hump - 5 books and stories free download online pdf in Gujarati

કુંપણ - 5

તેને પણ આ જ રીતે સ્વપ્ન આવતું હતું.પરંતુ તેને દેખાતું કે તે નાનો બાળ છે અને કોઈ તેને મારી નાખવા ના પ્રયત્ન કરી રહ્યું છે.જ્યારે આ હાલત માંથી કોઈ તેને બહાર કાઢતું તો સંજય ની હાલત પણ ક્રિધા જેવી જ થઈ જતી હતી.પણ આ બાબત સંજયે તુરંત જ ધૈવત સામે ન રાખી અને પોતાના કાર્ય માં લાગેલો રહ્યો.
પલ્લવી થી પોતાના બાળક ના એબોર્સન ની વાત ધૈવત ને કહેવાય જાય છે અને આ બાબત સાંભળી ને નોર્મલ ક્રિધા જરાં ઉગ્ર થઈ જાય છે અને ગામડા ની ભાષા માં પલ્લવી ને ખીજાવા લાગે છે “તેને ભાન નથી પડતી પણ તું તો માં છે કે નહીં? પણ તું તો માં છે કે નહીં?તને પોતાની જાત ને મારવા ની હિંમત કેમ થાય છે!આટ – આટલા વખત થી હું આ અભય નો સાથ દઉં છું ને માનું છું કે તે સિનિયર ડો. છે પન બહ હવે નહિ તું તો મારી બેન છે ને ?છતાં’ય મને કેમ સમજતી નથી મને ઠીક તું તારી જાત ને નથી ઓળખતી ?” વગેરે ઘણું-બધું કહી ને ક્રિધા એકદમ બેભાન થઈ ગઈ એનો અવાજ સાંભળી ને ડો. સંજીવ તુરંત આવે છે. તે સમયે તેના સ્મરણ માં ભી ઘણું આવી જાય છે અને પછી એ સમયે ક્રિધા ને રિલેક્શ કરી સહુ બહાર આવે છે.વૈભવ અને પલ્લવી વિદાય લે છે.અને ક્રિધા ની વાત સાંભળી પલ્લવી પોતાનો નિર્ણય બદલી નાંખે છે.
પછી,ડો. સંજીવ ધૈવત ને પાસે બેસાડી બધી જ વાત કરે છે કે ક્રિધા ની આ સ્થિતિ સામાન્ય નથી તેમાં કંઈક છુપાયેલ છે કેમકે આ જ રીત ની સ્થિતિ ખુદ મારી પણ થાય છે તો આપ એઝ એ ડો. અમારા બંન્ને ના માઈન્ડ ને હિપ્નોટાઇઝ થી ક્લિયર કરવા ની કોશીશ કરો.આ ની સાચી વાત બહાર આવતાં જ અમે બંને સ્વસ્થ થઈ જશું.ત્યારે સંજીવ ધૈવત ની વાત સ્વીકારી લે છે.સંજીવ તો હિપ્નોટાઇઝ માટે રેડી હતો પણ પછી ધૈવત ક્રિધા ને ભી સમજાવે છે અને સમય તથા પરિસ્થિતિ ને ધ્યાન માં લઇ ને ધૈવત, ક્રિધા તથા સંજીવ નું હિપ્નોટીઝમ થી માઈન્ડ ક્લિયર કરે છે.હિપ્નોટીઝમ અલગ-અલગ કર્યું હોવા છતાં પણ બંન્ને જણા એક જ ગામ નું નામ વિરલપુર, માતાજી નું મંદિર અને દીવો તથા ડો. અભય આ બધું જ બોલે છે અને પછી ધૈવત ગુગલ પર વિરલપુર ને સર્ચ કરે છે.તો ખરેખર તે જુનું માતાજી નું મંદિર અને તેની બાજુ માં ખંઢેર એક જુનું મકાન દેખાય છે.ધૈવત,સંજીવ તથા ક્રિધા ને વિરલપુર લઇ જાય છે. ને ત્યારે જ રસ્તા માં આવતાં સ્ટેશન ,ટીસ્ટોલ તેમાં કાર્ય કરતાં બુઝુર્ગ કે જેઓ હવે,રહ્યાં ભી નથી આ બધાં ને ક્રિધા જાણે બહુ ઓળખતી હોય તે રીતે યાદ કરે છે અને તેની જાણ ભી કરવા માંગે છે.જ્યારે તે બંન્ને જણાં તે ખંઢેર પાસે પહોંચે છે
તો બંન્ને ને કંઈક અલગ જ અનુભુતી થાય છે.
આ જગા પર પહોંચી ને ક્રિધા છવિ બની જાય છે અને સંજીવ એક નાનું માસૂમ બાળક ! ને પછી સંજીવ પોતે જ ક્રિધા ને પોતાનો પરીચય આપે છે.કે હું એ જ છું જેને તમે બચાવવા માંગતા હતાં. એ સમયે તો હું એટલો સક્ષમ ન હતો પરંતુ, આ જન્મ માં મારો એ જ સંકલ્પ છે કે હું કોઈ માસુમ બાળ ને એ રીતે મરવા નહિ દઉં અને તેથી જ . . . . .
સંજીવ શું કરે છે અને આગળ કરવાનો છે તે જાણવાં માટે ખાસ વાંચો કુંપણ-6