hump - 3 books and stories free download online pdf in Gujarati

કુંપણ - 3

તેઓ સોફા પર બેસે છે અને ત્યારે અરુણ ભાઈ ખુશી કારણ કહે છે કે આજે આપણી કંપની ને એક નવો કોન્ટ્રાકટ મળ્યો છે અને તેમણે એડવાન્સ ચેક પણ આપી દીધો છે.જુઓ,આ કામ કરીશું પછી આપણી કંપની ખૂબ જ નામ કરશે અને એ જ ખુશી માં મારે ધૈવત ને પણ મારો જમાઈ બનાવી લેવો છે.પણ એ પહેલાં હું તને પૂછું છું ક્રિધા કે શું તું એના માટે રેડી છે કે નહિ?પપ્પા ના આ સવાલ માં ક્રિધા કંઈ બોલતી નથી પણ કહે છે “પપ્પા હું હમણાં ચા લઈ ને આવું”અને અરુણ ભાઈ તથા સુષ્મા બેન સત્ય જાણી ને એક-મેક સામે મલકાઈ છે.
ત્યારબાદ અરુણ ભાઈ , વાસુદેવ ભાઈ કે જેઓ ધૈવત ના પપ્પા છે ને સારા એવા બિઝનેસ પાર્ટનર ભી તેમને ધૈવત તથા ક્રિધા ના સગપણ માટે ની વાત કરે છે અને વાસુદેવ ભાઈ તો હરખે ફુલાય જાય છે કેમકે,અરુણ ભાઈ જેવા મોટા બિઝનસ મેન પાસે તેમની કંપની નાની હતી.ને વળી,છોકરા માટે ક્રિધા જેવી સુશીલ,સંસ્કારી તથા ભણેલી છોકરી મળવી તે ભી આટલી સરળતા થી તે તો વાસુદેવ ભાઈ ને સ્વપ્ન જ લાગ્યું.આ વાત ની જાણ તેઓ ધૈવત ને કરે છે અને ધૈવત ને ભી જોઈતું હતું તે મળી જવા થી ખુશ થાય છે.અને તે પપ્પાને પ્રણામ કરી ને મંદિરે જવા નીકળે છે.સામે ની બાજુ થી ક્રિધા ભી મંદિર તરફ આવતી હોય છે.ત્યારે જ રોડ ક્રોસ કરવા જતાં તેને કાર ની ટક્કર વાગે છે અને ત્યાં જ પડી જાય છે.
ધૈવત તો જાણે પોતાના હોશ જ ગુમાવી બેસે છે તેની આંખો માં પાણી આવી જાય છે.પરંતુ ,હાલ ની સ્થિતિ જાણી ને તુરંત જ એમ્યુલન્સ બોલાવે છે અને ક્રિધા. ને નજીક ની હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવે છે. ડો.દ્વારા તપાસ બધી જ રીત ની કરવામાં આવે છે. ત્યારે (ક્રિધા હોસ્પિટલ પહોંચે અને ડૉ.તેની સારવાર કરી બેડ પર લાવે તેટલા સમય માં ગીત ની કળી આવે છે)
નૈ જવા દઉં તને,આમ જ એકલ વળી
ઈશ્વર પછી,તું મારા તરફ પહેલ જ દોડી
તો હવે મારું માન લે,જરાં મુંજાઇ નૈ
કે આપણી છે શ્રદ્ધા ફળી
તું કોણ છે ?. . . . . .

ગીત માં ક્રિધા ની સારવાર,તેનો હોસ્પિટલ નો રૂમ તેમાં તેના સગા સંબંધીઓ ધૈવત ને શાબાશી આપતા હોય અને ક્રિધા માટે વાતાવરણ હળવું કરતાં હોય છે.ત્યારબાદ ડો. ધૈવત ને બોલાવે છે અને ચોટ ને કારણે ક્રિધા ની માનસિકતા નબળી પડી છે તેવું કહે છે.ધૈવત પોતાની ડીગ્રી નો પરીચય ડો. ને આપે છે અને ક્રિધા ભી એક ડો. છે તેની જાણકારી આપે છે અને પોતે જલ્દી થી જ ક્રિધા ને સામાન્ય પોઝીશન માં લાવશે તેવું વચન આપે છે.
હવે,ક્રિધા ને થોડો સમય હોસ્પિટલ માં જ રહેવાનું હોવાથી તેની આસ-પાસ મમ્મી-પપ્પા, ધૈવત ના મમ્મી-પપ્પા,ધૈવત નો ફ્રેન્ડ કે જેની સગાઈ થઈ હતી તે અને તેની ફિયાન્સી બધાં વારાફરથી આવે છે અને વાતો કરે છે .બંને ના સગપણ ની વાત તથા લગ્ન ન દિન નક્કી કરવા ના નિર્ણય થાય છે અને સાંજ ના સમયે સહુ છુટ્ટા પડે છે.
હોસ્પિટલમાં ધૈવત તથા ક્રિધા ના મમ્મી ક્રિધા ની પાસે રહે છે અને ડૉ.પોતાના ન્યુ સ્ટુડન્ટ ને પ્રેક્ટિકલ માટે હોસ્પિટલમાં રાખીને ઘરે જાય છે.ડો. બધાં જ સ્ટુડન્ટ ને બધાં જ પેશન્ટ નો પરીચય આપી ને પછી જ પોતાના ઘર તરફ જાય છે.હવે,સંધ્યા સમયે હોસ્પિટલ પાસે એક નાનું'સુ મંદિર હોય છે તેમાંથી આરતી નો અવાજ સંભળાય છે
તો મંદિર ના આ દિવ્ય ધ્વનિ નો ક્રિધા ના મન પર શું પ્રભાવ પડે છે તે જોવા માટે ખાસ વાંચો કુંપણ 4