Pret Yonini Prit... - 25 books and stories free download online pdf in Gujarati

પ્રેત યોનિની પ્રીત... - 25

પ્રેત યોનીની પ્રીત
પ્રકરણ-25
પરકાયા પ્રવેશ કરીને બાબા અઘોરનાથ માનસનાં રૂમમાં બહાર આવ્યા હતાં. માનસનો જીવ હજી ક્યાંક પીડાથી તડપતો હતો એનાં મુખેથી મનસાને પ્રશ્નો પૂછાઇ રહેલાં કે મારી સાથે દગો કેમ કર્યો કેમ છીનાળુ કર્યું આટલાં પ્રેમ પછી પણ તું વેચાઇ ગઇ ? પરકાયા પ્રવેશનાં પ્રયોગ પછી માનસની સ્મૃતિમાં રહેલી પીડા બહાર નીકળી.
બાબાએ હવનયજ્ઞ પાસે આવીને આહુતી આપી અને પરકાયા પ્રવેશને સંપૂર્ણ બનાવ્યા અને ત્યાંજ બધાએ જોયું એવું કે આશ્ચર્યથી આંખો ફાટી ગઇ.. માનસનો દેહ ત્યાં પડી રહ્યો અને પ્રેતયોની પહેલાંનો વિધુને જન્મ જાણે સાકાર થયો. બાબા સંપૂર્ણ વિધુ બની રહ્યા અને તેઓએ સંપૂર્ણ પરકાયા પ્રવેશ પર કાબૂ જમાવ્યો. ગોકર્ણ પણ પેહલીવાર આવી સિધ્ધિ જોઇ રહેલો એને પણ ઘણું આશ્ચર્ય થયું એનાંથી ના રહેવાયું એણે બાબા આઘોર નાથજીને પૂછ્યું "બાબા આનુ કારણ શું ? આપે આ માનસનાં અગાઉનાં જન્મનું રૂમ કેમ ધર્યું છે ? શા માટે ? હજી કઇ વાસના બાકી છે ?
બાબા અઘોરનાથને કહ્યું "ગોકર્ણ મેં આજનાં આ બ્રહ્મમૂહૂર્તમાં પરકાયા પ્રવેશની વિધી કરી પરંતુ ક્યાંય સુધી આ જન્મનો માનસ પીડા દર્શાવી રહેલો પૂરો કાબૂ નહોતો આવ્યો આ માનસનાં જન્મમાં તો હજી કોઇ કર્મ કે વાસના છે નહીં જે કંઇ હતું એ ગત જન્મની પીડા એ પ્રસંગોની વાસના બદલો હતો જેમાં તે હજી પીડાઇ રહ્યો છે એની પૂર્તિ કરવા માટે મે આ પ્રયોગ કર્યો છે. એનાં જીવ પર કાબૂ કરવા છતાં જે કંઇ કરીશ જોઇશ વર્તીશ એ સાક્ષી બની રહેશે.
ગોકર્ણએ કહ્યું પણ બાબા મનસા જે વૈદેહી છે એ પણ અત્યારે મનસા તરીકે જન્મ થઇ ચૂક્યો છે એ કેવી રીતે બધું જાણશે અનુભવશે ?
બાબાએ કહ્યું મનસા અહીં વેદી પાસે જ છે માં માયાનાં પ્રખર પ્રતાપ એ સાક્ષી બની રહેશે કારણકે એને કોઇ કર્મ નથી કરવાનું અને વિધુ વતી કર્મ હું કરી એને સાક્ષી બનાવીશ એની પીડા શાંત કરીશ અને જરૃર પડી તો... પછી વિચારીને ક્યુ થોડીક વિધી બાકી છે. એ પુરી થાય એટલે મનસાં પોતાનાં જીવથી એ જન્મની સફરે સાથે જ હશે એપણ એનાં માટે અનોખો અનુભવ હશે.
*************
વિધુ નિરંજનભાઇની ચેમ્બરમાંથી નીકળીને બંસીભાઇ સાથે સાઇટ પર જવા નીકળ્યો. બંસીભાઇએ સાઇટ પર લઇ જઇને સાઇટ એન્જીનીયર શૈલેશ સાથે ઓળખાણ કરાવી પછી પગીથી માંડી બધાને જાણ કરી શૈલેશ વિધુને જોતાં કહ્યું તમને ક્યંક જોયાં છે ? વિધુ કહે દુનિયા બહુ નાની છે જોયો હશે એમ કહી આગળ વધી ગયો એ સમજી ગયો અહીં વૈદૈહીને લઇને આવેલો ત્યારે એ તો હતો એને મનમાં હસવું આવી ગયું.
તેઓએ સાઇટ જોઇ લીધી અમુક બંગલા તૈયાર હતાં અમુકનાં હજી બાંધકામ ચાલુ હતું કોઇક બંગલામાં ધાબુ ભરવાની તૈયારી ચાલી રહેલી બંસીભાઇએ કહ્યું આ તમારાં માટે નવું છે પણ ધીમે ધીમે ખ્યાલ આવી જશે. આપણાં હાલનાં કનસ્ટ્રકશન કોન્ડ્રાક્ટર બાબુભાઇ પંચાલ છે .
વિધુએ કહ્યું "આ નામ ક્યાંક સાંભળ્યુ લાગે છે. બંસીભાઇ કહે" આપણે કામ એ કરે છે આપણી પહેલી જ સ્કીમ છે એ ઘણાં ડેવલપરનાં કામ કરે છે. ખૂબ અનુભવી અને હુંશિયાર છે એટલે શેઠે કામ આપ્યું છે.
વિધુ વિચારમાં પડી ગયો અને કંઇક યાદ કરી રહ્યો એ એકદમ જ યાદ આવ્યુ હાં હાં હું ઓળખું છું એ અમારી શેરીનાં છેડે જ રહે છે અને એમનો એક દીકરો.. બંસીલાલે કહ્યું હાં હા જી પોળમાં જ રહે છે પણ સાંભળ્યું છે કે તેઓએ પણ શેઠને કહ્યું છે કે અહીં બંગલો રાખવા માંગે છે પણ હજી નક્કી નથી થયું અને એમનો દિકરો વિપુલ એ પણ ક્યારેક અહીં આવે છે. પણ એ તો રખડેલ છે..
વિધુએ કહ્યું "બંસીકાકા તમને કેવી રીતે ખબર ? બંસીભાઇએ કહ્યું "મારી પારખુ આંખો ભૂલ ના કરે વિધુત એ અહીં પૈસા લેવાજ આવે ક્યારેય એનો બાપને મદદ કરતો નથી જોયો. જુદી જુદી છોકરીઓ લઇને અહીં આવેલો છે બાબુ પગીએ ઘણીવાર જોયો છે એનો બાપ ખબર નહીં કેમ આંખ આડા કાન કરે છે. બાપ.. છોડને આપણે શું આપણે આપણાં કામથી મતલબ...
વિધુ સાઇટ વીઝીટ કરી બંસીકાકા સાથે ઓફીસ પાછો આવી ગયો. અને ઓફીસમાં બંસીકાકા એને બધી ફાઇલો અંગે સમજણ આપવી ચાલુ કરી. વિધુએ જોયું નિરંજનભાઇ ચેમ્બરમાં નથી ક્યાંક ગયાં લાગે છે. એણે બંસીકાકાને કહ્યું કાકા કોફી મળશે ? સાઇટ પરથી આવ્યા પછી ખબર નહીં.. બંસીકાકાએ કહ્યું હાં હા તારાં ટેબલ પર બેલ છે દબાવ જો રમેશ અહીં બધુ સંભાળે છે બોલાવીને કહી દે સાથે સાથે મારી પણ કહી દેજો કહી હસી પડ્યાં. પછી બોલ્યાં પહેલો દિવસ છે ને વિધુ ધીમે ધીમે આવી જશે એમ કહી એમનાં કામનાં પરોવાયાં.
વિધુ પોતાનાં ટેબલ પર જઇ ગોઠવાયો અને રમેશને બોલાવી બે કોફીને ઓર્ડર આપ્યો અને ચેર ઉપર જ રીલેક્ષ થયો. થોડીવારમાં રમેશે વિધુ અને બંસીકાકાને કોફી આપી અને રમેશે વિધુને કહ્યું "સર આજે તમારો પ્હલો દિવસ છે કોફી જોઇ લેજો. કડક મીઠી કે કેવી કહેજો કાયમ એવી બનાવી લાવીશ. અમે તો ઓફીસમાં તમે અને બંસીકાકા બેજ છો બાકી કુલ છ જણાં તો હોય જ પરંતુ કાપડવાળા પ્રફુલકાકા હીરાવાળા મનોજભાઇ અને ઉઘરાણીવાળા સતુભાઇ બધાં બહાર બજારમાં છે બધાં કાલે મળશે ઓળખાણ થશે.
વિધુએ કહ્યું ઓકે.. બંસીકાકા કોફી પીને બહાર નીકળ્યાં વિધુને કહ્યું "હું આવું છું એક કામ શેઠે સોંપ્યુ છે પતાવીને વિધુએ કહ્યું "સારુ કાકા હું ત્યાંથી બધી ફાઇલોનો અભ્યાસ કરી લઊં બંસીકાકા જેવા નીકળ્યાં વિધુએ જોયું રમેશ પણ બહાર ગયો છે તરત જ ફોન હાથમાં લીધો નવો ફોન મળ્યો ત્યારથી ધ્યાનથી જોયો નહોતો પહેલો તો એણે ફોન લીસ્ટમાંથી વૈદેહીને ફોન લગાવ્યો.
"ક્યારની રાહ જોઊં છું સવારનો ગયો એ ગયો ના ફોન કર્યો ના મેસેજ. આજથી જ નોકરી લાગી ગયો કે શું ? વૈદેહીએ ફરીયાદ કરી.
અરે અરે શું કહું વેહીદુ અહીં આવ્યો નિરંજન સરે ઇન્ટરવ્યુ જેવું કંઇ નહી પણ મારી સાથે ચર્ચા કરીને પછી સીધુ આજથી જ કામ સોંપી દીધું ખાસ વાત એ છે કે એમણે મને નવો લેટેસ્ટ મોબાઇલ આપ્યો છે મળીશ ત્યારે બતાવીશ અને નોકરી પાકી આજથી ચાલુ પણ થઇ ગઇ.
હું સાજે મળીશ ત્યારે બધી શાંતિથી વાત કરીશ. મહાદેવનાં આશીર્વાદ સંપૂર્ણ ફળી ગયાં છે વાહીદુ અહીં મને મારાં સારાં ભવિષ્યની આશાં છે એવાં સંકેત અને એહસાસ છે.
વૈદેહીએ કહ્યું "ઓકે કંઇ નહીં તું આવ એટલે મળીએ મને પ્હેલાં ફોન કરજે હું આપણી જગ્યાએ આવી જઇશ પછી કયાંક જઇને બેસીશું અને વાતો કરીશું.
વિધુએ કહ્યું ઓકે, ડન ચલ મૂકું પછી શાંતિથી વાત. વિધુએ ફોન મૂક્યો અને નિરંજનભાઇ બહારથી આવ્યાં એટલે વિધુને સીધો ચેમ્બરમાં બોલાવ્યો અને બેસવા ક્હ્યું.
"હા વિધુ તું જઇ આવ્યો ? સાઇટ પર ? બંસીભાઇએ બધું સમજાવ્યું ? બધાની ઓળખાણ કરાવી ? એન્જીનીયર કોન્ટ્રાક્ટર પગી બીજા માણસો તને ઓળખી ગયાં ને ?
વિઘુએ કહ્યું "સર બધાને મળ્યો છું પણ કોન્ટ્રાક્ટર હાજર નહોતાં. નિરંજનભાઇએ કહ્યું "હાં હા બાબુભાઇને ક્યાંક પ્રસંગે જવાનું હતું આજે નથી આવ્યાં. એમણે મને કીધેલું પણ એ વાત કરવા જતાં હતાં પણ મારે પરદેશથી ફોન આવતો હતો એટલે એમની સાથે વધુ વાત ના કરી શક્યો ફોન કાપવો પડેલો. કંઇ નહીં તને ધીમે ધીમે ફાવી જશે. વિધુ આ ઓફીસમાં બધાં જ સારાં અને વિશ્વાસુ માણસો છે પરંતુ તારે બધામાં ધ્યાન રાખવાનું જ. તારાં માટે નવું નવું છે પણ તું શીખી જઇશ મને વિશ્વાસ છે ખાસ કરીને કોન્ટ્રાક્ટરનાં કામોમાં વિશેષ ધ્યાન આપજે બાકી કામ જ કામને શીખવશે. હવે તું ઘરે જઇ શકે છે કાલે સમયસર આવી જ્જે અને અજ્યભાઇ પણ 10 દિવસ પછી ઓફીસે આવશે હમણાં એમને મેં બીજુ કામ સોંપેલુ છે ઘરેથી જ કરવા કીધુ છે. એ બધું તને પછી સમજાઇ જશે. ઓકે બેસ્ટ લક વિધુ આભાર માની બહાર નીકળ્યો.
વિધુ ઓફીસ પાર્કીગમાંથી જ વૈદેહીને ફોન કર્યો અને કહ્યું તું ત્યાં બસ સ્ટેન્ડે આવી જા હું ત્યાં પહોચું છું અને વૈદેહીએ કહ્યું "વિધુ અહીં બધી ગરબડ છે હું ખૂબ ચિંતામાં છું કંઇક કહુ છું નીકળવા... મોડું અવાશે રાહ જો જે વિધુ કહ્યું" શું થયું કંઇક કહે તો ખરી.. વૈદીએ કહ્યું રૂબરૂમાં...
વધુ આવતા અંકે---પ્રકરણ-25