Amrutadevi ek sahas books and stories free download online pdf in Gujarati

અમુતાદેવી એક સાહસ

દુનિયાના ઇતિહાસમાં 1731 માં એક અનોખી ઘટના બની હતી. ભારત ના એક ગામમાં વૃક્ષ ના બચાવ માટે કેટલાય લોકો એ પોતાના પ્રાણ ત્યાગ કર્યો હતો.જેના પ્રણેતા એક સાહસિક મહિલા અમૃતાદેવી હતા. આજ ના આ સ્વાર્થપૂણ સમય કોઈ કોઈનું નથી.જ્યાં સગા પણ પારકા બની જાય છે. ત્યાં આ મહિલા સાથે તેની ત્રણ બહાદુર પુત્રો અને 363 ગામજનો એ પોતાના પ્રાણ તો ત્યાગ ગામમાં રહેલા ખેજડી ઝાડ નો બચાવ કરવા કર્યો હતો. આપણે કહી શકીએ કે ચિપકો આંદોલન ની ખરી શુરુંઆત તો આજ સમય હી થઈ ગઈ હતી.
અમૃતાદેવી ભારત માં રાજસ્થાન રાજ્યાંના જોધપુુુર જિલ્લા ખેજરડી ગામના રહેવાસી હતા. ખેજરડી ગામનું નામ ખેજડી ઝાડ ઊપર થી પડીયું છે.ગામા આ ઝાડ વિપુલ પ્રમાણમાં જોવા મળતા હતા.ખેજડી એમના માટે પવિત્ર ઝાડ હતું., અમુતાદેવીના પતિ નું નામ રામુ ખોડ હતું .તેમને ત્રણ પુત્રીઓ હતી જેમના નાામ અસુ, રાતની અને ભાગુ બાઈ હતા. અમૃતાદેવી એક ધાર્મિક સ્ત્રી હતા. તેઓ બિશ્નો્ઇ હતા. આ પ્રજાતિ બહુ મોટી ના હતી.પણ તેઓ વન્યજીવ સાથે સંકળાયેલ હતા. આમૃત દેવી લોકદેવતા જાભોજીના અનુયાયી હતા. અને કે જે બાલી(પ્રાણીનુ બલિદાન) ની પ્રથાની હમેંશા ટીકા કરતા હતા.તેમને 29 નિયમો બનાવ્યાં . જેેેનું અનુકરણ તેમના શિષ્યો કરે છે.અને જે આ નિયમનું પાલન કરે છે તેેને બિશ્નોઈ કહે છે. એમનો એક નિયમ પર્યાવરણ બચાવવાનો છે. તેથી તેઓ જાંભોજી ના સિદ્ધાંત ને અનુસરે છે. અને છેલ્લે આ સિદ્ધાંત ને અનુસરી છે અને તેમના જીવનનો બલિદાન આપે છે.
અમુતદેવી ખેજરડી આંદોલન ના પ્રણેતા હતા. 1731 માં જોધપુર ના મહારાજા અભયસિંહ યુધ્ધમાંથી વિરામ મળે છે.અને તેઓ નવા મહેલ નું નિર્માણ કરવાનું વિચારે છે. આ માટે મંત્રીઓ ને આદેશ કરે છે. મહેલ ના નિર્માણ માટે ચુના ની ભટ્ટી સળગાવવા ખાતે લાડકાની જરૂર હોય છે. ખેજડી ના લાડકા થી ભટ્ટી જલ્દી સળગે છે. તેથી મંત્રી ઓ રાજા ને ખેજરડી ગામમાં રહેલા ખેજડી ના ઝાડ ને કાપવાનું કહે છે. રાજા એને માટે આદેશ કરે છે. ગિરિધરદાસ ભાંડોજી સૈનિકો સાથે ઝાડ કાપવા માટે પોહચી જય છે.અમુતાદેવી ની ઘર ની બાજુ માં રહેલા ખેજડી ના ઝાડ કાપવાનું ચાલે કરે છે.એકદમ અમૃતાદેવી ને અવાજ સંભળાય છે.તે ત્યાં પોહચી જ્યાં છે અને સૈનિક ને ઝાડ કાપતા રોકે છે અને કહે છે કે..
"આ વૃક્ષ અમારા કુટુંબ નું સભ્ય છે મારો ભાઈ છે મેં એને રાખડી બાંધી છે હું એને નહીં કાપવા દવ."
ગિરિધરદાસ:જો આ તમારો ધર્મનો ઝાડ હોય તો એને બચાવવા માટે કોઈ તૈયારી કરી છે.
ત્યારે અમૃતા દેવી સંકલ્પ કરે છે કે,
"સિર સાટે રુખ રહે તો ભી સસ્તો જણ"
એટલે કે જો કોઈના માથાના ભાવે પણ કોઈ વૃક્ષ બચાવવામાં આવે તો તે મૂલ્યવાન છે.
આ સાંભળીને ગિરિધરદાસ ખૂબ ક્રોધ આવે છે.તેઓ તે દિવસે તો સૈનિક લઇ ને ગામ માંથી ચાલ્યા જાય છે.
હવે આ ખબર જગલ માં આગ ની જેમ ફેલાઈ જાય છે. 21 સેપ્ટમ્બર 1731 નો મંગળવાર ગામ જનો માટે કાળોવાર બની રહે છે. ગિરિધરદાસ સશસ્ત્ર સૈનિક સાથે સૂર્યોદય પેહલા ગામમાં આવી પોહચે છે. અને સૌથી પહેલા તેઓ અમુતદેવી ના ઘર પાસે ના ઝાડ ને કાપે છે.અમુતાદેવી ને કુહાડી ને અવાજ આવે છે.અવાજ સાંભળીને તે ગભરાઈ જય છે ને ત્યાં પોહચી જય છે.સૈનિક ને ઝાડ ના કાપવા માટે વિનતિ કરે છે.પરંતુ તેઓ માનતા નથી અને ઝાડ ના કાપવા બદલ લાંચ માંગે છે. અમુતાદેવી લાંચ આપવની ના પાડે છે અને કહે છે કે આ તેના ધાર્મિક માન્યતા નું અપમાનજનક કૃત્ય છે.તેના કરતાં હું મારા પ્રાણ આપવુ વધુ પસંદ કરું છું. આ વાત થી ગિરિધરદાસ ગુસ્સે થઈ જાય છે અમુટાદેવી બહાદુરીપૂર્વક પોતનું માથું આગળ કરે છે. અને તેઓ સૈનિક ને અમૃતાદેવી મેં મારી નાખવા કહે છે.ઝાડ કાપવા માટે લાવેલી કુહડી થી અમુતાદેવી નું માથું કાપી નાખે છે.આ સમય તેમની પૃત્રીઓ પણ ત્યાં જ હોય છે. જે સેજ પણ ડરતી નથી અને ઝાડ મેં ભેટી ને ઉંભી રહી જાય છે.અને કહે છે કે એક માથા બદલે એક વૃક્ષ બચાવાય , તો અમે પણ પોતના માતાની સાથે પ્રાણ આપવા માટે તૈયાર થઈ થાય છે .... નિર્દય સૈનિકો તેમને પણ મારી નાખે છે.આમાં માતા અને પુત્રીઓ બહાદુરી પુર્વક શહીદ થઈ જાય છે.આ વાત ગામ માં ફેલાઈ જાય છે.83 ગામના માં બિશ્નોઈ ભેગાં થાય છે અને અમુતદેવી ના આ બલિદાન ને માન આપી ને તેઓ પણ ખેજડીના ઝાડ બચાવવા માટે પ્રાણ ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે.
ગામના વૃદ્ધ માણસો ઝાડ ને ભેટી ને ઉભા રહી જાય છે. સૈનિકો તેમને પણ મારી નાખે છે.ગિરિધરદાસ ગામજનો ને કહે છે કે વૃદ્ધ અને બીમાર માણસો ને સહારો લઈ લડવા નીકળ્યા છે.આ પછી તો ગામના બધા મહિલા ,બાળકો ,પુરૂષ અને યુવાનો આંદોલન માં જોડાય છે.અને સૈનિકો બધા ને એક પછી એક મારી નાખે છે.ગામા લોહી ની નદી વહે છે. વધારે માણસો જોડતા ઝાડ ની કટાઇ રોકાય છે ત્યાં સુધી માં 71 મહિલા અને 292 પુરુષ પોતના પ્રાણ ગુમાવે છે.
રાજા ને આ ઘટનાની જાણ થાય છે. રાજાને ભારે આઘાત લાગે છે.રાજા બધાં ને શ્રાધ્ધજલી આપે છે.રાજા અમુતદેવી અને 363 શહીદો ને તામ્રપત્રી થી સમ્માનિત કરે છે. અને રાજ્ય માં કટાઇ પર હંમેશા માટે પ્રતિબંધ મૂકે છે.
અમુતાદેવી એક સાહસિક માહિલક હતા.તેમના પર્યાવરણ પ્રત્યેના બલિદાનની બિરદવા માટે ભારત સરકાર વન્ય જીવસંરક્ષણ હેતુથી અમુતાદેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરષ્કાર ની વ્યવસ્થા કરી છે. આ પુરષ્કાર અમુતાદેવી ની યાદ માં આપવા આવે છે. તેથી અમુતાદેવી બિશ્નોઈ સમુદાયમાં ઉત્તમ વારસો અને ઇતિહાસ ધરાવે છે.
તેમના અમર ત્યાગ ને યાડ કરવા માટે દર વર્ષ તેમના શહીદ દિન નિમિત્તે જોધપુર માં ખેજરડી ગામ ખાતે મેળો યોજાય છે.
ધન્ય છે એ ભૂમિ જ્યાં આવા....
સાહસિક અને બલિદાની જન્મે છે.....