Aryariddhi - 43 books and stories free download online pdf in Gujarati

આર્યરિધ્ધી - ૪૩


રાજવર્ધને મેઘનાને કોલ કરીને રિધ્ધી, ખુશીએ તમામને લઈને લેબમાં આવવા માટે કહ્યું એટલે મેઘના ભૂમિ સાથે ટેરેસ પરથી લિફ્ટમાં નીચે આવી. ભૂમિએ નિધિને કોલ કર્યો અને મેઘનાએ રિધ્ધીને કોલ કરીને હોલમાં આવવા માટે કહ્યું.

થોડી વાર પછી બધા હોલમાં ભેગા થયા એટલે નિધિએ મેઘનાને બોલાવવાનું કારણ પુછ્યું ત્યારે મેઘના બોલી, “રાજવર્ધનને પ્રોબ્લેમનું કઈક સોલ્યુશન મળી ગયું હોય એવું લાગે છે એટલે તેણે બધાને એકસાથે લઈને લેબમાં આવવા માટે કહ્યું છે.”

આ સાંભળીને રિધ્ધી બોલી, “તો પછી આપણે અહી કેમ ઊભા રહ્યા છીએ, જલ્દીથી ચાલો લેબમાં જઈએ.” આટલું બોલીને રિધ્ધી ઉતાવળા પગલે લિફ્ટ તરફ ચાલવા લાગી એટલે બધા તેની પાછળ ચાલવા લાગ્યા. થોડી મિનિટોમાં તે બધા લિફ્ટ દ્વારા લેબમાં પહોચી ગયા.

બધા લેબમાં પહોચ્યા ત્યારે રાજવર્ધન કમ્પ્યુટરની સ્ક્રીન જોઈ રહ્યો હતો. બધાને જોઈને રાજવર્ધન બોલ્યો, “ફ્રેન્ડસ, મને એક સોલ્યુસન મળ્યું છે કદાચ તે કામ કરી જાય.” આ સાંભળીને રિધ્ધીએ આનંદિત થઈને અચાનક રાજવર્ધનને ગળે મળીને તેના ગાલ પર ઍક કિસ કરી લીધી પણ રાજવર્ધને તરત રિધ્ધીને પોતાનાથી અલગ કરી દીધી.

“સોરી રાજવર્ધન, હું થોડી એક્સાયટેડ થઈ ગઈ હતી.” રિધ્ધીને પોતાની ભૂલ લાગતાં માફી માંગતા બોલી. પરિસ્થિતિને સમજતાં રાજવર્ધને ઍક સ્મિત સાથે ‘its ok’ કહીને એ વાતનો અંત કરી દીધો. ત્યારબાદ તેણે ફરીથી એલ્ગોરિધમ પ્રોગ્રામને ચાલુ કર્યો.

એલ્ગોરિધમ પ્રોગ્રામમાં રાજવર્ધને તેના પેરેન્ટ્સને થયેલી બીમારી માટેની સિરમનો ડાયાગ્રામ ઓપન કર્યો. રિધ્ધી સહિત બધાને એ ડાયાગ્રામ જોવા માટે કહ્યું. પછી તેણે બોલવાનું શરૂ કર્યું, “મે સિરમના બધા જ વેરીએશન્સ ફરીથી ચેક કર્યા ત્યારે મને આ બિલકુલ અલગ ડિજાઈન ધરાવતું વેરીએશન્સ મળ્યું છે. જેમાં ફ્ક્ત એક જ વ્યક્તિના ડીએનએની જરૂર પડશે.” આટલું કહીને રાજવર્ધન અટકી ગયો.

“ગ્રેટ, તો હવે આપણે કોની રાહ જોઈએ છીએ. સિરમનું ફોર્મ્યુલા આપણી પાસે છે અને રિધ્ધી પણ અહી છે તો ડીએનએની સમસ્યા હલ થઈ ગઈ છે. તો આપણે સિરમ બનાવવાનું શરૂ કરી દઇએ.” નિધિએ ખુશી તરફ જોતાં કહ્યું.

“હા, પણ સમસ્યા હજી હલ નથી થઈ.” આમ કહીને રાજવર્ધને એલ્ગોરિધમ પ્રોગ્રામને મિનીમાઇજ કરીને બીજો ઍક પ્રોગ્રામ ઓપન કર્યો જેમાં બે અલગ અલગ કલરના ડીએનએ ડિઝાઇન ડિસપલે થયા. તે ડિઝાઈન બતાવતાં રાજવર્ધન બોલ્યો, “ આ પ્રોગ્રામમાં બ્લૂ કલરવાળું ડીએનએ મારા મોટા ભાઈ આર્યવર્ધનનું છે અને ગ્રીન કલરવાળું ડીએનએ રિધ્ધીનું છે. અને મે જે સોલ્યુશન વિચાર્યું છે તે આ છે.”

આટલું કહીને રાજવર્ધને કીબોર્ડની Enter દબાવી એટલે બંને ડિઝાઈન એકબીજામાં ભળી ગયા ત્યારબાદ થોડીવાર સુધી પ્રોસેસ થયા બાદ બંને ડીએનએ ભળી જઈને ઍક સિંગલ ડીએનએ બની ગયા. પછી રાજવર્ધને તે ડીએનએ ને એલ્ગોરિધમ પ્રોગ્રામને ફરીથી ઓપન કરીને તેમાં તે સિગલ ડીએનએ ને દાખલ કર્યું તો સિરમ તે ડીએનએ ને સ્વીકૃત કરી લેતું હતું.

રિધ્ધી અને મેઘના સહિતના બધા આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમને શું બોલવું તે સમજાતું નહોતું આ વાત રાજવર્ધન તે બધાના ચહેરા જોઈને સમજી ગયો એટલે તે આગળ બોલ્યો, “જો રિધ્ધીનું ડીએનએ મારા ભાઈના ડીએનએ સાથે જોડવામાં આવે તો તેનાથી સિરમ તૈયાર થઈ શકે,”

“પણ તું આર્યવર્ધનનું ડીએનએ ક્યાથી લાવીશ?” રિધ્ધીએ સવાલ કર્યો.

“તારી પાસેથી.” રાજવર્ધન જમીન તરફ જોતાં બોલ્યો. આ સાંભળીને રિધ્ધી ચોંકી ગઈ. તેણે ખુદને શાંત રાખતાં ફરીથી ઉગ્ર અવાજમાં સવાલ કર્યો, “તું શું કહેવા માંગે છે એ સ્પષ્ટ શબ્દમાં કહી દે.” રિધ્ધીનો ઉગ્ર અવાજ સાંભળીને બધા તેની સામે જોઈ રહ્યા.

રાજવર્ધને ઍક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, “જો તારી સાંભળવાની તૈયારી હોય તો સાંભળ. અત્યારે તું પ્રેગ્નન્ટ છે. તારા ગર્ભમાં એક જીવ આકાર લઈ રહ્યો છે. તેના શરીરમાં તારું અને મારા ભાઈ આર્યવર્ધનનું લોહી છે. એટલે તેના ડીએનએ વડે સિરમ બનાવી શકાય તેમ છે.”

રાજવર્ધન આટલું બોલ્યા પછી અટક્યો ત્યારે રિધ્ધીએ તેના ગાલ પર એક તમાચો મારી દીધો અને ત્યાંથી પગ પછાડીને જતી રહી. ભૂમિ અને ક્રિસ્ટલ તેની પાછળ ગયા જ્યારે મેઘના, નિધિ અને ખુશી લેબમાં જ રહ્યા.

રિધ્ધીએ તેના રૂમ જઈને રડવા લાગી. ભૂમિ અને ક્રિસ્ટલને આવતાં જોઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો. ક્રિસ્ટલે દરવાજો નોક કર્યો પણ રિધ્ધીએ દરવાજો ખોલ્યો નહીં એટલે ક્રિસ્ટલે દરવાજા પર કાન દઇને રિધ્ધીનો અવાજ સાંભળવાનો પ્રયત્ન કર્યો પણ તેને ફક્ત રિધ્ધીના રડવાનો અવાજ સંભળાયો.

ક્રિસ્ટલે ભૂમિને પૂછ્યું, “હવે શું કરીએ? રિધ્ધી રૂમમાં બેસીને રડી રહી છે.” ભૂમિ થોડીવાર સુધી વિચાર્યા પછી બોલી, “અત્યારે આપણે કઈ નથી કરવું તેને થોડા સમય માટે એકલી રહેવા દેવી જોઈએ.” ત્યારબાદ તે બંને અલગ થઇને પોતપોતાના રુમમાં જતાં રહ્યાં.

લેબમાં નિધિએ રાજવર્ધનને પૂછ્યું, “તને ખબર પડે છે કે તે રિધ્ધીને હમણાં શું કહ્યું.” રાજવર્ધન લેબમાં એક બાજુએ રહેલા ટેબલ પર બેઠો અને બોલ્યો, “નિધિ, મને ખબર છે કે મેં રિધ્ધીને શું કહ્યું છે પણ તેના સિવાય બીજો કોઈ જ રસ્તો કે ઉપાય નથી. મારા ભાઈ આર્યવર્ધન હવે આ દુનિયામાં રહ્યા નથી અને તેમના ડીએનએ વગર સિરમ બની શકે તેમ નહોતી.”

“એટલે હવે ફક્ત એકમાત્ર રસ્તો છે કે રિધ્ધીના બાળકનું બ્લડ સેમ્પલ લઈને તેમાંથી સિરમ બનાવીએ. જે આ દુનિયામાં નથી તેમના જવાનો અફસોસ કર્યા વગર જે છે તેમને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું મારું માનવું છે.” આટલું બોલીને રાજવર્ધન ચૂપ થઈ ગયો અને તેણે દિવાલ તરફ ફરીને હાથરૂમાલ પોતાની આંખોના આંસુ લૂછી નાખ્યાં.

નિધિ અને ખુશી બંને સમજી ગયા કે રાજવર્ધનની વાત યોગ્ય હતી પણ રિધ્ધીને આ વાત કઈ રીતે સમજાવવી તે મુશ્કેલ હતું. નિધિ આ વાત કહેવા રાજવર્ધનને કહે તે પહેલાં રાજવર્ધન ફરીથી બોલ્યો, “નિધિ, આ વાત રિધ્ધીને કઈ રીતે સમજાવવી એ વાત મને ખબર નથી.”

પણ એક તું સમજવાનો પ્રયત્ન કર, આર્યવર્ધન રિધ્ધીનો પ્રેમ ચોક્કસ છે પણ એ પહેલાં તે મારા ભાઈ હતા. તો શું મને તેમના જવાનું દુઃખ નહીં હોય? ભાઈ તો પાછા આવવાના નથી પણ મમ્મી પપ્પા હજી જીવે છે તો તેમને ના બચાવવીએ?”

નિધિ કે ખુશી પાસે રાજવર્ધનના સવાલનો જવાબ નહોતો. મેઘના રાજવર્ધનની આ વાત સાંભળીને તેના પર ગર્વ થઈ રહ્યો હતો.