Sohamani saanj books and stories free download online pdf in Gujarati

સોહામણી સાંજ

કુલ ની કથાઓ
લઘુકથા 5
*સોહામણી સાંજ*
"દરેક સાંજ આટલી સોહામણી કેમ નથી હોતી ? " વિધિ વિચારતી હતી.મનમાં મુસકાતી ને રિષી ની એ ભાવુક આંખો યાદ આવી જતી.લગભગ 2 વર્ષે આજે મળ્યો એ..કેટલો બદલાઈ ગયો ! જીમ બીમ જઈને મસલ મેન બની ગયો છે.
રિષી વિધિ ના મ્યુઝિક ક્લાસ માં આવતો હતો.રિષી ગિટાર સારું વગાડતો થઈ ગયો વિધિ પાસે વિધિવત શીખીને!
જ્યારે એ શીખવા આવતો'તો ત્યારે જ વિધિને એ ગમવા લાગ્યો હતો.લૂક વાઈઝ હેન્ડસમ તો ના કહી શકાય પણ એની આંખોમાં એક અજબ આકર્ષણ જણાતું .વાત વાત માં એ કહેતી પણ ખરી " રિષી તારી આંખ બહુ બોલકી છે તારી શાંત પ્રકૃતિ ને જરાય શોભતી નથી."રિષી એક નાનકડું સ્માઈલ આપીને કહેતો ," બસ તું એવું જ માર્ક કર્યા કર ગિટાર શીખવ ,ગિટાર " આમ મીઠી નોંક્ઝોક ચાલતી રહેતી હતી.
રિષી પછી દિલ્હી સ્ટડી માટે ગયો . વિધિ ને મળ્યો હતો જતાં પહેલાં બસ એ જ નિશ્ચલ નિર્મળ ભાવ સાથે.વિધિને ન સમજાય એવી લાગણી થઈ રહી હતી.એક તરફ ખુશી અને એક તરફ દિલ માં કંઈક ઊંડે....થોડું બસ થોડું જ દુઃખ થતું હતું.શુ અને કેમ એ સમજાતું નહોતું ! આમ ને આમ 2 વર્ષ થયાં ક્યારેક એ રિષી ને કૉલ કરી વાત કરી લેતી હતી અને પછી એકલામાં એ વાતો યાદ કરી મીઠું મલકી જતી હતી વિચારતી , "કેટલો ભોળો છે એ મારા મનોભાવ સમજતો નથી!"
એ આજે રિષી ની રાહ જોઈ એનાં મ્યુઝિક કલાસના ટેરેસ પર ઉભી હતી . રિષી એ કહ્યું હતું "વેઈટ કરજે ટેરેસ પર સાંજે હું તને સરપ્રાઈઝ આપવાનો છું."
વિધિ નું હ્ર્દય ધક ધક થોડું વધારે જ કરતું હતું , રિષી શુ કહેશે ? એની કોઈ GF ની વાત હશે ? અને એ હોય તો હું સ્વીકારી શકીશ ? વળી પાછી મનોમન બોલી ઉઠતી અરે હું કંઈ એને પ્રેમ થોડી કરું છું કે આમ વિચારું.આમ, વિચારો કરતી વિધિ ત્યારે ચોંકી જ્યારે રિષી એ પાછળ થી મીઠી બૂમ મારી,"વિધિ....! " હાયે ...કેટલો ડેશીંગ લાગતો'તો બ્લ્યુ શર્ટ ને લાઈટ બ્લ્યુ ડેનિમ માં દિલ એક ધબકારો ચુકી ગયું પણ સંભાળી લીધું અને બોલી,"હાઈ ! રિષી લેટલતીફ હંમેશા રાહ જોવડાવે હવે હું નહીં જોઉં બીજીવાર,તું રાહ જોતો ઉભો રહેજે તું કૉલ કરે પછી હું આવીશ" રિષી નાટક નાં લહેકે બોલ્યો," ઓકે , મોહતરમાં જૈસા આપ કહે" બંને હસી પડયા.વિધિ આજે રિષી નું નવું રૂપ જોઈ રહી હતી.ઓછાબોલો રિષી આજે જાણે બહુ જ બોલતો હોય એવું લાગતું હતું. આમતેમ ની વાતો કર્યા કરતો હતો પણ સરપ્રાઈઝ ની વાત નહોતો બોલતો.વિધિથી રહેવાયું નહિ એ પૂછી બેઠી " ઑયે તું બીજી વાતો પછી કરજે પહેલાં સરપ્રાઈઝ શું એ બોલ". રિષી 99.99 ટકા જાણતો હતો વિધીનાં દિલનો હાલ અને એના દિલની વાત છતાં એ આ ઝિઝક શાની? સમજી નહોતો શકતો.આખરે વિધિ બોલી એટલે મોકો આવ્યો દિલ ઠાલવવાનો .સોહામણી સાંજને સથવારે રિષી એ વિધિ નો હાથ હાથમાં લીધો .આજે ના જાણે કેમ વિધિને એ સ્પર્શમાં અલગ અનુભૂતિ થઈ! રિષી બોલ્યો," વિધિ,તું સ્વતંત્ર છે તારો નિર્ણય લેવામાં ,તારે માટે હમણાં હું જેવો છું એવો જ રહીશ હંમેશા ". વિધિ ની ધકધક વધી ગઈ એ બોલી "તું શું બોલે છે ક્લીઅર બોલ જલ્દી બોલ મને કંઈ સમજાય એમ બોલ" રિષી એ બધી હિંમત ભેગી કરી પૂછ્યું," વિધિ, તું મારી જીંદગીનો અવિભાજ્ય હિસ્સો બનીશ ? મારી ધડકનો ની રાણી બનીશ?"વિધિએ હાથ છોડાવી ...એકદમ રિષી ને બાહુપાશમાં લઈ લીધો અને રડમસ સ્વરે બોલી...રિષીડા આટલી બધી તે કોઈ રાહ જોવડાવતું હોય નક્કામાં? હું તો આ ક્ષણની 2 વર્ષ થી રાહ જોઉં છું પાગલ!" સ્વીકૃતી થઈ પ્રેમની બંને તરફ અને આ બાજુ આકાશ ઢળતાં સૂરજ ને ક્ષિતિજે જતો જોઈ શરમથી લાલ લાલ થઈ ગયું.ક્યાંક ગીત વાગી રહ્યું હતું ." આકે તેરી બાહોંમેં હર શામ લગે સિંદૂરી.." વિધિને થયું આ સોહામણી સાંજ બસ આમ જ રોકાઈ જાય.
*કુંતલ ભટ્ટ "કુલ*"