તને કોણ હેરાન કરે છે ?
લે,આજ તો મારા વૈભવ ની સગાઈ નો દિવસ છે.તે જોયું એ કેવો તૈયાર થઇ ને બેઠો છે?બસ,આજ સગાઈ થઈ જાય એટલે મને હાશ થાય .અરે,મને તો તેણે એક -બે મહિના થી પોતાની સાથે રાખ્યો છે બોલ!કે’છે ધૈવત ભાઈ મારી સગાઈ માં મારે શું પહેરવું તેની ડિઝાઇન, ઘરેણાં એટલે કે ચેન,ઘડી,કડું વગેરે પછી,બુટ,મોજડી અને વળી,હાથ માં રૂમાલ ને તેમાં ભી સેન્ટ ને તે ક્યાં પ્રકાર નો ?ના,ભાઈ વળી મને છીંક આવે ને પછી આ ડાબલા પડી જાય તો હું મારી પલ્લવી ને કેમ ઓળખી શકું?એક તો બાપા આટલાં સમય પછી માન્યા અને વળી, બીજા કોઈ ને વીંટી પહેરાવું તો ! ના - - -ના - - - - ના એમ ના બને.
ધૈવત ના મુખે થી વૈભવ ની આવી બધી વાતો સાંભળી ક્રિધા પર શું અસર થાય છે ?એ ખુશ થશે કે પછી કંઈ યાદ કરશે એને ધૈવત કઈ રીતે સમજાવશે અને વર્તમાન માં લાવશે તે માટે ‘કુંપણ’નો ભાગ -2 જરૂર વાંચશો.