Aryariddhi - 40 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૪૦



રિધ્ધી બાલ્કનીમાં ઊભી રહી હતી અને બોલી, “આર્યવર્ધન ની એક નિશાની મારી પાસે છે. મારા પેટમાં.” આટલું કહીને રિધ્ધી એ પોતાના પેટ પર હાથ ફેરવ્યો. બધા રિધ્ધી સામે જોઈ રહ્યા હતા. કોઈને પણ શું કહેવું તે સમજાતું નહોતું. તેમાં ક્રિસ્ટલ વધારે પરેશાન હતી. કેમકે તેને ખબર હતી કે આર્યવર્ધન અને રિધ્ધી ક્યારેય એકલા મળ્યા નથી અને તેમની વચ્ચે કંઈ પણ થયું નથી તો રિધ્ધી પ્રેગનન્ટ કઈ રીતે થઈ શકે ?

ક્રિસ્ટલ રિધ્ધીને કંઇક પૂછવા માટે આગળ આવી પણ ત્યાં જ નિધિ ની સ્માર્ટવોચ માં એક એલાર્મ વાગ્યું એટલે નિધિ એ રાજવર્ધન સામે જોઇને હકારમાં માથું ઝુકાવ્યું. એટલે નિધિ અને ખુશી તરત રુમમાં થી બહાર નીકળી ગયા તથા રાજવર્ધન અને મેઘના તેમની પાછળ પાછળ ગયા. જયારે રિધ્ધી, ભૂમિ અને ક્રિસ્ટલ રૂમમાં જ રહ્યા.

નિધિ, ખુશી, મેઘના અને રાજવર્ધન રૂમ ની પાસે આવેલી લિફ્ટ દ્વારા અન્ડરગ્રાઉન્ડ લેબોરેટરીમાં ગયા. લેબોરેટરી માં આવી ને નિધિ એ તેની સ્માર્ટવોચનું એલાર્મ બંધ કર્યું અને લેબોરેટરી નું કમ્પ્યુટર રિસ્ટાર્ટ કર્યું. કમ્પ્યુટર રિસ્ટાર્ટ થયા પછી રાજવર્ધને બનાવેલ એલગોરીધમ પ્રોગ્રામ જાતે જ શરૂ થયો અને પ્રોગ્રામ નું છેલ્લું પરિણામ સ્ક્રીન પર બતાવતું હતું. જેને જોઈને બધા ના ચહેરા પર એક સફળ થયા ની ખુશીની એક હળવી રેખા છવાઈ ગઈ.

એટલે મેઘના દોડીને રિધ્ધી ને બોલાવવા માટે જતી હતી પણ ખુશી એ તેને રોકી દીધી અને પોતાની પાસે બોલાવી ને કમ્પ્યુટર ની સ્ક્રીન જોવા માટે કહ્યું. સ્ક્રીન જે સિરમ નું વેરીએશન્સ બતાવતું તે મુજબ તે સિરમ બનાવતી વખતે તેમાં એક અથવા બે હ્યુમન ડીએનએ ઉમેરવા ના હતા. હવે સવાલ એ હતો કે તે સિરમ માં કોના ડીએનએ ઉમેરવા થી સિરમ બનશે ?

***********

બીજી બાજુ રિધ્ધી, ક્રિસ્ટલ અને ભૂમિ ત્રણેય અત્યારે રિધ્ધી ના રૂમ માં હતા. એટલે જયારે મેઘના સાથે બીજા બધા બહાર ગયા ત્યારે ક્રિસ્ટલે તરત રૂમનો દરવાજો બંધ કરી દીધો અને બાલ્કનીમાં રિધ્ધીની પાસે જઈને કહ્યું, “ તે અત્યાર સુધી મારાથી કઈ પણ છુપાવ્યું નથી અને આજે પણ કઈ છુપાવી નહીં શકો. આજે તારે કહેવું જ પડશે કે ખરેખર હકીકત શું છે.

રિધ્ધી એ આકાશમાં સૂર્ય સામે જોયું અને એક ઊંડો શ્વાસ લીધો પછી તે બાલ્કની ની પાસે ડ્રેસિંગ ટેબલની ખુરશીમાં બેઠી. ત્યાર પછી તેણે કહેવાનું શરૂ કર્યું, “ તને યાદ છે જ્યારે હું પહેલી વખત અમદાવાદ આવી હતી IIM-A માં કોનફરન્સ માટે અને આર્યવર્ધન ને પહેલી વાર મળી હતી. તે દિવસે રાત્રે મેં આર્યવર્ધન સાથે પહેલી વાર કપલ ડાન્સ કર્યો હતો. અને ત્યાર પછી આર્યવર્ધન મને મારા રૂમ સુધી મુકવા માટે પણ આવ્યો હતો.”

“હા , મને યાદ છે તે આ બધી વાત મને કહી હતી”. ક્રિસ્ટલે કહ્યું, “પણ તેનું આ વાત સાથે શું સંબંધ છે ?” રિધ્ધી એ કહ્યું, ” એ રાત્રી મારી અત્યાર સુધીની સૌથી યાદગાર પળ હતી.” આટલું કહીને રિધ્ધી ચૂપ થઈ ગઈ. એટલે ક્રિસ્ટલ રિધ્ધી વાત સાંભળી ને સમજી ગઈ કે આગળ શું થયું હતું એટલે તે તરત જમીન પર પગ પછાડીને ત્યાં થી જતી રહી.

એટલે રિધ્ધીએ ભૂમિ ને કહ્યું, “ભૂમિ, તું થોડી વાર માટે બહાર જઈશ. હું હમણાં થોડી વાર માટે એકલી રહેવા માંગુ છું.” રિધ્ધી ની વાત સાંભળીને ભૂમિ રૂમ માં થી બહાર નીકળી પણ તેને ક્રિસ્ટલનું વર્તન અજીબ લાગતાં તે ક્રિસ્ટલ ની પાછળ પાછળ ચાલવા લાગી.

ભૂમિના ગયા પછી રિધ્ધી ફરીથી વિચારો માં ડૂબી ગઈ. જયારે આર્યવર્ધન તેને તેના રૂમ સુધી મૂકીને પાછો ગયો હતો ત્યારે તે થોડી વાર કપડાં બદલી ને તેના ભાઈ પાર્થ ને કોલ કરીને આર્યવર્ધન ની પાછળ તેના રૂમ સુધી પહોંચી ગઈ. તેણે ડોરબેલ ની સ્વીચ દબાવી એટલે થોડી વાર પછી આર્યવર્ધને દરવાજો ખોલ્યો. આર્યવર્ધન રિધ્ધી રાતના સમયે ત્યાં જોઇને એક પળ માટે ચોકયો.

પણ તેણે તરત સ્વસ્થ થઇને રિધ્ધી ને આવવા નું કારણ પૂછ્યું તો જવાબ આપવા ને બદલે રિધ્ધી હસી પડી પછી તે રૂમ ની અંદર આવી. ત્યાર બાદ તેણે તરત પોતાના અધરો આર્યવર્ધન ના અધરો પર મૂકી દીધા. થોડી વાર બંને એકબીજાના અધરો નું રસપાન કરતાં રહ્યા.

આર્યવર્ધને રિધ્ધી ની આંખો માં જોયું. તેને ખુલ્લું આમંત્રણ આપી રહી હતી એટલે આર્યવર્ધને રિધ્ધી ને પોતાની બાહોમાં ઊંચકી લીધી. ત્યાર બાદ બંને વચ્ચે થી કપડાં ની સાથે શરમના આવરણો હટી ગયા. બંને એકબીજા ને પરિતૃપ્ત કરવાની હોડમાં લાગેલા રહ્યા. ત્યાર પછી રિધ્ધી આર્યવર્ધન ની બાહોમાં જ સમાઈ ને સુઈ ગઈ.

વહેલી સવારે પાંચ વાગે આર્યવર્ધન ના ફોનમાં એલાર્મ વાગ્યું એટલે રિધ્ધી જાગી ગઈ. એટલે તેણે એલાર્મ ને બંધ કર્યું અને આર્યવર્ધન તરફ એક નજર કરી. આર્યવર્ધન હજી ઊંઘી રહ્યો હતો એટલે રિધ્ધી તેના કપાળ પર એક ચુંબન કરીને પોતાના કપડાં વ્યવસ્થિત કરીને તેના રૂમ માં જઇને ફરી થી સુઈ ગઈ.

અચાનક ફોન ની રીગ સંભળાતા રિધ્ધી વિચારોમાં થી બહાર આવી. તેણે જોયું તો ક્રિસ્ટલનો ફોન તેના બેડ પર હતો. એટલે રિધ્ધી એ ફોન હાથમાં લઈને જોયું તો ભૂમિ નું નામ સ્ક્રીન પર બતાવતું હતું. એટલે રિધ્ધી કોલ રિસીવ કર્યો તો તેને કોઈનો ચીસ પાડવા નો અવાજ સંભળાયો એટલે રિધ્ધી તરત ફોન ને ત્યાં જ મૂકીને ઝડપથી મહેલની અગાસી પર ગઈ.


બીજી બાજુ ક્રિસ્ટલ મહેલની અગાશી પર જઈને મિનારા પાસે જઈને ઉભી રહી. અત્યારે ક્રિસ્ટલની આંખોમાં થી આંસુ વહી રહ્યા હતા જાણે કે તેના દુઃખની સીમા જણાવી રહ્યા હતા. થોડી વાર સુધી ક્રિસ્ટલ રડતી રહી પછી શાંત થઇ ગઇ. તેણે પોતાની આંખો સાફ કરી અને આકાશ તરફ જોયું. ક્રિસ્ટલ જોર જોરથી બોલી, “ I Love You, હું તારી પાસે આવું છું." આટલું બોલી ને ક્રિસ્ટલે અગાશી ની કિનારે બનાવેલી પાળી પર ચઢી ગઇ અને ત્યાં થી કૂદકો મારી દીધો.

ત્યાં જ કોઈએ તેનો હાથ પકડી લીધો એટલે ક્રિસ્ટલે તેની આંખો ખોલી ને જોયું તો ભૂમિ એ તેનો હાથ પકડી રાખ્યો હતો. ભૂમિ ને જોઈને ક્રિસ્ટલ ગુસ્સે થઈ અને તેણે પોતાનો હાથ છોડાવવા નો પ્રયત્ન કર્યો પણ ભૂમિ એ તેનો હાથ છોડયો નહીં. આ બધું જોઇને રિધ્ધી ભૂમિ પાસે આવી ગઈ અને ક્રિસ્ટલનો બીજો હાથ પકડી ને ક્રિસ્ટલ ને પાછી ખેંચવા માં ભૂમિ ની મદદ કરવા લાગી.

થોડી વાર સુધી ની મહેનત પછી રિધ્ધી અને ભૂમિ એ ક્રિસ્ટલ ને પાછી ખેંચી લીધી. પણ તે બંને હાંફી ગયા રહ્યા હતા અને ક્રિસ્ટલ ચુપચાપ ઉભી રહી હતી. રિધ્ધી એ ક્રિસ્ટલને ગાલ પર એક તમાચો મારી દીધો અને બોલી , “તને શું ગયું હતું ? તું પાગલ થઈ છે ? ”.

આ સાંભળીને ક્રિસ્ટલ જોરજોરથી રડવા લાગી. તેણે રડતાં રડતાં કહ્યું, “હા, હું પાગલ છું. હું આર્યવર્ધન ના પ્રેમ માં પાગલ થઈ ગઈ છું. મારી એની પાસે જવું છે. મને એની પાસે જવા દો. ” આટલું કહીને ક્રિસ્ટલે ફરી થી નીચે કુદવા ગઈ પણ ભૂમિ એ તેનો હાથ પકડી લીધો અને બીજા હાથે થી ક્રિસ્ટલ ની ગરદન પાછળ ના ભાગ માં આવેલી નસ દબાવી એટલે ક્રિસ્ટલ બેહોશ થઈ ગઈ.

ક્રિસ્ટલ નીચે પડે તે પહેલાં ભૂમિ એ તેને પકડી લીધી અને બંને હાથમાં ઊંચકી લીધી. આ જોઈને રિધ્ધી નવાઈ પામી પણ ભૂમિ માટે આ સામાન્ય હતું. સ્કૂલમાં અને કોલેજમાં તે N. C. C. કપ્તાન હતી. ભૂમિ ક્રિસ્ટલ ને લઈને ક્રિસ્ટલ ના રૂમ માં આવી અને રિધ્ધી પણ તેની પાસે આવી. ભૂમિ એ ક્રિસ્ટલ ને બેડ પર સુવડાવી દીધી અને તેના બંને હાથ બેડ ના ખૂણા સાથે દોરી વડે બાંધી દીધાં.

આ જોઈને રિધ્ધી એ તેને પૂછ્યું, ” આ શું કરી રહી છે તું ? ” ભૂમિ હસતા હસતા બોલી, “ આ ફરી કોઈવાર આવું પગલું ના ભરે તે માટે ". આટલું કહીને ભૂમિ એ ક્રિસ્ટલ ના ચહેરા પર પાણી છાંટયું એટલે ક્રિસ્ટલ હોશ માં આવી. એટલે રિધ્ધી એ તેને પૂછ્યું, ” હવે તું કઈ કહીશ કે કેમ તું આત્મહત્યા કરવા જઈ રહી હતી ? આ સાંભળી ને ક્રિસ્ટલ રડવા લાગી.

તે રડતાં રડતાં બોલી, "મારા પ્રેમ, પતિ પાસે જવા માટે.” આ સાંભળી ને ભૂમિ એ તેને પૂછ્યું, કોણ છે તારો પતિ ? “આર્યવર્ધન” ક્રિસ્ટલે જવાબ આપ્યો, “હું આર્યવર્ધન ની ફિયાન્સી હતી. અમારી સગાઈ થઈ ગઈ હતી અને લગ્ન થવાના હતા. આ સાંભળીને રિધ્ધી અને ભૂમિ ના પગ નીચેથી જમીન ખસી ગઇ


શું ક્રિસ્ટલ ખરેખર આર્યવર્ધન ની પત્ની હતી ? જો ક્રિસ્ટલ આર્યવર્ધન ની પત્ની હતી તો તેણે રિધ્ધીની સાથે મિત્રતા શા માટે કરી હતી ? શું ભૂમિ તેના વિશે કઈ જાણતી હતી ? જાણવા માટે વાંચતા રહો આર્યરિધ્ધી...