Pret Yonini Prit... - 24 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 24

પ્રેત યોનીનો પ્રીત..
પ્રકરણ-24
નિરંજન ઝવેરીએ વિધુને ઓફીસે બોલાવીને એમની કંપની અંગે બધીજ માહિતી આપી. કંપનીમાં કામકાજમાં નિર્ણય લેનાર એ માત્ર સર્વેસર્વા હતાં. પછીથી એમણે એમની કન્સ્ટ્રકશન સાઇટ અંગે વાતો કરી અને સીવીલ કોન્ટ્રાકટર્સ, આર્ટીટેક્ટસ ઇલેક્ટ્રીકલ કોન્ટ્રાકટર્સ એન્જીનીયર્સ અને સપ્લાયર્સ બધાની માહિતી આપી સાથે સાથે કહ્યું મારો મૂળભૂત ધંધો કાપડનો અને હીરાનો આ બધો સાઇડ બીઝનેસ છે અને હસી પડ્યાં.
"વિધુ સામાન્ય ફેરી કરનાર વેપારીમાંથી હું આટલો આગળ આવ્યો છું એમાં ઇશ્વરની કૃપા મારી નીતી અને મારી માણસ ઓળખવાની દ્રષ્ટિએ મને ખૂબ મદદ કરી છે. વિધુ એમને સાંભળી જ રહેલો એક એક શબ્દ મનમાં ચાવી રહેલો.
વિધુએ કહ્યું "સર તમારી જીંદગી અને તમારો વિકાસ તો જીવતી જાગતી મોટીવેશનલ સ્ટોરી છે હકીક્ત છે મને તો તમારી સાથે કામ કરીને ઘણું શીખવા મળશે.
નિરંજનભાઇએ કહ્યું તું અજયભાઇનો દિકરો છે એ તારો પ્હેલો પ્લસ પોઇન્ટ કારણકે ખૂબ જ વિશ્વાસપાત્ર માણસ છે ક્યારેય એ માણસે લાલચ નથી કરી કાયમ જ બધી રીતે વફાદાર રહ્યાં છે. કોન્ટ્રાકટરોનાં બીલમાં એવી ભૂલો શોધી છે કે મારો સી.એ. ચક્કર ખાય છે એ ભલે ઓફિસે કાયમ નથી આવતાં મારાં સિવાય બીજાનાં પણ કામ કરે છે પરંતુ હવે હું એમને પણ અહીં ઓફીસમાં બોલાવીને ફક્ત એ પણ એકાઉન્ટનાં કામ અને કેશ સંભાળવા બોલાવાનો છું મને એમનાં પર ખૂબ ભરોસો છે.
"તારી વાત કરુ તો હું તને શરૂઆતમાં સાઇટ સુપરવાઇઝર અહીંના કનસ્ટ્રકશન સાઇટ પર, હીરાનાં કામમાં પેમેન્ટ લાવવા અને કાપડમાં પણ કલેકશન માટે રાખીશ આ ત્રણે પેઢીનું કામ તારે કરવાનું છે.. કન્સટ્રકશન સાઇટ હાલ એકજ ચાલે છે જ્યાં તું આવેલો પછી હસીને કહ્યું આ કામ ભરોસાનું છે એટલે તને સોપ્યું છે. તારાં માટે કોઇ ફીક્ષ સમય નહીં તારે જ્યારે આવવું જવું હોય જવાનું પણ કામ સમય મર્યાદામાંજ થવું જોઇએ અને તારે મનેજ સીધો રીપોર્ટ કરવાનો. અને તારો પગાર તારી લાયકાત પ્રમાણે નક્કી કરીશ મહિનો પૂરો થતાં સીધો હાથમાં આપીશ. અત્યારે ચર્ચા નથી કરતો. અહીં ઓફીસમાં બંસીભાઇ એન્જીન્યર જે હાલ બધુ સંભાળે છે બીજો સ્ટાફ સાઇટ પરજ છે એ બધાને તું મળીશ એટલે ખ્યાલ આવી જશે. મોટાં ભાગનાં કામ કોન્ટ્રાક્ટરથી આપેલાં છે આપણે પગાર ઉપર ખાસ માણસો રાખતાં નથી એટલે ઓફીસમાં માત્ર 12 માણસો કામ કરે છે અને ત્રણે પેઢીનું.
નિરંજનભાઇએ કહ્યું "હમણાં તારે મારી કેબીનની બહાર ટેબલ છે ત્યાં બેસવાનું છે બંસીભાઇની બાજુમાં.. પછીની વ્યવસ્થા જોઇશું તારાં કામનાં પરફોરમન્સ પ્રમાણે.
વિધુએ ઉભા દઇને નિરંજનભાઇને પગે લાગ્યો અને બોલ્યો થેંક્યુ સર તમે મારાં પર ભરોસો મૂક્યો છે હું ક્યારેય તુટવા નહીં દઊં ખૂબ ખંતપૂર્વક કામ કરીશ માં એ પણ ઘરેથી નીકળતાં સલાહ આપેલી કે વિશ્વાસ સપાંદન કરજે ભરોસો ક્યારેય ના તોડીશ ખૂબ ખંત અને મહેનતથી કામ કરજે. અગેઇન થેક્યુ સર સેલેરી તમે આપશો એ મને મંજૂર જ હશે.
નિરંજનભાઇએ કહ્યું "તારાં માં બાપનાં સંસ્કાર જ ખૂબ મને ભરોસામાં રાખે છે અત્યારે આવાં કુટુબો જ ગણ્યા ગાંઠયાં રહ્યાં છે તું કોલેજમાં તો અવ્વલ છુ જ ભણવામાં હોંશિયાર અને આવા સંસ્કારી માંબાપનો દિકરો એટલે તારાં માંગ્યા પહેલાં તને મારી સાથે કામમાં રાખવાનું નક્કી જ હતું. બસ ખંતથી કામ કરજો. અને મેં સમજાવ્યું છે એ પ્રમાણે આજથી જ કામે વળગી જા હું બંસીભાઇને સૂચના આપું છું તને તારી જગ્યા અને કરવાનાં કામની ડીટેઇલ્સ આપે અને બધાં કોન્ટ્રાક્ટરોની પણ ઓળખ કરાવે તું બધાને મળીને વિગત લેજે અને હાં ખાસ કન્સ્ટ્રકશ કવોલીટી ઉભી થવી જોઇએ એમાં ક્યાંય બાંધ છોડ ના થાય એ જોજે.
બંસીભાઇને જાણ કરજે પણ રીપોર્ટ તારે મને જ સીધા કરવાનાં છે. મારો બીજો નંબર પણ હું આપી રાખું છું જે મારો પ્રાઇવેટ નંબર છે જેની માહિતી મારાં ખાસ માણસો સિવાય કોઇ પાસે નથી જે તારે કોઇને શેર નથી કરવાનો બીજુ કે બંસીભાઇ તને લેટેસ્ટ મોબાઇલ આપશે જે મેં
તારાં માટે જે લીધો છે. એમાં બે સીમ છે. એકમાં અત્યારનું તારુ સીમ અને બીજુ સીમ હુ આપીશ જેમાં આપણે ખાસ રીપોર્ટીંગ માટે જ વાપરીશુ અને કંપની જ તારાં ફોન વગેરે ખર્ચ ભોગવશે બસ કામમાં ધ્યાન રાખજો. ઓકે વિધુ બેસ્ટ લક એમ કહીને વિધુને કહ્યું બંસીલાલને મળી લે.
વિધુ ફરીથી એમને પગે લાગીને કેબીનની બહાર નીકળ્યો અને સીધો કેબીનની બહાર જઇ પોતાનું ટેબલ જોયુ એમાં લેપટોપ હતુ, ફોન બધુ હાજર અને બાજુમાં બંસીલાલ બેઠેલાં વિધુ એમની તરફ ગયો અને હાથ મિલાવીને કહ્યું “ગુડઇવનિંગ સર હું વિધુ મને સરે... એ આગળ બોલે પહેલાં બંસીલાલે હસતાં હસતાં કહ્યું" હાં હા વિધુત મને જાણ છે. સરે મને બધી વાત કરી છે. આ તારું ટેબલ છે જ્યાં તારે બેસીને કામ કરવાનું છે. આમ તો તારે મોટો ભાગે બહારનું કામ રહેશે મને ખબર છે.
બસીલાલે પછી એને બે ત્રણ કાગળ પકડાવીને કહ્યું “ આમાં આપણાં કોન્ટ્રાકટર્સ, એજીન્યર્સ, આર્કીટેક્ટ સપ્લાયર્સની માહિતી છે ક્યો માલ કોની પાસે લઇએ કામ અને કોન્ટ્રાકટ આપીએ કહ્યું એમાં ફોન-મોબાઇલ-ઇમેઇલ સાથે બધીજ વિગત છે. એનો અભ્યાસ કરી લેજો.
બંસીલાલ ઉમેરીને કહ્યું "ત્યાં શેઠની કેબીનની બાજુમાં નાની કેબીન છે ને એ અજ્યભાઇ તારાં ફાધર માટે બનાવી છે હવેથી, એમને પણ અહીં બેસાડવાનાં છે કહેવું પડે તમે લોકો એ સાચેજ શેઠનું દીલ જીતી લીધુ છે.
વિધુએ કેબીન તરફ જોઇ રહ્યો પછી બંસીલાલ તરફ જોઇને કહ્યું "એ તો પ્રેમ છે. શેઠજીનો. એવુ કહીને બંસીલાલની બાજુનાં ટેબલ પર જવા લાગ્યો. બંસીલાલે એને અટકાવી હસ્તધૂનન કરતાં કહ્યું બેસ્ટ લક વિધુત.
વિધુએ થેંક્સ કહીને પોતાનાં ટેબલ તરફ ગયો. ત્યાં બેસીને એણે બંસીલાલ આપેલાં પેપર્સ ત્યાં મૂક્યાં એટલીવારમાં બંસીલાલ એક મોટું બોક્ષ લઇને આવ્યા જેમાં લેટેસ્ટ મોબાઇલ હતો ખૂબ પ્રસિદ્ધ કંપનીનો વિધુને આપતાં કહ્યુ "આ તારાં માટે છે તું જોઇલે હવેથી આ વાપરજો પછી શેઠજીને મળી લેજે.
વિધુએ થેંક્સ કહ્યું પછી ફોન ખોલીને એને ચાલુ કરી બધાં ફીચર્સ જોયાં એમાં કંપનીને જરૂરી એપ્સ પહેલેથી ડાઉનલોડ કરેલી હતી પછી સીમ પોતાના સાદા ફોનમાંથી કાઢી નવા મોબાઇલમાં નાંખ્યું અને બધુ જોઇને ખૂબ જ આશ્ચર્ય સાથે આનંદમાં આવી ગયો. મનોમન બાબા સોમનાથ ભગવાનનો આભાર માની રહ્યો. અને વૈદેહી યાદ આવી ગઇ.. એણે મન પાછુ કામમાં પરોવ્યુ અને બધુ તૈયારી કરી પાછો નિરંજનભાઇની કેબીનમાં ગયો.
નિરંજનભાઇએ કહ્યું "મોબાઇલ જોઇ લીધો ? સીમ નાંખી દીધું ? ઓકે જો આ નવું બીજું સીમ આ તારો પ્રાઇવેટ નંબર છે જે તારે કોઇ સાથે શેર નથી કરવાનો ફક્ત બે જ વ્યક્તિ પાસે આ નંબર હશે... મારી અને તારાં પાપા પાસે બીજાને તારે શરે નથી કરવાનો એ ખ્યાલ રાખજો મને જ્યારે જે જરૂર જણાંશે એને નંબર આપવા કહીશ બાકી આપણાં ત્રણ સિવાય કોઇ પાસે આ નંબર નહી હોય અને છું તને મારા પ્રાઇવેટ નંબરથી તને મીસ કોલ આપુ છું એટલે મારો નંબર તારી પાસે આવી જશે તારાં નંબરનું પેક કવર મારી પાસે છે જોતાં તારાં નંબરની બધી ડીટેઇલ્સ છે...
વિધુએ એમણે આપેલું સીમ ફોનમાં નાંખ્યુ અને થોડીવાર પછી સીધુ એક્ટીવેટ થઇ ગયું.. નિરંજનભાઇએ એનાં ચહેરાંના આશ્ચર્યનાં ભાવ જોઇને કહ્યું "મેં એક્ટીવેશન કરાવી લીધું જ છે અને સીમ મૂળ છે મારાં જ નામનું સમજ્યો.
વિધુએ કહ્યું "ઓકે સર, હું ટેબલ પર જઉ તમો સૂચના આપો એ પ્રમાણે કામ ચાલુ કર્યું.
નિરંજનભાઇએ કહ્યું બંસીભાઇ બધાં સાથે ઓળખાણ કરાવો તું અને બંસીભાઇ બંન્ને હાલ સાઇટ પર જાવ અને કામ તું જોઇલે સમજી લો. મેં બંસીભાઇને બધી સૂચના આપી દીધી છે. અને નિરંજનભાઇએ એનાં નવા મોબાઇલ પર એમનાં પ્રાઇવેટ નંબરથી રીંગ આપી દીધી. વિધુએ એક કરીને નામ સેવ કર્યું પણ લખ્યું પ્રાઇવેટ નંબર અને એ કેબીનની બહાર નીકળી ગઇ.
વધુ આવતા અંકે --- પ્રકરણ-25