Twistwalo love - 33 books and stories free download online pdf in Gujarati

ટ્વિસ્ટ વાળો લવ - 33

ટ્વિસ્ટ વાળો લવ ( ભાગ 33 )


પછી રાત ના ડિનર બાદ અક્ષ અને આભાસ બંને એના રૂમમાં હોય છે અક્ષ ફોનમાં ગેમ રમી રહ્યો હોય છે... અને આભાસ પોતાનો સમાન સરખો કરી રહ્યો હોય છે....

અને ત્યાં અચાનક અક્ષ બોલે છે ..

" પાપા.... " - અક્ષ..


" શું બોલો ને... અક્ષ... ક્યુટી " આભાસ


" પાપા.. હું હમણાં ગાર્ડન માં જેમની છાથે ( સાથે ) વાત કલતો ( કરતો ) હતો ને.. એમને મેં મમ્મા કહી ને બોલાવ્યા હતા ! " અક્ષ


" અક્ષ... એવુ કરાય... પછી એમને સોરી કીધું હતું...? એમને ખોટું તો નથી લાગ્યું ને.. " - આભાસ


" હા.. પાપા મેં છોલી ( સોરી ) કીધું હતું.. ને એમને ખોટું હથી ( નથી ) લાગ્યું " - અક્ષ


" ઓકે... " આભાસ


" પણ પાપા.. એ દીદી બહુજ છાલા ( સારા ) હતા.... " અક્ષ


" એમ.. તમને તો બધા સારા જ લાગે છે... અને હા તમારી gf રિયા માસી થી પણ વધુ સારા... " આભાસ


" ના ના.. પાપા.. રિયામાશી તો gf છે.. એતો મમ્મા જેવા લાગ્યા... મને ! " અક્ષ


" અક્ષ.. હવે શૂઈ જાવ રાત પડી ગઈ છે.. ! " આભાસે અક્ષ ને અટકાવ્યો


" પણ પાપા માલિ ( મારી ) વાત તો.. સાંભલો... " અક્ષ


" મને છાચુ ( સાચું ) એ મમ્મા જેવા લાગ્યા.. હું તો એમને એજ કહીશ.. !" - અક્ષ


" ના કેવાય એમ.... અક્ષ.. એમને ખોટું નહિ લાગે... " - આભાસ


" ના લાગે પાપા.. એમને જ કીધું મને કે એમને ખૂટું નથી લાગ્યું... " - અક્ષ


" ઓકે.. હવે શૂઈ જાવ... સવારે આપડે ફરવા જઈશું... ચોકલેટ ખાઈશું... અને ખુબજ મસ્તી કરીશું.. ઓકે... " - આભાસે આડી વાત નાખી...


" ઓકે પાપા... પણ પોએમ બાક્કી છે આજની... " અક્ષ..


" ઓકે સાંભળવું છું.. ચાલો આંખો બંધ કરી દો... " આભાસ


પછી આભાસ પણ શૂઈ જાય છે.....


....


બીજે દિવસે કોન્ટેસ્ટ માટે ની વધુ જાણકારી માટે તેની મિટિંગ હોય છે તેથી સ્ટાફ રૂમ માં જાય છે.. અને અક્ષ પણ ઉઠી ને તૈયાર થઇ રૂમ માં બેઠો હોય છે તેને મોક્ષિતા સાથે મળવાનું મન થાય છે.. તેથી તે ફરી થી ગાર્ડન મા જાય છે ત્યાં નથી હોતી તે પણ તે બેન્ચ પર બેસે છે... થોડી વાર પછી આભાસ તેના રૂમ માં જાય છે પણ ત્યાં અક્ષ નોતો... તે ઘભરાઈ જાય છે પછી તે જોવે છે તો તે ગાર્ડન માં બેઠો હોય છે... તે ત્યાં ગાર્ડન માં આવીને અક્ષ પાસે આવતો હોય છે અને..આ બાજુ થી મોક્ષિતા એક મોટુ બોક્સ લઈને ગાર્ડન માં સ્ટેજ તરફ આવતી હોય છે.. અને ત્યાં જ.. તેને કઈ દેખાતું નથી અને આભાસ ની નઝર અક્ષ પાસે જ હોય છે.. અને એ બે ટકરાય છે.. અને મોક્ષિતા ના હાથમાં રહેલો બોક્સ નીચે પડે છે..એ બંને પણ અલગ અલગ દિશા માં પડ્યા.. . અને કઈ જોય વગર જ બોલી ઉઠે છે...


" ઓય... દેખાતું નથી.. બોક્સ પણ નીચે પડી ગયું...... " મોક્ષિતા


મોક્ષિતા નો અવાજ સાંભળી ને તે તેની તરફ જોવે.. છે.. એને વિશ્વાસ નથી થતો કે ફાઇનલી.. એ મલી મને...એ જ આખો... એજ કોન્ફિડેન્સ.. એજ ચહેરો... એજ મારી ચકલી..એતો ખુશી થી નાચવાનું મન થઇ જાય...... એ મારાં થી જેટલી દૂર ભાગે પણ નસીબ મળાવીં જ દે છે.... એ બસ એની તરફ જોઈ રહે છે . ... મોક્ષિતા ની નઝર હવે તેના પર પડે છે.. એ સ્તબધ બની ને જોઈ રહી... આભાસ.... અહીં.... !!...... તે બંને ને ખબર નોતી કે અચાનક આવી મુલાકાત થશે... ફાઇનલી.. 5 વર્ષ.. 4 મહિના અને 28 દિવસ પછી.... ઓહ... એ બંને ને કઈ ખબર ના પડી કે શું કરવું અને શું નઈ.....? .... થોડીવાર પછી મોક્ષિતા ઉભી થઇ ને બોક્સ લઈને ચાલવા.. ગઈ.. ત્યાં અક્ષ આવ્યો..... અને બોલ્યો.. આભાસ હજુ એને જ જોઈ રહ્યો હતો અને જમીન પર જ બેઠો હતો


" પાપા.. તમે ઠીક છો ને ચાલો ઉભા થઇ જાવ... .. ! " અક્ષ..


" હા બેટા.. ! " આભાસ


અક્ષ ના આ શબ્દો સાંભળી ને એનું ઉર રડવા લાગ્યું... અક્ષ આભાસ નો... બેબી છે...ઓહ.. પણ હું કોન છું એમ કેવાવાળી... હું તો....?...... એ બે પળ તો આભાસ ને જોઈ રહી પણ પછી તરત જ તે નીચે જોઈ ગઈ...


આભાસ કઈ બોલવા જાય એ પેલા... અક્ષ બોલ્યો..


" પાપા મેં તમને વાત કલી હતી ને.. એ આ જ છે...! અને મમ્મા આ છે માલા પાપા... આભાછ.. ( આભાસ ) " અક્ષ..


" હેલો..... યુ આર વેરી લકી છે બેટા અક્ષ... કે તને આટલા સરસ પાપા મળ્યા છે... ! " મોક્ષિતા


" હા... મમ્મા... માલા ( મારાં ) પાપા બહુજ છાલા ( સારા ) છે... પણ તમને કેમ ખબર... તમે ઓલખો ( ઓળખો ) છો... માલા પાપા.. ને..? " અક્ષ


અક્ષ ના સવાલ નો એની પાસે કઈ જ જવાબ નોતો.... શું હોય.. એની પાસે જવાબ.... શું કહે એ... કે એ એને પ્રેમ કરે છે એમ.... !!!!.... અને... એ કઈ બોલી નઈ...


" અ... અક્ષ.. બેટા.... તમારે આઈસક્રીમ ખાવી છે...?? " આભાસ...


એને થયું કે શું કરવું અને શું નઈ.... અક્ષ હતો એટલે એ અક્ષ ને આઈસક્રીમ ખાવા મોકલે છે...


" મમ્મા તમે પણ ચાલો ને આઈછકિમ ( આઈસક્રીમ ) ખાવા... !" - અક્ષ..


મોક્ષિતા તો શું કરે? અને શું નઈ? .. એની એને ખબર જ ના રહી.... હવે શું કરું... યાર..? એને ખબર જ ન હતી કે આવી રીતે આભાસ આમ મળી જસે... અને જો ખબર હોત તો એ અહીં આવત જ નહિ... પણ હવે શું થાય.... આભાસ..... તું કેમ.. અહીં આવ્યો..... યાર...? તને ભૂલી તો નોતી... પણ સેટ થઇ ગઈ હતી લાઈફ માં તારી યાદો સાથે.. પણ.. હવે પાછુ એજ કરવું પડશે.... !


" બોલો ને મમ્મા આવો ને તમે.. પણ...? " અક્ષ..


આભાસ ને થયું કે મને આમ અચાનક આમ જોઈને એ થોડી ડિસ્ટર્બ થઇ ગઈ છે અમે અક્ષ... ને પણ જોઈને... અત્યારે વાત કરવી યોગ્ય નથી..... એટલે એ વાત બદલી નાખે છે....


" અ.... તને કઈ તકલીફ ના હોય તો ચલ ને..!. " આભાસ


" ઓહ..... યાર... આભાસ... આ શું બોલી ગયો તું... યાર.... તને કેમ ના પાડી શકું હું.... યાર...? " મોક્ષિતા મનમાં જ વિચારે છે.. પછી હિંમત કરી ને..


" અ...... આ... જે મારે થોડું કામ છે.. તો પછી ક્યારેક... " મોક્ષિતા


" હેય.. મોક્ષિતા... પ્લીઝ કમ ફાસ્ટ...... આઈ હેવ અ વર્ક ફોર યુ.... યાર પ્લીઝ કમ ફાસ્ટ "- વિલિયમ્સ.. દૂર થી એને બોલાવે છે..


આભાસ સાંભળે છે કે.. આ કોન છે....


" ઓકે..આઈ 'એલ કમ યાર.. " - મોક્ષિતા..


" ઓકે બાય મમ્મા " અક્ષ


" બાય બેટા " મોક્ષિતા... અક્ષ ને ગલે લગાવી ને પછી જતી રહે છે..


આભાસ ને મન માં થાય છે કે એ કોન હતો...


" ચાલો ને પાપા... " અક્ષ..


હા... બેટા... હા...... ચાલો...


પછી અક્ષને આઈસક્રીમ ખવરાવવા માટે જાય છે..


......