Hump - 6 books and stories free download online pdf in Gujarati

કુપણ - 6

તેથી જ મેં “કુંપણ ફાઉન્ડેશન” કરીને એક મીશન શરૂ કર્યું છે.કે જયાં આવા દુષ્કર્મ થતાં હશે તેને અટકાવવા માં આવશે.ગર,એ માં-બાપ ને એ પુત્રી મજુર ના હોય તો મારું કુંપણ ફાઉન્ડેશન તેને નવ જીવન આપવાની જવાબદારી લેશે અને એક યોગ્ય નાગરીક બનાવી ને રાષ્ટ્ર ને આપશે.છવિ મૌસી તમારો સંકલ્પ વિફળ નથી ગયો.તમે તો તમારાં પ્રાણ જાણે કે મારાં અપ્રાણ અંગ માં પરોવી દીધાં હતાં.ને જો હવે સાથ આપો તો આપણે બંન્ને મળી ને એ કુંપણ ને વટવૃક્ષ બનાવી શકીશું.અને ત્યારથી સંકલ્પિત તેઓ બંન્ને પરત આવી ને આ કાર્ય માં લાગી જાય છે.ધૈવત પણ ક્રિધા ને આગળ વધવા માં ગાઈડ તથા સપોર્ટ કરે છે.ક્રિધા ના મમ્મી-પપ્પા ધૈવત ની આવી વ્યવહારિક સારવાર થી ખુબ જ ખુશ થાય છે.અને ધૈવત તથા ક્રિધા ના લગ્ન થાય છે.સંજીવ પોતાનું જીવન કુંપણ માટે સમર્પિત કરે છે.તે લક્ષ્મણ ની જેમ જ ધૈવત અને ક્રિધા ની સેવા માં લાગ્યો રહે છે.અને ધૈવત પણ ડો.તરીકે ની સેવા કુંપણ હોસ્પિટલ માં ખૂબ સામાન્ય ચાર્જ માં આપે છે કે જેથી સામાન્ય લોકો ને વિશેષ મદદ મળી શકે.તેમની હોસ્પિટલમાં ફક્ત વિજ્ઞાન જ નહીં પણ અધ્યાત્મિક ટ્રીટમેન્ટ એટલે કે સાઉન્ડ થેરાપી,યજ્ઞ થેરાપી,હિલિંગ ,રેકી જેવી આગવી થેરાપી થી પેશન્ટ ને ટ્રીટ કરવામાં આવતાં હતાં.અને આ રીતે ફક્ત હોસ્પિટલ જ નહીં પણ
-કુંપણ ફાઉન્ડેશન
-કુંપણ હોસ્પિટલ
-કુંપણ હોસ્ટેલ
-કુંપણ યુનિવર્સિટી
-કુંપણ સંસ્કાર શાળા
આમ,ખરેખર કુંપણ એક વટવૃક્ષ બની જાય છે.અને ત્યારબાદ મીડિયા આ કુંપણ ના પદાધિકારી ને મળવા આવે છે.
ત્યારે ડો.સંજીવ તો દાદા ની પદવી એ આવી ચુક્યો હોય છે.છતાં પણ મીડિયા ના ઉત્તર માં તેઓ એમ કહે છે કે “બેટા, મેં તો ફક્ત માં ની આંગળી જ ઝાલી હતી અને તે માં એ જ મને આટલો શ્રેય અપાવ્યો છે.ગર,આપના માં શ્રદ્ધા અને વિશ્વાસ ભરપૂર હશે તો ભલે તમે નાના હો છતાં પણ અસંભવ કાર્ય કરી શકો છો”
આ સમયે ક્રિધા હયાત હોતી નથી પણ ધૈવત દ્વારા તેનું સ્ટેચ્યુ કુંપણ હોસ્પિટલ ના મેઈન હોલ માં સ્થાપિત કરવામાં આવે છે. અને આવતાં -જતાં પેશન્ટ તથા ડોકટર તેને પ્રણામ કરીને આગળ વધે છે.કુંપણ ના કોઈ પણ વિભાગ માં કાર્યકરનારા ને એક પારિવારિક સભ્ય ની જેમ જ રાખવા માં આવે છે અને તેથી લોકો વધુ પ્રોત્સાહિત થઈ ને સુંદર રીતે કાર્ય કરતાં હતાં. અને આવી લોકસેવી સંસ્થા ને પ્રોત્સાહન આપવા માટે નામાંકીત લોકો આવે છે.અને કુપણ ની હીસ્ટ્રી જાણવાં માંગે છે. ડો.સંજીવ હર કોઇ ના સવાલ નો ઉત્તર આપે છે.
ત્યારબાદ ડો.સંજીવ નું સન્માન કરવા માં આવ્યું અને કુંપણ ને તેની સમાજ સેવા બદલ રાષ્ટ્ર ના આરોગ્ય વિભાગ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો.
વિશ્વ માં રહેલી હર મહીલા મા કયાંક એક છવિ સંતાયેલી છે.જરૂરત છે તેને જીવંત કરવાની અને એના મા રહેલ કુપણ ને છોડ તથા વૃક્ષ માં પરિવર્તિત કરવાની
સ્વયં મા રહેલી સંકુચિતતા ને દૂર કરશે તો તે નારી થી નારાયણી બની શક્શે.રામાયણ સીતા વગર, મહાભારત દરૌપદી વગર,વૃનદાવન રાધા વગર અધૂરૂ છે.તો આઓ,આપણી અંદર રહેલા ભક્ત, સમાજસેવક, કવિ,વિવેચક, સંશોધક, લેખક, નેતા કે પછી માર્ગ દર્શક ને ઊઠવા નો મોકો આપીએ.ને તેની શરૂઆત સ્વયં ના સંકલ્પ થી કરીએ.અને એ સંકલ્પ થી આપણાં માંથી જ કોઈ મધર ટેરેસા,ઝાંસી ની રાણી,જીજા બાઇ,કે પછી તાના-રીરી બહાર આવશે ને અન્ય ને પોતાના જેવા જ બનવા ની પ્રેરણા આપશે.જો આ સ્ટોરી ના વાંચન થી કોઈ એક મૂર્તિ ભી પ્રાણવાન બને તો કુપણ ને વટવૃકશ થતાં વાર નહિ લાગે.
આવા વિશ્વાસ સાથે વિચાર તથા ભાવના સાથે સંકળાયેલ હર બીજ ને આ કુપણ અર્પણ.👩‍👧‍👧👭🤾‍♀️🤼‍♀️👍